Tuesday, October 11, 2022

માનીનય વડાપ્રધાનશ્રીમોદીજી, વળીપાછી યુક્રેનના રાષ્ટ્રપ્રુખ ઝેલેન્સકીને કેવી સલાહ આપી!


 

માનીનય વડાપ્રધાનશ્રી મોદીજી, વળીપાછી યુક્રેનના રાષ્ટ્રપ્રુખ ઝેલેન્સકીને કેવી સલાહ આપી!

(1)    " રશીયા–યુક્રેન વચ્ચે સાત માસથી ચાલતા યુધ્ધનો ઉકેલ ક્યારેય લશ્કરી સાધનોથી નહી આવે! અમે ભારત, એક દેશ તરીકે તમારા બંને વચ્ચેનો પ્રશ્ન શાંતીભર્યા માર્ગે ઉકેલવા મધ્યસ્થી કરવા તૈયાર છીએ."  મોદીજી ઉવાચ;

(2)    આપણા સાહેબે બીજી અગત્યની વાત કરી. કઇ? રશીયન પ્રમુખ પુટીને યુક્રેન અને તેની સાથે યુધ્ધમાં રશીયા સામે મદદ કરનારા દેશોને ધમકી આપી છે કે અમને સદર યુધ્ધમાં અણુશસ્રોનો ઉપયોગ કરતાં કોઇ રોકી શકશે નહી.

(3)    આપણા સાહેબને કોઇ પુછી શકે ખરા કે સાહેબ! રશીયાએ તા. ૨૪મી ફેબ્રુઆરીએ શરૂ કરેલ યુધ્ધ આજે આશરે સાડાસાત માસથી ચાલે છે તો અત્યારે એકદમ એકાએક આપની ડાહપણની દાઢ કેમ ફુટી?

(4)    યુક્રેન અને સમગ્ર પશ્ચીમી લોકશાહી દેશો જેની કુલ સંખ્યા પચાસ થાય છે તે બધાએ રશીયા પર આર્થીક નાકાબંધી છ માસ કરતાં વધારે સમયથી અમુલમાં મુકી છે. ત્યારે ભારત એક માત્ર એવો વીશ્વનો લોકશાહી દેશ છે; જેણે યુધ્ધના પહેલા દિવસથી રશીયા પાસેથી દરરોજ આશરે પાંચ લાખ બેરેલ(પીપ) ક્રુડઓઇલ સદર તેલના વૈશ્વીક બજારભાવ કરતાં ત્રીસ ટકા સસ્તે ભાવે,સપ્ટેમ્બર માસના અંત સુધી આયાત કરેલું હતું. અને બીજાદેશોને વૈશ્વીક બજાર ભાવે વેચેલુ છે. નીકાસ કરેલું છે. મોદી સરકારે પ્રાપ્ત કરેલો નફાનો પોતાના દેશમાં એક પૈસોનો ફાયદો પેટ્રોલ –ડીઝલ કે ગેસના ભાવ ઘટાડીને નાગરીકોને આપ્યો નથી. સાહેબ! ને પુછો તો ખરા કે આ અબજો રૂપીયાનો નફો ક્યાં ગયો? કયા ક્ષેત્રમાં વાપાર્યો? હકીકતમાં દેશમાં તે બધી પેટ્રોલીયમ પેદાશોના ભાવમાં સતત વધારો કરેલ છે.આમ આપણા સાહેબની રશીયા સાથેની આર્થીકનીતીએ યુધ્ધમાં 'બળતામાં ઘી હોમવાનું કામ કર્યુ છે.' યુધ્ધ દરમ્યાન રશીયાની આર્થીક કરોડરજ્જુને ટકાવી રાખવામાં ભારતે ઉદ્દપીક તરીકે કામ કરીને માનવજાતને આખરે 'અણુયુધ્ધ'ના મોંમાં ધકેલી દીધી છે. ભારતના આવા પરોપકારી(!) કામમાં વીશ્વના ચીન સહીતના કોઇ દેશે રશીયાને મદદ કરી નથી.

