Tuesday, January 17, 2023

નોટબંધી– સર્વોચ્ચ અદાલતના ચુકાદા પ્રમાણે.

 

નોટબંધી– સર્વોચ્ચ અદાલતના ચુકાદા પ્રમાણે.

સને ૨૦૨૩ના નવાવર્ષની શરૂઆતના દિવસોમાં સર્વોચ્ચ અદાલતે નોટબંધી પર કુલ પાંચ ન્યાયાધીશોની બેન્ચે ચાર વિરૂધ્ધ એકના મતથી ચુકાદો આપીને જાહેર કરી દીધુ છે કે મોદીસરકારનો તે નિર્ણય કાયદેસરનો હતો.સરકારે સદર નિર્ણય તા. ૮મી નવેંબરના રોજ સને ૨૦૧૬ની સાલમાં લીધો હતો. સર્વોચ્ચ અદાલતે આશરે સાતવર્ષ પછી જ્યારે આવા ભયંકર નિર્ણયની નાગરીકજીવનના તારાજીની કોઇ લેશમાત્ર અસરો શોધી ન જડે તમે હોય ત્યારે નિર્ણય કર્યો.

 સદર ચુકાદામાં આપણને રસ છે કે ચાર વિ એક ન્યાયધીશે કેમ જુદો મત આપ્યોછે?માનનીય ન્યાયધીશ સાહેબાનું નામ છે શ્રીમતી બી.વી. નગરાથાના(Justice B V Nagarathna).

(1)    પ્રથમ તારણ એ છે કે મોદી સરકારે સંસદના ગૃહોમાં ચર્ચા કરી ને  કાયદાનું સ્વરૂપ આપીને નિર્ણય લેવાની જરૂર હતી. કારોબારીની સત્તાનો ઉપયોગ કરીને વટહુકમને આધારે આવો પ્રજાજીવનને આર્થીકરીતે બેહાલ નાંખે, ૧૦૦ ઉપરાંત માણસોની લાઇનમાં ઉભારહીને મૃત્ય થાય તેવો નિર્ણય રાતોરાત લેવાની જરૂર નહતી.

(2)                           દેશમાં નાણાંકીય ચલણના પુરવઠા, માંગ અને પ્રતીબધ્ધતા જાળવી રાખવાની જવાબદારી બંધારણ રીતે અસ્તિત્વમાં આવેલ સ્વાયત્ત સંસ્થા રિઝવ બેંક ઓફ ઇંડીયાની છે.વિરોધી ચુકાદો આપનાર ન્યાયધીશ સાહેબાનું તારણ છે કે દેશની કરોડરજ્જુ સમાન નાણાંકીય સંસ્થા આર બી આઇ એ પોતાને અધિકૃત રીતે મળેલ સત્તાનો ઉપયોગ વિવેકબુધ્ધીથી કર્યા સિવાય(RBI didn't apply mind) મોદીસરકારની કારોબારીના નિર્ણય સામે શરણાગતી સ્વીકારીને કાયમી ખોટો શિરસ્તો પાડી દીધો છે. બેંકે આ ક્ષેત્રની કાયદા મુજબ મળેલી સંસ્થાકીય અધિકૃતતાને રાજકીય સત્તાના ચરણોમાં ન્યોચ્છાવર કરીને દેશની ૧૪૦ કરોડ પ્રજાને લાઇનો અને સડકો પર જીવવા મજબુર કરી દીધી હતી.નોટબંધીના વટહુકમ દ્રારા લેવામાં આવેલા તમામ પગલાં કાયદા મુજબના બિલકુલ નહતા.(The measure "was not in accordance with law.")

(3)                           તે રાત્રીના મોદીજીએ નોટબંધી લાવવા જે કારણો બતાવ્યા હતા જેવા કે (અ)કાળાબજાર નાબુદ કરવા (બ) આંતકવાદીઓને મલતી નાણાંકીય સવલતો,(ક)ડ્રગ ટ્રાફીક, અને(ડ)બનાવટી નોટોના જથ્થાને નેસ્તનાબુદ કરવા એકાએક સદર વટહુકમ લાવવો રાષ્ટ્રના હિતમાં હતો. જેની સાથે આરબીઆઇ બિલકુલ સંમત ન હતી. પરિણામ આખરે  કોથળામાંથી બિલાડુ નીકળ્યુ!

(4)                           આર બી આઇ ને મોદી સરકારે કોર્ટ સમક્ષ રજુ કરેલા તમામ પુરાવામાં આવી કોઇ બાબત સાબીત નથી તેવું જસ્ટીસ નગરાનાથા સાહીબાએ પોતાના ચુકાદામાં લખેલ છે. (Justice Nagarathna underlined that a perusal of the records produced by the Centre and RBI showed" no independent application of mind by the Bank" on the proposal to withdraw legal tender of the currency notes. ")

(5)                           આર બી આઇને તેના ખાસ કાયદાની કલમ ૨૬ વિ મુજબ જે સત્તા મલી છે તેનો ઉપયોગ કરવાને બદલે, મગજ દોડાવાને બદલે  મોદીસરકારના વટહુકમની શરણાગતી સ્વીકારીને તેને માન્યતા આપી દીધી છે.સદર કાયદાની કલમમાં એવી સ્પષ્ટ જોગવાઇ છે કે કોઇ નોટના ચલણની કોઇ સીરીઝમાં ખાસ વિશિષ્ટ પ્રકારની (ANY) કોઇ ગેરકાયદેસરતા સાબીત થાયતો તે નોટ દા.ત ૧૦૦, ૫૦૦, કે ૧૦૦૦ કોઇ A, B, C ETC Specific series but not its total supplyતો જે તે નોટની જે તે સીરીઝ ની નોટબંધી કરી શકાય. પણ તેનો અર્થ એવો બિલકુલ નથી થતો કે ૫૦૦ અને ૧૦૦૦ના ચલણનો તમામ જથ્થાની નોટબંધી કરી શકાય!.

(6)                           આપણા સૌના લલાટે પાંચ ન્યાયધીશોની બેંચમાંથી ચાર ન્યાયાધીશ સાહેબોએ પેલા આરબી આઇ એક્ટની કલમ૨૬ની જોગવાઇમાં મુકેલા શબ્દ "ANY" નો અર્થ મોદી સરકાર માટે ALL & NOT SOME અર્થઘટન કરીને નોટબંધીને કાયદેસર સાબીત કરી દીધી.( The majority view was that the expression "any" in Section 26 (2) should be read as "all" and not 'some'.)    

(7)                           જસ્ટીસ નગરરાથાના સાહીબાએ કોર્ટનું ધ્યાન દોર્યુ કે આર બી આઇના પોતાના સોંગદનામા પ્રમાણે ૯૮ ટકાનો ૫૦૦ અને ૧૦૦૦ ની ચલણી નોટોનો પુરવઠો તો તેની પાસે આવી ગયો હતો! હવે કઇ ૫૦૦– ૧૦૦૦ની નોટોનો પુરવઠો પેલા ત્રાસવાદીઓ, ડ્રગમાફીયા અને નાણાની હેરાફેરી કરનારા તથા કાળાબજારીઓ પાસે રહ્યો?

(8)                            દેશના નાગરીકો! વિચારો! "Please Apply our mind" કે નોટબંધીના સદર ચુકાદાને ચાર વિ એક મતથી કાયદેસર જાહેર કરવામાં આવ્યો છે. "King can do no wrong".

(9)                            સૌ. ઇન્ડીયન એક્ષપ્રેસ ના લેખોનો ભાવાનુવાદ ટુંકાવી ને.


--