Wednesday, October 26, 2022

A Happy New Year.

 In Emergency-

સાહેબ ! એક દર્દીની તાત્કાલીક સારવાર કરવી પડે તેમ છે. કોણ છે? અરે! સાહેબ! આમ તો દર્દી પહેલી નજરે બિનવારસી લાગે છે! તેને કુટુંબ, કબીલો નથી, તેમ છતાં છે પણ ખરો! કુંવારો છે? પરણેલો છે? સાહેબ! હવે ૨૧મીસદીમાં સરકારી વસ્તી પરીચયવાળા ફોર્મમાંથી હવે આ બધા ખાના રદબાતલ કરી દો!. ઇમરજન્સી જોતાં બહુ વિગતમાં હાલમાં ઉતરવાની જરૂર નથી. પણ નજીકથી જોતાં અતિપરિચય વાળો લાગે છે. શું વાત કરે છે! ચલો ! ત્યારે હું તૈયાર થઇ જઉં!

તમને કાંઇ ખબર છે ખરી કે આજના દીવસે આપણો દેશ કેવી ત્રીશંકુ જેવી પરિસ્થિતીમાંથી પસાર થઇ રહ્યો છે. એક બાજુ દેશ સુર્યગ્રહણની પકડમાં થોડાસમયમાં આવી જવાનો છે. ફરી બે કલાક સુધી પેલા અવકાશી હાનીકારક તત્વો વચ્ચે ઘમસાણ યુધ્ધ થશે અને પછી ઘવાયેલા પણ વિજયી બનેલા સુરજદાદા ક્રમશ; મુળસ્થિતી પ્રાપ્ત કરશે.સાલુ! આ ત્રીકાળ સમયમાંથી પસાર થઇને બ્રેઇનનીં સર્જરી કરવાની (ગ્રહણ પહેલાં ગ્રહણ દરમ્યાન અને ગ્રહણ પછી) સરળ નથી. આવા ત્રિકાળ– ખુનખાર સમયોમાં દર્દીને ઓપરેશન થીયેટરમાં લાવવો એ પોતે જ જાણે ગંભીર જોખમને આમંત્રણ આપવા સમાન છે.

પણ સાહેબ! દર્દીને અહીંયા મુકી જનાર એક ભીમ જેવો દર્દીનો પરિચીત માણસ બબડતો હતો કે બ્રેઇન સર્જરીને બદલે તેના મગજનું ચીરફાડ છેદન(Dissection) કરવાની જરૂર છે. અમારો માણસ તો ખુબજ કોમ્પ્લેક્સ (Complex) વ્યક્તીત્વ ધરાવે છે. તેના નજીકના ને દુરના બધા જ અતિપરીચય અને આગુંતક, કોઇને ખબર પડતી નથી કે તેની ખોપરીમાંથી ક્યારે કેવું બિલાડુ મ્યાઉ કરતું બહાર નીકળશે!. તમને ખબર છે તેની ખોપરીમાંથી મોટાભાગના બીલાડાં રાત્રે ૧૨ વાગ્યાની આસપાસ જ નીકળે છે.

ચલો ! દર્દીની આટલી કેસ હીસ્ટ્રી પુરતી છે. મને સર્જરીની તૈયાર કરવા દો! મારે તો આટલું જાણ્યા પછી આ વિષયને લગતા સભાન નિષ્ણાતોને મદદમાં લેવા પડશે. પેલા વીઝીટીંગ વીષય નીષ્ણાત ડૉકટરોથી કામ ચાલે તેમ નથી.

