Sunday, July 30, 2023

ઓ ન્યાયની દેવી,

 તેં અમને જ્યારે તારી આંખોએ કાળા પાટા બાંધવા દીધા, ત્યારે તને કયો વિશ્વાસ હતો   તારા પ્રતિનિધિઓની ન્યાય તોલનારાની સદ્બવિવેકબુધ્ધિ(CONSCIENCE) પર?

આદરણીય ન્યાયની દેવી! તું કેમ ભુલી ગઇ કે અમે બધાએ(તારા પ્રતિનિધિઓએ) તો ન્યાય તોલીને પેલા એથેન્સના સુકરાત(એરીસ્ટોટલ)ને ઝેરનો પ્યાલો પીવડાવીને,ઇટાલીના ગેલેલીઓને જ્યાંસુધી તે દ્રષ્ટિવિહિન ન બની જાય ત્યાં સુધી એકાંતવાસની સજા કરીને અને પેલા રોમના જુવાન બ્રુનોને ચર્ચની સામે સત્યો ઉચ્ચારવા માટે જીવતો સળગાવી દેવા માટે, અમારા મુઠી હાડકાના ગાંધીને માનવ માનવ સાથે પ્રેમ જ થાય ધિકકાર નહી તેના માટે એક બે નહી પણ ત્રણ ગોળીઓ મારીને ન્યાય નક્કી કરવામાં આવ્યો હતો.ખરેખર ખુબજ અતિ જુજ લઘુમતી સંખ્યામાં જીવન સત્ય કાજે ન્યોચ્છાવર થનારા માનવ મરજીવાને જ ખબર પડે છે કે ન્યાયની દેવીને આંખે પાટા બાંધનારા કોણ હતા અને કોના હિતો સાચવવા,તે બધાએ તારી આંખોએ પાટા બાંધ્યા છે?

 

હરખ, ઓ ભારતમાતા, તારા દેશમાં, દેશની સર્વોચ્ચ અદાલતે જ સર્વોચ્ચ અદાલતની સામે ચુકાદો આપ્યો!

     દેશનું હિત એટલે બીજેપીનું હિત ને બીજેપીનું હિત એટલે દેશના વડાપ્રધાન મોદીનું હિત! સર્વોચ્ચ અદાલતની જે બેંચે આજે તા. ૨૭મી જુલાઇએ પોતાને ઇડી અધિકારી સંજય મિશ્રાને રાષ્ટ્રહિતમાં ૪૫ દિવસનો સર્વીસનો કાર્યકાળ વધારી આપ્યો. તે જ બેંચે ૧૧મી જુલાઇના રોજ સદર અધિકારીની ઇ ડી તરીકેની નિમણુક  ગેરકાયદેસર છે તેવો ચુકાદો આપ્યો હતો.

અમારા ભારત દેશના ન્યાયના સર્વોચ્ચ મંદિરમાં તારી પ્રતિમાની બરાબર પાછળ જ બેસીને,તારું પ્રતિનિધિત્વ કરવાનો દાવો કરનારાઓએ બૃહ્દ રાષ્ટ્ર હિતમાં ન્યાય આપ્યો છે.શું ચુકાદો આપ્યો છે? ED chief Sanjay Kumar Mishra, to remain in office till 15 September; SC cites 'larger public interest'

૧૪૦ કરોડના નાગરિકોના દેશમાં  એક એનફોર્સમેંટ અધિકારી જેની નિમણકને સને ૨૦૨૧માં ગેરકાયદેસર ગણીને ચુકાદો આપ્યો હતો. જેને રાષ્ટ્રહિતમાં ત્રણવાર મોદી સરકારે મુદત વધારી આપી.ત્યારબાદ સને ૨૦૧૪થી રાષ્ટ્ર હિત(!)સિવાય બીજું  કોઇ કામ 24X7 –અઠવાડીયાના સાત દિવસ અને ચોવીસ કલાક નહી કરનાર સરકારની  દલીલ સ્વીકારીને ૧૫મી સપ્ટેમ્બર સુધી સંજય મિશ્રા નામના ભારત માતાના એક માત્ર કાબેલ પુત્રની નિમણુક વધારી આપી છે.આવા રાષ્ટ્રહિતના ઐતિહાસિક ચુકાદાને પંદરમી ઓગસ્ટ, ૨૬મી જાન્યુઆરી સમકક્ષ ગણીને પ્રતિવર્ષે રાષ્ટ્રીય હિતમાં ઉજવવાનું નવા નવા ઉત્સવો શોધનાર વર્તમાન સરકારે સત્વરે ચાલુ સંસદમાં જ બીલ લાવીને પસાર કરી દેવું જોઇએ!.

 

 


--