Thursday, July 8, 2021

પ્યુ રીસર્ચ સેન્ટરનું માનવવાદી મુલ્યો આધારીત મુલ્યાંકન

ચલો! ભારતનું (અમેરીકન પ્યુ રિસર્ચ સેન્ટરના સંશોધનોની મદદથી) માનવવાદી–રેશનલ અભિગમથી મુલ્યાંકન કરીએ.

" ભારત એક અસહિષ્ણુ, અલગતાવાદી, રૂઢીચુસ્ત, ધર્મઆધારીત એકહથ્થુ સત્તાવાદની તરફેણ કરનારો બંધીયાર દેશ છે."

(1) આપણો દેશ હજુ સર આઇઝેક ન્યુટન( ગુરૂત્વાકર્ષણનો નિયમ શોધનાર) પહેલાના સમાજમાં( Pre Newtonian Society) જીવે છે. ભૌતીક વૈજ્ઞાનીક ન્યુટન ૧૭ – ૧૮મી સદીમાં થઇ ગયો. ન્યુટન પહેલાના વિશ્વને રૂઢીચુસ્ત, અવૈજ્ઞાનીક અને ધાર્મીકસત્તા આધારીત સંચાલન થતા રાષ્ટ્રોના વિશ્વ તરીકે ઓળખવામાં આવે છે. પ્યુ સંશોધન પ્રમાણે આપણા દેશના તમામ ધાર્મિક ફિરકાઓની પ્રજા નસીબવાદી, પાપ–પુન્યમાં માનનારી અને પુર્નજન્મમાં માનનારી છે. તેમનામાં વૈજ્ઞાનિક અભિગમ બિલકુલ નથી. ગંગાનદીમાં સ્નાન કરવાથી પુન્ય મલે, પાપ ધોવાઇ જાય તેવી અંધશ્રધ્ધામાં જીવે છે. કર્મનો સિધ્ધાંત અને વર્ણવ્યવસ્થા આધારીત સામાજીક ભેદભાવ( Social Discrimination)માં માને છે. પશ્ચીમી જગતના સંશોધકો પ્રમાણે વિશ્વ અને ખાસ કરીને પશ્ચીમના દેશો નિરઇશ્વરવાદી ઝડપથી બનાતા જાય છે. જ્યારે ભારતમાં ધાર્મીકતાનું પ્રમાણ છેલ્લા દસકાથી કુદકે અને ભુસકે વધી રહ્યું છે.

(2)  વિશ્વના લોકશાહી દેશોમાં ધર્મ અને રાજ્ય વચ્ચે સંપુર્ણ વિયોજન ( Complete Separation)માટેના બંધારણીય સુધારા અને ચળવળો ચાલી રહી છે. જ્યારે આ સર્વે મુજબ દેશના ૬૪ હિંદુ માને છે કે અમારે હિંદુરાષ્ટ્રવાદ જોઇએ. અને તે પ્રમાણેનું બંધારણ જોઇએ. ધર્મનું ખાસ કરીને હિંદુધર્મનું પ્રભુત્વ રાજ્યના સંચાલનમાં હોવું જ જોઇએ.

(3) આંતરધાર્મીક અને આંતરજ્ઞાતીય લગ્નોની વિરૂધ્ધ તમામ ધર્મોના ૬૦ ટકા થી વધુ વડીલો છે. આ બધા જ ધર્મોવાળા અરસપરસમાં પડોશી તરીકે પોતાના ધર્મવાળાઓ જ હોવા જોઇએ તે સ્પષ્ટ પ્રમાણે જણાવ્યું છે.માટે બીજેપી –આર એસ એસ સંચાલિત 'લવજેહાદ' એક રાજકીય સત્તાલક્ષી સ્ટંટથી વધારે કાંઇ નથી. પરદેશમાં ખાસ કરીને પશ્ચીમના દેશોમાં એશીયાઇ અને ખાસ કરીને અમેરીકન ઇન્ડીયન (હિંદુઅને મુસ્લીમ) મા–બાપોના યુવાન દીકરા– દીકરીઓ કયા ધર્મના કે ધર્મવિહિન પોતાના પાર્ટનર નક્કી કરે છે તે જાણવાનો પણ તેમના વડીલોને અધિકાર નથી. " Daddy, it is not your problem?".

(4)  ધર્મ આધારીત ખાવાપીવાની ટેવોનું સ્પષ્ટ વિભાજન આપણા દેશમાં જે પ્રમાણે છે તેવું ભાગ્યે જ બીજા કોઇ દેશોમાં જોવા મલશે. અમેરીકન ઇન્ડીયનની ત્યાં જન્મેલી બીજી જ યુવાન પેઢી ખુબજ સરળતાથી 'બીફ અને ટર્કી બર્ડ' મીટ ખાનારી અને વાઇન– ડાઇન–ડાન્સ–ડેટીંગ કરનારી સરળતાથી બની ગઇ છે. ત્યાંના દેશી વડીલો ( NRI)  પોતાના યુવાન દિકરા– દિકરીઓ માટે 'ભાણે ખપતા' ઇન્ડીયન ઓરીજન' ( જેમાં બંગાળી, સાઉથ ઇન્ડીયન, પંજાબી પણ નોન શીખ, તેલુગુ, ઓરીયા, આસામીઝ) ચાલશે,ફાવશે વાળા થઇ ગયા છે.

