Thursday, August 28, 2025

ભારતના ચે ગુવેરા રાહુલ ગાંધી.

ભારતના ચે ગુવેરા રાહુલ ગાંધી–

તમે ચે ગુવેરાનું( 1928-1967 Total 39 years.) નામ સાંભળ્યું છે.કયુબાના ફીલ્ડ માર્શલ કાસ્ટ્રો સાથે ખભેખભા મિલાવીને માર્કસવાદ આધારીત સફળ ક્રાંતી કરવાનો યશ ચે ગુવેરાને જાય છે. દક્ષિણ અમેરીકામાં ક્યુબન ક્રાંતિ પહેલાં ચે ગુવેરાએ તેના મિત્ર અલબ્ટ્રો ગ્રેનાદો સાથે સને ૧૯૫૨માં સમગ્ર દક્ષિણ અમેરીકના દક્ષિણથી ઉત્તર બારદેશોની મોટરસાયકલ પર ૮૦૦૦ કીલોમીટરની યાત્રા કરી હતી. સમગ્ર દક્ષિણ અમેરીકા ખંડના લોકોની ગરીબી, શિક્ષણ, આરોગ્ય વિ.સ્થિતિઓની વાસ્તવિક માહિતી એકત્ર કરી હતી.ગરીબી કોને કહેવાય તે તેમની નરી આંખે જોઇ! ખેડૂતો ન્યાય માટે અન્યાયનો સામનો કેવી રીતે કરે છે તે પણ સમજવા પ્રયત્ન કર્યો? ૮૦૦૦ કી.મી.ની યાત્રામાં જે અનુભવ થાય છે. તેની ડાયરી પણ લખેલી છે. તે ક્યુબાની ક્રાંતિનો આધાર બની જાય છે.જો કોઇએ ચે ગુવેરાની દાઢી, માથા પરની હેટ, –ટી શર્ટ અને મોટર સાયકલ પરની સવારીવાળા ફોટો જોયા હોયતો આપણા દેશની રાહુલની ત્રણયાત્રાઓની સફળતાના કારણો સમજાઇ જશે.(૧)પ્રથમ યાત્રા–૪૦૦૦ કી.મી.કન્યાકુમારીથી કાશ્મીર,(૨) હાઇબ્રીડ યાત્રા મણીપુરથી મુંબઇ,અને (૩)બીહારનો મતદાર જાગૃતિ અભિયાન.

મારા મત મુજબ આજે આપણે જે રાહુલ ગાંધીને બિહારની યાત્રામાં જોઇ રહ્યા છે તેમાં મહાત્મા ગાંધી અને ચે ગુવેરાના વ્યક્તીત્વનું અતુટ સંયોજન દેખાઇ આવે છે.આ યાત્રામાં રાહુલજી પગપાળા ચાલે છે.અને મોટરસાયકલ પર પણ લોકસંપર્ક કરે છે.

રાહુલજી આજે જે બિહારમાં કરી રહ્યા છે તે દેશમાં મોટરસાયકલના પ્રવાસની મદદથી ક્રાંતિનું બ્યુગલ વગાડી રહ્યા છે.કદાચ કોઇને પહેલી નજરે અંદાજ પણ ન આવે કે તેઓ શું કામ કરી રહ્યા છે? આપણને ખબર છે ખરી કે આ દેશનો યુવાન કાર ને બદલે મોટરસાયકલ પર ચાલે છે? ભારત યુવાનો દેશ બની ગયો છે. દેશમાં મોટરબાઇક ની સંખ્યા કેટલી છે? આપણા દેશમાં ફક્ત મોટરબાઇકની સંખ્યા ૨૨ કરોડ છે. બીજા ટુવ્હીલર્સને તેમાં ગણવામાં આવેલા નથી. કાર ફકત પાંચ કરોડ અને બીજા ટુવ્હીલર્સ પણ પાંચ કરોડ. દેશમાં મોટરબાઇક કોણ ચલાવે છે?રાહુલે દેશ સમક્ષ એ બતાવી આપ્યું કે મોટરબાઇક પર બેઠેલો નાગરીક યુવા નાગરિક છે.રાહુલની મોટરબાઇકની પાછળ દોડનારા નાગરીકોની ઉંમર કેટલી છે? રાહુલજીની સાથે સાથે મોટરબાઇક ચલાવનારાની ઉંમર કેટલી છે?

