Wednesday, July 6, 2022

“ હવે સત્તાધી હવે સત્તાધીશો ! દેશના સર્વોચ્ચ ન્યાયતંત્રને, પણ પોતાની એડી નીચે લાવવા પ્રયત્નશીલ છે.”

 

" હવે સત્તાધીશો ! દેશના સર્વોચ્ચ ન્યાયતંત્રને, પણ પોતાની એડી નીચે લાવવા પ્રયત્નશીલ છે."

 માનનીય ચીફ જસ્ટીસ ઓફ ઇંડીયા. શ્રી એન. વી રમના.

 લોકશાહી રાજ્ય વ્યવસ્થાના પાયાના ચાર સ્તંભ ગણાય છે. જેના પર લોકશાહીની ઇમારત ઉભી હોય છે. કારોબારી, સંસદીય પ્રથા, અખબારી સ્વાતંત્રતા અને ન્યાયતંત્ર. સર્વોચ્ચ અદાલતના વડા ન્યાયાધીશ શ્રી એન.વી. રમના સાહેબે અત્રે અમેરીકાના પશ્ચીમ કીનારે આવેલા શહેર સાન ફ્રાન્સીસકોમાં પ્રવચન આપતાં ગંભીર ને ચીંતાજનક ટીકા કરી હતી કે  ભારત દેશમાં લોકશાહીના આધાર સ્તંભમાંનો એક અગત્યનો સ્તંભ ન્યાયતંત્ર છે. તેની સ્વતંત્રતા પણ હવે ક્રમશ; જોખમમાં મુકાઇ ગઇ છે.( Forces whose only aim is to run down the only independent organ in the country. )  શ્રી રમના સાહેબે વધુમાં જણાવ્યું હતું કે દેશનું ન્યાયતંત્ર દેશના બંધારણને જવાબદાર કે વફાદાર છે. અન્ય કોઇ સત્તા કે સંસ્થાને નહી. દેશનો સત્તા પક્ષ એવી અપેક્ષા રાખે છે કે ન્યાયતંત્ર તેના દરેક કાર્યને મંજુર કરે. અને વિરોધ પક્ષ બિલકુલ તેનાથી તદ્દન વિપરીત અપેક્ષા રાખે છે. ઉપરના શબ્દો શ્રી રમના સાહેબે ' એસોસીયેશન ઓફ ઇન્ડીયન અમેરીકન' તરફથી સાન ફ્રાન્સીસકોમાં આયોજીત તેમના અભિવાદન સમારંભમાં બોલ્યા હતા.

ચાલુ વર્ષે આપણે એક રાષ્ટ્ર તરીક આઝાદીનું ૭૫મું વર્ષ અને પ્રજાસત્તાક તરીકે ૭૨મું વર્ષ ઉજવી રહ્યા છે. ત્યારે મારે ખુબજ દુ;ખ સાથે જણાવવું પડે છે કે આપણને પ્રજા તરીકે, જે બંધારણ તરફથી દેશના લોકશાહીના પેલા ચાર આધાર સ્તંભોની સંસ્થાઓને જે કાર્યો ને ફરજો એનાયત( સોંપી છે) કરી છે તેને સાચા અર્થમાં મુલ્યાંકન કરતા શીખ્યા નથી.

સામાન્ય પ્રજામાં ખુબજ આયોજનપુર્વક અને શક્તીશાળી અજ્ઞાન ફેલાવવામાં આવે છે. જે ન્યાયતંત્ર ને તેના જેવા બીજા લોકશાહીના આધારસ્તંભોની લોકઆભા કે નૈતીક્તાનું અધ;પતન કરી નાંખે. આ મુદ્દે હું સ્પષ્ટતા કરી દેવા માગું છું. " અમે ન્યાયતંત્ર તરીકે ફક્ત અને ફક્ત બંધારણને જવાબકર્તા છે. બંધારણે જે કારોબારી, સંસદ અને ન્યાયતંત્રને પરસ્પર અંકુશ(checks and balances)માં રાખવા માટે સત્તાની વહેંચણી કરી છે તેનો અમલ કરવા અમે બંધાયેલા( Duty bound) છીએ."

