Friday, June 11, 2021

રાજ્ય અને કેન્દ્રના સંબંધોમાં તું તું મેં મેં ન ચાલે


રાજ્ય અને કેન્દ્રના સંબંધોમાં તું તું મેં મેં ન ચાલે–

  આપણા દેશના બંધારણમાં સ્પસ્ટ લખ્યું છે કે ઇન્ડીયા એટલે યુનીયન ઓફ સ્ટેટસ. ભારત એટલે રાજ્યોનો સમુહ કે સંઘ. સને ૧૯૫૦થી રાજ્ય સરકારોનો વહીવટ તે રીતે જ ચાલ્યો છે. આપણા દેશે લોકશાહી રાજ્ય વ્યવસ્થા સ્વીકારી છે. જેથી ભવિસ્યમાં નાગરિકો ક્રમશ લોકશાહીને જીવન પધ્ધતિ તરીકે પોતાના વ્યક્તિગત અને સામુહિક કે સામાજીક જીવનના નિર્ણયો લેવાનો એક શિરસ્તો બનાવી દે. સદીઓથી આપણું સામાજીક પોત કૃષીસંસ્કૃતી આધારીત  જીવન પધ્ધતિ, જમીનદારી પ્રથા  , ધર્મશાહી અને રાજાશાહીની નિપજ છે. તે બધામાંથી બહાર નિકળવાનો માર્ગ લોકશાહી જીવન પધ્ધતિ છે.

છેલ્લા છ સાત દાયકાઓથી દેશના આ બધા 28થી 30 રાજ્યો (કેન્દ્ર શાસિત પ્રદેશો સાથે ) જીલ્લા પંચાયતો, તાલુકા પંચાયતો અને  ગ્રામ પંચાયતો સાથે  લિંક કરીને દરેક પંચાયતોના વહીવટ કરવાના અધિકારો અને સ્વાયત્તા જાળવીને  વિકાસના કામો સમવાયિ તંત્રના સત્તાના વિકેન્દ્રિકરણના સિધ્ધાંતને આધારે કરતા હતા. જે તે રાજ્યનો વહીવટ પેલા સ્થાનીક સ્વરાજ્યના એકમોની મદદથી આાખરે પોતાના નાગરિકોના સશક્તિકરણનો હતો. આ રીતે લોકશાહીનું  નાગરિકોના જીવનમાં વિસ્તૃીકરણ અને દ્રઢીકરણ ( Broadening deepening of democarcy) થાય તેવો રાજકીય માહોલ પેદા કરવાનો હતો.

સને ૨૦૧૪થી મોદીજીને એક જુદાજ મિશનને સાકાર કરવા સત્તા પર બેસાડવામાં આવ્યા છે. તે મિશન છે ભારતને મહાન રાષ્ટ્ બનાવવું, મજબુત રાષ્ટ્ બનાવવું. ' એક રાષટ્, એક પક્ષ, એક નેતા અને એક જ ધર્મ વાળો દેશ. પડોશી દેશો ભારતની તાકાતને કુરનીશ બજાવે તેવો દેશ બનાવવા મોદીજીને પસંદ કરવામાં આવ્યા છે. ભારત એક બંધારણની વ્યાખ્યા પ્રમાણે  રાજ્યોનો સમુહ ( Federation of States) હોય ,, બંધારણ મુજબ  રાજ્યો અને કેન્દ્ર્ની વહીવટી અને સત્તાઓની ચોખ્ખી વહેંચણી કરી હોય તો પછી કેન્દ્ર્ મજબુત દેશ કેવી રીતે બનાવે? કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સત્તાના સમીકરણો સને ૧૯૫૦ પછી  ક્યારેય નોરમલ રહ્યાં જ નથી.

