Sunday, August 31, 2025

Mr. Donald Trump, you can surrender our Mr. Modi but never India & Its people.

 Mr. Donald Trump, you can surrender our Mr. Modi but never India & Its people.

મીસ્ટર ટ્રપ્મ, તમે અમારા દેશના વડાપ્રધાનને તમારા શરણે લાવી દિધા છે. એટલું જ નહી તમારી સામે નતમસ્તક ઘુંટણીએ પાડી દીધા છે. ચાર દિવસ પહેલાં અમારા "નરેન્દ્ર સરેન્ડર" જાહેરમાં એમ કહતા હતા કે "મારા પર ડોનાલ્ડ ટ્રમ્પનું ખુબજ દબાણ છે પણ તે દબાણને હું તાબે થવાનો નથી." જો હું ટ્રમ્પના દબાણને તાબે  થઉ તો પરિણામ આવું આવે! ભારતના કૃષિ ક્ષેત્રને બરબાદ કરીને અમેરીકન કપાસને બેલગામ ભારતમાં આયાત કરીને દેશના કિસાનોને આત્મહત્યા કરવા મજબુર કરું. ગુજરાતીમાં એક કહેવત છે કે " શું કોઇ પોતાનું થૂકેલું ચાટી જાય." સત્તાના રાજકારણમાં નવી કહેવત છે કે ' હું સત્તા બચાવવા તમે થૂંકો અને હું તે પણ ચાટી જઇશ.'

તા ૨૭મી ઓગસ્ટે અમેરીકન પ્રમુખ ટ્રમ્પે નક્કી કરેલી ભારતથી નિકાસ થઇને અમેરીકન આયાત થતા માલ પર ૫૦ ટકા આયાત ડયુટી શરુ થાય છે.ઉપરાંત જુની ૧૦ ટકા તો પાછી ખરી જ. અંદાજી કુલ આશરે ૬૨.૫( સાડા બાસટ ટકા). બીજે દિવસે એટલે કે તા.૨૮મીઓગસ્ટે "અમારા નરેન્દ્ર સરેન્ડરે" સાહેબે જાહેર કર્યું કે ૧લી સપ્ટેમ્બરથી અમેરીકાના ખેડુતોનો કપાસ આયાત ડયુટી ફ્રી ભારતની કાપડ મિલો ખરીદી શકશે.પ્રવર્તમાન આયાત ડયુટી ૧૧% પણ કેન્સલ.અને વધારામાં તાત્કાલીક અસરથી  દેશમાં ઉત્પન્ન દેશી કપાસ ઉપર પ્રતિ ગાંસડીએ ૧૧૦૦૦ રુપિયાની સરકારી સબસીડી બંધ કરી દેવામાં આવી છે.જેથી "ટ્રમ્પકાર્ડ" કપાસને ભારતનું બજાર લાલ જાજમ પાથરીને આવકારી શકે!

    પ્રથમ મોદી સરકારે અમેરીકન કપાસની આયાતની મુદત એક માસ એટલે કે ૩૦મી  સપ્ટેમ્બર રાખી હતી. તેનાથી ટ્રમ્પને સંતોષ ન થતાં તે આયાતી મુદત ૩૧મી ડીસેમ્બર સુધી લંબાવી આપવામાં આવી છે.ભારતના કિસાનનો કપાસ બજારમાં ૧લી ઓકટોબરથી ૩૧મી ડીસેમ્બર સુધી વેચાવા માટે આવે છે. દેશમાં કપાસ ઉત્પન્ન કરનાર રાજ્યોમાં મહારાષ્ટ્ર, આંધ્ર, તેલંગાના,ગુજરાત, પંજાબ, હરિયાણા,મધ્યપ્રદેશ અને રાજસ્થાન છે. આ કુલ વિસ્તારોમાં આશરે લોકસભાના ૨૦૦ ઉપરાંત સંસદ સભ્યો ચુંટાઇને આવે છે.બંગલા દેશ, મય્નમાર, શ્રી લંકા અને તાઇવાન પર સદર આયાતી ડયુટી કુલ ૨૦ ટકા જ છે. આવતી કાલે અમેરીકા, ન્યુઝીલેંડ,ઓસ્ટ્રેલીયા, કેનેડા અને ડેનમાર્ક જેવા દેશોની દાનત ભારતના દુધ અને દુધની બનાવટોના ઉત્પાદન તથા દરીયાઇ– સી ફુડને ઠેકાણે પાડી દેવાની છે. શું ૨૧મી સદીનો અમેરીકન ડોલર ભારત જેવા દેશોને " મુડીવાદી સંસ્થાનો" બનાવી દેશે? ડોનાલ્ડ ટ્રમ્પ વારંવાર ઉવાચે છે; " I want to Make America Great Again ( MAGA)..I do not bother about its internal & external consequences. Means---Logically--- " Make India poor & slave again with the help of Mr. Mody, my dear friend."

અમેરીકામાં ખેડુતને એક એકર કપાસ ઉત્પન્ન કરવામાં સરકારી સબસીડી ફક્ત ૪૦૦૦૦ ડોલર છે. ભારતમાં પરોક્ષ સબસીડી(જેમાં ડીઝલ, ખાતર, ટ્રેક્ટર અને વરસે પ્રત્યેક ખેડુતના ખાતામાં ૬૦૦૦ રુપિયા સાથે, કુલ ૪૦૦૦૦ રુપિયાની)પણ તમામ સરકારી મદદ ભેગી થઇને મલતી નથી. અમારા મોદીજીનો સ્વદેશીનો ખ્યાલ પણ આર એસ એસ મેઇડ ક્રાંતિકારી છે. 'હું વિશ્વમાંથી ડોલર,પાઉંડ, તે પણ સફેદ,કાળો, પિળો( ચાઇનીઝ જપાનીઝ) લીલો( મુસ્લીમદેશો)માંથી આવતો હોય તેને દેશમાં મુડી રોકણ તરીકે આવકારું છું. કદાચ દાઉદ ઇબ્રાહીમ તેનું મુડી રોકાણ દેશમાં કરીને રોજગારી પેદા કરવામાં મદદ કરે તો તે સ્વદેશી કહેવાય!

સાહેબ! ને કોઇ પુછી શકે ખરા કે દેશમાં ' ફોરેન ડાયરેક્ટ ઇનવેસ્ટમેંટ' વિદેશી કુપનીઓના મુડી રોકાણની શું સ્થિતિ છે? છેલ્લા પાંચ વર્ષમાં નેટ વધારો લેશ માત્ર નથી.મોદીજીના સત્તા હસ્તાંતર પછી આશરે દસ લાખ ભારતીયોઓએ પોતાની નાગરીકતા કાયમ માટે છોડીને યુએસએ, કેનેડા, ઓસ્ટ્રેલીયા અને આરબ અમીરાત દેશોની નાગરિકતા સ્વીકારી લીધી છે. સને ૨૦૨૩,૨૦૨૪ અને ૨૦૨૫માં અનુક્રમે ૫૧૦૦,૪૩૦૦, અને ૩૫૦૦  આરબ પતિઓએ કાયમ માટે દેશ છોડી દીધો છે.( તેમાં વિજય માલીયાની કુંપની બાદ) પોતાની ભારતીય નાગરિકતા કાયમ માટે "સરેન્ડર" કરી દીધી છે.

––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––

 


--