ભગવદ્ ગીતા એક મુલ્યાંકન–છેલ્લો અને અંતિમ લેખ ભાગ–૪.
(૧) ભગવદ્ ગીતામાં ઇશ્વરનો ખ્યાલ જ 'અંગત ઇશ્વર'(The Personal God)નો છે. આવો ખ્યાલ દરેક ધર્મોએ પણ પોતાના ભક્તો માટે વિકસાવેલો છે. ગીતાના લેખકે અર્જુનના પાત્રની મદદથી પોતાના જીવનની સમસ્યાઓ કેવી રીતે ઉકેલાય તે માટે દુન્યવી, ભૌતીક કે જ્ઞાન આધારીત માર્ગદર્શન આપ્યું નથી.તેના બદલે પોતાની સમસ્યાઓનું પોટલું ' ઇશ્વર' ના માથે મુકી દઇને શાંતિ કેવી રીતે પ્રાપ્ત થાય તે અઢાર અધ્યાયોમાં સાબિત કર્યું છે. ભલે અર્જુનને તમામ હિન્દુઓ દ્રોણાચાર્યના શ્રૈષ્ઠ ધનુષ્ય–બાણાવળી વીધ્યાર્થી તરીકે જાહેર કર્યો હોય, ગાંડીવનો ટણંકાર કરીને દુશ્મનોના મનોબળને જ મહાત કરનાર યોધ્ધા તરીકેના વિશેષ ઇલકાબ આપેલો હતો. પણ ગીતાને રચનારે આજ મહાન યોધ્ધાને ' શ્રીકૃષ્ણ' પાસે બિનશરતી શરણાગતી સ્વીકારતો બતાવ્યો છે.મહાભારતનું યુધ્ધ અર્જુન કે પાંડવોની સેના જીતી નથી પણ તે 'શ્રી કૃષ્ણ'ની ઇચ્છાનું જ પરિણામ છે. 'હરિ ઇચ્છા બલવાન'.
(૨) ગીતાનો આ ઉપદેશ નામે જન્મે હિન્દુની સમસ્યાઓના ઉકેલ માટે તેના અંગે અંગમાં એવો ફેલાવી દીધો છે તેની અસરો હજુ નામ શેષ થઇ નથી. આપણા દેશમાં તો હજુ કુદકે ને ભુસકે તે અસરો વધતી જાય છે. જ્યારે મહંમદ ગઝની સેંકડો માઇલ દુરથી આવીને સોમનાથ પર યુધ્ધ કરતો હતો ત્યારે જે તે હિન્દુ રાજાનું લશ્કર ને શીવ ભક્તો 'શીવલિંગ'ની પુજા કરી મંદિર અને રાજ્ય ને બચાવવા 'ઇશ્વર' ના માથે પેલું ' અર્જુન વાળુ પોટલું' નાંખવા ઘણી 'પુજા–અર્ચના' કરી પણ પેલો 'દેવકી પુત્ર' કઇ કઇ લીલા કરવામાં રોકાયેલો છે કે ફરી ભરતખંડને જ ભુલી ગયો છે.
(૩) ફરી મોગલો આવ્યા, બ્રીટીશરો આવ્યા પણ ઇશ્વરી અંશનો દાવો કરનારા તમામ હિન્દુ રાજાઓની મદદે પણ 'સારથી' બની ન તો ઉપદેશ આપ્યો કે ન તો ' યદા યદા હી ધર્મસ્ય–– સંભવામી યુગે યુગે ની યાદમાં ગાંધીને સ્વધામે મોકલીને તારા નામે 'હથેળીમાં ચાંદ' બતાવનારાઓને હવાલે 'ભારત માતા(!) ને સોંપી દીધી.
હે! વાસુદેવ પુત્ર! અમને ખબર જ ન પડી કે ' તમે! અમને આશરે ૧૩૦ કરોડ હિન્દુઓને અમારા નસીબ પર ત્યજી દઇને ' નિમિત માત્ર' ફળોના પોષ્ટીક આહાર પર જીવવા મજબુર કરશો.
(૪) હૈ! અચ્યુત! તું પણ સાંભળી ને સમજી લે! સ્વતંત્રતા પછીની અને ખાસ કરીને ૨૧મી સદીમાં જન્મેલી પેઢી સંભવામી યુગે યુગે વાળાની રાહ જોવાનું જ ભુલી ગઇ છે. તેના બદલે પોતાના ભાવીનું 'સ્ટીયરિંગ ને એક્સીલેટર, પોતાની હાથમાં રાખીને અમારા દેશના હજારો નહીં લાખો વાસ્કોડી ગામા અને ક્રિષ્ટોફર કોલ્મબ્સ પોતાનું ખોબા જેટલું હોડકું લઇને જ્યાં સ્થાઇ થવાની તક મળશે ત્યાં મુળીયાં મજબુત રીતે સધ્ધર નાંખીને ત્યાં ત્યાં ' સિલીકોન વેલી ને એ આઇ, પેદા કરશે.
(૫) બાકી રહેલા હે સ્વજનો!, 'શ્રી કૃષ્ણ' ના ગીતા– ઉપદેશના ' સ્વધર્મં' પ્રમાણે અયોધ્યા સિર્ફ ઝાંખી હૈ ,કાશી મથુરા બાકી હૈ' તે સદીઓના બાકી રહેલા સ્વપ્નને સાકાર કરવા અમારા 'મોદી–ભાગવતે શરુ કરેલા ધર્મક્ષેત્ર– કુરુક્ષેત્રના યુધ્ધને સફળ બનાવજો. તો પેલા બંનેને ત્રણલોકની સત્તા મલશે કે નહી તે ખબર નથી. કારણકે તે તો 'શ્રીકૃષ્ણે' અર્જુનને માટે 'અનામત' રાખેલ છે.૨૧મી સદીના યુધ્ધ રુપી યજ્ઞમાં આહુતી આપનારને હું સોંગદપુર્વક કહું છું કે પેલા ૮૪ લાખ યોનીમાંથી મુક્તિ અપાવી મોક્ષ તો અપાવીશ. બોલો! ખુશને! હિન્દુ તરીકે ફરી જન્મ લેવામાંથી જ મુક્તિ. ચારેય વર્ણના હિન્દુઓએ નવા 'ધર્મક્ષેત્ર– કુરુક્ષેત્ર' ના મેદાનમાં જઇને કેમ ભાગ ન લેવો જોઇએ?