બ્રેઇન સ્ટ્રોમીઇંગ સેશન- ભાગ–૨.
મારી સદર ફેસબુકની પોસ્ટને આધારે જે જવાબ આવ્યા છે તેના ઉત્તર પ્રથમ આપું છું.
(૧) ભાઇ સેમ્યુઅલ મેકવાને પોતાની ઉપરા છાપરી કોમેન્ટમાં જાણે ઇસાઇ ધર્મનો બચાવ કરવા જ મેદાને પડી ગયા હોય તે પ્રમાણે મારા મુળ લેખની મુખ્ય વાત બાજુ પર મુકીને દલીલો કરવા મંડી પડયા છે. ધર્મઝનુન વિવેકશક્તિ પર કેવી રીતે હાવી જાય છે તેની પરાકાષ્ઠા તેમના લખાણોમાં વારંવાર આંખે ઉડીને વળગે છે.
(૨) મેં 'આત્માના સ્થળાંતર' ગુજરાતી શબ્દનો અંગ્રેજી શબ્દ એમ.એન. રોયે વાપર્યો છે–"Trans-migration of soul" એટલો જ ઉલ્લેખ કર્યો છે.. તે શબ્દને પકડી લઇને એમ. એન. રોય આત્માના અસ્તીત્વના ટેકેદાર હતા તેમ બતાવી તેવા સંપુર્ણ નખશીખ નિરઇશ્વરવાદી અને ભૌતીકવાદીને પોતાની દલીલના હિતમાં લેશ માત્ર ઉપયોગ કરવાનો રંજ કે દુ:ખ નથી.કોણ પુછે સેમ્યુલભાઇને કે તમે એમ.એન રોયના વ્યક્તીત્વ વિષે શું જાણો છો?
(૩) હિન્દુ ધર્મમાં આત્માનો ખ્યાલ દરેક હિન્દુના વર્તમાન જન્મ, પુર્વજન્મ, અને પુનર્જન્મના કર્મોનું પરિણામ હોવાથી, ચાર વર્ણોમાંથી તે જે વર્ણ–જ્ઞાતિમાં જન્મ્યો એ ખરો!.અરે! હિન્દુ ધર્મમાં એક સ્રી તરીકે જન્મ લેવો તે પણ પુર્વજન્મના પાપોનું પરિણામ છે એમ ઠસાવી દેવામાં આવ્યું છે. દરેક ઇસાઇ જન્મથી કે ધર્માંતર કર્યા પછી પોતાની કઇ વર્ણ–કે જ્ઞાતી છે તે બતાવશે? વર્ણ–જ્ઞાતી એ તો દરેક હિન્દુનો હિન્દુ હોવાની સાબિતીનો જન્મથી મળેલો રજીસ્ટર્ડ ટેર્ડમાર્ક છે. જેનું હસ્તાંતર મૃત્યુ પછી પણ અશક્ય છે.
(૪) અમારી ફેસબુકની વોલપરના એક વડીલ અને બૌધ્ધીક રીતે પરિપક્વ સાથી ડૉ પ્રણવભાઇએ સેમ્યુલભાઇને લખવું પડયું કે તમારી પોસ્ટમાં ઇસાઇ ધર્મીની વાતો કોને ઉદ્દેશીને લખો છો? (બીપીનભાઇની પોસ્ટમાં કોઇ ખાસ ધર્મ ને તેમાંય ઇસાઇ ધર્મની તરફેણ કે વિરુધ્ધમાં તો કશું લખ્યું નથી.)સેમ્યુલભાઇએ જવાબમાં 'સોરી' લખવું પડયું છે.
–––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––
હવે મારા ભાગ–૨ના લેખની શરુઆત–
વીશ્વમાં હિન્દુ ધર્મ સિવાય તમામ ધર્મો જો આત્માના અસ્તીત્વમાં ન માનતા હોય, ને સાથે સાથે બધા જ ધર્મો (હિન્દુ ધર્મ સહિત)ઇશ્વરી સર્જન હોય તેવો દરેક ધર્મના સર્જકો દાવો કરતા હોય, તે પ્રમાણેનું અફીણ પોતાના ભકતોને રાત–દિવસ પીવડાવતા હોય તો,તેમાંથી કોણ સાચા ને કોણ જુઠઠા?
હિન્દુ સનાતન ધર્મના શાશ્વત મુલ્યો કયા કયા? તેમાં આત્માના ખ્યાલ આધારીત ભૌતીક અને આધ્યાત્મિક દ્વંદ ખરો કે નહી! પછી તેમાં દરેક હિન્દુનો જન્મ વર્ણવ્યવસ્થા આધારીત સમાવેશ ખરો કે નહી, તે બધા તેમાં આમેજ કે નહી?? તેના આધારીત સામાજીક, આર્થીક ને રાજકીય અસમાનતા, અન્યાય, શોષણ વિ.પોષતું– બળવત્તર બનાવતું ધર્મ અને રાજયની મીલીભગતથી સદીઓથી અસ્તિત્વમાં આવેલું દેશનું માળખું કોના હિતો માટે કામ કરે છે.
