Monday, April 24, 2023

-કર્ણાટક રાજ્યનીવિધાનસભાની ચુંટણીમાં નાગરિકોનો ચુંટણી ઢંઢેરો–



--કર્ણાટક રાજ્યની વિધાનસભાની ચુંટણીમાં નાગરિકોનો ચુંટણી ઢંઢેરો–

કર્ણાટક રાજ્યની વિધાનસભાની ચુંટણી તા.૧૦મી મે ના રોજ છે. પરિણામ તા.૧૩ મેના રોજ છે.

 સામાન્ય સંજોગોમાં દરેક પક્ષ ચુંટણી અગાઉ પોતાનો ચુંટણી ઢંઢેરો બહાર પાડે છે. રાજકીય પક્ષોના ચુંટણી ઢંઢેરાનું કોઇ મહત્વ હવે રહ્યું નથી. તે એક પક્ષીય શિષ્ટાચારથી વિશેષ કાંઇ નથી. દરેક રાજકીય પક્ષોને મતદાર એટલે નાગરિક બિલકુલ નહી. મતદારોને આ બધા પક્ષોએ ધર્મ, સંપદ્રાય, જ્ઞાતિ, પેટા જ્ઞાતિ ઉપરાંત વર્ણ, વર્ગોમાં આડાઉભા વેતરી નાંખ્યા છે.વહેંચી નાંખ્યા છે. નાગરિકને પાંચ વર્ષે એક વાર ચુંટણીના મંડપમાં હિંદુ કે મુસ્લીમ, દલિત કે આદીવાસી, તરીકે ધર્મ, જાતિ, જ્ઞાતિ, પ્રદેશ વિ નું અફિણ પાઇને લાવીને મતદાન કરાવી દેવું. ભારતીય લોકશાહી પ્રથા એટલે ફક્ત ને ફક્ત પાંચવર્ષે એકવાર મતદાન કરી રાજ્ય સંચાલન કરવાની પધ્ધતિ.

આવા સંજોગોમાં કર્ણાટકની વર્તમાન ચુંટણી સમયે ઘણાબધા નાગરિક સંગઠનોએ એકત્ર થઇને એક ' નાગરિક ચુંટણી ઢંઢેરો ' બહાર પાડયો છે. સદર સંગઠનો પોતાના સ્થાનિક વિસ્તારોમાં વર્ષોથી પ્રજાના જે પ્રશ્નો ખરેખર છે તે બધાનો વૈજ્ઞાનીક, વાસ્તવિક અને જમીની હકીકતોનો અભ્યાસ છે. " રાજકીય સત્તા માટે નહી" પણ પ્રજાની સામેલગીરીથી નાગરીકો સમર્થ થાય, લોકશાહીના નામે રાજકીય સત્તાના દલાલો પાસેથી જે પ્રજાની સત્તા ઝુંટવાઇ ગઇ છે તે પુન;પ્રાપ્તથાય તે માટેનો પ્રજાલક્ષી ઢંઢેરો બહાર પાડવામાં આવ્યો છે.

' સરકારી રેવડી અને મફત પાંચ કિલો અનાજ'ની આભાસી મુક્તિમાંથી કેવી રીતે આઝાદ થવાય તેવો મુક્તિદાતા ઢંઢેરો છે. આ ઢંઢેરામાં લવજેહાદ ને બદલે નાગરિક સ્વાયત્તાના જેહાદનો અવાજ છે. આ ઢંઢેરામાં તમને હિંદુ રાજ્ય, ભારતમાતાકી જય, દેશના યુવાનોને એક નેતા, એકપક્ષ,એક ભાષાથી ગુમરાહ બનાવવાની કોઇ જડીબુટ્ટી નહી મલે! આજે નાગરીકોના ખભાપર ચઢીબેસી જે નફ્ફટ, નફરત અને નિંદનીય રાજકીય સત્તાનો ખેલ પાંચવર્ષ સુધી રમ્યા કરે છે તે બધાને તે ખભા પરથી નીચે ઉતારી, નાગરિકો, ન્યાયતંત્ર ને અભિવ્યક્તિના સ્વાતંત્રયને જવાબદાર બનાવવા છે. It is the people's manifesto for the people, by the people & of the people. But it is not for any political party, its leader or any religion.

(1) અમારા રાજ્યનો સ્થાનિક પંચાયતથી માંડીને તાલુકા,જીલ્લા અને રાજ્યનો વહીવટ સંપુર્ણ ભ્રષ્ટાચાર મુક્ત હોવો જોઇએ. દિલ્હીની સત્તા વિષે અત્યારે કાંઇ અભિપ્રાય આપવા માટેનો સમય નથી.

(2)  રાજ્યના કિસાનોની ઉપજ માટે લઘુતમ ટેકાના ભાવ(Minimum Support price MSP) દરેક સીઝનની શરૂઆત પહેલાં જાહેર કરો ને તેના અમલ માટેનું માળખું કાયમી કિસાનોના પ્રતિનીધોની ભાગીદારી સાથે સ્થાનિક કક્ષાએ બનાવો.