 લોકશાહીનો અર્થ જ લોકભાગીદારી છે. રાજકીય પક્ષો ને તેના નેતાઓમાં નીજી સત્તાને બટવારો બિલકુલ નહી. લોકભાગીદારીની ઉપેક્ષા અમેરીકા,ભારત અને તમામ લોકશાહી દેશોને અરાજકતાની ગર્તામાં નાખી દેવાની પુરી ક્ષમતા દર્શાવે છે. જે લોકશાહી રાજ્યવ્યવસ્થામાં રાજકીય સત્તા સમાવેશક(Inclusive) નીતીઓનું પાલન કરતી નથી તે લોકશાહી પ્રથાને વીનાશતરફ દોરી જાય છે. ભારતનો અત્યારસુધીનો તેનો વિકાસ આવી સમાવેશક ' અનેકતામાં એકતા'(Diversity in Unity not vice a versa)ને આભારી છે. અમેરીકાના લોકોએ એક પ્રજા તરીકે સહિષ્ણુતાના ગુણને વિકસાવી, વિશ્વભરના સર્વોચ્ચ બૌધ્ધીકોને પોતાની તરફ આકર્ષવામાં સફળતા મેળવી છે. જેને કારણે અમેરીકાએ આજે વિશ્વના નંબર એક દેશ તરીકે સર્વશ્રૈષ્ઠતા પ્રાપ્ત કરી છે. જ્ઞાન– વિજ્ઞાનના જુદા જુદા ક્ષેત્રોના વિષય નિષ્ણાતોને ભલે તેમની પાછળની ભુમીકા ભીન્ન ભીન્ન જુદી જુદી કેમ ન હોય( જ્ઞાતી, જાતી, રંગ, વંશ, ધાર્મીકતા ને રાષ્ટ્રીયતા)પણ પોતાના દેશમાં લોહચુંબકની માફક આકર્ષવામાં સંપુર્ણ સફળતા પ્રાપ્ત કરી છે. અમેરીકાનો એક દેશ તરીકે સર્વાંગી અને શ્રૈષ્ઠ વિકાસ તેની સદર નીતીનું પરિણામ છે.

સમાવેશીપણાનો સિધ્ધાંત વૈશ્વીક છે.( This principle of inclusivity is universal.) ભારત સહિત વિશ્વના તમામ દેશોએ પોતાની રાજનીતીમાં તેને સમાવેશ કરવાની તાતી જરૂરીયાત છે. સમાવેશીપણુ એક સદ્ગુણ તરીકે અનેકતામાં એકતા પેદા કરે છે. કોઇપણ દેશ અને તમામ પ્રજાની સમૃધ્ધી માટે એક ચાવીરૂપ સાધન છે. ૨૧મી સદીમાં આપણે માનવજાત તરીકે નજીવા, ગૌણ, તુચ્છ, સંકુચીત અને વિભાજીત કરનારા પરિબળોથી જોજન દુર રહેવાની માનસીકતા કેળવવી પડશે. આપણે ખાસ ધ્યાન રાખવું પડશે કે આવા બધા અમાનવીય અને  સામાજીક રીતે વિભાજનકારી પરિબળો આપણને એક પ્રજા તરીકે આપસ– આપસના સંબંધો આધારીત જીવવા મજબુર ન કરે. આપણો માર્ગદર્શક કે ધ્રુવતારક સમાવેશી માનવ વિકાસ હકીકતમાં હોવો જોઇએ.(સુત્રો પુરતો નહી.)અમેરીકાએ એક દેશ તરીકે ખુલ્લા હાથ અને મને પોતાના દેશમાં આવેલ ભીન્ન દેશોની પ્રજાઓની સંસ્કૃતીઓ, ભાષાઓને સન્માનપુર્વક પોતાનામાં સહર્ષ સ્વીકારી લીધી છે. પચાવી દિધી છે. માટે જ આ દેશ સતત પ્રગતીશીલ, શાંતીમય અને ચારેતરફ જીવનના તમામ ક્ષેત્રોમાં કાયમી નવા શિખરો પ્રાપ્ત કરતો દેખાય છે.

 ભારતના બે દસકા પહેલાના રાજ્યકર્તાઓની સુધારવાદી નીતીઓને કારણે અભ્યાસ અને એચવન વીઝા દ્રારા કામ માટે અમેરીકામાં આવવાનું આર્થીક રીતે સામાન્ય કુટુંબોના યુવાનો માટે શક્ય બન્યું છે. આવી પ્રગતીશીલ નીતીમાં કોઇ ફેરફાર કરવો તે રાજ્યકર્તા માટે શાણપણ ભરેલો નિર્ણય નથી. કમનસીબે આવી પરિપક્વાતા અને દેશના લાંબાગાળાના હીતોને ધ્યાનમાં રાખીને જે સંવેદનશીલતા જોઇએ તે સરકારો બદલાતાં મોટેભાગે દેખાતી નથી.

અમેરીકન નીવાસી ભારતીય પ્રજાને વિનંતી કરી છે તમે બધા આ દેશમાં આવીને માલીકો બનો શ્રમજીવીઓ નહી.  જેથી આપણા દેશને તેની સ્થળાંતર થયેલી વસ્તીનું ડીવીડન્ડ મલે.( The CJI urged the Indian community to start thinking like employers and not just employees so as to help India reap the demographic dividend.) સૌ. ઇ. એક્ષ. તા.૩–૦૭–૨૨. પ્રસીધ્ધ થયેલ લેખનો ભાવાનુવાદ.

 


--