Thursday, July 1, 2021

નિરઇશ્વરવાદી લવજેહાદ– કોને કહેવાય !

 નિરઇશ્વરવાદી લવજેહાદકોને કહેવાય ! 

 પહેલાં આપણે બે અગત્યના શબ્દોના અર્થ સમજીયે.

 નિરઇશ્વરવાદી વ્યક્તિ કોને કહેવાય. 

(1) પ્રથમ તે માનવ સહિત તમામ સજીવને દૈવી કે ઈશ્વરી સર્જનનું પરીણામ છે તે બિલકુલ સ્વીકારતો નથી. તેથી તમામ ધર્મો કે સંપ્રદાયો માનવ સર્જીત જ છે. માનવ હિતો માટે જ તે બધાને પેદા કરવામાં આવ્યા છે.              

(2) પૃથ્વીના જન્મ પહેલાં તેથી માનવીના જન્મ પહેલાં પણ બ્રહ્માંડ હતું. પૃથ્વી અને માનવીના નાશ પછી પણ બ્રહ્માંડ રહેશે.

(3) તમામ કુદરતી ( Nature) પરિબળો જેવાકે સુર્ય, તેના સુર્યમંડળના તમામ ગ્રહો, ઉપરાંત પૃથ્વી પરના તમામ પદાર્થો અને વાતાવરણના તમામ પરિબળો નિયમબધ્ધ અને ભૌતીક છે.. તમામ સજીવ માનવ સહિત બધાજ કુદરતનો એક ભાગ જ હોવાથી તે તમામનું સંચાલન પણ નિયમબધ્ધ છે. ઇશ્વર, દેવ કે નસીબ જેવું કોઇ બાહ્ય પરિબળ આ નિયમબધ્ધતા ( The nature is law governed)માં ખલેલ પહોંચાડી શકે તેમ નથી.. હા, કુદરતી નિયમો માનવ બુધ્ધી કે ગ્નાનથી સમજીને તેનો ઉપયોગ માનવ કલ્યાણ માટે થઇ શકે તેમ છે. કુદરતી પરિબળોને ભજવાની કે પુજવાની જરૂર ન હોય!

ઉપર મુજબનો મારો નિરઇશ્વરવાદી અભિગમ છે.

બીજો શબ્દ છે જેહાદ જેને અંગ્રેજીમાં (CRUSADE) તરીકે ઓળખવામાં આવે છે. સદર અંગ્રેજી શબ્દનું ગુજરાતી સ્વીકૂત અનીષટ સામેની ચળવળ કે આંદોલન સરળતાથી સમજવા માટે આપણે કહી શકીએ કે મહંમદ પેગંબર સાહેબની મક્કા સમાજના જુના પુરાણાધાર્મીક ખ્યાલો સામે ફક્ત ૭૦ માણસોને લઇને મદીના તરફ જે હિજરત હતી તેને ચોક્કસ જેહાદ કહી શકીએ.તેમાંય જો કે  હિત તો દુન્યવી ક આર્થીક હતું.  

હવે નિરઇશ્વરવાદી લવ જેહાદના મુદ્દા પર આવીએ. તે એક માનવવાદી વિચારસરણીનો એક અગત્યનો પાયો છે. જેમાં સ્વતંત્રતા એક સર્વોચ્ચ મુલ્ય છે. સને ૧૯૪૮માં સ્થપાયેલ યુનો ના માનવ અધિકાર ઉદ્ઘોષણામાં જાહેર કરેલ છે કે પુખ્ત ઉંમરના વ્યક્તીને પોતાની ઇચ્છા મુજબ લગ્ન કરવાનો અધિકાર છે. આપણો દેશે તેના ટેકામાં સહી સીકકા કરેલ છે.

()  અમારી આ જેહાદમાં ધર્મ, એક કોઇપણ પ્રકારનું નિર્ણાયક પરિબળ નથી. તેમજ તે કોઇ બાધક પણ પરિબળ નથી. બંને પાત્રો પોતાની અંગત ધાર્મીક માન્યતાને પ્રેમ સાથેની અંગત વિકસતી સમજની ઉત્કાતીમાં તેને અપ્રસતુત બનાવી દે છે. લગ્ન સમયે, પછીના કોઇપણ પ્રસંગો કે ઘટનાઓમાં ધર્મ આધારીત કોઇપણ પ્રવૃત્તીઓનું સ્થાન તેમના ઘરના ઝાંપાની બહાર જ હોય છે. તેના ટેકેદારોનું સ્થાન પણ તેમના ઘરના ઝાંપાની અંદર નથી હોતું.

