Tuesday, June 9, 2020

જાવેદ અખ્તરનેરીચાર્ડ ડોકીન્સ એવોર્ડ–

જાવેદ અખ્તરને રીચાર્ડ ડોકીન્સ એવોર્ડ–

રીચાર્ડ ડોકીન્સ એવોર્ડ સને ૨૦૦૩થી અત્યાર સુધીમાં આશરે ૧૮ માણસોને આપવામાં આવેલ છે. તે એથીયેસ્ટ એલાયન્સ ઓફ અમેરીકા તરફથી પ્રતી વર્ષે આપવામાં આવે છે. હાલમાં રીચાર્ડ ડોકીન્સ ફાઉન્ડેશન ફોર રીઝન અને સેન્ટર ફોર ફ્રી ઇન્કાવાયરી બંને સંસ્થાઓ સંયુક્ત રીતે કામ કરે છે. રીચાર્ડ ડોકીન્સે પોતે પોતાનું સદર ટ્રસ્ટની તમામ સ્થાવર– જંગમ મીલકત ઉપરાંત સ્ટાફ સાથે અમેરીકાની સંસ્થા ' સેન્ટર ફોર ફ્રી ઇન્કાવયરી'ને દાન તરીકે આપી દીધેલ છે. જેની કુલ રકમ અમેરીકન ડોલર્સમાં લાખોમાં થાય છે. આ એવોર્ડ વીશીષ્ટ વ્યક્તીને આપવામાં આવે છે. જેણે વીજ્ઞાન, શીક્ષણ, સ્કોલરશીપ અને સીનેમા–મનોરંજનના ક્ષેત્રે, જાહેરમાં,ખુલ્લમખુલ્લા, પોતાના દેશની રાજ્યસત્તા અને ધર્મ સત્તાના વલણ અથવા પગલાંની ચીંતા કર્યા સીવાય ધર્મનીરપેક્ષાતા(secularism),વીવેકબુધ્ધીવાદ, (rationalism) અને વૈજ્ઞાનીક સત્ય (scientific truth)ના મુલ્યોનું સમર્થન કર્યું હોય. આ એવોર્ડ રીચાર્ડ ડોકીન્સ જે ઇંગ્લીશ ઉત્ક્રાંતીવાદી જીવવૈજ્ઞાનીક છે તેની યાદમાં આપવામાં આવે છે. એવોર્ડ લેનારમાં જે અતીવીશીષ્ટ વ્યક્તીઓ છે તેની યાદીમાં ' જેમ્સ રેન્ડી, આયન હીરસી અલી અને ક્રીષ્ટોફર હીચેન્સ છે.તે બધાએ સમાજ અને ધર્મની પ્રચલીત માન્યતાઓ સામે બંડ પોકારીને (Iconoclast)તેમના જાનના જોખમે ઉપર જણાવેલ મુલ્યો પ્રમાણે કામ કરેલ છે. અત્યારે પણ હાલમાં કરી રહ્યા છે.

 રીચાર્ડ ડોકીન્સે પોતે ખ્રીસ્તી–કેથોલીક ધર્મની ડાર્વીનના ઉત્ક્ર્તીવાદ સામેની ક્રીએશનીસ્ટ, ઇન્ટેલીજીન ડીઝાઇન થીયરી ( ગોડે માનવ સહીત પૃથ્વીનું સર્જન ૭ દીવસમાંપુરૂ કર્યુ છે તેવા બાયબબલના સીધ્ધાંત સામે) કેવી રીતે અવૈજ્ઞાનીક, પુરાવા વીહીન અને વાહીયાત છે તેની જબ્બરજસ્ત બૌધ્ધીક ચળવળ પશ્ચીમી જગતમાં ચલાવી રહ્યા છે. તેમના વીશ્વવીખ્યાત પુસ્તકોમાં ' ગોડ ડીલ્યુઝન, ધી બ્લાઇન્ડ વોચ મેકર  અને સેલ્ફીશ જીન' બેસ્ટ સેલર્સ છે.

ડોકીન્સ આ સંસ્થામાં સક્રીય રીતે બીજી ત્રણ પ્રવૃતીઓ ચલાવી રહ્યા છે.

 (૧)પ્રોમેથીયસ બુક્કસ પ્રકાશન જેના દ્રારા  માનવવાદી, રેશનાલીસ્ટ અને ધર્મનીરપેક્ષ   મુલ્યોવાળા પુસ્તકોનું પ્રકાશન થાય છે.

