Friday, July 10, 2020

હીંદુ શાસ્રો પ્રમાણે શ્રાધ્ધની વીધી કરો પણ પ્રેતભોજન તજો.

હીંદુ શાસ્રો પ્રમાણે શ્રાધ્ધની વીધી કરો પણ પ્રેત ભોજન કે મૃત્યુ ભોજનને તજો!––– સૌ. દીવ્યભાસ્કરની ઝુંબેશનો પ્રતીસાદ.( તા.૧૦–૦૭–૨૦. ચરોતર નડીયાદ ભાસ્કર આવૃત્તી માંથી સાભાર.)

રોગનું કારણ શોધ્યા વીના ચીન્હો જોઇને રોગને દુર કરવાનો પ્રયત્ન કરો!. શાબાશ.. હીંદુ શાસ્રો અને તેના ટેકેદારો.

(૧)  હીંદુ ધર્મની આજ્ઞા પ્રમાણે શ્રાધ્ધ કરવું જોઇએ. આ વીધી શ્રધ્ધાની આંખથી કરો. સ્વજનના મૃત્યુ પછી ૧૦ મું ૧૨ મું અને ૧૩માની વીધી અવશ્ય કરવી. દેવું કરીને નહી પણ શક્તી પ્રમાણે કરવી...નિર્ગુણદાસજી મહારાજ, નડીયાદ સંતરામ મંદીર,

(૨)  શ્રાધ્ધ કરો પણ મૃત્યુ ભોજન પ્રથા બંધ કરી અનાથ આશ્રમ, વૃધ્ધાશ્રમ અને બાળકોને જમાડો.. સ્વામી સચ્ચીદાનંદજી.. દંતાલી પેટલાદ.

(૩)  ત્રણેય દીવસોની વીધી આદરપુર્વક કરો  પણ પછી ખર્ચ ઘટાડો, જરૂરીયાત મંદોને દાન આપો!– આનંદ આશ્રમ, નડીયાદ, સ્વામી, એમ સરસ્વતીજી.

(૪) મૃત્યુ પછીની વીધી શાસ્રીયવીધી વીધાન પ્રમાણે થવી જ જોઇએ. દેખાડા પ્રમાણે ખર્ચ કરવાને બદલે  પોતાની મર્યાદામાં પ્રમાણે જ ખર્ચ કરવો. પધ્મશ્રી ડાહ્યાભાઇ શાસ્રી. બ્રહ્મશ્રી સંસ્કારધામ, નડીયાદ.

(૫)  ત્રણેય દીવસની વીધી, પીંડદાનએ આત્માના મોક્ષ પ્રાપ્તી માટે જરૂરી છે. માઇપીઠાચાર્ય, પ.પુ. અંબાપ્રસાદજી. નડીયાદ.

દિવ્યભાસ્કરે ખાસ કરીને મૃત્યુ પછી કરવામાં આવતા 'મૃત્યુ ભોજન'ને ત્યજવા માટે પ્રજામત કેળવવા પ્રયત્ન કર્યો તે ખરેખર આવકાર દાયક પગલું છે. પરંતુ મૃત્યુ પછી જે દરેક ધર્મો તથા તેમના પંથો કે સંપ્રદાયોમાં  મૃત્યુ પામનારની શું સ્થીતી થાય તે અંગે ' તુંડે તુંડે મતી ભીન્ના' જેવી સ્થીતી પ્રવર્તમાન છે. કારણકે અહીયાં જીવતા માણસો જ્યાં વર્તમાનમાં જઇ શકવાના નથી તેના અંગે અભીપ્રાયો આપવા બેસી ગયા છે.

ખ્રીસ્તી, ઇસ્લામ અને હીંદુ ધર્મમાં તે અંગે પાયાના મતભેદો છે. દા;ત ખ્રીસ્તીઅને ઇસ્લામ ધર્મમાં દરેક સજીવમાં આત્માનું અસ્તીત્વ છે તેનો નકાર કરવામાં આવે છે. માટે તે બંને ધર્મોમાં મૃત્યુ પછી શ્રાધ્ધ જેવી કોઇ વીધી આત્માના મોક્ષ માટે સ્વજનો પાસે કરાવવામાં આવતી નથી. તો આપણને હીંદુ તરીકે એવો પ્રશ્ન થાય કે તો તે બધા ધર્મોના માનવીઓના શ્રાધ્ધની વીધી વીનાના આત્માઓનું શું થતું હશે?

