માનવી નૈતિક છે કારણકે તે તર્કવિવેકબુધ્ધીથી વિચારે છે.
(The man is moral because he is rational. M.N. Roy)
આપણે સૌ પ્રથમ વિચારીએ કે માનવીય નૈતિકતા એટલે શું? બીજું એ પણ યાદ રાખીએ કે માનવીય નૈતિકતા અને ધાર્મીક નૈતિકતા વચ્ચે આભજમીનનો તફાવત છે.માનવીય નૈતિક વ્યવહાર માનવ માનવ વચ્ચે હોય છે.જયારે ધાર્મિક નૈતિક વ્યવહાર માનવી અને કપોળકલ્પિત ઇશ્વર અને માનવીના મૃત્યુ પછીના સારા જીવન માટે હોય છે.તેથી માનવીય નૈતિકતા ધર્મનિરપેક્ષ ( Secular Morality) છે.ધર્મથી બિલકુલ સ્વતંત્ર છે, વિમુખ છે. આમ ધાર્મિક નૈતિકતાને કોઇ સંબંધ માનવ માનવ વચ્ચે ન હોઇ શકે!
દા.ત કુંભમેળામાં અડધી રાત્રે ડુબકી મારનાર ટોળાએ જે કામ કર્યુ તેમાં બાજુવાળા ડુબકી મારનારા સાથે કોઇ ધાર્મીક કે નૈતીક સંબંધ ન હતો. અરે! તે ધંધામાં મદદ કરનારા કે આયોજન કરનારા યોગી આદિત્યનાથ સાથે પણ સ્નાનસુતકનો સાતમી પેઢીએ પણ સંબંધ ન હતો.પણ તેને ધાર્મિક નૈતિકતાએ ગળથુથીમાંથી શીખવાડેલું કે પોતાના બંગલાકે ફેલ્ટના બાથરુમના શાવર કરતાં ગંગાની ડુબકીમાં મોક્ષ અપાવવાની તાકાત છે.ભલે બંને પાણી રાસાયાણિક રીતે તો H2O ના જ બનેલા હોય છે!
આવી ધાર્મીક નૈતિકતામાં મોક્ષ અપાવવાની તાકાત વિદયુતવેગી કે પ્રકાશની પ્રતિ સેકંડ ઝડપ કરતાં એટલી વધારે છે કે ડુબકી મારનાર આપણી બહેનો, માતાઓ, તેમની પડોશમાં રહી ગયેલી બહેનપણી કે અન્યના નામો જેવાકે સાવિત્રી, તારા, કપિલા,વિ.નામો ની યાદ કરીને ધડાધડ ડુબકીઓ મારવા માંડે તો તે બધાનો પણ જે તે ના મૃત્યુ પછી મોક્ષ થઇ જાય." આવી છે ધાર્મિક નેતિકતા". તેનો વેપલો કરનારને દિલ્હી અને લખનૌની ગાદી મળે તેમાં નવાઇ કોને લાગે?
માનવીય નૈતીકતા ઐહીક કે દુન્યવી છે. તેનો વિકાસ જૈવીક ઉત્કરાન્તિના સંઘર્ષમાંથી અનેક તબક્કાવાર ક્રમશ: વિકસેલો છે. આવી ધર્મનિરપેક્ષ નૈતીકતાના મુળ માનવ માનવ વચ્ચેના દુન્યવી કે ભૌતિક સહકારમાં અંતર્ગત રહેલાં છે. જીજીવિષા ટકાવી રાખવાના ભૌતિક સંધર્ષમાં જંગલી હિંસક પશુઓ અને વિઘાતક કુદરતી પરિબળો સામે અન્ય સહમાનવોના સહકારમાં ધર્મનિરપેક્ષ નૈતિકતા કે નિરઇશ્વરવાદી નૈતીકતાના મુળ રહેલાં છે.સમુહ જીવન, સહકાર,પ્રેમ, લાગણી, મમતા,બાળકો ને વડીલો પ્રત્યે કુદરતીસહજ હકારાત્મક અભીગમ વિ,નૈતિક ગુણો, સાથે જીવવા ને રહેવામાંથી વિકસેલા છે. ઇશ્વરદત્ત બિલકુલ નથી. કુદરતી નિયમબધ્ધતાને સમજવા માટે કુંભમેળામાં ડુબકી મારવાની જરુર બિલકુલ નથી. પરંતુ ઇન્દ્રીયજન્ય અનુભવ( પાંચ ઇન્દ્રીયો) અને તેના દ્વારા મગજને મળેલ સંદેશો જેનાથી શોધાયેલ સત્ય જેને આપણે સદ્વિવેકબુધ્ધી( Process of cognition to derive truth)ને રેશનાલીટી તરીકે ઓળખીએ છીએ તેને આધારે જે નિર્ણય કરવામાં આવે તેને ધર્મનિરપેક્ષ નૈતીકતા કહેવાય..
