વૈશ્વિક કક્ષાએ GEN-Z, ઝેન–ઝેડ કે ઝેન– ઝી પ્રજાકીય આંદોલનનું માધ્યમ કેવી રીતે બની ગયું છે?( લોકભોગ્ય ભાષામાં ઝેન– ઝી શબ્દ સ્વીકાર્ય થઇ ગયો છે. માટે સમગ્ર લેખમાં ઝેન–ઝી શબ્દનો ઉપયોગ કર્યો છે.) ૨૧મી સદીમાં તે પ્રજાકીય આંદોલન માટેનું સાધન બની ગયું છે. તેનો સામાન્ય અર્થ શું? ત્યાં એકાએક રાજકીય સત્તા સામે વિદ્રોહ કરવાની અને આધુનિક ઔદ્યોગિક સમાજની સમસ્યાઓ ઉકેલવા ની ક્ષમતા કેવી રીતે વિકસી ગઇ છે?
ઝેન–ઝી શબ્દ એક યુવાન પેઢીને ( ઉ– વર્ષ ૧૭થી –૨૯વર્ષ સુધીની) ઓળખવા માટે વાપરવામાં આવે છે. તેને ડીજીટલ યુગ ની પેઢી તરીકે ઓળખવામાં આવે છે.સદર પેઢીનો જન્મ પારણામાં ઘુઘરો રમવાને બદલે મોબાઇલ ફોન રમવાની સાથે થયો છે. વિશ્વભરમાં જુદા જુદા દેશોની સરકારો સામે અને વૈશ્વિક કક્ષની પર્યાવરણની સમસ્યા સામે પ્રજામત કેળવવામાં અને તેનો ઉકેલ શાંતિપ્રિય માર્ગે જ્ઞાન આધારિત કરવાના પ્રયત્નોમાં નિહિત છે. ડીજીટલ મીડિયા એટલે ફેસબુક , ટીક–ટોક, વોટ્સએપ,એક્ષ(X), ઇન્સ્ટાગ્રામ એપ્સની મદદથી તે સંદેશા વ્યવહારની આપલે માટે ડીજીટલ ગ્રુપ બનાવે છે. આ ગ્રુપમાં સમસ્યાઓની અધિકૃત માહિતી,ઉપાયો, આયોજનો વિ માટે ઇમોજી પ્રતીકોનો ભરપેટ ઉપયોગ કરવામાં આવે છે. ઇમોજી ના પ્રતિકો જ મોટાભાગે સંદેશા વ્યવહારના સાધનો બની જાય છે. તેમના સંદેશા વ્યવહારના ઇમોજી પ્રતીકો ખાસ હેતુ સમજાવતા હોય છે. સભ્ય સિવાયના બીજા ને સમજવા સરળ હોતા નથી.તેની ચળવળમાં સંદેશાવ્યવહાર નું ક્ષેત્ર સરળતાથી રાષ્ટ્રની સીમા બહાર વૈશ્વિક બની જાય છે.
તાજેતરમાં નેપાળ, કેન્યા, બાંગ્લાદેશ અને પેરુ ( દક્ષિણ અમેરિકા નો એક દેશ) વિ સ્થળોએ ઝેન–ઝી ચળવળના આંદોલનકારો, સોસીઅલ મીડિયા પ્રતિબંધ , ચાલુ રાજ્યકર્તાઓ ભ્રષ્ટાચાર,અને ઐયાશી,યુવા– બેરોજગારી, આર્થીક અસમાનતા, વૈશ્વિક કક્ષાએ પર્યાવરણની અસમતુલાને ઉકેલવા માટે સંગઠિત થઈ ને સત્તા પરિવર્તન અને સફળ બનાવ્યું હતું. જુના સત્તાધીશોને પદચ્યુત કરીને વચગાળાની સરકાર રચીને નવી લોકશાહી સંસદીય પ્રથા મુજબ ચૂંટણી કરવાની ગોઠવણ કરવામાં સફળ થયા છે.
ઝેન–ઝીની ચળવળના સૂત્રધારને વર્તમાન રાજકીય પક્ષીય સત્તાધારીઓ માં ભરોસો નહિવત છે.ચળવળના જોડાણો જોત જોતામાં વૈશ્વિક બની જાય છે. કારણ કે માહિતીની આપલે ના માધ્યમો આંતરરાષ્ટ્રીય હોય છે. સતત વધતી મોંઘવારી,આવક અને બચતની સમાજમાં અસમાન વહેંચણી, આધુનિક ઔદ્યોગિક સમાજે પેદા કરેલ માનસિક તનાવ અને અસલામતી , પર્યાવરણ ના જોખમો, અનિયંત્રિત ગન– બંદૂક જેવા શસ્ત્રો નો દૂરઉપયોગ,વંશીય અને લૈંગિક અસમાનતા વિ, ઝેન–ઝી ડીજીટલ યુગનું સર્જન છે.
