Saturday, April 11, 2020

હુકમ (Command)ના રાજ્યમાંથી વીશ્વાસ(confidence)ના વહીવટ તરફ!


હુકમ (Command)ના રાજ્યમાંથી વીશ્વાસ(confidence)ના વહીવટ તરફ!

દેશ કોરોના વાયરસના સંક્રમણને નીયમનમાં રાખવાની વ્યુહ રચના જેવીકે સોસીઅલ લોકડાઉનની અંતીમ ઘડી ૧૪મી એપ્રીલની છે. જે ઘડી ખુબજ નજીક ઝડપથી આવી રહી છે. હવે કોરોના સામેનો સંઘર્ષ વાસ્તવીક બનીને, વડાપ્રધાન મોદીજીની કેન્દ્ર સરકારના હાથમાંથી રાજ્ય સરકારોના વહીવટ અને નીતીઓનો એક ભાગ બની ગયો છે. આ સંક્રમણની અસરો દેશના જુદા જુદા રાજ્યોમાં એક સરખી નથી. સંજોગો પ્રમાણે જુદી જુદી છે. બીજુ હવે આ સંક્રમણની અસર પરદેશથી આવેલા શંકાસ્પદ દર્દીઓથીના સંપર્કથી ફેલાવાને બદલે સ્થાનીક નાગરીકોના સંપર્કથી ફેલાવા માંડી છે. મેટ્રો શહેરો અને શહેરી વીસ્તારોને બદલે દેશના આંતરીક દુર દુરના ગામડાઓ, તાલુકા અને જીલ્લાઓ સુધી સતત વીસ્તરી રહી છે. જે ખુબજ ચીંતાજનક માહોલ પેદા કરી શકે તેમ છે.

રાજ્ય માટે નીતીવીષયક ખુબજ ગંભીર પ્રશ્ન ઉભો થઇ ગયો છે. હવે શું કરવું છે? લોકડાઉન ઉઠાવી લઇને, અર્થતંત્રને ફરી પાટે ચલાવવાની મહેનત કરીને લાખો લોકોને રોજગારી આપીને જાન બચાવવા છે કે પછી લોકડાઉન ચાલુ રાખીને કોરોના સંક્રમણને નીયંત્રણમાં રાખીને નાગરીકોના જાન બચાવવા છે? આજના ગુજરાતી દૈનીક દીવ્યભાસ્કરે સમાચાર આપ્યા છે કે ' ગુજરાતના ઔધ્યોગીક શહેર સુરતમાં ફેકટરીના હજારો કામદારોએ લોકડાઉન અને કરફ્યુનું ઉલ્લઘંન કરીને પંદર પંદર દીવસોથી પગારો નહી મલવાને કારણે કાયદાની એસીતેસી કરીને અરાજકતા ફેલાવી છે. આવી આર્થીક અરાજકતાનો તણખો સમગ્ર દેશમાં સરળતાથી ફેલાઇ જાય તેવું વાતાવરણતો લોકડાઉન પછી પેલા લાખો મજુરોના સ્થળાંતરથી પેદા થયેલ વાતાવરણે પેદા તો કરેલું જ છે.કેન્દ્ર અને રાજ્ય સરકારો એક વીચાર સાથે પુરેપુરા સહમત છે કે જેવી રીતે એકજ ઝાટકે દેશને લોકડાઉનની સ્થીતીમાં મુકી દીધો હતો તેવી જ રીતે એકજ ઝાટકે કોઇપણ કાળે દેશમાંથી લોકડાઉન ઉઠાવવું નથી. દરેક સ્થાનીક રાજ્યો અને તેમના સ્થાનીક વીસ્તારોની સ્થીતીઓને લક્ષમાં લઇને તબક્કાવાર કે ક્રમશ; લોકડાઉન ઉઠાવવું. જેથી આ દેશવ્યાપી ૨૧ દીવસોના લોકડાઉનની સીધ્ધીઓ ધુળમાં ના મળી જાય. આ બધુ લખવું કે બોલવું જેટલું સરળ છે પણ તે પ્રમાણે દેશના નાગરીકોએ જે વર્તન સતત લોકડાઉનનું વારંવાર ઉલ્લંઘન કરીને બતાવ્યું છે તે જોતાં સરકારો માટે માથાના દુ;ખાવા સમાન છે. હુકમની ગેરહાજરીમાં( લોકડાઉન ઉઠાવી લીધા પછી) સમજથી નાગરીકો આ લડત લડશે તેવો વીશ્વાસ પ્રજા તરીકે આપણે પેદા કરી શક્યા જ નથી.

