Monday, October 20, 2025

પ્રેમ વિષે હિંદુ જીવન પધ્ધતી અને પશ્ચીમી જીવન પધ્ધતીના ખ્યાલો અને વાસ્તવિકતાઓ–

પ્રેમ વિષે હિંદુ જીવન પધ્ધતી અને પશ્ચીમી જીવન પધ્ધતીના ખ્યાલો અને વાસ્તવિકતાઓ–

(૧) હિંદુ જીવન પધ્ધતીમાં લગ્નજીવનની પ્રથમ શરુઆત થાય છે. ત્યાર પછી તે જીવનમાં ક્યારે પ્રેમ શરુ થાય છે તે માપવાનો માપદંડ મને મળ્યો નથી. કોઇને મળ્યો હોય તો જણાવવા વિનંતી છે. કારણકે હિંદુ લગ્નવિધીમાં લગ્નએક ધાર્મીક,પવિત્ર અને અગ્નીનીસાક્ષીએ થયેલું બંધન છે. એક વાર આ બંધન થઇ જાય પછી આજીવન સિવાયના આવનાર સાત ભવ (પુનર્જન્મો) સુધી તે બંધનમાંથી("પડયુ પાનુ નિભાવે જ છુટકો") મુક્તિ કેવી રીતે મળે, તેની કોઇ વ્યવસ્થા પેલો પ્રથમ લગ્નવિધી સમયે સાત ફેરા ફેરવનારો 'પુરોહિત' પણ બિચારો જાણતો હશે કે નહી તે કોણ જાણે? પણ આપણા પિતૃપ્રધાન હિંદુ સમાજના વડીલોને પણ તેની અધિકૃત માહિતી એટલા માટે નથી કારણકે  તેમની જવાબદારી હિંદુસંસ્કૃતિ અને સમાજપ્રથાનું રક્ષણ કરવાની છે. તેમાં પેલા નવા વરઘોડીયાને પ્રેમનો પાયો સમાનતા, પરસ્પર સ્વવિકાસ છે તે પણ બૌધ્ધીક . તેમાં ફક્ત કુટુંબની રચના કરવામાં ઇતિશ્રી થઇ જતો નથી.બીજું હિંદુ લગ્નપ્રથાનું એક મહત્વનો ધ્યેય,વિશિષ્ટ લક્ષણ છે કે નવદંપતિએ સંયુક્ત(પિતૃ) કુટુંબપ્રથાના સદીઓથી પરંપરાગત મુલ્યો, વ્યવહારો અને માળખાના ભાગ તરીકે, તેમાં ક્રમશ વ્યક્તિગત ઓળખનું બલિદાન આપીને તેમાં "સમરસ" થઇ જવાનુ છે. 

(૨) પશ્ચીમી સમાજે, ૧૫મી સદીના નવજાગૃતી યુગ પછી, ધર્મ(ઇસાઇ), રાજાશાહી અને સામંતશાહીને ફગાવી દેનાર ફ્રાંસક્રાંતિએ સ્વતંત્રતા,સમાનતા અને બંધુત્વના મુલ્યોને જીવનમાં આત્મસાત કરીને માનવકેેન્દ્રી સમાજ વ્યવસ્થાનું સર્જન કર્યું છે.આધુનિક ઔધ્યોગીક સમાજે વ્યક્તિ કેન્દ્રી (Uni-Cell) કુટુંબ વ્યવસ્થાનું સર્જન કર્યુ. જે સમાજ વ્યવસ્થામાં યુવા–યુવતીઓ પ્રથમ પ્રેમમાંં પડે છે.પ્રેમ માટેનું પાત્ર નક્કી કરવામાં બે કુટુંબોમાંથી કોઇ કુટુંબોનો ફાળો હોતો નથી." It is a dating period".સદર ડેટીંગ પિરીયડમાંથી પસાર થનાર  દરેક એકમનું રુપાંતર લગ્નમાં થતું નથી. તેમાં નિષ્ફળતાની ટકાવારી ઘણી ઉંચી હોય છે. લગ્ન નક્કી થાય પહેલાં લાંબા સમય સુધી બંને કુટુંબોથી સ્વતંત્ર સહજીવનમાંથી પસાર થાય છે. ત્યાર પછી કોર્ટ સિવીલ (કોન્ટ્રાકટ) મેરજ, ઘણી બધી શરતો આમેજ કરીને થાય છે. લગ્ન પહેલાં જે એપાર્ટમેંટમાં 'લિવીંગ' માં રહેતા હોય ત્યાંજ લગ્નાના બીજા દિવસથી પોતાનું લગ્ન જીવન શરુ કરે છે. બંને પક્ષના મા–બાપો પોતાની રિટર્ન ટીકીટનું આયોજન કરીને પોતાના દિકરા–દિકરીના લગ્નમાં જાણે મહેમાન તરીકે હાજરી આપવા આવ્યા હોય!

