Wednesday, February 5, 2025

તા-12 મી જાન્યુઆરીનો ગોધરા રેશનલિસ્ટ શિબિરનો બિપિન શ્રોફનીસ્પીચ માટેના વીષયની  નોંધ.  

વ્યક્તિ અને સમાજની સમસ્યાઓના ઉકેલ માટેનો જ્ઞાન આધારિત ઉપાય-રેશનલીજમ (તર્કવિવેકશક્તિ)( Rationalism means reliance on REASON).1

(1)   સ્વતંત્રતાની લડતમાં  સફળતાનો આધાર માનવીની તર્ક વિચારશક્તિ પર આધાર-માનવીય સ્તર પર જૈવિક સંઘર્ષ આટલે ઉચ્ચસ્તર પર સ્વતંત્રતા માટેનો સંઘર્ષ – સત્ય  કુદરતીપરિબળોનના  સંચાલનના નીયમો સમજીને વ્યક્તિગત અને સામાજિક જીવન સલામત સમૃદ્ધ બનાવવું.- ભૌતિક અને માનસિક જજીરોમાંથી ક્રમશ: મુક્તિ-

(2)    ઇંદ્રિયજન્ય અનુભવ અને તર્કબુદ્ધિનો ઉપયોગ- જ્ઞાનનો આધાર તર્ક બુદ્ધિ -માનવ પ્રગતિનો મુખ્ય આધાર-પણ તર્ક બુદ્ધિ –

(3)   વ્યક્તિ અને સમાજના નૈતિક ધોરણોમાં સુધારા માટેનો મુખ્ય પ્રતિનિધિ તર્ક વિવેકબુદ્ધિ – માનસિક મુક્તિ -નાગરિકને સામાજિક, રાજકીય આર્થીક  સ્વવલંબનનો આધાર. માનવી પોતાનો જેટલા પ્રમાણમાં  માર્ગદર્શક બને તેટલા પ્રમાણમાં  તે મુક્ત- તર્ક વિવેકશક્તિ જૈવિક ઉત્ક્રાંતિની દેન છે.અન્ય સજીવોમાં  તે વિકસેલી છે.  તેને અનુભવમાંથી શીખવાડે છે.

(4)     માનવસ્વભાવ અને કુદરતી પરિબળો "કાર્ય કારણ નિયમોને આધીન – વૈજ્ઞાનિક અભિગમનો ઉપયોગ- તર્કવિવેક શક્તિ માનવ જીવનનો અતર્ગત ભાગ-  દરેક વસ્તુ પાછળ કારણ જવાબદાર છે તે રીતે વિચારવાની ટેવ- સત્ય શોધવામાં મદદ કરે છે. પ્રત્યક્ષ જ્ઞાનવાદ ( positivism ) અને સમજ શક્તિનો સરવાળો-એટલે તર્ક વિવેકશક્તિ-

(5)   ઇન્દ્રિયોએ મગજને પૂરી પડેલ માહિતીને આધારે અનુમાન તારવવાની શક્તિ-સતત ઉત્ક્રાંતિમાંથી વિકસતી ગઈ.સદર શક્તિ જે સજીવોમાં વિકસી તે જૈવિક સંઘર્ષમાં  ટકી રહી બાકીની નાશ પામી.જૈવિક નિયમબદ્ધતા એટલે "વિચારશક્તિ " reason " આત્મસભાનતા આત્મ નિરીક્ષણને વિકસાવે છે." તર્કવિવેક શક્તિનું લક્ષણ જૈવિક છે. કશું દૈવી નથી. માનવીના સ્વભાવમાં સ્વછંદીપણું કે સંયમી જીવન બંને માંથી શું પસંદ કરવું તે માનવીની તેની  વીકસેલી તર્કવિવેકબુદ્ધિ  આધારિત છે.

(6)   દરેક સજીવ જીવ બચાવવા સ્વાર્થી  હોય છે.સ્વાર્થીપણા ના નિયમન માટે રાજ્ય સત્તા જેવુ બાહ્ય પરિબળ જરૂર છે.

(7)    Moral development  consists of the subordination of competitive or egoistic impulses to the cooperative or altruistic ones. Self- approval against social approval.            

તા-12 મી જાન્યુઆરીનો ગોધરા રેશનલિસ્ટ શિબિરનો બિપિન શ્રોફની સ્પીચ માટેના વીષયની  નોંધ.

 


--