પણ ! સાહેબ! નોંધાયેલી કેસ હીસ્ટ્રીમાં તો દર્દીનું હ્રદય સલમાત ગતીએ કામ કરે છે.બીપી, બ્લડ સુગર અને પલ્સ વી. એબનોરમલ નથી. ફેફસાં, કીડની જેવા અગત્યના અંગોનું કામકાજ તો આપણા જેવા અંગો  કરતાં એટલા માટે સારૂ છે, કારણ કે જેવો આ દર્દી નવરો પડે કે તરતજ તેના ઘરમાં રાખેલ ગુફા જેવા ઓરડામાં જઇને દૈવી– વસ્રોનો અંગીકાર કરી ' લોમ– અનલોમ કરતાં કરતાં અગડમ બગડમ બોલવા માંડે છે.

બસ રાત્રીના, ઉંઘમાં ઉઠીને ચાલતો ચાલતો તે વારેઘડીયે વોશબેઝીનમાં જઇને પરફ્યુમવાળા સોપ– લિકવીડ હાથમાં લઇને તેના હાથ ધોયા કરે છે. અંગ્રેજીમાં પણ જાણે તેની માતૃભાષામાં બોલતો હોય તેમ  ઉવાચે છે. " નોટ ગોન. સ્ટીલ રીમેન્સ. સ્મેલીંગ બેડ, ડરટી." અર્ધજાગૃત અવસ્થામાં(Insomnia) તેના હાથમાં  જાણે કોઇ હીંસક હથીયાર પકડેલું હોય પછી નોટ ઇનફ, હેટમોર, હેટમોર, મોટે મોટેથી બોલીને પછી અટ્ટ હાસ્ય કરીને નિરાશ થઇને પાછો સુઇ જાય છે.

બ્રેઇન સર્જન કહે છે કે સાલુ! આપણા મહાન દેશમાં છેલ્લા આઠ દસ વરસોથી આવા દર્દીઓની સંખ્યાનો જીડીપીઆંક સતત અંકગણીતને બદલે ગણીતશાસ્રની ઝડપે વધાવા માંડયો છે. તે બધાની નીકાસ માટે વિદેશી વિઝા પણ કેમ જાણે કેમ મળતો નથી?

"નાઉ લેટસ બેક ટુ વર્ક". બ્રેઇન સર્જન જેમ જેમ સદર ખાસ દર્દીના બ્રેઇનમાં ઉંડા ઉતરતા ગયા તેમ તેમ તેને કાંઇ દૈવી અનુભવ થવા માંડ્યા.

(1)    ખોપરીના પ્રથમ પડમાંજ ઘણી બધી અસાધરણતા અને અપવાદાત્મકતા આંખે ઉડીને ફક્ત આ સર્જનને નહી પણ તેઓની ટીમના બીજાને પણ સરળતાથી દેખાવા માંડી!. સર્જનથી બોલી જવાયું કે જે  "બ્રેઇનની ગ્રે મેટર" બ્રેઇનમાં ઉંડે સુધી ચીરફાડ કરીએ ત્યારે સહેલાઇથી મલતી નથી, જલ્દી ઓળખાતી નથી. લો! આ સાહેબના બ્રેઇનમાંથી છેક ઉપર તરે છે. મેઇન સર્જને સાથી ટીમમાંથી સૌથી જુનીયર સર્જનને કાનમાં જઇને દર્દીની અસાધરણતા અને અપવાદાત્મકતાના કેવા કેવા લક્ષણો હોઇ શકે તે સમજાવ્યું. તરતજ બહાર જઇને પેલા જુનીયરે દર્દીને લાવનાર ખાસ સંબંધીને પાસે બોલાવીને આ અંગે પૃછા કરી તો તમામ લક્ષણોમાં જબ્બરજસ્ત એકરૂપતા જ સાબીત થઇ.

(2)    ઇસ રૂટ કી સભી લાઇન વ્યસ્ત હૈ! ધનતેરસથી લાભ પાંચમ આ બધી લાઇનો હેપી દીવાલી, બેસ્ટ વીસીસ ફોર ન્યુયર અને જે કે એસ ના મેસેજીસ લાવવા– લઇ જવામાં બીઝી છે.

Happy New year Photo.


--