Saturday, June 19, 2021

Humanism objective Philosophy as the way of life

(1)  માનવવાદ એક વાસ્તવવાદી ( કાલ્પનીક કે આધ્યાત્મકવાદી નહી) વિચારસરણી છે. તે માનવવીય અસ્તીત્વ સાથેથી શરૂ થઇ છે. ખરેખર તેનું મુળ ( Root) સજીવોના જૈવીક સંઘર્ષ સાથે જોડાયેલુ છે.

(2)  તે દૈવી અસ્તીત્વ કે સર્જન સિવાય માનવીય સર્જનને વૈજ્ઞાનીક પુરાવા આધારીત અસ્તીત્વમાં આવેલ વિચાસરણી છે.

(3)  તે એક માનવ કેન્દ્રીત વિચારસરણી છે. એટલે તે સમુહના હિત માટે  વ્યક્તિનો બલી ન લેવાય તે અંગે સ્પ્ષ્ટ છે. તમામ માનવીય સર્જનથી અસ્તીત્વમાં આવેલી સામુહીક સંસ્થાઓ જેવી કે કુટુંબ, જ્ઞાતવર્ણ જેવા તમામ સામાજીક સમુહો ઉપરાંત રાજ્યરાષ્ટ્ર અને તમામ આર્થીક સંસ્થાઓ માનવીના વિકાસ માટે માનવીએ પોતે સર્જન કરેલી છે.

 

(4)  માનવવાદના ત્રણ પાયાના મુલ્યો છે. સ્વતંત્રતા, તર્કવિવેક શક્તી અને ધર્મનીરપેક્ષ નૈતીકતા.   

(5) આપણા દેશમાં તેના મુળીયા આશરે ૩૦૦૦ વર્ષ કરતાં વધારે જુના છે. લોકાયન ચળવળ દેશની પ્રથમ માનવવાદી ચળવળ હતી. સદર ચળવળે પ્રજાને જ્ઞાન આધારીત જાગૃત કરવાનો પ્રયત્ન કરેલો. કુદરત નિયમબધ્ધ છે. તે નિયમો સમજી શકાય તેમ છે. જિવન ટકાવી રાખવા તે નિયમોની સમજ કામમાં આવે તેમ છે, તે હકીકત એક ચળવળ સ્વરૂપે લોકાયનના નેતા સફળ થયા હતા. તેમાં ચાર્વાકનો ફાળો અગત્યનો હતો.

(6) ગૌતમબુધ્ધ પોતાના અંગત સખત અનુભવને આધારે મધ્યમ માર્ગી રસ્તો સ્વીકાર્યો હતો. જીવનમાં દુ;ખો વાસ્તવિક છે, તેના ઉપાયો માનવ પ્રયત્નોથી શોધી શકાય છે. ઉપરાંત જીવનના વાસ્તવિક પ્રશ્નો ઉકેલવા તર્કવિવેક બુધ્ધીનો ઉપયોગ કરવાની તેઓએ ચળવળ ચલાવી હતી. તથાગત બુધ્ધે તમામ પ્રકારના ગ્રંથો, ગુરૂઓ વિ ના સત્યોને જ્ઞાન અને અનુભવ આધારીત પડકાર્યા હતા.

(7) બ્રાહ્મણવાદે બુધ્ધના વાસ્તવિક સત્યો સામે ' જગત મિથ્યા બ્રહ્મ સત્યનું ' સુત્ર આપીને બુધ્ધની ભૌતીકવાદી જ્ઞાન આધારીત ક્રાંતીને નિષ્ફળ બનાવી દીધી.

(8) ગીતાના ઉપદેશે લોકાયન અને બુધ્ધના ક્રાંતીકારી વિચારોને શોધી શોધીને નામશેષ કરી દીધા. પ્રજાને પોતાના પુરૂષાર્થમાં વીશ્વાસ રાખવાને બદલે  નસીબવાદી બનાવી દીધી. વર્ણવ્યવસ્થા આધારીત જ્ઞાતી પ્રથામાં સમાજને  ' કર્મને વાધિકારસ્તે મા ફલેષુન કદાચન' ના ઉપદેશે એક નબળો શક્તીહીન અસમાન( unequal) સમાજ બનાવી દીધો. તેમાં ' નિષ્કામ કર્મ અને સ્થિતપ્રજ્ઞતા' ના સિધ્ધાંતોએ દેશની પ્રજાને  'જે સે થૈ વાદી' બનાવી દીધી.

(9)  ભારતનો ભવ્ય નહી પણ ખંડેરમય ભુતકાળભારતીય તરીકે આપણા પુર્વજો માનવ વિકાસની ગાડી ( ટ્રેઇન) ચુકી ગયા છે. માનવવાદ તેને ફરી પાટે ચઢાવવાની કોશીષ કરે છે. પણ વર્તમાન રાજ્યવ્યવસ્થા ખુબજ સમજ અને આયોજનબધ્ધ રીતે દેશમાં છેલ્લા ૧૦૦ વર્ષના સમય ગાળામાં પેદા થયેલા આધુનીકતાના પરિબળોને  નામશેષ કરવા ફરી મેદાને પડી છે. આ બહુમતી ધર્મઆધારીત રાજકીય સત્તાકીય પરિબળોએ શિક્ષણ, આરોગ્ય, વિજ્ઞાન, ઉધ્યોગ, ન્યાયતંત્ર, સમાજ જીવન વિ.  વાહનવ્યવહારનું આંતરીક માળખું, ઉચ્ચશિક્ષણના તમામ સોત્રો, આ બધા પરિબળોને યેનકેન પ્રકારે પરિવર્તનના મશાલચી કે એજંટ તરીકે તમામ પ્રકારેથી શક્તિહીન બનાવી દીધા છે.    

અમે આશાવાદી છીએ કારણકે–

(૧)  જુની વર્ણવ્યવસથા આધારિત સમાજવ્યવસ્થાને ટકાવી રાખે તેવા પરિબળો ગ્રામિણ અને શહેરી  ભારતમાંથી ક્રમશ ઘટતાં જાય છે.

(૨) આપણા દેશમાં તથા સમગ્ર વીશ્વમાં,  કૃષી આધારીત આર્થીક પ્રવૃત્તિઓનું સ્થાન ક્રમશ ઔધ્યોગીક સમાજે  લઇ લીધું છે. તેના આધારીત સદીઓ જુના રૂઢીચુસ્ત કૌટુંબિક, જાતી, નૈતીક અને અન્ય વ્યવહારોમાં પાયાના પરિવર્તનો જોવા મલે છે. ધર્મઆધારીત રૂઢી સમાજે પેદા કરેલ તમામ સંસ્થાઓ, તેમજ તેના આધારીત નૈતીક મુલ્યોની ઉપયોગીતા તેમજ  તેના વ્યવહારો જ ખલાસ થઇ ગઇ છે. જીવવા અને ટકી રહેવા ફાંફા મારે છે.

(૩) આધુનીકપરિબળોએ પોતાની  જરૂરીયાત મુજબની નવી સંસ્થાઓની રચના કરી નાંખી છે. આ બધી સંસ્થાઓ સીધી કે આડકતરી રીતે માનવકેન્દ્રી છે. માનવ શસક્તીકરણને ટેકો આપે છે.


--