આ દેશના નાગરીકોને ખબર છે ખરી કે અમેરીકન આર્થીક હિતો સામે ભારતને ઝઘડાની શરુઆત ક્યાંથી થઇ હતી? હાર્લે ડેવીડસન(Harley Davidson) કોણ છે? તેની મોટરબાઇક પર મોદી સરકારે કેટલી ઇમપોર્ટ ડયુટી નાંખી હતી.ભારતમાંની વેચાણ કિંમતના ફક્ત ૫૦ ટકા! સને ૨૦૨૫ના બજેટમાં તે ૧૦ ટકા ઘટાડીને ૪૦ ટકા કરી.ભારતમાં તેની વેચાણ કિંમત અઢીલાખ થી ત્રણ લાખની આસપાસ છે. પ્રતિબાઇક ઇમોપોર્ટ ડયુટી અઢીલાખ–ત્રણ લાખની મોટરબાઇક પર સવાલાખથી દોઢલાખ ઇમપોર્ટ ડયુટી.ટ્રમ્પને સ્પષ્ટ માહીતી હતીકે હાર્લે ડેવીડસનની મોટરબાઇકનું વૈશ્વીક્ સ્તર પર સૌથી મોટુ બજાર હોય તો તે ભારત છે! ટ્રપ્મના ટેરીફના ચક્કરની શરુઆત ત્યાંથી થઇ હતી.

દેશમાં ૧૫વર્ષથી ૨૯વર્ષનાઉંમરવાળા યુવાનોની કુલ વસ્તી ૪૨ કરોડ છે.કુલ વસ્તીના આશરે ૩૦ ટકા.૧૮વર્ષથી ૩૫ વર્ષની ઉંમરવાળા યુવાનોની સંખ્યા ૬૦ કરોડ અથવા કુલ વસ્તીના૪૨ ટકા છે.ભારતીય જનતા પાર્ટી ખરેખર ગભરાઇ હોય તો તે રાહુલને બદલે પેલા મોટરસાયકલવાળા લંબરમુછીયા કે કાળી ટ્રીમવાળા દાઢીવાળા યુવાનોથી ગભરાઇ છે. જેનું  ભવિષ્ય મોદી સરકારે સને ૨૦૧૪ થી ૨૦૨૪ સુધીમાં નોટબંધી અને જીએસટીથી ૧૦૦ ટકા બરબાદ કરી નાંખ્યું છે.

રાહુલ જુડો કરાટે કરે છે, સ્વીમીંગ કરે છે, મોટરબાઇક ડ્રાઇવ કરે છે.મકકાઇ–જુવાર ખેતરમાં પહોંચી જાય છે, ડાંગરના ધરુ હાથમાં લઇને જીન્સનું પેન્ટ અધ્ધર ચઢાવીને પાણીની અંદર ડાંગરના ધરુ રોપે છે. મોચીને ત્યાં પહોંચી જાય છે, રેલ્વે પ્લેટફોર્મ કુલીઓ સાથે મુસાફરોની બેગ વિ ઉચકે છે. મેકેનીકસ ગરાજમાં પણ પહોંચી જાય છે.અમેરીકાની સ્ટેનફોર્ડ, કેલિફોર્નીયા, પ્રીન્સટોન જેવી યુનીર્વસીટીઓ અને બ્રીટનની ઓક્ષફર્ડ, કેમબ્રીજ અને લંડનસ્કુલ ઓફ ઇકોનોમીકસની સર્વોત્તમ થીંક ટેકસ સાથે બૌધ્ધિક વૈચારીક વાટકી વ્યવહાર નિયમીત કરે છે. દેશની ગુજરાત જેવી સુરતની આશરે ૨૫ કોર્ટસમાં બીજેપી પ્રેરીત 'માનહાનીના કેસો' પણ લડે છે.રાહુલજી દેશના યુવાનોનો જીવંત ધબકાર બની ગયા છે. જ્યાં મોદી–શાહનું ગોદી– બોદું મિડિયા પહોંચી શકતું નથી.ભાજપની ચિંતા છે કે રાહુલજીએ દેશની યુવાલોકોનો વિશ્વાસ પેદા કરીને તે બધાને દેશનું સુકાન ચલાવવા માટે ડ્રાયવર સીટ પર બેસાડી દીધા છે. દા–ત તેજસ્વી યાદવ, અખિલેશ યાદવ, સંજયસીંઘ, આદિત્ય ઠાકરે, સ્ટાલીન,અભિષેક બેનરજી અને અન્યસાથીઓ..

દેશનો યુવા સમજી ગયો છે કે ભાજપ સ્રી–પુરુષ વચ્ચે જાતીય ભેદભાવ રાખે છે, પેલા મોહન ભાગવત એન્ડ આરએસએસ કુંપની, દેશની સ્રીઓને હિંદુત્વના એજન્ડા સીધ્ધ કરવા બાળકો જણવાની ફેકટરીથી વધારે તેમની કિંમત નથી.આધુનીક શહેરીકરણે યુવાસ્રીઓને જે ઘરની બહાર મુકત ગગન નીચે સ્વવિકાસની તકો આપી છે તે છીનવી લઇને ઘરની ચાર દિવાલની વચ્ચે ફરીથી પુરી દેવા માંગે છે. ઉત્તરાખંડની સરકારનો લીવ–ઇન રીલેશનનો કાયદો તેનો જિવંત પુરાવો છે. દેશના યુવાનો રાહુલ ગાંધી સાથે મોટરબાઇક ચલાવે છે, સાથે દોડી રહ્યા છે તેની પાછળ તેઓનું ઉભરી રહેલું ચુંબકીય નેતૃત્વ જવાબદાર છે.