અગાઉના જાહેર જીવનના કર્મશીલો કરતાં ઝેન–ઝીનું નેતૃત્વ ઘણું બધું ઉદારમતવાદી છે. તેમના અંગત જીવન મુક્ત–ખાસ કરીને સામાજિક અને ધાર્મિક સંદર્ભમાં, તમામ પ્રકારના રુઢી ભંજક રહેવાનું! કાયદાના અમલ અને પાલન માં પણ ઉદાર અભિગમનું ટેકેદાર. રાજકીય પક્ષો, સત્તા અને સંસ્થાઓ પ્રત્યેનો ઝેન–ઝીનો અભિગમ બિલકુલ ભ્રષ્ટ પ્રથા તરીકે.જ્યારે પોતાના દેશની સરકારની નીતિઓ અને કાર્યો વિ. સાથે અસહમત થાય ત્યારે નાગરિક અસહકાર (willingness to engage in civil disobedience) સંઘર્ષ માટે પુરેપુરા સજ્જ. પોતાના દેશની સરકારો સામે " ડીજીટલ પબ્લીક માર્ચ( કુચ), ડીજીટલ પબ્લીક સ્ક્વેર પર ચર્ચાનું પ્લેટફોર્મ,, સ્રીઓના ગર્ભાપાત અને સર્વિસ સ્થળોએ જરૂરી સુવિધાઓ વિ. માટે ડીજીટલ જાહેર મંચ કે ચોક તેમાં રચના હોય છે.Digital Defenders (Women's March)સ્રી કર્મશીલો પોતાના અંગે ફેલાવવામાં આવતી ખોટી માહિતી નો પર્દાફાશ કરવો. સાથે સાથે જ્ઞાન–વિજ્ઞાન આધારિત પુરાવા ઓનલાઇન સતત રજુ કર્યા કરવા.ડીજીટલ સ્રી માર્ચના ડિજિટલ પ્લેટફોર્મનો(ઓનલાઇન) ઉપયોગ માનવ કેન્દ્રિત પ્રગતિશીલ મુલ્યોના પ્રચાર માટે( સ્વતંત્રતા, તર્ક વિવેકશક્તિ(રેશનાલીટી) અને ધર્મના આધાર સિવાયનો નૈતીક વ્યવહાર નિયમિત ઉપયોગ કરીને જીવનના તમામ ક્ષેત્રે સશક્તિકરણ પ્રાપ્ત કરવું.ડીજીટલ એનજીઓ સંસ્થા ની રચના કરીને સમાજમાં વ્યક્તી– સમાજ કેન્દ્રી શિક્ષણ, આરોગ્ય, સ્રીકલ્યાણ કેન્દ્રી વિ. સંસ્થાોનું સર્જન કરી શકાય તેવું માળખું પેદા કરવામાં મદદરૂપ થવું.ટુંકમાં હકારાત્મક પણ સેક્યુલર ડીજીટલ પરિવર્તન માટેની વિકેન્દ્રીત પાયો તૈયાર કરવો.અંતમાં ડીજીટલ નાગરિક,સમાજ અને રાજ્યવ્યવસ્થા નું સર્જન કરવુ. વૈશ્વિક,રાષ્ટ્રીય, રાજ્ય અને સ્થાનિક કક્ષાએ " ડીજીટલ પબ્લીક ઇન્ફરાસ્ટક્ચર"ની સુવિધા વિકસાવવાની તે પણ તેમનો એજન્ડા હોય છે.
વધુ માહિતી ભાગ–૨. કેવી? ભારતમાં ઝેન–ઝી ક્રાંતિ શક્ય છે? તે માટેના પરિબળો પુરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે? દેશના મોદી–શાહના શાસનમાં ભુતકાળ અને વર્તમાનમાં પ્રજાના પ્રશ્નો જેવાં કે કિસાન આંદોલન, વિશ્વ ઓલમ્પીક વિજેતા મહીલા પહેલવાનોના યૌન શોષણના પ્રશ્નો,દેશ ગોદી–મોદી મિડીયાને હવાલે, ચૂંટણી બોન્ડ, વિદ્યાર્થીઓને પેપર લીકના પ્રશ્નો, સંસદના બંને ગૃહોમાં વિરોધપક્ષો સાથે બિન લોકશાહી વ્યવહાર, રાજકીય સત્તા નો બેફામ દૂરઉપયોગ, 'વોટ ચોર–ગદ્દી છોડ' જેવા અનેક મુદ્દાઓ પર હિંસક અને અસહિષ્ણુતા, દેશમાં કોઈપણ પ્રકારના શાંત અને અહીંસક આંદોલનો, તેના આયોજકો–નેતાઓ તમામ, દેશદ્રોહી, અર્બન નક્ષલ, પાકિસ્તાની એજન્ટ વિ વિ. નું અમાપ લીસ્ટ…યુવા બેકારી, અર્થતંત્રની સંપૂર્ણ બેહાલી માં અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ 'બળતામાં ઘી રેડવાનો નિરકુંશ ફાળો! આ વરવી વાસ્તવિકતા સામે ઝેન–ઝીની ચળવળની વ્યુહ રચના ગાંધીજીના હત્યારાના વારસો સામે અહિંસક સાધનો અને માર્ગે સફળ થાય? શહીદે આઝામ ભગતસિંહ નો માર્ગ, બાબાસાહેબ આંબેડકરનો બંધારણીય માર્ગ! ફેસબુક વાચક મિત્રો, હું અને તમે સાથે મળીને વિચારીએ! હવે પછી ના ભાગમાં આપણા બંનેનો સહિયારા ચિંતનનો સરવાળો!…..
sam