કોવીડ–૧૯ના બીજા વેવ કે મોજાની ભયંકર અને અમાનવીય અસરો જોયા, પછી મોદીજીની દેશની અંદર અને વિશ્વકક્ષાએ જે કોઇ નેતૃવની કક્ષા હતી તે તેના મુળ સ્વરૂપે બધાએ જોઇ. મોદી સરકારે રાજ્યોને કહી દિધું કે હવે આ માહામારી નો તમે તમારા સંશાધનો દ્રારા ઉકેલો. વેકસીન ન મલે તો સીધા વેકસીન ઉત્પન કરતા દેશોમાંથી આયાત કરો. એક જ રાજ્યમાં વેકસીનના જુદા જુદા ભાવો પ્રમાણે વેકસીન મળવા લાગી. વેકસીન નિકાસ કરતા દેશોએ ભારતના પંજાબ, કેજરીવાલના દિલ્હી, કેરાલા રાજ્યોને મોદી–( કેન્દ્ર્) સરકારની પરવાનગી વિના વેકસીન આપવાની ના પાડી દીધી. સર્વોચ્ચ અદાલત પણ મોદી સરકાર પર આ મુદ્દે  પોતાની સખત લેખીત નારાજગી બતાવી.

આજના ઇન્ડીયન એકપ્રેસના તંત્રી લેખમાં ખુબજ ગંભીરતાથી લખવામાં આવ્યું છે કે જે રીતે મોદી સરકારે વેકસીનની નીતી સાથે ખિલવવાડ કર્યો છે તેને કારણે રાજ્યો અને કેન્દ્ર સરકારના સંબંધો સાવ તળીયે બેસી ગયા છે. સારુ થાય તો મોદી સરકારે કર્યું અને ખરાબ કે દોષનો ટોપલો  રાજ્યોના માથે  ઢોળી દેવો તે કેવો ન્યાય. આમાંથી તો રાજ્ય સરકારો વચ્ચે કાયમી દુશ્મનાવટની મોટી તિરાડ પડી ગઇ.  (The Centre blames it all on the states — and even as it corrects its own course, it targets the states. In fact, it underlined a deepening pattern of antagonism, Centre vs states.) આવા વ્યવહારોથી બે માંથી કોણ મજબુત બનશે? ખરેખર બંને નબળા પડે જ.

 સને ૧૯૯૪ના બોમ્મઇ વિ. કર્ણાટક સરકારના કેસમાં દેશની સર્વોચ્ચ અદાલતે કેન્દ સરકારને  ચેતવણી આપી હતી કે રાજ્યોની જરૂરીયાતોની બાબતે તેમજ તે બધાની સાથે નો વ્યવહાર ખુબજ કાળજીપુર્વકનો રાખવો.  

 મોદીજી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે કેન્દ્ર સરકાર સામે રાજ્ય સરકારોના હક્ક માટે, સહકારી સંઘવાદની તરફેણ કરતા હતા. ( "cooperative federalism") નું વચન તો મોદી સાહેબે  વડાપ્રધાન બન્યા પછી પણ આપેલું હતું .( As chief minister of Gujarat, Modi was consistently articulate on the federal skew; as PM, he promised "cooperative federalism". That promise is not being kept.) પણ વચનેષુ કિં દરિદ્રતા.

 ઇન્ડીયન એકપ્રેસ આજના પોતાના તંત્રી લેખની છેલ્લી લીટીમાં લખે છે કે મોદીજી, છોરૂ કછોરૂ થાય પણ માવતર કમાવતર  કદાપી ન થાય.( For, the Union is always bigger than the sum of its parts.)

 અમેરીકાના બીજા વિશ્વયુધ્ધ સમયે ઉપપ્રમુખમાંથી  સંજોગોવશાત પ્રમખ બનેલા હેન્રી ટ્યુમેને પોતાના ટેબલપર એક વાક્ય તક્તી પર લખી રાખેલું. "  ધી બક સ્ટોપ્સ હીયર " મારા દેશ માટે જે નિર્ણય કરવામાં આવે છે તેની જવાબદારી મારી છે. તે દરેકની નૈતીક જવાબદારી મારા ટેબલ આવીને અટકે છે. અમેરીકાના સાથે સમગ્ર વિશ્વના હિતમાં જપાનના નાગાશાકી અને હિરોશીમા પર બોમ્બ નાંખવાનો નિર્ણય મારો હતો.કોઇજ સીસ્ટીમ ફેઇલયુોર ન હતો.

 

 


--