Wednesday, January 18, 2023

તમને માહીતી છે–

 તમને માહીતી છે–

(૧) કે ભારત દેશના વડાપ્રધાનની જન્મ આધારીત જ્ઞાતી  ઓ બી સી છે. બીજી પછાત જાતી. તે દલીત    બ્રાહ્મણ, ક્ષત્રીય કે વેશ્ય વર્ણ અને જ્ઞાતીના નથી.

(૨) કોઇપણ હીંદુ જન્મથી તેની જ્ઞાતી– ( ચારવર્ણમાંથી ગમેતે એક) સાથે જ જન્મે છે. જે તેના મૃત્યુ પછીના  અગ્નીસંસ્કારથી પણ નાશ થતી નથી. આત્મા કરતાં પણ તે અમર છે, પાણી, અગ્ની, અને દેશનો કાયદો કે બંધારણ પણ તેનો નાશ કરી શકતું નથી. અમેરીકાની સીટીઝનશીપ પણ તેને નાશ કરી શકતી નથી.

(૩)  હિંદુ વર્ણ વ્યવસ્થાનો જન્મદાતા હિંદુધર્મ છે. હિંદુધર્મના નાશ સિવાય વર્ણ અને જ્ઞાતી પ્રથાનો સર્વનાશ અશક્ય ને અસંભવીત છે.

(૪) હિંદુવર્ણવ્યવસ્થા  હિંદુઓ માટે એક જીવન પધ્ધતી છે. જેને આધુનીક જ્ઞાન– વિજ્ઞાનના સત્ય ને પ્રમાણો એ કોઇજ સ્વીકૃતી આપી નથી. જે હકીકત વીશ્વના તમામ ધર્મો જેવા કે ઇસ્લામ, ખ્રીસ્તી, યહુદી વિ ને પણ એટલીજ તીવ્રતાથી લાગે પડે છે.

(૫) માનવનો સર્જનહાર ઇશ્વર ક્યારેય હતો નહી અને છે નહી.  સદર પરંપરાગત ખ્યાલનું સ્થાન જ્ઞાન –વિજ્ઞાન આધારીત સમુળા અગ્નીસંસ્કારમાં કે કબ્રસ્તાન સ્થાન સિવાય કોઇ જગ્યાએ ન હોઇ શકે.

(૬) માનવ આપણા ગ્રહના તમામ સજીવોનો સહોદર છે. તે બધા સજીવોના સજીવ તરીકેના જીજીવીષાના સંઘર્ષના લાખો કરોડો વર્ષોના અસ્તીવાદ બાદ છેલ્લે આવેલો છે. ને આ પૃથ્વીનો કબજો મેળવી લીધો છે. વિશ્વના તમામ ધર્મો અને તે બધાના કહેવાતા સર્જનહારોની તેમાં ભાગીદારી અને સ્વાર્થી હીતો સમાયેલા છે.

(૭) ભારત દેશનું બંધારણ માનવવાદી– લોકશાહી મુલ્યોનું સર્જન છે. તે તેના સર્જનથી અસ્તીત્વમાં આવેલી સંસદીય પ્રથા, પ્રધાન મંડળ કે કારોબારી અને ન્યાયતંત્રથી પણ સર્વોપરી અને સર્વસત્તાધીશ છે.તેનું સર્જન માનવીય છે અને વ્યક્તિગત ધોરણે માનવ સશક્તીકરણ માટે છે.

(૮) કોઇપણ સામુહીક ઓળખના સશક્તીરક્રણ માટે કદાપી નહી. હિંદુધર્મ આધારીત વર્ણવ્યવસ્થાના સજીવન કે પુનર્જીવન કરીને  હિંદુધર્મ આધારીત ગુલામ, અસમાન, શોષણખોર ને આધુનીક જ્ઞાન–વિજ્ઞાન વિરૂધ્ધની મનુસ્મૃતીમાં સુચવેલ વર્ણવ્યસ્થાને પાછલે બારણે લાવવા ભારતના બંધારણનું સર્જન કરવામાં આવેલ નથી.

(૯) કોઇપણ રાજકીય પક્ષે મતદારોની લાગણીઓનું તૃષ્ટીકરણ કરીને ચુંટણીના મંડપમાં મેળવેલી બહુમતીથી બંધરણીય મુલ્યોનું સંરક્ષણ અને સશક્તીકરણ  બિલકુલ અસંભવ છે. તે ખ્યાલ જ ભ્રામક છે.લોકશાહી મુલ્યોનું કાયમી સંરક્ષણ તેના નાગરિકોની કાયમી જાગૃતતામાં રહેલું છે. કોઇપક્ષ કે તેના નેતાની આંધળી ભક્તીમાં તો ક્યારે નહી. 


--