આજે આપણા દેશમાં આશરે એક લાખ કરોડ લોકોને સરકાર મા–બાપના પાંચ કિલો અનાજ પર ગુજારો કરવો પડે તે શાપ–અભિશાપ કે વર્તમાન રાજ્ય વ્યવસ્થાની મહાન સિધ્ધિ. કે પછી આ બધાના ગયા જન્મોના કર્મોનું પરિણામ!
ભાજપ અને આર એસ એસ એ હિન્દુ રાષ્ટ્ બનાવવા માટે ભગવદ્ ગીતાના તત્વજ્ઞાનને દેશના શિક્ષણની તમામ કક્ષામાં લઇ જવાનું શરુ કરેલ છે. તે તત્વજ્ઞાન શું છે?તેની અસરો અને પરિણામો દેશને ક્યાં લઇ જશે? રોગના કારણોને આધુનિક જ્ઞાન–વિજ્ઞાન અને ટેકનોલોજીની મદદથી તપાસીશું તો જ તેનો માર્ગ નિકળશે.
ભગવદ્ ગીતામાં જે મુલ્યોની ચર્ચા કરવામાં આવી છે તેનું મુલ્યાંકન બે રીતે કરવાનો પ્રયત્ન કરવામાં આવેલો છે.
(૧) તથાગત ગૌતમ બુધ્ધના એક વાક્યને આધારે– " હું કહું છું માટે તે સત્ય છે. પુરાપર્વથી ચાલ્યું આવે છે માટે તે સત્ય છે, જુઓ, જુઓ આ તો ધર્મગ્રંથમાં લખેલું છે માટે તે સત્ય છે, દેશના વડા તરફથી ઢંઢેરો બહાર પાડીને જણાવવામાં આવ્યું છે તો તે સત્ય હશે જ ને! કુટુંબના વડીલોએ તેના પર મંજુરીની મહોર મારી છે પછી તે આજ્ઞાનું તો પાલન કરવું જ પડે ને! અંતમાં તથાગત બુધ્ધ કહે છે કે આખરે તમારી વિવેકબુધ્ધી ને જે સત્ય લાગે તેને જ અમલમાં મુકજો.
(૨) ભગવદ્ ગીતા એક વૈચારીક ગ્રંથ તરીકે વેદ જેટલો પુરાણો હશે.આશરે ચાર પાંચ હજાર વર્ષ જુનો છે. તે સદીઓ પુરાનો છે.તેનો ભુતકાળ ફક્ત જુનો નથી પણ અતિપ્રાચીન છે. તે ખંડર પર ઘણા બધા જાળા–બાવા બાઝી ગયેલા છે. પ્રાચીનતા અને ભુતકાળના અનેક ઢગલા નીચે તે ઢંકાયેલો છે. તેમાંથી ૨૧મીસદીના જ્ઞાન–વિજ્ઞાનના આધુનીક શસ્રોથી– ચીર–ફાડ( Dissection) કરવાની,બીજા શબ્દોમાં કહીએ તો તે બધાની ઝીણવટભરી, બારીકાઇથી લાગણી,ભક્તિ કે આદરભાવને બાજુપર મુકીને શોધખોળ કરવાની જરુર છે. તો જ આપણને ઘંઉના ઢગલાની સાથે ભળી ગયેલા કાંકરા અને ફોંતરા દુર કરીશું તો જ ઘંઉ મલશે. ઘંઉ કેટલા મળશે તેનો આધાર પેલા મલબા–કચરાના જથ્થા પર આધારીત છે.પેલા મલબાનો કચરો એક મૃત શરીર છે. જેમ મને કે તમને આપણા સ્વજન ગમે તેટલા પ્રિય હોય,અનિવાર્ય હોય પણ તેમના મૃતદેહને તે અવ્વલ મંઝીલે મોકલી આપવો પડે છે. તેમ પેલા સદીઓના ભેગા થયેલા મલબાને દુર કરવામાં જ આપણું વર્તમાનમાં હિત છે. તેમાંથી આજદિન સુધી ઘણા ચેપી વાયરસોએ ઘણી ખાનાખરાબી ભુતકાળમાં કરેલી છે. હજુ તે વાયરસો ઘણા મોટા પાયા પર ખાના–ખરાબી કરવાની સંભવિત શક્તિ ધરાવે છે.
ચાલો! ભુતકાળના મલબા નીચેથી કેટલા રત્નો હું શોધી શકું છું અને તમે તે બધાને જોઇ શકીશો. તે માટે આપણે બંને એકબીજાને શુભેચ્છા પાઠવીએ. હવે ક્રમવાર નવી પોસ્ટ સાથે મલીશું.