Wednesday, April 15, 2020

હૈ ભારતમાતાનાસપુતો!

હૈ ભારતમાતાના સપુતો!

(સદર લેખ આદરણીય બાબાસાહેબ આંબેડકરની ૧૪મી એપ્રીલ જન્મજયંતીની સ્મૃતીમાં અર્પણ.)

 તમે લોકડાઉન કરીને કોને બચાવવા નીકળ્યા છો? પહેલાં ૨૧ દીવસનું પછી હવે ૨૦ દીવસનું ! અમે સને ૨૦૧૧ની વસ્તી ગણતરી પ્રમાણે ૩૭ ટકા સ્થળાંતરીત પ્રજા છે. જેને ઘર જ નથી. 'હોમ'  'HOME' જ ન હોય તેનું લોકડાઉન કેવું? અમારે તો ઘર જ નથી તેથી ઘરને તાળું ( લોક)મારવાનું કેવું? આજે સને ૨૦૨૦માં અમે હોમલેસ, એટલે ઘરવીહોણાની સંખ્યા વસ્તીગણતરી થશે ત્યારે ફક્ત ૫૦ કરોડની આસાપાસ હોઇશું. હૈ! બહાદુરો! ઘરમાં રહીને તમે અંદરથી લોકડાઉન કરીને સલામત રહો છો, અમે તો ઘરવીહોણા હોવાથી, ઘરને લોક જ મારવાનું નહી. તેથી ૧૦ કરોડ થી ૧૨ કરોડ તાળાની બચત કરીને દેશનું કેટલું બધું લોખંડ બચાવીએ છીએ. તેવીજ રીતે ઘરવીહોણા હોવાને કારણે, અમે દેશની કેટલી બધી સંપત્તી જેવીકે ઇંટો, સીમેંટ, સ્ટીલ, પાણી, ઇલેકટ્રીક પંખા, લાઇટ, પેલાં સ્ટેન્ડીંગ કીચન, તમારા બાળકોની ભણવાની ચોપડીઓ વત્તા મોબાઇલ, કમ્પ્યુટર જેવું ઘણું બધું પણ વગેરે વગેરે. સાલુ, યાદ બહુ રહેતું નથી. કારણ કે નામે મીલકતની વ્યાખ્યા પ્રમાણે કશી જ મીલકત જ નહોય! તો ભાઇ શું યાદ રહે! તમે જ કહો! આ ઉપરાંત અમારે માથે છાપરા તરીકે પેલા અમારી મહેનત અને પસીનાથી બનેલા ટુ(બે)બીએચકે (બેડરૂમ્સ), થ્રીબેચકે વાળા હાઇરાઇઝ ફેલ્ટસ પણ નથી કે વીશાળ ટેરસ ગાર્ડનવાળા ધાબા કે પછી વીશાળ ધાબા જેના પર લોકડાઉનમાં 'વોલીબોલ' રમાય આવું કશું જ નથી.

આપણા દેશના સર્વગુણસંપન્ન વડાપ્રધાન મોદીજીએ તારીખ ૨૪મી માર્ચે ( ભુલચુક લેવીદેવી તારીખમાં લોચો હોયતો) ઘરવાળા દેશના નાગરીકોને જણાવી દીધું કે ભાઇઓ અને બહેનો! હવે સાલું થાળીઓ, મંજીરા વગાડવાથી , દીવાબત્તી ઉંચીનીચી કરવાથી કે મોટી મશાલો સળગાવીને ' કોરોના ગો બેક' ની બુમો પાડવાથી કોરોના વાયરસ તો નીયંત્રણમાં આવતું નથી. જો કે એવું સહેજ પણ ન માનશો કે પછી ભ્રમ ન રહેશો કે તમારા વડાપ્રધાનને આ નવા દુશ્મન સામે સજ્જ થવા માટેની યોગ્ય 'ફીડબેક' ન હતી. તમે મારા વ્યક્તીત્વને જો સને ૨૦૦૨ની સાલથી અભ્યાસપુર્ણ, તમારી તર્કવીવેકબુધ્ધી, કોગનીટીવ શક્તી અને બારકાઇથી (પણ ભક્તીભાવથી નહી) ઓળખતા હોય તો તમને ચોક્કસ  ખબર પડી જ જશે કે હું કેવી રીતે મારી સામેની ' દરેક આફતને અવસર' માં ફેરવી નાંખતો આવ્યો છું. આફત ગમે તેવી હોય પણ પડકારને ઉકેલવા માટે મારે કોઇ વીષયને લગતું, આધુનીક જ્ઞાન–વીજ્ઞાન, સંશોધનો કે હાર્વડ યુની.ના વીષય નીષ્ણાતો કે નોબેલ પ્રાઇઝ વીનર્સની વાંઝણી ને એકેડેમીક એડવાઇઝની બીલકુલ જરૂર જ હોતી નથી. ' માય વે ઇઝ ધી ઓન લી વે' . તેની સામે વીરોધ કરનારાનું શું થયું ,શું થાય છે અને ભવીષ્યમાં શું થશે તેની ખબર જ ન હોય તે પરીણામ ભોગવવા તૈયાર રહે.