(5)    આપણા સાહેબને દેશના એક નાગરીક તરીકે આપણે નીચેના પ્રશ્નો રશીયા– યુક્રેન યુધ્ધ અંગે પુછી શકીએ ખરા? કારણ કે સાહેબ પાસે સદર યુધ્ધ અંગે જે માહિતી મને કે તમને હોય તેની કરતાં પ્રથમ દર્શીય માહિતી અને તે પણ સંપુર્ણ આધારભુત તેમના વડાપ્રધાન કાર્યાલય પાસે હોય!.

(6)    ૨૪મી ફેબ્રુઆરી ૨૦૨૨ના યુધ્ધ આ બે દેશોમાંથી કોણે કોના પર યુધ્ધ શરૂ કર્યું? યુધ્ધ રશીયાની ભુમી પર લડાય છે કે યુક્રેનની ભુમી પર? ચાર કરોડની વસ્તી ધરાવતું યુક્રેન ૧૫કરોડની વસ્તી ધરાવતા વીશ્વના બીજાના નંબરના લશ્કરી શક્તીશાળી દેશ રશીયા સામે શા માટે યુધ્ધે ચઢે?

(7)    આપણે સાહેબને યાદ કરાવીએ કે આપણા દેશના આશરે ૨૦૦૦૦ વીધ્યાર્થીઓ મેડીકલ કોલેજોમાં યુક્રેનમાં ભણતા હતા કે રશીયામાં? કોના આક્રમણને કારણે તે બધાનો અભ્યાસક્રમ વચગાળે છોડવો પડયો? કોના લશ્કરી પગલાંને કારણે તે બધાના જાનના જોખમે ખાસ પ્લેનની સગવડ કરીને તાબડતોબ દેશમાં લાવવા પડયા હતા?

(8)    આજે યુધ્ધને લીધે યુક્રેનની જે બેહાલી છે તેને કારણે તે દેશમાં તમામ રહેઠાણ અને કોર્મશીઅલ મકાનો ખંડેર થઇ ગયા છે. તમામના કાચ તુટી ગયા છે. હવે આવી રહેલા શીયાળામાં તે બારીબારણા વિનાના ખંડેરોમાં તેમને ફક્ત માયનસ–૧૦ ડીગ્રીમાં છમાસ કાઢવાના છે. દેશના દોઢ કરોડ લોકો બાળકો, સ્રીઓ સહિત દેશ છોડીને જીવ બચાવવા પડોશી દેશમાં શરણાર્થી તરીકે મજબુરીથી જીવન જીવી રહ્યા છે. યુધ્ધમાં તારાજ થયેલાં યુક્રેનના શહેરોમાં પાણી, વીજળી અને રાંધણ ગેસની તમામ સુવિધાઓ રશીયન લશ્કરે દ્વંસ કરી નાંખી છે. રશીયન લશ્કરે યુક્રેનના નીર્દોષ નાગરીકો  સ્રી– બાળકો સહિત તમામ ઉપર વર્જય યુધ્ધખોર ગુનાઓ (War Crimes) કરેલ છે.

(9)    એકબાજુ આપણા સાહેબ! જગતને 'પરોપદેશે પાંડીત્યમ'ની માફક યાદ કરાવે છે કે વીશ્વના તમામ દેશોએ (રશીયા સિવાય) યુનો ના ચાર્ટર માં નક્કી કર્યા મુજબ આંતરરાષ્ટ્રીય કાયદા, દરેક દેશના સાર્વભૌમત્વ અને સરહદોને સ્વીકારવી જોઇએ. પણ યુનોની સલામતી સમિતીમાં રશીયાએ તાજેતરમાં લશ્કરી બળજબરીથી કબજે કરેલા યુક્રેનના પ્રદેશોને પોતાનામાં ન સમાવી લેવાય તેવા ઠરાવનો વિરોધ કરવાને બદલે મતદાનમાં ભારત ગેરહાજર રહ્યું છે.