એક બાજુએ લાખો નાગરીકો પોતાની આર્થીક મજબુરીઓને કારણે પોતાના કુટુંબને માટે રસોડાનો ચુલો સળગાવી શકતા ન હોય અને ભુખમરાથી મૃત્યુ તરફ ધકેલાતા હોય અને બીજી બાજુએ જેવું લોકડાઉન ઉઠાવ્યું કે તરતજ લોકોના અનીયંત્રીત સંપર્કોથી રોગનું પ્રમાણ બેકાબુ બની જવાની ૧૦૦% શક્યતા છે. તેથી કોરોનાના સંક્રમણથી મૃત્યુનો આંકડો કુદકે ને ભુસકે વધી જવાનો છે. બંને નીર્ણયોની અસરો વાસ્તવીક છે. રાજ્યકર્તાઓની દલીલ એવી પણ છે કે આજે જો રાજ્ય ૨૧ દીવસનું સંપુર્ણ લોકડાઉન ઉઠાવી લે છે તો ફરી રોગ બેકાબુ બનતાં આ લોકડાઉન કરતાં પણ વધારે સમય માટે લોકડાઉન માટે નાગરીકો તરીકે આપણે તૈયાર રહેવું પડશે!

નાગરીકો માટે ચીંતાનો વીષય છે કે સરકાર કોરોના સંક્રમણ સામે પોતાની તૈયારીમાં જોઇએ તેટલી સજ્જ નથી.તેથી પોતાની ઢીલાશને લોકડાઉનનામે બચાવવા માંગે છે. કેન્દ્ર સરકાર અને જુદી જુદી રાજ્યોના સરકારોના આ સંક્રમણ સામે લડવા માટે જે સ્થાનીક મેડીકલ સ્ટાફના પર્સનલ પ્રોટેક્ટીવ ઇકીવ્પમેંટ, ટેસ્ટીંગ કીટ, દવાખાનાની પથારીઓની સંખ્યા, ક્વોરાનટાઇન માટેની જરૂરીયાતો કેટલી છે તે અંગે કોઇ આધારભુતઅને પારદર્શક (TRANSPARENT)માહીતી ઉપલબ્ધજ નથી. કેન્દ્ર સરકાર પ્રમાણીક અને વીશ્વાસનીય માહીતીના સ્રોત પુરા પાડવાને બદલે તે ઢાંકવાના પ્રયત્નો કાયદાના ઓથા નીચે કરી રહી છે. જે બીલકુલ લોકશાહી સરકાર માટે વ્યાજબી નથી.અમેરીકા, ઇગ્લેંડ, ફ્રાંન્સ, જર્મની, ઇટલી, સ્પેન વી, દેશોની આ બધા સરકારોએ કોરોનાના સંકમણના કોઇ સમાચારને સેન્સર કર્યા જ નથી.  કોરાના સંક્રમણને કારણે રાજ્ય તરફથી કરવામાં આવેલા લોકડાઉન પછી, સરકાર નાગરીકોને ગેરંટી આપી શકશે ખરી કે અમે તમારા કામ કરવાની તમામ ફેકટરીઓ, બેંકો, શાળાઓ, ટ્રેઇન, બસો,ઔધ્યોગીક એકમો અને બીલ્ડીંગો બાંધવાની સાઇટો, વગેરે વગેરે આ રોગના સંક્રમણથી સંપુર્ણ મુક્ત કરી દીધી છે. જો જવાબ નકારાત્મક જ હોય તો જે નાગરીકો પાસે હજુ બે ત્રણ માસ માટે પોતાના કુટુંબનું ભરણપોષણ કરવા પુરતી બચતો છે તે બધા શા માટે રોજી રળવા આવશે?

( A lockdown requires a command, an opening will require confidence.)

વધારામાં પાટાપરથી સંપુર્ણ ઉતરી ગયેલી અર્થવ્યવસ્થા અને કરારના સંબંધોવાળી સમાજ વ્યવસ્થાને ફરી કામ કરતી કરવા ફક્ત વડાપ્રધાન અને રાજ્ય સરકારોના મુખ્યમંત્રીઓની વીડીયો કોન્ફરન્સો પુરતી નથી. દા;ત હાલમાં પંજાબ રાજ્યને ઘંઉનો તૈયાર થયેલો પાક લણવા માટે બીહારના મજુરો અને ઘંઉ ભરવા બંગાળ રાજ્યના શણના બારદાનોની લાખોની સંખ્યામાં અનીવાર્ય અને તાતી જરૂરીયાત છે. સરકારોના વહીવટો નીર્ણયો અને પ્રજાની જરૂરીયાતોને લક્ષમાં લઇને ધ્યાનમાં લેવાના નીર્ણયો વચ્ચે કોઇ સંકલનનો સેતુ અસ્તીત્વમાં છે ખરો? લેખનો ટુંકાવીને ભાવાનુવાદ કરેલ છે.(We will require broad-based administrative and consultative mechanisms to move us from command to confidence

સૌ.Bhanu Pratap Mehta. ઇન્ડીયન એકસપ્રેસતા. ૦૯–૦૪–૨૦૨૦. લેખનો ટુંકાવીને ભાવાનુવાદ કરેલ છે.

--