ભારત એટલે મોદી–આરએસએસનું હિદુંઇઝમ, હિંદુત્વ, ગોદીમીડીયા.સમાજના પોતને નફરત અને હિંસાઅને જુદી જુદી સંસ્થાઓની કારસેવકોની કાયદો હાથમાં લઇને શેરીઓમાં બાહુબલીઓની મદદથી ન્યાયતોલનારી સરકાર.રાજકીય પક્ષ અને તેના સંગઠનો જેવાકે વીએચપી,બજરંગ દળ, દુર્ગાવાહીની, હિંદસ્વરાજ મંચ અને તેવા જેવા બીજા ચાલીસથી વધારે નોન–સ્ટેટ–એકટર્સ. આ બધાએ મોદી સરકારની રહેમ નજર નીચે ખાણી–પીણીની ઉજાણીઓ કરીને દેશનું ખતરનાક કક્ષાએ પહોંચાડેલું ધાર્મીક–સાંપ્રદાયિક– ઉચ્ચવર્ણના ટેકાવાળી વર્ણવ્યવસ્થાનું અહિંસક નહી પણ કાયદાવિહોણું ધ્રુવીકરણ એટલે મોહન ભાગવતની નવી વ્યાખ્યાવાળું હિંદુરાષ્ટ્ર. વૈશ્વીક્ કક્ષાએ પણ આ કુંપનીની ઇમેજ ઝડપથી સાચા રંગની ઓળખ થતાં ઝડપથી બદલાઇ રહી છે.    

આપણને સારી રીતે ખબર છે કે ગોપાલકૃષ્ણ ગોખલેએ ગાંધીજીને સને ૧૯૧૫માં આજથી ૧૧૦ વર્ષ પહેલાં સલાહ આપી હતી કે તમારે ભારતને ઓળખવો હોય તો દેશની યાત્રા કરો. જે કામ દક્ષિણ અમેરીકા ખંડમાં સને ૧૯૫૨માં ચે ગુવેરાએ કર્યું. ગાંધીજી અતિવિદ્વાન હતા, બેરીસ્ટર હતા, તેમનું કુટુંબ આર્થીક રીતે સંપન્ન્ હતું. પણ દેશના તે પ્રવાસ પછી એક ધોતી પહેરીને જીંદગીભર જીવ્યા અને શહીદ પણ તે ધોતીમાં જ થયા. મોદી સાહેબે ભારતની સમૃધ્ધીના પ્રતીક તરીકે ૧૭ લાખ રુપીયાનો સોના જડીત સુટબુટ  અમેરીકાના રાષ્ટ્રપ્રમુખ બરાક ઓબામાને બતાવવા સ્વાતંત્ર દિને પહેર્યો હતો.

રાહુલ ગાંધી જે જીવન શૈલીમાં ટી શર્ટ અને ચપ્પ્લમાં ઉતરી ગયા છે તે ઘણો બધો મુકસંદેશો  આપતા જાય છે.ભારતના નાગરીકોની નીજી જીવન શૈલી ઓળખ રાહુલમાં પ્રતિબીંબ થાય છે મોદીજીમાં લેશ માત્ર નહી. ભારતની પ્રજાને પહેલીવાર અહેસાસ થાય છે કે કોઇ નેતા છે જે પ્રજા માટે સડકો પર ઉપલબ્ધ છે.આ નેતાનો મતવિભાગ, મોદી કે અમીત શાહની દિલ્હીની નોર્થ કે સાઉથ બ્લોકની ઓફીસોમાં સંતાઇ ગયેલો નથી પણ કાશ્મીર થી કન્યાકુમારી અને દ્વારકાથી દિબ્રુગઢ સુધી વિસ્તરેલો છે.રાહુલજીની કોઇ ચુંટણીમતવિસ્તાર છે જ નહી.

રાહુલજીની મોટરબાઇક યાત્રામાં ઘણી બધી ચીજો છુપાયેલી છે.તેમાં પેટ્રોલ,તેના પરની ઇમપોર્ટ ડયુટી, અમેરીકા, ડોનાલ્ડ ટ્રમ્પ પણ અને દેશના યુવાનોના સ્વપ્નાં પણ જોવા હશે તો દેખાશે!            

––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––

 

 


--