(10)યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ ઝેલેન્સકી યુધ્ધના પહેલા દિવસથીજાનના જોખમે મિત્ર દેશોની સલાહ વિરૂધ્ધ દેશ છોડી બહારથી માર્ગદર્શન આપવાને બદલે પ્રજા અને લશ્કર સાથે રહે છે. જ્યારે રશીયાના પુટીન યુધ્ધના પ્રથમ દિવસથી જ લશ્કરી બોંબથી સુરક્ષીત બંકરમાં રાત્રી પસાર કરે છે.

(11)યુધ્ધમાં યુક્રેનની એક દેશ તરીકે તારાજી અમાપ છે. પણ રશીયાએ યુધ્ધમાં અત્યાર સુધીમાં આશરે ૭૦,૦૦૦ થી ૮૦,૦૦૦ સેનીકો ગુમાવી દીધા છે.યુક્રેને,યુધ્ધમાં આવેલા,રશીયાના ટોચની કક્ષાના તમામ લશ્કરી વડાઓને મારી નાંખ્યા છે. રશીયન લશ્કર યુક્રેનમાં સતત દિશાવિહીન સ્થિતીમાં મુકાઇ ગયું છે. સાત માસમાં જે યુક્રેનના ચારપ્રદેશો કબજે કર્યા હતા તેમાંથી બે પ્રદેશો યુક્રેનના લશ્કરે સપ્ટેમ્બર માસના છેલ્લા અઠવાડીયામાં કબજે કરી લીધા છે.જ્યાં પ્રમુખ ઝેલેન્સકીએ દેશનો રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો. આવી નામોશી ભરી પીછે હઠના સમયે પુટીન મોસ્કોના મેયર સાથે તે શહેરની ૮૫૦મી જન્મ જયંતી ઉજવતા હતા. મોસ્કોના નાગરીકો આતશબાજી અને બેલે ડાન્સ કરતા ફોટા મેં અત્રે નીચે રજુ કરેલ છે.

(12) આપણા સાહેબ અને દેશના નાગરીકોની માહિતી માટે એ જાણવું જરૂરી છે કે યુક્રેન– રશીયા યુધ્ધ પ્રથમ દિવસથી ફક્ત તે બે દેશો વચ્ચેનું યુધ્ધ હતું નહી અને આજે પણ નથી. રશીયાના પ્રમુખ પુટીન સને ૧૯૯૯થી કાંતો વડાપ્રધાન કે પછી રાષ્ટ્રપ્રમખ તરીકે સર્વેસર્વા છે. પુટીને એવી બંધારણીય ગોઠવણ કરી લીધી છે કે તે સને ૨૦૩૬ સુધી દેશના રાષ્ટ્રપ્રમુખ તરીકે ચાલુ રહે!. પુટીનની એડી નીચે આ દેશ સામ્યવાદી કે લોકશાહી દેશ બીલકુલ નથી. તે એક સંપુર્ણ એકહથ્થુ સરમુખત્યારશાહી દેશ(Dictatorial country) છે. જેમાં રાષ્ટ્રના તમામ અંગો તેની ઇચ્છા મુજબ કઠપુતલી માફક ઉપયોગ કરવામાં આવે છે. દેશના અર્થતંત્રના પુટીનના મલતીયા પસંદ કરેલા જુજ ઉધ્યોગપતીઓ પાસે વહેંચાયેલું છે. મારા છેલ્લા છ માસના રશીયા– યુક્રેન યુધ્ધ ધારીત તમામ પરીબળોના અભ્યાસને આધારે તારણ છે કે પુટીનની કોઇ તાકાત નથીકે તે સદર યુધ્ધમાં અણુશસ્રોનો ઉપયોગ કરે. કેવી રીતે થોડી રાહ જુઓ બીજા ભાગમાં.

--