Thursday, July 23, 2020

આ દુનીયમાં ગરીબાઇ અને ઇશ્વર સાથે જીવે છે.

આ દુનીયામાં ગરીબાઇ અને ઇશ્વર સાથે જ જીવે છે. જો આપણે દુનીયામાંથી ગરીબાઇ નાબુદ કરી શકીએ તો પરોપજીવી ઇશ્વરને દુર કરવા મહેનત કરવી નહી પડે! ધનપતીઓને  ઇશ્વરની જરૂર પેલા વંચીતોના વીદ્રોહથી બચવા માટે છે. સમગ્ર પશ્ચીમી જગતે છેલ્લા આશરે ૫૦૦ વર્ષોમાં જ્ઞાન– વીજ્ઞાન આધારીત સમાજ પેદા કરીને ગરીબાઇ દુર કરી છે.  તેની સાથે તેમના ઇશ્વરના પ્રતીકો જેવા ચર્ચો અને અન્ય સ્થળોની જરૂરીયાત અપ્રસતુત થતાં વેચવા કાઢયા છે. હવે ઇશ્વરનું  અસ્તીતવ આપણને આરબ, એશીયા અને આફ્રીકાના દેશોની પ્રજામાં જ જોવા મલશે.

' ધી પીય્ રિસર્ચ સેન્ટરના તાજેતરના વીશ્વવ્યાપી તારણોમાં ધર્મને કેવા ઘનીષ્ઠ સંબંધો  સામાજીક ને આર્થીક પરીબળો સાથે છે તે તપાસ્યું છે.

(૧)  વિકસીત દેશો ( પશ્ચીમી દેશો)ની સરખામણીમાં વિકસતા આરબ, એશીયા અને આફ્રીકાના દેશોમાં લોકો માને છે કે નીતીવાન બનવા માટે ઇશ્વરમાં શ્રધ્ધા અનીવાર્ય છે. આ બધાજ ત્રણ ખંડના દેશોની અંદર સુખી ને સમૃધ્ધ માણસો માને છે કે નીતીવાન બનવા માટે ઇશ્વરમાં શ્રધ્ધા રાખવી અનીવાર્ય નથી. જ્યારે આ બધા જ દેશોના સામાજીક અને આર્થીક રીતે સૌથી નીચલા સ્તરમાં આવતા લોકો માને છે કે  ' તેમના માટે ઇશ્વર અને નીતી એક જ સીક્કાની બે બાજુ સમાન છે.'

અમેરીકામાં દેશના ૫૪% નાગરીકો માને છે કે  નૈતિકતા અને ધર્મનીરપેક્ષ માનવ મુલ્યો આધારીત જીવન જીવવા ઇશ્વરમાં શ્રધ્ધા રાખવાની જરૂર નથી. જ્યારે અન્ય ૪૪ % ટકા જણાવે છે કે નૈતિક વર્તન માટે ઇશ્વરી શ્રધ્ધા અનીવાર્ય છે. આવા નિર્ણય લેવામાં અગત્યનું પરીબળ હોય તો તે શિક્ષણનું પ્રમાણ છે. અતિ શિક્ષીત કે ઉચ્ચશિક્ષણ પ્રાપ્ત કરેલા લોકો માનતા નથી કે ઇશ્વર અને ધર્મ આપણી નૈતિકતાનો આધાર છે. ઇશ્વર અને નૈતિકતાના મુદ્દે તારણ છે કે  વધુ આવકવાળા લોકો અને ઓછી આવકવાળા લોકોની શ્રધ્ધાઓ આમનેસામને છે.

આ રીસર્ચ સેન્ટરે ૧૫ દેશામાં સંશોધન કર્યું છે,. તેનુ તારણ છે કે આ બધા દેશમાં રાજકીય રીતે રૂઢીચુસ્ત( Conservatives) લોકોને ઇશ્વર અને નૈતિકતાને હકારાત્મક સંબંધ છે જ્યારે તે જ દેશોમાં  લોકશાહી સમાજવાદ( Those who lean left)વાદી લોકો માને છે કે ઇશ્વર અને નૈતિકતાને વ્યસ્ત સંબંધ છે. હજુ અંગત જીવનમાં ૭૨% અમેરીકન માને છે કે ઇશ્વર અને નૈતિકતાને હકારાત્મક સંબંધો છે.

પરંતુ આ સર્વેનું સ્પષ્ટ તારણ છે કે ઉચ્ચ સામાજીક, આર્થીક અને શૈક્ષણીક સ્તર પ્રાપ્ત કરેલ નાગરીકોના જીવનમાં  ઇશ્વર અને નૈતિકતાને વ્યસ્ત સંબંધ છે. તે બધાના જીવનમાં ધર્મનુંસ્થાન ઓછું મહત્વનું છે. ઉચ્ચ શિક્ષીત નાગરીકો માને છે કે તેમને નીતીવાન બનવા માટે ઇશ્વરની બીલકુલ જરૂર નથી. ખરેખર આપણે તે બધાના મત મુજબ ધર્મનીરપેક્ષ કે ઇશ્વરના આધાર સીવાયની નૈતિકતાનો વ્યાપ વધારવાની તાતી જરૂરીયાત છે.           લાંબાગાળે નૈતિકતાને મુદ્દે દુવિધા ભરેલી સ્થીતી વ્યક્તી અને સમાજને પણ નુકશાનકારક બની શકે છે.

  

 



--