(5)  આ સર્વે પ્રમાણે આપણો દેશ એક ધાર્મીક દેશ જ છે. લોકશાહી મુલ્યો જેવા કે સ્વતંત્રતા, સમાનતા, બંધુત્વ, ધર્મનિરપેક્ષતા અને વૈજ્ઞાનીક અનુભવ આધારીત વ્યક્તીગત જીવન જીવનારો દેશ નથી. આપણા દેશની જીવન પ્રણાલી લોકશાહી નથી ( It is undemocratic way of life). ભલે તેમાં ધાર્મીકતા આધારીત વિવિધતા હોય પરંતુ તે વિવિધતા સાથે  એકબીજા ધાર્મિક અને સામાજીક સમુહોનો આંતરવ્યવહાર અસહિસ્ણુ, તિરસ્કારથી ભરેલો , ધિક્કારમય અને અલગતાવાદી હોય છે. 'રાષ્ટ્રની ઓળખ એટલે હિંદુત્વ' અમારે જોઇએ બિનશરતી એકહથ્થુ સત્તાવાદ જ્યાં સત્તાનું સંપુર્ણ કેન્દ્રીકરણ થયેલું હોવું જોઇએ.

(6)  શું આપણો દેશ આ માનવમુલ્યો વિરોધી અને તેથી લોકશાહી જીવન પધ્ધતી વિરોધી પરિબળોનો ભોગ બની જશે? કે તેમાંથી બહાર નીકળી શકશે ખરો? વિશ્વના લોકશાહી દેશોમાં તેનો જવાબ પ્રજાએ શોધી કાઢયો છે. આપણી પ્રજાને કદાચ ઇશ્વર હશે તો બચાવશે!

(7) સદર રિપોર્ટને આધારે આપણા માનવવાદી– રેશનલ પડકારો !

(અ) આપણી ઓળખ સમુહવાદી ધાર્મીક છે. દેશના બંધારણમાં લખેલી " We the People of India" ની ઓળખ નથી. બંધારણના ઉદ્દ્શો દેશના નાગરીકોને ધર્મનીરપેક્ષ માનવ બનાવવાનો છે. જ્યારે સમુહવાદી માનસીકતા કાલ્પનીક અસલામત લોકોને ધાર્મીક સલામતી આપે છે.તેમાં આપણું રેશનાલીસ્ટ કાર્ય શું હોઇ શકે?

(બ) અમે ધાર્મીક છીએ. કુદરતને ભજનારા–પુજનારા– અર્ચના કરનારા છીએ. ' थाली बजाके, मशाल जलाके कोरना को भ्गाद्द ने वाले है '. બંધારણમાં આમેજ કરેલ નાગરીકોની ફરજ બજાવતી કલમ ૫૧એચ/એ ' દેશના નાગરીકની ફરજ છે કે તે વૈજ્ઞાનીક મિજાજ– અભિગમ' કેળવશે.' वो क्या चीज हें? हमारा सब दूखोका इलाज गंगामैया हें. સમાજમાં વ્યક્તી આધારીક વૈજ્ઞાનીક અભિગમ કેળવવા આપણી શું વ્યુહ રચના હોઇ શકે?

(ક) સામુહિક ગુલામગારી પછી એ ધર્મ,રાજ્ય,વડિલશાહી,રાજકીય પક્ષ કે તેના નેતાની હોય કે પછી ઇશ્વર કે અલ્લાહની હોય તેમાં સમર્પિત થઇ જવું  કે પોતાની જાતને ન્યોચ્છાવર કરી દેવામાં અમારી સલામતી સદીઓથી પ્રાપ્ત થયેલી છે. સ્વતંત્રતાનો વિચાર જ અમને ભય પેદા કરે છે.( Fear of Freedom is unbearable). કારણકે સ્વતંત્રતામાં જીવન ટકાવી રાખવાની અને વિકાસની જવાબદારી વ્યક્તિગત છે. અમારે આવી સ્વતંત્રતાની જરૂર નથી જે અમારી માનસીક ગુલામી તોડી નાંખે! માનવવાદી– રેશનાલીસ્ટોએ આ પ્રજાને  તર્કવિવેકબુધ્ધી આધારિત સ્વતંત્ર નિર્ણય કરનારો માનવ સમુહ બનાવવાની ક્ષમતા અને સંસાધનો છે? આપડકાર ઉપાડવા આપણે કેટલા કટીબધ્ધ છીએ? (ડ) પ્યુ રીસર્ચ સસંશોધન પ્રમાણે અમે બધા ધાર્મીક ઉપદેશો પ્રમાણે નૈતીક છીએ. તે પ્રમાણે વર્તન કરનારા,જીવનારા છીએ. અમારે દુન્યવી નૈતીકતા ના જોઇએ. દુન્યવી નૈતીકતાનો આધાર માનવીય અરસપરસના સહકારથી પોતાનું અને અન્ય માનવોનું જીવન ટકાવવા માટે જરૂરી છે. ધાર્મીક નૈતીકતા મૃત્યુ પછીના જીવના મોક્ષ અને સ્વર્ગ માટે અનિવાર્ય છે. માનવવાદી અને રેશનાલીસ્ટોની નિરઇશ્વરવાદી નૈતીકતા( Secular Morality) માનવની જૈવીક સંભવીત શક્તીઓના વિકાસ કરી સ્વ સાથે સમષ્ટિના વિકાસમાં છે. આવું સમજવવા અને સમજાવવા માનવવાદી– રેશનાલીસ્ટોની પ્રતિબધ્ધ્તા કેટલી સજ્જ છે?

...............................................The end…………………………………….

 



--