Friday, July 16, 2021

“ રાજદ્રોહની કલમ ૧૨૪–એ મૃત્યુ દંડ કે ફાંસીની સજાને લાયક છે.

" રાજદ્રોહની કલમ ૧૨૪એ મૃત્યુ દંડ કે ફાંસીની સજાને લાયક છે." સરકારશ્રી તમે ક્યારે તેનો અમલ કરો છો? આજનો ટા.ઇ.તંત્રી લેખ

( " The sedition law deserves a quickly administered death sentence.")

૭૫ વર્ષની સ્વતંત્રતા ભોગવ્યા પછી અને બ્રિટને ગુલામીના વારસામાં આપેલા રાજદ્રોહના કાયદાની કયા કારણોસાર આપણા રાજ્યકર્તાઓને જરૂરત છે? દેશની સર્વોચ્ચ અદાલના વડા આદરણીય ન્યાયમુર્તી શ્રી એન વી રમનાએ મોદી સરકારને કડક શબ્દોમાં જણાવ્યું છે કે તમે  સરકાર તરીકે આ કાયદો નાબુદ કરી નાંખો!

ગઇકાલે સર્વોચ્ચ અદાલત સમક્ષ સરકારના એટોર્ની જનરલ કે. કે. વેણુગોપાલે કોર્ટ સમક્ષ ક્બુલ કર્યુ છે કે એ વાત સાચી છે કે રાજદ્રોહના કાયદાનો વર્તમાન સરકારે દુર ઉપયોગ ( Misuse) કર્યો છે. કાયદો રદ બાતલ કરવાને બદલે કેટલાક સુધારા તેમાં સુચવીયે જેથી તેનો દુર ઉપયોગ ન થાય. કોર્ટે  તે વાત સ્વીકારી નહતી.

 અમારે આ કાયદાના મૃત્યુ સિવાય બીજુ ખપે તેમ જ નથી. વર્તમાન સરકારે રાજ્યદ્રોહના કાયદાનો પોતાની સામેના વિરોધી અવાજોને દબાવવા બેફામ ઉપયોગ કર્યો છે. રાજદ્રોહના કાયદોનો સરકારે તો એવો ઉપયોગ કર્યો છે જાણે કોઇ સુથારને કરવતી લઇને  જંગલમાંથી એક લાકડાનો ટુકડો કાપવાની પરવાનગી આપી અને આ  વિશ્વાસઘાતી સુથારે તો આખું જંગલ કાપવા માંડયું છે. દેશમાં કાયદાની આ અસર ઉભી કરી છે. ( There is enormous misuse. The use of sedition is like " giving a saw to the carpenter to cut a piece of wood, and the carpenter uses it to cut the entire forest. This is the effect of the law. સદર લખાણ સ્પેશીઅલ બોક્ષ બનાવીને પહેલા પાને પેપરે મુક્યું છે.) ગુજરાતીમાં એક કહેવત છે કે રાજ્યકર્તાની ચામડી સત્તા મલ્યા પછી મગરની જેવી જાય છે.અને તેથી આ નેતાઓના આંખના આંસુઓ પણ મગરના આંસુ જેવા બની જાય છે. ( The skin of crocodile & tears of crocodiles) બની જાય છે.

આશરે ૬૦ વર્ષો પહેલાં સર્વોચ્ચ અદાલતે ' કેદેારનાથ કેસં' માં રાજદ્રોહ કોને કહેવાય  અને તે નક્કી કરવાના નિયમો પણ નક્કી કર્યા હતા. તેને આ બધી સરકારો ધોઇને પી ગઇ છે. અને મન માન્યું જ કરે છે.

 હવે તો ફક્ત સર્વોચ્ચ અદાલત જ નહી પણ દેશની હાઇકોર્ટો અને જીલ્લા કોર્ટોએ પણ રાજદ્રોહ અને યુએપીએના કેસોમાં સરકાર વિરુધ્ધ ચુકાદા આપવા માંડયા છે. પોલીસતંત્ર બે થી અઢી વર્ષ સુધી એફઆઇઆર કોર્ટમાં દાખલ જ ન કરે. અને આ કાયદાની કલમો બિનજામીનપાત્ર હોવાથી પેલા સેંકડો આરોપીઓ જેલમાં સડયા જ કરે.

 બેંગલોરની રહેવાસી અને વિશ્વભરમાં પર્યાવરણ બચાવ માટેની ચળવળની ૨૨ વર્ષની દિશા રવીને  દિલ્હી પોલીસે તેની સામે રાજદ્રોહ નો કેસ કર્યો હતો. તેને દિલ્હીની  સેસન્સ કોર્ટે જામીન આપ્યા હતા. નતાશા નરવાલ, દેવાંના કાલીક અને આસીફ ઈકબાલને નાગિરીક સુધારા વિરૂધ્ધ ( CAA) યુ્એપીએ હેઠળ બિનજામીનપાત્ર ગુનો ગણીને એકદ વર્ષથી જેલમાં પુરી રાખ્યા હતા તેને દિલ્હીની હાઇકોર્ટે જામીન પર છુટા કર્યા છે. જે રીતે દિલ્હીના પોલીસ તંત્રે દિલ્હી કોમી દંગામાં કાયદાકીય કામોમાં અગણીત અને અક્ષમ્ય બેદરકારી કરી છે  તેની દિલ્હીની સ્થાનીક કોર્ટોએ સખત ટીકાઓ કરી છે.  જે રીતે ફાધરસ્ટેન સ્વામીનું જેલવાસ દરમ્યાન ( Custodian Death)મૃત્યુને ચોક્કસ અટકાવી શકાયું હોત, તેને વિશ્વભરના નાગરિક સ્વતંત્રતા પરિબળોએ સખત ટીકા કરી ને ભારતમાં ' સીવીલ લીબરટીઝં ' ના ક્ષેત્રે જે સ્થિતી દેશમાં પ્રવર્તમાન છે તેની ચિંતા કરી છે. દેશની લોકશાહી પ્રથાના ભવિષય અંગે પ્રશ્ન ચિન્હ મુક્યું છે. તંત્રીએ દેશના ન્યાયાધીશોને ખાસ વિનંતી કરી છે કે આપ સૌ ની પાસે જ્યારે નાગરિક સ્વતંત્રતાને  ' સીવીલ લીબર્ટીઝ' ના કેસો આવે તો તે પણ રાજદ્રોહ, યુએપીએ વિ. હોય  ત્યારે મહેરબાની કરીને જામીન આપવામાં મોડું ન કરતા તેટલો બોધપાઠ આપણને સૌને ફાધર  સ્ટેન સ્વામીનું અપમૃત્યુ આપી જાય છે. તંત્રીના મતે રાજદ્રોહની કલમ ૧૨૪એ નું બને તેટલું ઝડપની વહીવટી સરકાર દ્રારા મૃત્યુ થઇ જાય તે ખુબજ આવકાર્ય છે.  


--