Monday, July 10, 2023

 

વૈશ્વીક માનવવાદ–ન્યુઝ એન્ડ વ્યુઝ–બુલેટીન–અનિયતકાલિન.

 તા–૧૦–૦૭–૨૩.અંક–૨. લેખ–૧ તંત્રી સ્થાનેથી.

મારે અને તમારે દેશના નાગરીક તરીકે સ્પષ્ટ રીતે પસંદગી કરવાનો સમય આવી ગયો છે.

શું પસંદ કરશો?

 બંધારણીય લોકશાહી મુલ્યો આધારીત જીવન પધ્ધતિ કે પછી વર્તમાન સત્તાધીશો અને તેમના સંગઠનો પુરસ્કૃત ઉગ્ર હિંદુત્વ પ્રેરીત ધર્મસત્તા અને રાજ્યસત્તાનું ગઠબંધનવાળું નફરતી હિંદુ–સ્થાન?

દેશમાં સંગઠિત સ્વરૂપે ધર્મસત્તા અને રાજ્યસત્તાનું ગઠબંધન ગુજરાતમાં સને ૨૦૦૦ની સાલથી નરેન્દ્ર મોદીના મુખ્યમંત્રી બનવાની સાથે એક રોલ મોડેલ તરીકે શરૂ થયેલ છે.સને ૨૦૧૪ થી ૨૦૨૩ના નવ વર્ષના સમયગાળામાં ધર્મસત્તા અને રાજ્યસત્તાનું ગઠબંધન ચરમસીમાએ પહોંચ્યું છે.

ખરેખર લોકશાહી સમાજવ્યવસ્થા અને તેના પાયાના મુલ્યો સ્વતંત્રતા,સમાનતા,બંધુત્વ,તર્કવિવેક  (રેશનાલીટી)અને ધર્મનિરપેક્ષ નીતી(સેક્યુલર મોરાલીટી)નો સંઘર્ષ સદીઓથી તમામ ધર્મો સામે રહ્યો છે. કારણકે તે બધા માનવમુલ્યો ધર્મઆધારીત સત્તાઓ સામે નાગરીક કેન્દ્રી સત્તાની નવી ધરી(Axis) રચવા સતત પ્રયત્નશીલ હોય છે.ધાર્મીકસત્તાઓ આધુનીક તમામ સંદેશાવ્યવહારના સાધનો, રાજ્યદંડ, મુડીવાદી ગઠબંધનોની મદદથી બંધારણીય મુલ્યો આધારીત ધર્મનિરપેક્ષ નૈતીક નાગરીક અને સમાજને પોતાની એડી નીચે કચડી નાંખવા પુરી તાકાત સાથે મેદાને પડેલી છે.

ધાર્મીકસત્તાનું રાજ્યસત્તા સાથેનું ગઠબંધન કદાચ 'મરઘી પહેલી કે ઇંડું' જેવું છે. કાર્લ માર્કસ પ્રથમ ક્રાંતિકારી વિચારક હતા જેણે તારણ કાઢયું હતું કે મારી અગાઉ થઇ ગયેલા ઘણા બધા વિચારકો કે તત્વજ્ઞાનીઓએ જગત અને માનવજાતને સમજવા માટે જુદી જુદી રીતે અર્થઘટન કરેલ છે. પણ મને રસ જગતને મારા–તમારા પ્રયત્નોથી કેવીરીતે બદલી શકાય તેમાં છે.( "The philosophers have hitherto only interpreted the world in various ways," he famously said. "The point, however, is to change it." "These words are also inscribed upon his grave]" આ શબ્દોને કાર્લ માર્કસની કબર પર પણ જડી દેવામાં આવ્યા છે.

ભારતના ૨૦મીસદીના મહાન રાજકીય ક્રાંતિકારી માનવવાદી દાર્શનિક એમ. એન. રોયનું  તેટલુંજ મહત્વનું વાક્ય છે.(૧) વૈચારીક ક્રાંતિ સામાજીક ક્રાંતિની અગ્રેસર હોવી જોઇએ.(Roy maintained that a philosophical revolution must precede a social revolution.)(૨)રોયનું બીજું, તારણ છે કે, વૈચારીક ક્રાંતિની સીડી પર ચઢવાનું પ્રથમ પગથીયું, માનવીને, પ્રવર્તમાન રૂઢીચુસ્ત અને સદીઓ પુરાણી ધાર્મીક માન્યતાઓ, અંધશ્રધ્ધાઓ ને પાંખડતાની જંજીરોમાંથી મુક્ત કરવાનું છે.(According to Roy, no philosophical advancement is possible unless we get rid of orthodox religious ideas and theological dogmas.)(૩)રોયનું ત્રીજું તારણ છે કે વૈચારીક ક્રાંતિ,વૈજ્ઞાનીક સત્યો અને શોધખોળો પર આધારીત હોવો જોઇએ.( Roy has envisaged a very close relationship between philosophy and science. ) જે સત્યોનો આધાર વૈજ્ઞાનીક તર્ક( રેશનાલીટી)ની કસોટીએ સાબીત ન થયેલો હોય તે સત્યો પ્રત્યે ક્રાંતિના અગ્રેસર(Vanguard)ચાલકો કે વાહકોને કોઇ મમતા, લાગણી, પ્રેમ અને પ્રતિબધ્ધતા ન હોવી જોઇએ.અવૈજ્ઞાનીક માન્યતાઓના ટેકેદારો, ધર્માંધ ને ભવ્ય ભુતકાળના ભજન કરનારા અને કરાવનારા નેતા, રાજકીયપક્ષ, સંસ્થાઓ અને ધાર્મીક(પવિત્ર!)પુસ્તકો,વિ. સદીઓથી માનવજાતના વિકાસ માટે સામુહિક અને વ્યક્તિગત ધોરણે મહાન શ્વાસ રૂંધનારા દુશ્મનો સાબિત થઇ ચુકેલા છે.

