Sunday, October 30, 2022

“ ઇશ્વરના હુકમનું ઉલ્લંઘનકરવાનું પાપ નથી તેમાં જ સાચી માનવમુક્તી રહેલી છે.”

" ઇશ્વરના હુકમનું ઉલ્લંઘન કરવાનું પાપ નથી તેમાં જ સાચી માનવમુક્તી રહેલી છે."

 ભાગ–૧. નવા વર્ષની માનવવાદી વીચાર ભેટ!

આપણને સૌ ને ખબર છે કે સદીઓથી રાજા– મહારાજાઓ, ધર્મગુરૂઓ, સામંતો– જમીનદારો, ઉધ્યોગપતીઓ ને કુટુંબના તમામ વડીલોએ ગુળથુથીમાં જ શીખવાડી દીધું છે કે " આજ્ઞાપાલન, આજ્ઞાધીનતા, આજ્ઞાનુસરણ તે લક્ષણો સદ્રગુણ છે અને તે બધાનું ઉલ્લંઘન, અનાદર વિ. એટલે દુષ્ટતા, દુર્ગુણ, દુર્વતન, ઇશ્વરી ગુનો,તે બધુ પાપ કહેવાય." એક મઝાની દંતકથા છે કે જેને તમામ ખ્રીસ્તી ધર્મીઓ સત્ય તરીકે સ્વીકારે છે કે " માનવજાતનો ઇતીહાસ આદમ–ઇવના ઇશ્વરી હુકમના અનાદરથી શરૂ થાય છે." તે બહાદુર કાર્ય ઇવે(સ્રી)એ કર્યું હતું એ સૌએ યાદ રાખવું જોઇએ.

       ગાર્ડન ઓફ ઇડનના તે બંને નિવાસી હતા. જ્યાં કાયમી ઇશ્વરપ્રેરીત સુખ જ હતું. બસ સુખ. ત્યાં એક ઝાડ હતું. તે જ્ઞાનનું ઝાડ હતું.(A tree of knowledge). તે ઝાડપરના ફળને ખાવાની પેલા બંનેને મના કરવામાં આવી હતી.પ્રતીબંધ હતો. ઇવે પ્રથમ તે ફળ ખાધુ. બસ પછી ઇશ્વરી,ધાર્મીકપુસ્તકો, ધર્મગુરૂઓના વિ, હુકમોનું ઉલ્લંઘન શરૂ થઇ ગયું.પેલા કહેવતા તમામ વડીલોએ જે માનવજાત ને અંધશ્રધ્ધા,વહેમ, અને અસત્યોની જંજીરો બનાવેલી 'નાભી–નાડ( The umbilical Code) હતી તે તોડવાનું કામ શરૂ થઇ ગયું. ઇશ્વરી હુકમ સામે અનાદર કરવાથી તે બંનેની આંખો જ ખુલી ગઇ. ઇશ્વરના બગીચામાં તે માનવ જ રહ્યા ન હતા.

     સ્વતંત્રતા અને માનવમુક્તિ તે ઇશ્વરી હુકમના અનાદરમાં ગર્ભીત, કે અભીપ્રેત વર્તન છે. આપણા બે પૈસા જેટલી પણ બુધ્ધી નહી ધરવતા રાજકીય નેતાઓને ખાસ કરીને ચુંટણી ટાણે કોણ ધુત્કારીને કહેશે કે " તમે મંદિરો અને ધર્મસ્થાનોમાં ભાતભાતના કપડાં પહેરીને પ્રદક્ષીણા ફરવાની બંધ કરીદો. સમગ્ર માનવજાતની મુક્તિના ઇતીહાસનું પ્રથમ પગથીયું તો જે દિવસે આદમની પ્રેમીકા ઇવે  ઇશ્વરના હુકમનો અનાદર કરીને સ્વપ્રયત્નથી જીંદગી જીવવાની નહી માણવાની શરૂ કરી છે તે દિવસથી શરૂ થઇ છે. તમારી નેતાગીરીના ધાર્મીક નાટકોને સદીઓ પહેલાં ફગાવી દઇને તેની સામે વિદ્રોહ કરીને માનવજાત ૨૧મી સદી સુધી પહોંચી છે. તમે ફાલતું નેતાઓ તમારા આવા ધાર્મીક નાટકો ને દંભી વર્તનથી માનવજાતના વિકાસના કાંટા પાછા ફેરવવા મેદાને પડયા છો. રૂક જાવ.

      જે દિવસે પેલી દંતકથાના આદમ અને ઇવે ઇશ્વરી ગાર્ડન ઓફ એડનને ફગાવીને સ્વપ્રયત્નથી કુદરતી પરિબળોને ભજવાને બદલે ઇન્દ્ર્યજન્ય જ્ઞાન આધારીત અનુભવથી પોતાની સમસ્યાઓ ઉકેલવાનું શરૂ કર્યુ તે દિવસથી જ ' માનવ' બની ગયો છે. આદમ– ઇવે ઇશ્વરી હુકમનો અનાદર કરીને જે મુળભુત પાયાનું પાપ(Original sin) કર્યુ હતું તેની માનવજાત કાયમી રૂણી છે અને રહેશે!

      ઇશ્વરના હુકમનો અનાદર કરીને માનવી બીજા માનવી સાથે સંવાદિતા–સહકાર અને કુદરત સાથે પણ સંવાદિતાથી કેવી રીતે જીવન જીવવું તે શીખી ગયો. કારણકે તેણે તો ઇશ્વરી હુકમનો તો અનાદર કરીને જીવન જીવવાનું શરૂ કરેલ હોય તેના પોતાના બાહુબળ સિવાય (Human Efforts) કોઇપણ ત્રાહિત કે માનવોત્તર પરબીળોપર આધાર રાખવાનો પ્રશ્ન જ ઉપસ્થિત થતો જ નહતો .

       હીબ્રુ દંતકથામાં જેમ આદમ– ઇવનો ઉલ્લ્ખ છે તેવી રીતે ગ્રીક સંસ્કૃતીમાં પ્રોમેથીયસની દંત કથા છે. પ્રોમેથીયસે દેવ પાસેથી અગ્નીની ચોરી કરી હતી કે ગુનો કર્યો હતો. ત્યારબાદ માનવ ઉત્ક્રાંતીનો પાયો નંખાયો હતો.આદમ–ઇવની માફત પ્રોમેથીયસને ગ્રીકદેવે પોતાના હુકમના અનાદર માટે સજા કરી હતી. સદર કૃત્ય માટે પ્રોમેથીયસને સહેજ પણ પસ્તાવો થયો નહતો કે તેણે દેવની માફી પણ માંગી નહતી. ગૌરવ સાથે પ્રોમેથીયસે સત્તાધીશો ને કહ્યું હતું કે " હું ઇશ્વરની માફી માંગીવાને બદલે તમે મને આ ખડક સાથે સાંકળોથી બાંધી દઇ શકો છો તે વધારે પસંદ કરીશ!"("I would rather be chained to this rock than be obedient servant of the Gods."

 

 


--