 શું આકાશગંગાની પેલે પાર જુદા જુદા ધર્મોના ડીપાટમેન્ટસ સ્ટોરર્સ હશે? ત્યાં આ જુદા જુદા ધર્મોના મૃત્યુ પામેલા દાગીનાઓને આધારકાર્ડની માફક કોઇ ઓળખને આધારે શરીર કે મનથી બગડે નહી તે રીતે રાખી મુકવામાં આવતા હશે. પછી સદીઓ, દાયકોઓ, વર્ષો, મહીનાઓ અને દીવસો પ્ર્માણે ક્રમબધ્ધ રીતે હાજાર કરવામાં આવતા હશે! પણ હજુ પેલો મુક્તી દીન કે કયામતનો દીન આવતો જ નથી તેનું શું?  તે બંને ધર્મોમાં પુર્વજન્મ, કર્મનો સીધ્ધાંત અને મૃત્યુ પછી પુનર્જન્મ તથા વર્ણવ્યવસ્થા નથી. તો ત્રણ ધર્મોમાંથી કોણ નું સત્ય સાચુ અને તે માટેનો વૈજ્ઞાનીક આધાર કયો?

ખ્રીસ્તી ને ઇસ્લામ ધર્મમાં મૃત્યુ પછીના શરીરને કબરમાં દફનાવવામાં આવે છે. તે માન્યતાને બંને ધર્મોના ધર્મ પુસ્તકોનું સમર્થન છે. ખ્રીસ્તી ધર્મમાં મુક્તી દીવસ ( સાલવેશન ડે) અને ઇસ્લામ ધર્મમાં કયામતના દીવસનો ખ્યાલ છે. ભલે કયામત કે મુક્તીના દીવસ સુધી મૃત્યુ પામનાર માણસનું ભૌતીક શરીર માટી થઇ ગયું હોય પણ તેના સુક્ષ્મ સ્વરૂપે રહેલ તત્વ કે રબની પાસેથી તે જીવતો હતો ત્યારનું બધુ યાદ કરાવીને કરેલા કર્મો પ્રમાણે ન્યાય ચુકવવામાં આવશે તેવી આ લોકોમાં શ્રધ્ધા હોય છે.

દીવ્યભાસ્કર દૈનીકે જેમ ' મૃત્યુ ભોજન' બંધ કરવા ઝુંબેશ ઉપાડી તેવી જ રીતે વૈજ્ઞાનીક વલણ કે અભીગમ પ્રમાણે વીશ્વના માનવ શરીરને લગતા વૈજ્ઞાનીકોના અભીપ્રાય લેવાની તાતી જરૂરત હતી.અને તે બધા જીવ વૈજ્ઞાનીકોને નીચે મુજબના પ્રશ્નો પછીને અભીપ્રાય પ્રકાશીત કરવાની જરૂરત છે. નીચે મુજબની ઝુંબેશ પણ દીવ્યભાસ્કર શરૂ કરે તેવી નમ્ર વીનંતી છે.

(૧) શું હીંદુ ધર્મ પ્રમાણે તેનો જન્મ કોઇ પુર્વજન્મના કર્મોનું પરીણામ છે? હા. કે ના? કેમ? ( ૨ ) શરીરમાં આત્મા ક્યારે પ્રવેશ કરે છે? તે શરીરમાં ક્યાં રહે છે? મૃત્યુ સમયે તે આત્મા શરીરના કયા ભાગમાંથી નીકળી જાય છે? (૩)  પુરૂષ કે સ્રી તરીકે જન્મવામાં કોઇ ધર્મ, કર્મ, કે પાપ– પુન્યનો ફાળો ખરો કે કેમ? ( ૪) જીવ વીધ્યા ( શાસ્ર) બાયોલોજી ને જનીન વીધ્યા ( શાસ્ર) જેનેટીક જેવું કશુંક આપણા પ પુ ને ધુ ધને ભણાવવાની જરૂર છે ખરી?  હા કદાચ નવા વૈજ્ઞાનીક અભીગમને આધારે બનેલા સમાજે તેમને નવો વ્યવસાય શીખવવા અને નવું આજીવીકાનું સાધન પુરુ પાડવા ટેકનીકલ તાલીમ આપવી પડે! કારણકે નવો વ્યવસાય વારસાગત અને બીલકુલ પરોપજીવી નહી હોય.  

ઉપરની ચર્ચાનું તારણ– (૧)  વૈજ્ઞાનીક સત્યો પ્રમાણે કોઇપણ માનવ સહીત દરેક સજીવનો આ એક જ જન્મ છે. તેનો કોઇ પુર્વજન્મ હતો નહી તેમજ હવે પછીનો કોઇ પુનર્જન્મ પણ નથી જ. (૨) આ પૃથ્વી પરના તમામ માનવ માત્ર એક જ છે. કોઇ ગોરૂ,, કાળુ, લાંબુ, ટુંકુ, અથવા તો કોઇ ગમે તે દેશનો નાગરીક કેમ ન હોય પણ  દરેક માનવ જન્મથી જ સમાન છે. (૩) જે કોઇ અસમાનતાઓ આર્થીક, સામાજીક, રાજકીય કે બીજી અન્ય દેખાય છે તે માનવ સર્જીત છે. માટે તેમાં પરીવર્તન ફક્ત શક્ય નહી પણ અનીવાર્ય હોવું જોઇએ. આ માનવવાદી વીચારસરણીનો પાયાનો સીધ્ધાંત છે.

                                                                 



--