આપણા દેશમાં કાર્લ માર્કસ અને એમ એન રોયની સમુળી ક્રાંતિ માટેની પુર્વશરતોની મોટાપાયે કેમ ગેરહાજરી છે તેનો તટસ્થ અભ્યાસ કરીએ. વૈચારીક ક્રાંતિ માટેની વૈજ્ઞાનીક સત્યો આધારીત તત્વજ્ઞાનીય ભુમિકા તૈયાર કરવા સામે કોઇ મોટો અવરોધક હોય તો તે દેશમાં પ્રવર્તમાન મોદી–આર એસ એસ– બીજેપીની રાજકીય સત્તાની ધુરી સંચાલિત ઉગ્રહિંદુત્વનો ધાર્મિક એજન્ડા છે. દેશમાં બ્રાહ્મણવાદી વર્ણવ્યવસ્થા સંચાલિત જે હિંદુ બહુમતી સમાજ સદીઓથી વિકસેલો હતો, તે બહુમતી વસ્તીની " ११० करोड से ज्यादा आबादीवाले हिंदु खतरे में है|" તે સમજાવવામાં સફળ થયો છે.તેથી હિંદુધર્મનું અસ્તિત્વ ભયમાં આવી ગયું છે તેવો ભ્રમ ફેલાવવામાં મોદીકાળના વર્તમાન શાસકો સફળ થયા છે.

  ઉગ્રહિંદુત્વના ખ્યાલ અનુસાર, બંધારણ મુજબ " અમે ભારતના લોકો– નાગરીકો"નો ભારત દેશ નથી. દેશમાં ૮૦ ટકાથી વધારે જડબેસલાક બહુમતી હિંદુ પ્રજાનું આ હિંદુ–સ્થાન છે. જ્યાં બહુમતી હિંદુઓનું હજારો નહી બલ્કે જે વસ્તીનું લાખો વર્ષોથી પૃથ્વીના સર્જન સાથે જ ખાસ દૈવી સર્જનનું નિવાસ સ્થાન છે! જેનું નિર્માણ વિશ્વગુરૂ બનવા નિર્ધારિત થયેલ છે! સને ૧૯૫૦ના બંધારણથી જન્મ પામેલ ભારત એક રાજ્યોનો સમુહ સમવાયતંત્ર(Union of States & Federal Nation)તો બિલકુલ જ નથી. કારણકે આ હિંદુઓ માટેનું હિંદુ–સ્થાન છે.

    ઉગ્રહિંદુત્વના એજન્ડા મુજબ હિંદુ–સ્થાનમાં નિવાસી બીજી વસાહતી– વિધર્મી–પ્રજાઓના તમામ દુન્યવી હિતોનો બહુમતી હિંદુઓના હિતો સાથે કેવીરીતે તાલમેલ હોઇ શકે? એક મ્યાનમાં એકથી વધારે તલવારો કેવી રીતે સમાવાય? પેલા ૮૦ ટકા ઉપરની વસ્તીવાળા બહુમતી હિંદુ–સ્થાનીઓના મનમાં એવા ભયનું કાલ્પનીક વાયુમંડળનું એવું સર્જન કાયમ માટે પેદા કરી દો કે આપણો તારણહાર, મુક્તિદાતા દિલ્હીના સિહાંસન પર બેસી ગયો છે. માટે હવે એના આદેશો અને હુકમોમાં શરણાગતી સ્વીકારી લો!

 આદેશો ઉવાચ:– આપણા દુશ્મનોને કપડાંથી પહેચાનો–તે પ્રમાણે તે બધાને નફરત ને ઘૃણાથી જ જુઓ. તેમના તમામ પ્રકારના જીવન જીવવાના સાધનો યેનકેન પ્રકારે ખતમ કરી નાંખો– શિક્ષણ, આરોગ્ય અને અન્ય સવલતોથી તે પ્રજાને ઝડપથી વંચિત કરી દો– તેમના ધંધા– ધર્મ– ઇબાદતના સાધનો નેસ્ત નાબુદ કરી નાંખો! સાથે સાથે સંલગ્ન તમામ અભિવ્યક્તિના સ્વાતંત્રયના માધ્યમો દ્રારા અઘોષિત સત્તાના દમનનો કોરડાનો જડબેસલાક અહેસાસ દેશની રાજધાનીમાંથી શરૂ કરીને હિંદુ–સ્થાન ના સાત લાખ ગામડાઓ સુધી કરાવી દો. પેલા બંધારણે બક્ષેલા લોકશાહીના મુળભુત માળખાના (Basic Structures)તમામ અંગો જેવાકે સંસદ, કારોબારી,સમવાયતંત્ર, ન્યાયતંત્ર અને અખબારી સ્વતંત્રતાને ઉજાગર કરતાં તમામ પ્રચાર–પ્રસારના સાધનોને વર્તમાન સત્તા તરફી એક જ બાજુનું વાજુ વગાડેતે પ્રમાણે પેલા બધાને લકવાગ્રસ્ત બનાવી દો!.

