Friday, January 27, 2023

શું ભારતનું બંધારણ પવિત્ર બુક( HOLY BOOK) છે?


શું ભારતનું બંધારણ પવિત્ર બુક( HOLY BOOK) છે?

હા! દેશના વડાપ્રધાનને પ્રજાસત્તાક દિવસે પોતાના પ્રવચનમાં જાહેર કર્યુ છે કે દેશનું બંધારણ એક પવીત્ર ગ્રંથ("holy book") છે.

(1) વિશ્વને માથે મારેલો 'પવિત્ર ગ્રંથ' નો ખ્યાલ અને તેના આધારીત વિકસેલી માનસીકતાએ જે ખુના મરકી પેદા કરી છે અને હજુ તેના ઝંડાધારીઓ જે દેશ અને દુનીયામાં અરાજકતા ફેલાવી રહ્યા છે તે અમાપ છે.

(2) લગભગ વિશ્વનો કોઇ ધર્મ કે સંપ્રદાય બાકી નહી હોય કે જેની ' હોલી બુક' નહી હોય. દા:ત ખ્રીસ્તીધર્મ– બાયબલ, ઇસ્લામ– કુરાન, હિંદુ– ગીતા વિ.

(3) આ બધા 'હોલી બુક'ની માનસીકતાવાળા તેમાં લખેલ હકીકતો પર શંકા રાખનારા, તેની વિરૂધ્ધ સાબિતી આપનારા, પુરાવા રજુ કરનારાને શિરચ્છેદથી ઓછી સજા કરતા નથી. દરેક યુગમાં અને આજે પણ આ બધાનો ધંધો જુદો નથી.

(4)  માનવજાતનો વિકાસ 'હોલી બુક' ના સત્યોને પડકારીને જ થયો છે.

(5) કોઇ આપણા સાહેબને પુછી શકશે ખરા કે હિંદુધર્મની ' હોલી બુક' ગીતાના નાયક કે સર્જકે પોતે સ્પષ્ટ કહ્યું છે હિંદુ વર્ણવ્યવસ્થા મારૂ સર્જન છે. બીજી બાજુ સાહેબે પ્રજાસત્તાક દિને જાહેર કર્યુ કે  'હોલી બુક' ભારતીય બંધારણમાં ઉદ્ઘઘોષણા છે કે દેશના તમામ નાગરીક એક છે સમાન છે.' અમે ભારતના લોકો!' ખરેખર તો દેશના નાગરીકોએ હિંદુ હ્રદયસમ્રાટમાંથી બંધારણ હ્રદયસમ્રાટના પરિવર્તનને આવકારવું જોઇએ. પણ એક શરતે પેલી જુમલાબાજી જેવું તો નહી હોય ને! દેશના નાગરીકના દરેકના ખાતામાં રૂપીયા ૧૫લાખ જમા થશે!'      

(6)   તાજેતરમાં દેશની સર્વોચ્ચ અદાલતના ચીફ જસ્ટીસ ચંદ્ર્ચુડ સાહેબે જાહેર કર્યું કે દેશનું બંધારણએ નોર્થ સ્ટાર(North Star) છે. અંગ્રેજી સાહિત્યમાં આ શબ્દસમુહનો અર્થ, માર્ગદર્શક, મિત્ર અને આર્ષદ્રષ્ટા થાય છે.

(7)  આપણો દેશ એક ' બંધારણીય લોકશાહી' દેશ છે. તે એક હિંદુ રાષ્ટ્ર બિલકુલ નથી. જે દિવસે બંધારણ સર્જીત તમામ મુળભુત માળખાઓનો( Basic Structures) સર્વનાશ કરવામાં આવશે તે દિવસે બંધારણ પેલી  'હોલી બુક' નહી રહે! સદર 'હોલી બુક' નો કોણ રક્ષક છે કે ભક્ષક તે આવનારો સમય નક્કી કરશે!

(8)   સર્વોચ્ચ ન્યાયાધીશ ચંદ્ર્ચુડ સાહેબે બંધારણના મુળભુત કે પાયાના લક્ષણોમાં આ મુજબ ગણાવ્યા છે. એક– બંધારણીય સર્વોચ્ચતા,બે– કાયદાનુ શાસન, ત્રણ– જુદા જુદા અંગો વચ્ચે સત્તાની વહેંચણી, ચાર– ન્યાયીક મુલ્યાંકન (Judicial review) પાંચ– ધર્મનીરપેક્ષતા, છ– સંઘીય માળખું( federalism) સાત– દેશના દરેક નાગરીકની સ્વતંત્રતા અને વ્યક્તીગત ગૌરવ, આઠ–રાષ્ટ્રની એકતા અને અખંડતા. તે એક ખુલ્લો ગ્રંથ છે, પેલી ધાર્મીક હોલી બુક' ની માફક બંધીયાર નથી. તેમાં બાદબાકી શક્ય નથી પણ તેમાં ક્રમશ સંજોગો પ્રમાણે સુધારાને અવકાશ છે.                         

--