Friday, July 8, 2022

શું દેશ અરાજકતા ( Lawlessness) તરફ ઢસડાઇ રહ્યો છે? પ્રો.અમર્તય સેન

શું આપણા દેશની વર્તમાન રાજ્યવ્યવસ્થા દેશને અરાજકતા ('possible collapse )તરફ ઢસડી રહી છે?

અમર્તય સેન–(જન્મ. ૧૯૩૩.૮૯ વર્ષ) નોબેલ વિજેતા (૧૯૯૮)– ભારત રત્ન (૧૯૯૯ વડાપ્રધાન બાજપાઇજીના હસ્તે) નીવૃત્ત–પ્રો. કેમબ્રીજ,અને ઓક્ષફર્ડ, વર્તમાન પ્રો. ઇકોનોમીક્સ. હાર્વર્ડ યુની. યુએસ એ. કલ્યાણ અર્થશાસ્રમાં(Welfare Economics & Social Equality) સંશોધન માટે નોબેલ વીજેતા બન્યા હતા.)

 

 

તા.૧લી જુલાઇના રોજ કોલકત્તામાં ' અમર્તય સેન રીસર્ચ સેન્ટર ' ના ઉદ્ઘાટન સમારંભમાં આટલી મોટી જૈફ વયે દેશની ચીંતા કરતાં બોલ્યા હતા કે " મને  ભય છે કે મારો દેશ ઝડપથી અરાજકતાની ગર્તામાં ઝડપથી જઇ રહ્યો છે." હું જોઇ રહ્યો છું કે દેશનું સામાજીક અને ધાર્મીક ધ્રુવીકરણ થઇ ગયું છે. સદીઓથી  દેશમાં અનેક જુદા જુદા ધર્મોમાં પોતાની આસ્થા ધરાવનારી પ્રજા શાંતી, અમન, ચમન થી એકી સાથે જીવી રહી હતી અને છે. દેશનું નજરાણું વિવિધતામાં એકતા છે. ભારતીયોની ભાષાઓ, ખાનીપીની, સામાજીક રૂઢી રિવાજો, પહેરવેશ અને ભીન્ન ભીન્ન પ્રાદેશીક– ભૌગોલીક  વિવિધતા સાથે પણ ' અમે ભારતના લોકો છે' ( WE, the people Of India). ભુતકાળમાં અનેક રાજકીય સત્તાઓ આવીને ગઇ પણ મારો દેશ અનેક વિવિધતાઓ સાથે પણ એક રહ્યો છે. ક્યારેય સામાજીક અને ધાર્મીક રીતે ઉભો અને આડો ધાર્મીક નફરતોને આધારે વહેંચાઇ ગયો નથી. દેશની અંદરના જ દુશ્મનો દેશને વાજતે ગાજતે તેને અરાજકતા તરફ ધકેલી રહ્યા છે.  પ્રવર્તમાન ધાર્મીક વિભાજનની માનસીકતા દેશની એકતા અને અખંડતાને મુળમાં ઘા કરનારી જ હોય છે. સદર રાષ્ટ્રીય અરાજકતાએ નાગરીક અને અંગત જીવનના કોઈપણ પાસાને છીન્નભીન્ન કરવાની પુરી તાકાત પ્રાપ્ત કરી લીધી છે. દેશએ તેના પરિણામો ભોગવવાનું શરૂ કરી દીધું છે.

 કોઇ મને પુછે કે સાહેબ! તમે કેમ તાજેતરના નફરતભર્યા સામાજીક –ધાર્મીક ધ્રુવીકરણથી  ગભરાઇ ગયા છો, ભયભીત થઇ ગયા છો ? હા! હું ખરેખર આ ભયાનક વિનાશકારી ક્રમશ દેશના નાગરીકોના તમામ જીવનને ભરડામાં લઇ લેતી અરાજકતાના તર્કબધ્ધ પેદા થતા પરિણામોથી ધ્રુજી ગયો છું. ( "I think if someone asks me if I'm scared of something, I would say 'yes'. There is a reason to be afraid now. The current situation in the country has become a cause for fear," the celebrated economist said.

 મને મારા દેશની એકતા અને અખંડતામાં રસ છે. મારા દેશનો ઇતીહાસ તો વિવિધતા(Diversity) સાથે, ઉદારતા( Liberal)અને સહીષ્ણુતા( Tolerance)જેવા માનવમુલ્યોથી બનેલો છે. તેમાં ક્યારેય એકબીજા સામે નફરત કે ધિકકારનું અસ્તીત્વ ન હતું.

વીશ્વ, હિંદુ ઉપનીષદોને એટલા માટે જાણતું થયું હતું કે શાહજહાંના પુત્ર દારાકોષે સંસ્કૃત ભાષામાં નિપુણાતા મેળવીને તે સંસ્કૃત પુસ્તકોનું પર્શીયન ભાષામાં ભાષાંતર કર્યું હતું. અને પછી પર્શીયનમાંથી અંગ્રેજીમાં ભાષાંતર થયું. આપણો દેશ ક્યારેય ફક્ત હિંદુઓ કે એકલા મુસલમાનોનો દેશ બની શકે નહી. ખરેખર તો આપણી સદીઓથી વિકસેલી સહજીવનની પરંપરાઓ– પ્રણાલીઓએ બનાવેલી વિરાસતને અમુલ્ય નજરાણું સમજીને તેને આધારે એકતા વિકસાવવાની હોય! (Asserting that India cannot belong only to the Hindus or to the Muslims, Sen stressed on the need to stay united in line with the country's traditions.)

 મારા નમ્ર મત મુજબ દેશનું ન્યાયતંત્ર  દેશની એકતા અને અખંડતાને તોડી રહેલા પરિબળોની દેશને અરાજકતાની ખાઇ તરફ લઇ જનારી વૃત્તી–પ્રવૃત્તીઓને ગંભીરતા લેતું નથી. ન્યાયતંત્રની આ માનસીકતાએ મને ખરેખર ભયભીત બનાવી દિધો છે. ( "The Indian judiciary often overlooks the dangers of fragmentation, which is scary.) દેશના ભવીષ્યની સલામતી માટે બંધારણના ત્રણ અંગો, કારોબારી, લોકસભા અને ન્યાયતંત્ર વચ્ચે સમતોલન ફક્ત હોવું જોઇએ નહી પણ પ્રજાને તેનો અહેસાસ થવો જોઇએ. આ તો કેવી અસાધારણ સ્થિતી દેશમાં કહેવાય, કે ગોરી સરકારે દોઢસો વર્ષ પહેલાં જે કાયદાઓ પ્રજાના અવાજને( Voice of People's Dissent) કચડી નાંખવા બનાવેલા તે કાયદાઓની મદદ લઇને વર્તમાન સરકારો પોતાના વિરોધીઓને જેલમાં પુરી દે છે. પોતાની વાત કરતાં કરતાં પ્રો. સેન સાહેબે પરોક્ષ ઉલ્લેખ એ પણ કર્યો હતો કે વર્તમાન રાજ્યકર્તાઓ એતીહાસીક સત્યો ને હકીકતો સાથે ખિલવાડ કરી રહ્યા છે. ખરેખર તો આપણે નાગરીકો તરીકે સંઘર્ષ કરીને, જોખમ લઇને પણ દેશના એતીહાસીક હકીકતો અને સત્યોના સંરક્ષણ માટે બચાવવા પ્રયત્નો કરવા જોઇએ.( "We, as citizens, have to take the risk and fight to safeguard our nation's shared history and truths,") he added.

 

 

 


--