હિંદુસ્થાનના ઉગ્રહિંદુત્વના એજન્ડાના મહાન અવૈજ્ઞાનીક જુઠ્ઠાણા કયા કયા છે તે જાણીએ જેથી તેને દુર કરવાના ઉપાયોને શોધી શકાય !. રોગના કારણોને સમજ્યા વિનાતેના ઉપાયો કેવી રીતે શોધી શકાય!

(1)    સદર એજન્ડાનું પ્રથમ લક્ષણ તે રૂઢીચુસ્તવાદી પૌરાણિક ઐતિહાસીક તથ્યોના પ્રાણવાયુ પર જીવનારો છે.બીજાને તેના આધારે પુર્વગ્રહ પેદા કરી જીવતો રાખે છે. પૌરાણીક સત્યો એટલે વૈજ્ઞાનીક અસત્યો! દા.ત મોદીજીએ કોરાના કાળમાં શરૂઆતમાં સુત્ર આપ્યું હતું " थालि बजाओ, दिया जलाउ ओर मशाल सरघस निकालो ओर जोरसे चिल्लाओ-Corona go back go back. કારણકે તેનું વાયરસ અંગ્રેજી ભાષા ફક્ત સમજતું હતું. પછી આજ સાહેબ વિજ્ઞાનની લેબમાં શોધાયેલ કોરાનાની રસી લેનારાના લાખો નાગરીકોના ઓળખ પત્ર પરના ફોટામાં ચીપકી ગયા.

(2)    થોડા વર્ષો પહેલાં મુંબઇમાં ભરાયેલ ઇન્ડીયન સાયંસ કોગ્રેંસના વાર્ષિક અધિવેશનમાં મોદીજી જે ઉગ્રહિંદુત્વવાદી,રૂઢીચુસ્તવાદી પૌરાણીક સત્યો અને વૈજ્ઞાનીક અસત્યો ઉચ્ચારવામાં શીરમોર છે તેઓ બોલ્યા કે ' અમારા હિદું પૌરાણીકયુગમાં પ્લાસ્ટીક સર્જરી એટલી વિકસેલી હતી કે માણસના ધડ પર હાથીની સુંઢ સાથે મોઢું બેસાડી ને જીવતો રાખે.જેને અમે આજદિન સુધી પ્રથમ સ્થાને પુજીએ છે! આ પૌરાણીક ગૌરવકાળમાં વિમાનો આકાશમાં રીવર્સ ગીયરમાં પણ ચાલતા હતા.

(3)    હિંદુ–સ્થાનની પ્રજાના પુન;ઉત્થાનના રોડમેપમાં વચ્ચે અડખીલી રૂપ હોય તો આર એસ એસના સ્થાપકે ત્રણ દુશ્મનો સને ૧૯૨૫થી શોધી કાઢેલાછે. એક તમામ વિધર્મીઓ,બે સામ્યવાદીઓ ને ત્રણ નિરઇશ્વરવાદીઓ! ભલે! અમારા હિંદુ–સ્થાનના આજના વારસોની જથ્થાબંધ નિકાસ ખાસ તમામ વિધર્મી, પશ્ચીમના ખ્રીસ્તી દેશો અને પુર્વના આરબ ખાડી દેશોમાં બેરોકટોક ચાલુ હોય!.

(4)     બીજું ગણ્યા ગણાય નહી તેટલા અમાનવીય અત્યંત દુ;ખદ, હ્રદ્રયદ્રાવક અને સજ્જ્ન સમાજને અશોભનીય કૃત્યો આ ઉગ્રહિંદુત્વવાદી મોડેલની આસપાસ દરરોજ બેરોકટોક ચાલુજ છે. જે આપણને સૌ ને ખબર જ છે. જેથી તેની ચર્ચા અને નિરૂપણમાં સમય લેતો નથી.

(5)    આવતી કાલે વૈજ્ઞાનીક પધ્ધતિની મદદથી જ આધુનીક ક્રાંતિ શકય છે તેની ચર્ચા કરીશું.  

(6)     ફોટાઓ– કાર્લ માર્કસ અને એમ એન આર(ફોટાના કેન્દ્રમાં પતલા પણ સૌથી ઉંચા ઉંચાઇમાં) લેનીન અને અન્ય સાથે સને ૧૯૨૨માં મોસ્કોમાં અને જર્મન પત્નિ એલન સાથે સને ૧૯૪૦માં.

 

 

 

 


--