ધર્મનીરપેક્ષતા, નિરઇશ્વરવાદી કે નાસ્તિક નૈતિકતાથી માનવીએ અન્ય સહકારથી બે શાશ્વત સત્યો શોધી કાઢયા છે. એક માનવીનો જન્મ અન્ય સજીવોની માફક કોઇ ઇશ્વરી તુકકાનું પરિણામ નથી જ.પણ લાખો વર્ષોના સજીવોના જૈવીક સંઘર્ષનું પરિણામ છે. સદર સજીવોની જીજીવિષાની નિર્જીવમાંથી સજીવની ઉત્પત્તિથી શરુ થયેલી સાંકળનો કોઇ અંકોડો કે મણકો,પછી એક કોષી જીવથી માનવ સુધીના બહુકોષી જીવ સુધી અતુટ છે. તમામ સજીવોની જન્મથી શરુ કરીને મૃત્યુ સુધીની જૈવિક પ્રક્રીયામાં ઇશ્વર અને તેના પ્રતિનિધીઓની કે દલાલો જેવા કોઇ બાહ્ય પરિબળોની પ્રવેશ ક્યારેય હોતો નથી તે ચાર્લસ ડાર્વીને તેના પુસ્તક " Origin of Species" માં સાબીત કરી દિધુ છે. તે વિષયને આપણે જીવશાસ્ર તરીકે ઓળખીએ છીએ.
કોપરનીકસ, ગેલેલીઓ, સર આઇઝેક ન્યુટનથી શરુ થયેલી કુદરતી પરિબળોને તેના નિયમોથી સમજવાની અને તે નિયમો સમજીને તે બધાનો ઉપયોગ માનવ સુખાકારી માટે કરવાનું મિશન આજે પણ અવિરત રીતે ચાલુ જ છે. ભૌતીક વાસ્તવિકતા ( Physical Realism) એ છે કે જેમ સજીવના સર્જનમાં કોઇ ઇશ્વરીકે બાહ્ય તત્વની દખલગીરી નથી તેવી જ રીતે કુદરતને તેનું સંચાલન નિયમબધ્ધ છે.તમામ કુદરતી ઘટનાઓ જેવી કે વરસાદ, ધરતીકંપ, પવન, તમામ અવકાશી ગ્રહોનીગતિ, વિ. નિયમ આધારીત છે. કોઇ ઇશ્વરી કે દૈવી દખલગીરીથી મુક્ત છે. તે જ્ઞાન આધારીત હોવાથી માનવીય સમજથી ઉપર નથી.
માનવીય નૈતીકતા ઇશ્વરી દખલગીરીથી મુક્ત છે. તેનો આધાર રેશનાલીટી છે. આજથી આશરે બે હજાર પાંચસો વર્ષ પહેલાં થઇ ગયેલા ગ્રીક તત્વજ્ઞાની એપીકયુરસે કહેલું કે " હું મારા જેવા અન્ય માનવીને ઇશ્વરને ખુશ કરવા મદદ કરતો નથી. પણ તેનાથી મને આનંદ મળે છે માટે હું સહમાનવીઓને મદદ કરું છું. તે મારી માનવીય નૈતીકતા છે.
-------------------------------------------------The End-------------------------------------------------