Monday, April 3, 2023

બોલો! આપણે રેશનલી વિચારવુંજોઇએ કે ઇરેશનલી?

બોલો! આપણે રેશનલી વિચારવું જોઇએ કે ઇરેશનલી?

પુરાવા આધારીત માહિતી એટલે રેશનલ માહિતી અને પુરાવાના આધાર સિવાયની માહિતી એટલે ઇરેશનલ માહિતી.

(1)    માનનીય વડાપ્રધાનશ્રીએ પોતાની શૈક્ષણીક ડીગ્રી હોય કે ન હોય જે હકીકત હોય તે જાહેર જનતા સમક્ષ રજુ કરવી જોઇએ કે નહી? સંસદસભ્યના ઉમેદવાર તરીકેના ઉમેદવારી પત્રમાં મુ. નરેન્દ્રભાઇએ પોતે એમ એ રાજ્યશાસ્ર સાથે ગુજરાત યુનીવર્સીટીમાંથી પાસ છે તેવું જણાવ્યું છે.

(2)    ગઇકાલે ભોપાલ મુકામે મા. મોદીજીએ 'વંદે ભારત એક્ષપ્રેસ' ટ્રેઇનને લીલી ઝંડી બતાવી શરૂ કરવા નિમિત્તે એકત્ર થયેલ સભા સમક્ષ જણાવ્યું હતું કે " મારાચારિત્ર્ય કે છબીને દુષિત કરવા દેશ અને દેશની બહાર  ' સોપારી' આપવામાં આવી છે." (Some have given a "supari" to dent my image, inside and outside country: PM)

(3)    આ બધા લોકોએ સંકલ્પ કર્યો છે ' મોદી! તારી કબર ખોદીશું' (He said these people had taken a pledge to "dig Modi's grave"–"Sankalp liya hai: Modi teri kabar khudegi" –)

(4)    એક વાત ચોક્ક્સ છે કે ભાઇ! કોઇ રાજકીય નેતાનું ચારીત્ર્ય કે છબીને કલંકીત કરવી અને તેની કબર ખોદવાની વાત કરવી તે બંને એક નથી.

(5)    માનનીય મોદીજી, જેવા નેતાનું રાજકીય વ્યક્ત્તિત્વ પોતાના સત્તાકાળ દરમ્યાન લીધેલા નીતી વિષયક નિર્ણયો પર આધારીત હોય છે.

(6)    ગૌતમ અદાણીના મુદ્દે સંસદની અંદર ને સંસદ બહાર મા.મોદીજીએ જે કાંઇ રજુ કરવું હોય તે કેમ રજુ ન કરાય? પોતે જ વારંવાર કહે છે કે "India is the largest Democratic Nation in the world".જે દેશમાં અભિવ્યક્તિનું સ્વાતંત્રય પ્રશ્ન પુછવાનું અને જવાબની અપેક્ષા રાખવાનું સ્વાતંત્રય ન હોય તો?

(7)    એક ટ્રેઇનને લીલી ઝંડી બતાવવાના કાર્યક્રમમાં ઉપર મુજબની હકીકતો જો કહેવાતી હોય તો પોતાની શૈક્ષણીક ડીગ્રી અને ગૌતમ અદાણીને મુદ્દે મૌન– ધરાર મૌન–રાખ્યા કરવાના વલણને આપણે રેશનલ કે ઇરેશનલ શ્રેણીમાં મુકીશું? બંને મુદ્દે મા. મોદીજીએ સમજ પુર્વકનું મૌન રાખવાથી લાંબેગાળે પોતાના રાજકીય વ્યક્તીવને ફાયદો થશે કે નુકશાન?

સૌ. તા–૨જીના ઇ એક્ષના પ્રથમ અને બીજા પાનાના સમાચારો ને આધારે.

 


--