(૨) જે નીરઇશ્વરવાદીઓ, રેશનાલીસ્ટો અને માનવવાદીઓ પર પોતાના દેશમાં રાજ્યકર્તાઓ અને ધર્માંધ લોકો જુલ્મ ગુજારે છે. વાંકગુના વીના જેલમાં પુરી દે છે, નીર્દોષ હોવા છતાં તે બધાને ફેક એનકાઉન્ટરમાં ગોળી મારી મારીનાંખવામાં આવે છે. આવા બધા હીંસા પ્રેરીત પરીબળોની રીતરસમો ( Political & Religious Persecution) ને કારણે જે બધાની જીંદગી ભયભીત થઇ ગઇ છે તે બધાને પશ્ચીમના જુદા જુદા દેશો સાથેની સરકારો સાથે પરાર્મશ કરીને રાજકીય આશ્રય અપાવવાનું કામ પર રીચાર્ડ ડોકીન્સની આ સંસ્થા કામ કરે છે. બંગલા દેશ ના કેટલાક  સ્વતંત્ર ઇન્ટરનેટ બ્લોગ ચલાવનારાને રાજકીય આશ્રય પુરો પાડીને તેમની તેમના કુટુંબીઓ સાથે જાન બચાવ્યા છે. પાકીસ્તાન ને આરબ દેશોમાંથી પણ આવા લોકોને રાજકીય આશ્રય પુરો પાડયો છે.

(૩) ખાસ કરીને આરબ દેશોમાં જ્ઞાન–વીજ્ઞાન આધારીત માનવવાદી રેશનાલીસ્ટ સેક્યુલર ચળવળ પેદા થાય માટે રીચાર્ડ ડોકીન્સના પુસ્તક ' ગોડ ડીલ્યુઝન, સેલ્ફીસ જીન,ધી બ્લાઇન્ડ વોચમેકર અને ક્રીસ્ટોફર હીચેન્સ પુસ્તક ' ગોડ ઇઝ નોટ ગ્રેટ'વી પુસ્તકોનું  અરબી, ફારસી, ઉર્દુ ને ઇન્ડોનેશીયાની ભાષાઓમાં ભાષાંતર કર્યું છે. પછી તેની ઇ–બુક બનાવી છે. અને તે બધા પુસ્તકો ઇન્ટર નેટ પર સરળતાથી તેમની ભાષાઓમાંજ મફત ઉપલબ્ધ છે. અરબ દેશોમાં લાખો લોકોએ આ બધા પુસ્તકો પોતાની માતૃભાષામાં વાંચ્યા છે.રીચાર્ડ ડોકીન્સ ફાઉન્ડેશન ફોર રીઝન સંસ્થા ૨૧મી સદીના બૌધ્ધીક પણ અહીંસક આયુધોથી ખ્રીસ્તી અને ઇસ્લામ ધર્મોની તમામ પ્રકારની અતાર્કીક, અમાનવીય અને અવૈજ્ઞાનીક રૂઢી રીવાજો સામે સંગઠીત અને વ્યવસ્થીત રીતે ચળવળ ચલાવી રહી છે.

હવે તે સંસ્થાએ જાવેદ અખ્તર જેવા માનવવાદી, રેશનાલીસ્ટ અને સેક્યુલારીસ્ટની કેમ પસંદગી કરવામાં આવી તેનો જવાબ મળી જશે. જાવેદ અખ્તર સાહેબને માનવવાદી મુબારક આપીને તેમની એક રાજકીય કવીતા– નઝમની થોડીક લીટીઓ નીચે રજુ કરી છે. તેમજ તે આખી કવીતાની યુ ટયુબની લીંક પણ અત્રે રજુ કરૂ છું. તેમની કવીતાનું મથાળું છે ' નવા હુકમનામા'  New Ordinance. https://www.youtube.com/watch?v=dh0D67VjZ9k

 

                ' નવા હુકમનામા'

 કીસીકા હુક્મ હૈ, સારીહવાએ હંમેશાં ચલને કે પહેલે બતાએ ઇનકી સમા( કઇ દીશામાં જવાની છે.) ક્યા હૈ, હવાઓકો યે ભી બતાના હોગા, જબ ચલેગી તો ઉસ કી રફતાર ક્યા હોગી..

જાવીદઅખ્તરની પત્ની શબામા આશમીની આ એવોર્ડ અંગે પ્રતીક્રીયા–હું તો ખુબજ રોમાંચક અને ભાવવીભોર બની ગઇ છું. હું જાણું છે કે જાવેદને મન રીચાર્ડ ડોકીન્સનું કેટલું બધું મહત્વ છે. વધારામાં આજે જ્યારે ચારેય બાજુથી ધાર્મીક ઉગ્રવાદીઓ ભયંકર ઉન્માદી બની ગયા છે ત્યારે જાવેદના આ બહુમાનનું મહત્વ કાંઇ ઓર વધી જાય છે. કારણકે તેણે હંમેશા અને જીંદગીભર તર્કવીવેકબુધ્ધીવાદનો(rational thinking) પોતાની રીતે પ્રચાર પ્રસાર કર્યો છે.

# javed akhatar                                                                                                                          .

 --