બોલો! હવે આવી મહાશક્તી જેણે નોટબંધી, જીએસટી અને હવે લોકડાઉન જેવા પગલાં બીનદાસ લીધા છે. જે નીર્ણયો લેવા માટે લોકશાહીમાં સંવાદ, ચર્ચા, અભીપ્રાય વી. અનીવાર્ય માધ્યમોને ક્યારેય ભુલથી પણ ધ્યાનમાં ન લીધા હોય! તે પેલા ઘરવીહોણા સ્થળાંતરીત મજુરોની રાતોરાત પેદા થયેલી બેહાલી માટે આ નેતા બહુ બહુ તો વાંઝીયા શબ્દોથી દુ;ખ વ્યક્ત કરે! પણ તેનો અમલ તો થાય જ નહી. ખુબજ મોટો વડલો પડે તો આજુબાજુની જમીન થોડાક સમય માટે ધ્રુજે તેની ચીંતા શીદ કરવાની. સર આઇઝેક ન્યુટન, જેણે ગુરૂત્વાકર્ષણનો નીયમ વીશ્વને આપ્યો છે તેણે સ્પષ્ટ સમજાવી દીધું છે ' એકશ્ન એન્ડ રીએશ્ન આર ઇકવલ એન્ડ ઓપોઝીટ'. કોઇ નીર્ણય કરીએ ત્યારે તેની પ્રતીક્રીયા થવાની જ છે તે સમજીને ઓછો કોઇ નીર્ણય ન લેવાય ! તો તો રાજ્ય જ ન કરાય. પછી તો હીમાલયમાં તપ કરવા જવું પડે.

તો આ દેશના પેલા લાખ્ખો, કરોડો, ઘરવીહોણા સ્થળાંતરીત મજુરોનું શું થશે? તેમનું નસીબ! તેમાં રાજ્યકર્તા શું કરી શકે? ભારતમાં જન્મ લીધેલો દરેક, ખાસ કરીને હીંદુ નાગરીક ભલે તે સ્થળાંતરીત ઘરવીહોણો મજુર કેમ ન હોય! તે હીંદુધર્મ પ્રમાણે તેના ગયા જન્મના( પુર્વજન્મના) કર્મો પ્રમાણે તેનો  વર્ણ (જ્ઞાતી) અને તે આધારીત કયા કર્મો કરવાના છે તે નકકી કરીને જ જન્મે છે. વર્ણ (જ્ઞાતી)માં જન્મ લીધા પછી તે પ્રમાણે કર્મ આધારીત ફરજ ન બજાવે તો તો તેનો પાછો આવતો જન્મ આ જન્મથી પણ બદ્તર વર્ણ( જ્ઞાતી) માં જન્મ થાય.આ દેશમાં ગયાજન્મમાં સારા કર્મો કરીને જન્મ લીધેલા વર્તમાન રાજ્ય, આર્થીક અને સમાજ વ્યવસ્થાના તમામ માલીકોએ પેદા કરેલા યંત્રો અને તેના અન્ય ભાગોને ચલાવવાનું 'નીષ્કામ કર્મ' જ તમારે બધા સ્થળાંતરીત મજુરોએ કરવાનું હોય!

તમને સૌ ને ખબર ન હોય તો બરાબર સમજી લે જો કે આ બધા તમામ માલીકોને પોતાના હીતમાં સારી રીતે આધુનીક જ્ઞાન આધારીત અનુભવપુર્ણ માહીતી છે કે જુના ઘરડા થઇ ગયેલા ગુલામોને બદલવાથી અને તાજામાજા ગ્રામ્યભારતના નવા યુવાનોને પલોટવાથી નફાનો દર વધે છે ઘટતો નથી. નફો વધતાં તમામ પ્રકારના વીદ્રોહનું સંચાલન કેવી રીતે થઇ શકે તેવું નવું નવું જ્ઞાન પણ આ દેશની તમામ પ્રકારની ધુરા સંભાળનારાઓ મેળવી લે છે. આવું વીષચક્ર અનંતકાળથી ચાલ્યાજ કરે છે. આપણા દેશના તમામ સ્થળાંતરીત મજુરો સમજી લો કે વર્તમાન સત્તાધીશોના માળખામાં તમે બધા ક્યાં ઉભા છો? તેથી રાજ્ય તમને શું મદદ કરી શકે? દુ;ખી થયા વીના ઝડપથી કામે ચડી જાવ. તમને ખબર છે ખરી કે આ આફતમાંથી અમારે નવો અવસર એવો પેદા કરવો છે કે ' જબ તક ચાંદ ઓર સુરજ રહેગા તબ તક...... રાજ રહેગા


--