(બ્) પુખ્ત ઉંમરની બે વ્યક્તીઓ, પછી ભલે તે યુવાન સ્રીપુરૂષ હોય , બે પુખ્ત ઉંમરના પુરૂષો હોય કે પછી બે પુખ્ત ઉંમરની સ્રીઓ હોય તેમને સહજીવન જીવવાનો બિનદાસ અધિકાર છે. અને તેના વિરોધીઓને તેમના ઘરના ઝાંપામાં પ્રવેશ નિષેધ છે. અને ન હોય તો કાયદાથી રક્ષણ મળીને પણ હોવો જોઈએ. બીજાના અંગત જિવનમાં ફઇબા બનીને ડોકીયાં (PEEPING) સજ્જન સમાજમાં વર્જ છે.

( ) નિરઇશ્વરવાદીઓનો ઇશ્વર તો ક્યારનો મરી ચુક્યો હોય છે. માટે લગ્ન પછી આવા અધાર્મીક લોકો ભલે પછી તે સ્રી હોય કે પુરૂષ તેમનો કોઇ ધર્મ જ ન હોય તો પછી ધર્માંતર "ક્યા ચીજ હૈ"

()  કદાચ આવું પણ બની શકે ! બે માંથી એક પાત્ર નિરઇશ્વરવાદી હોય અને બીજુ પાત્ર ઇશ્વરમાં માનનારુ પણ હોય . તો પણ તેમાં કોઇએ પોતાની પ્રતીબધ્ધતા છોડવાની કે બીજાને છોડાવવાની બિલકુલ જરૂર નથી. તે ક્ષેત્રને જીવનભર એક ફ્રોજન બોક્ષમાં મુકીને એકબીજાની સ્વતંત્રતા આધારીત માનવીય ગૌરવને મૂલ્ય તરીકે સ્વીકારીને પણ જીવન જીવી શકાય. અને તમારી માફક તમારા બાળકોને એમને રીતે સ્વતંત્ર રીતે નિર્ણય કરવાની ટેવ પાડો. તેમાં તેમના ભુલ કરવાના અધિકારનું પણ સહજતાથી સ્વીકાર કરો. પેલા ઇશ્વર શ્રધ્ધાળુને  કયા ધર્મમાં ધર્માંતર કરાવવાનુ?તેના સાથીને તો જયાં કોઇ ધર્મ જ નથી. !

() આંતરજાતીય, આંતરધાર્મીક, આંતરરાષટીય જેવા શબ્દો અને વ્યવહારો અમારી માનવવાદની ડીક્ષનેરીમાં છે જ નહી. માનવવાદી સાચા અર્થમાં વૈશ્વીક છે. માટે પ્રેમ લગ્ન કરનારે પોતાના કોઇ ધર્મો કે માન્યતાઓ  છોડવાની જરૂર બિલકુલ નથી. તેવીજ રીતે પ્રેમલગ્ન માટે સામા પાત્રનો ધર્મ પણ સ્વીકારવાની જરૂર નથી. તમે કોને પ્રેમ કરો છો? તમારા પ્રેમી કે પ્રેમીકાને, તેના કુટુંબને કે તેના ધર્મ અને રૂઢીઓને?  પ્રેમને કોઇ પણ દુન્યવી બંધનો અસ્વીકાર્ય છે તેવો તેનો ઇતીહાસ છે. જે ક્ષણે બંધનો સ્વીકાર્ય બને તે ક્ષણો તમારો પ્રેમ મૃત્યુ પામ્યો તેમ જ સમજી લેવાનું.

(ફ) પુખ્ત ઉમરની વ્યક્તીને કાયદો તેના તમામ નિર્ણય માટે જવાબદાર ગણે છે. તો પછી પુખ્ત ઉમરની વ્યક્તી ગમે તે કારણોસર ધર્મપરિવર્તન કરે તો તેને કઇ રીતે કાયદો તેને ગેરકાયદેસર ઠરાવી શકે? જો કાયદો પુખ્ત ઉંમરની વ્યક્તીને. જે વિધર્મી સાથે લગ્ન કરવાની ના પાડી શકતો ન હોય તો તે જ વિધર્મીનો ધર્મ સ્વીકારવાની ના કેવી રીતે પાડી શકે્?


--