Tuesday, October 5, 2021

સંકલ્પ શક્તિ એટલે શું?


ગુજરાત મુંબઇ રેશનાલીસ્ટ એસોતરફથી તાબીજી ઓકટોબરથી માનવવાદી અભ્યાસક્રમ શરૂ કરવામાં આવેલ છે. જેની જાણ ફેસબુક દ્રારા પણ કરવામાં આવેલ છે. તા બીજી ઓકટોબરના રોજ માનવવાદ એટલે શું? અને ત્રીજી તારીખના રોજ વૈશ્વિક સ્તર પર માનવવાદનો ઇતિહાસ. એમ બે વિષયો રજુ કરવામાં આવેલા હતા. આજે  આ અંગે અમારા હ્યુમેનીસ્ટ એકેડેમી ગ્રુપના ભાઇ દિપક શાહે બે ત્રણ નીચે મુજબના સવાલો પુછયા હતા.

( 1) માનવીની નિયતિ કોઇ દેવી કે ઇશ્વ્રરી ઇચ્છાથી નહી પણ કુદરતી પરીબળોથી નક્કી થાય છે. એમાં સૌથી મહત્વનુંપરિબળ હોય તો તે માનવીની સંકલ્પ શક્તિનું બળ છે. કુદરતી પરીબળોને જાણવા ઓળખવા કેવી રીતે? કુદરતી પરીબળોને આધારે જીવન જીવવું કેવી રીતે?

(2) શું નૈતીક્તા કુદરતી પરીબળોને આધિન છે?

(3)  માનવીની સંકલ્પ શક્તિ અને કુદરતી પરબળોને શું સંબંધ છે? માનવીની સંકલ્પ શક્તિ એટલે શું? આ સંકલ્પ શક્તિને કેવી રીતે કેળવી શકાય?

 

દીપકભાઇ શાહના પ્રશ્નનો જવાબ.

   કુદરતી નિયમબધ્ધતા એટલે શું?  How the universe is law governed?

કુદરત એટલે ઇશ્વ્રર કે દૈવી પરિબળ નહી. પણ કુદરતી પરીબળો એટલે  બ્રહ્માંડથી માંડીને સુર્ય, સુર્યમંડળના તમામ ગ્રહો, અને પૃથ્વી પરના તમામ ભૌતીક પરિબળો, સુર્યપ્રકાશ, ગરમી, ઠંડી, વરસાદ, ધરતીકંપ, મોસમી પવનો અને તોફાનો નદી, સમુદ્ર પર્વત, જમીન,પાણી, વિગેરે વિગેરે.

આ બધા કુદરતી પરિબળો નિયમબધ્ધ છે. તેનો અર્થ એ છે કે તેનું સંચાલન ઇશ્વર કે કોઇ અલૌકીક પરિબળ બહારથી કરતું નથી. બીજુ સદર કુદરતી નિયમોને સમજીને માનવીએ તેના જેવા અન્ય માનવીઓના સહકારથી પોતાનું અસ્તીત્વ ટકાવી રાખ્યું છે અને વિકસાવ્યું છે.

કુદરતી નિયમબધ્ધતાસુર્ય્ સવારે ઉગે છે, સાંજે આથમે છે. પાણી ઉંચાઇ પરથી નીચે તળેટી તરફ વહે છે. પાણી ૧૦૦ડીગ્રી સેન્ટીગ્રેડે ઉકળે છે અને શુન્યથી નીચેના તાપમાને તે જ પાણીનો બરફ થઇ જાય છે. આ બધી કુદરતી નિયમબધ્ધતામાં કોઇ જ બાહ્ય પરિબળની દખલગીરી બિલકુલ હોતી નથી.

માનવી કુદરતનો એક ભાગ છે. માટે તેના દરેક અંગો અને તે બધા જ અંગોની નિર્ણય શક્તી પણ નિયમબધ્ધ જ હોય છે. કુદરતપરિબળો અને માનવીના સંચાલનનો નિયમો માનવી પોતાની તર્કવિવેકબુધ્ધીથી પોતે સમજી શકે છે અને અન્યને સમજાવી પણ શકે છે. દરેકનું કારણ (REASON) હોય છે. કારણ સિવાય કશું બનતું નથી. શુન્યમાંથી શુન્યનું જ સર્જન થાય.

   કુદરતી નિયમબધ્ધતા સમજીને માનવી રેશનલ અથવા તર્કબધ્ધ નિર્ણય કરતો થાય છે. આ સતત વિકસતી જતી રેશનાલીટીએ માનવીને તેના જૈવીક સંઘર્ષમાં અન્ય પ્રાણીઓ કરતાં ચઢીયાતો બનાવીને નૈતીક બનાવ્યો છે. માનવસંસ્કૃતી માનવીના નૈતીક સહકારનું જ પરિણામ છે.

 માનવીની સંકલ્પશક્તી એટલે કુદરતી નિયમબધ્ધતાને સમજીને પોતાનું જીવન ટકાવવું અને વિકસાવવુ. માનવીએ પોતાની સંકલ્પશક્તીને આધારે નીજી અને સમાજ જીવનમાં સતત પરિવર્તનો લાવ્યા કર્યા છે.  સંકલ્પશક્તી એટલે માનવીનો વર્તમાન પરિસ્થિતિ ભલે પછી તે નીજી હોય કે સામાજીક,રાજકીય કે આર્થીક હોય તેનો અભ્યાસ કરીને તેને વધુ બહેતર બનાવવા અન્ય માનવીઓના સહકારથી રેશનલ કે વૈગ્નાનીક અભિગમની મદદથી તેમાં ફેરફાર કરવા મથ્યા જ કરવું. સંકલ્પશક્તી આધારીત પરિવર્તનની કોઇ સીમા નથી. તમામ માનવીય ક્રાંતી માનવીની સંકલ્પશક્તીના જ પરિણામો છે. આ સંકલ્પશક્તિને આપણે માનવીની જન્મઆધારીત પ્રારબ્ધ, નિયતી, લખ્યા લેખ મિથ્યા ન થાય, (Predestination) તેવા ચોકઠામાં બંધ ન બેસાડીએ.

--