(3)  ગામડામાંથી સતત શહેરીકરણ તરફ થઇ રહેલા સ્થળાંતરના સંદર્ભમાં કાયમી શહેરીવસવાટ માટેની નીતિ,આયોજન અને નાણાંકીય ફાળવણી સ્પષ્ટ કરો. જેથી ઝુંપડપટ્ટી, તથા શહેરોના નાના વિસ્તારોમાં વસ્તીના ભારણ અને આરોગ્યની સમસ્યો પેદા ન થાય! તેમાં શિક્ષણ, આરોગ્ય અને ઔધ્યોગીક કામદારોની સમસ્યાઓને ધ્યાનમાં રાખવામાં આવે.

(4) પંચાયતી રાજ્ય અને સત્તાના વિકેન્દ્રીકરણને આધારે જ, રાજકીય અને રાષ્ટ્ર–રાજ્યના કુદરતી અને અન્ય સાધન સંપત્તિનું આયોજન, વહેંચણી અને કાયદાકીય અધીકાર સંપન્ન થવો જોઇએ.

(5) સ્રી સશક્તિકરણ,વૃધ્ધો અને અપંગો માટે આત્મસન્માન અને ગૌરવભેર જીવન માટેનું વાસ્તવિક આયોજન કરવામાં આવે.

(6)  શહેરી ઘનકચરા માટે(solid waste management) તથાશહેરના સ્થાનીક પ્રવાસીઓ માટેની સરળ, વ્યાજબી ભાડાવાળી, નિયમીત અને ઝડપી વાહન વ્યવહારની કાયમી ઉપલબ્ધતાનું વાસ્તવિક આયોજન કરો.

(7) અમારા રાજ્યમાંથી સ્થાનીકથી માંડીને તમામ શહેરી રહેણાંકોમાં ધાર્મીક ધિક્કાર, નફરત અને સામાજીક ધ્રુવિકરણનો કાયમી અંત લાવો!.કાયદો અને ન્યાય હાથમાં લઇને સ્થાનીક હિંસાત્મક નૈતીક પોલીસ(vigilante groups)બનેલા જુથોની સત્તા પર તાત્કાલિક નિયંત્રણો મુકો. વર્તમાન સત્તાધીશો સાથેની તેમની સાંઠગાંઠથી બનેલા હિંસાત્મક ભયજનક વાતાવરણમાંથી નાગરીકોને મુક્ત બનાવો.

(8)  ધાર્મીક ધ્રુવિકરણને લક્ષમાં રાખીને ઇતિહાસના તોડમરોડની પ્રવૃત્તિઓને શૈક્ષણીક જગતમાંથી તાત્કાલીક તિલાંજલિ આપો.(History should not be distorted to serve divisive agendas.)

(9) ધાર્મીક સ્વતંત્રતાના બંધારણીય અધિકાર મુજબ દરેક નાગરિકને પોતાની ધાર્મીક માન્યતા પ્રમાણે જીવન જીવવાનો, તેનો પ્રચાર કરવાનો અબાધિત અધિકાર છે.  દરેકે નાગરીકે શું ખાવું પીવુ, કેવા કપડાં પહેરવાં, કયો ધંધો–વ્યવસાય પસંદ કરવો અને કોની સાથે પુખ્ત ઉંમરના બન્યા પછી વિવાહિત જીવન જીવવું તે માટે કોઇ રાજકીય,સામાજીક કે ધાર્મીક જુથે નૈતીક પોલીસ બની કાયદો હાથમાં લેવાની જરૂર નથી.

(10)                    અમે બિનસરકારી સ્વૈચ્છીક સંસ્થાઓએ ઘણી બધી જમીની હકીકતો ભેગીકરી અને આંકડોને આધારે'નાગરિક ચુંટણી ઢંઢેરો' તૈયાર કર્યો છે. દરેક પક્ષોને વિનંતી છે કે અમારા સદર ઢંઢેરાના મુદ્દોને પોતાના ચુંટણી ઢંઢેરામાં આમેજ કરે ને સત્તા મળતાં તેનો અમલ કરવાની બાંહેધરી લોકોને આપે!

(11)સદર ચુંટણી ઢંઢેરમાં ખાસ વિનંતી કરવામાં આવી છે કે 'ચુંટાયેલા પ્રતિનિધિઓ અને તેના રાજકીય પક્ષોને વિનંતી' કે તમે સદર વિધાનસભાની ચુંટણીનું જે પરિણામ આવે તેને માન આપી સરકાર બનાવો.પણ ચુંટાયેલા પ્રતિનિધિઓ ને સરકારોને પરિણામ પછી ઉથલાવવાનું કામ ન કરશો!.