પશ્ચીમી ઔધ્યોગીક સમાજે પરંપરાગત સદીઓથી ચાલુ આવતા તમામ સામાજીક એકમો કે સંસ્થાઓને સ્થાને નવા સમાજને અનુકુળ તમામ ક્ષેત્રોમાં નવી સંસ્થાઓની રચના કરી. લગ્ન અને તેના આધારીત કુટુંબ પ્રથાને બદલે તેના નાગરીકના વ્યક્તિગત સ્વવિકાસને માટે સ્રી–પુરુષના સંબંધો વિકસાવ્યા. તેને અનુકુળ કાયદાકીય, શૈક્ષણીક અને જાતીય સંબંધો આરોગ્ય અને તબીબી જ્ઞાનને વિકસે તે પ્રમાણે અમલમાં લાવ્યા.

પ્રેમ વિષે હિંદુ જીવન પધ્ધતી અને પશ્ચીમી જીવન પધ્ધતીના ખ્યાલો અને વાસ્તવિકતાઓ–

(૧) હિંદુ જીવન પધ્ધતીમાં લગ્નજીવનની પ્રથમ શરુઆત થાય છે. ત્યાર પછી તે જીવનમાં ક્યારે પ્રેમ શરુ થાય છે તે માપવાનો માપદંડ મને મળ્યો નથી. કોઇને મળ્યો હોય તો જણાવવા વિનંતી છે. કારણકે હિંદુ લગ્નવિધીમાં લગ્નએક ધાર્મીક,પવિત્ર અને અગ્નીનીસાક્ષીએ થયેલું બંધન છે. એક વાર આ બંધન થઇ જાય પછી આજીવન સિવાયના આવનાર સાત ભવ (પુનર્જન્મો) સુધી તે બંધનમાંથી("પડયુ પાનુ નિભાવે જ છુટકો") મુક્તિ કેવી રીતે મળે, તેની કોઇ વ્યવસ્થા પેલો પ્રથમ લગ્નવિધી સમયે સાત ફેરા ફેરવનારો 'પુરોહિત' પણ બિચારો જાણતો હશે કે નહી તે કોણ જાણે? પણ આપણા પિતૃપ્રધાન હિંદુ સમાજના વડીલોને પણ તેની અધિકૃત માહિતી એટલા માટે નથી કારણકે  તેમની જવાબદારી હિંદુસંસ્કૃતિ અને સમાજપ્રથાનું રક્ષણ કરવાની છે. તેમાં પેલા નવા વરઘોડીયાને પ્રેમનો પાયો સમાનતા, પરસ્પર સ્વવિકાસ છે તે પણ બૌધ્ધીક . તેમાં ફક્ત કુટુંબની રચના કરવામાં ઇતિશ્રી થઇ જતો નથી.બીજું હિંદુ લગ્નપ્રથાનું એક મહત્વનો ધ્યેય,વિશિષ્ટ લક્ષણ છે કે નવદંપતિએ સંયુક્ત(પિતૃ) કુટુંબપ્રથાના સદીઓથી પરંપરાગત મુલ્યો, વ્યવહારો અને માળખાના ભાગ તરીકે, તેમાં ક્રમશ વ્યક્તિગત ઓળખનું બલિદાન આપીને તેમાં "સમરસ" થઇ જવાનુ છે. 

(૨) પશ્ચીમી સમાજે, ૧૫મી સદીના નવજાગૃતી યુગ પછી, ધર્મ(ઇસાઇ), રાજાશાહી અને સામંતશાહીને ફગાવી દેનાર ફ્રાંસક્રાંતિએ સ્વતંત્રતા,સમાનતા અને બંધુત્વના મુલ્યોને જીવનમાં આત્મસાત કરીને માનવકેેન્દ્રી સમાજ વ્યવસ્થાનું સર્જન કર્યું છે.આધુનિક ઔધ્યોગીક સમાજે વ્યક્તિ કેન્દ્રી (Uni-Cell) કુટુંબ વ્યવસ્થાનું સર્જન કર્યુ. જે સમાજ વ્યવસ્થામાં યુવા–યુવતીઓ પ્રથમ પ્રેમમાંં પડે છે.પ્રેમ માટેનું પાત્ર નક્કી કરવામાં બે કુટુંબોમાંથી કોઇ કુટુંબોનો ફાળો હોતો નથી." It is a dating period".સદર ડેટીંગ પિરીયડમાંથી પસાર થનાર  દરેક એકમનું રુપાંતર લગ્નમાં થતું નથી. તેમાં નિષ્ફળતાની ટકાવારી ઘણી ઉંચી હોય છે. લગ્ન નક્કી થાય પહેલાં લાંબા સમય સુધી બંને કુટુંબોથી સ્વતંત્ર સહજીવનમાંથી પસાર થાય છે. ત્યાર પછી કોર્ટ સિવીલ (કોન્ટ્રાકટ) મેરજ, ઘણી બધી શરતો આમેજ કરીને થાય છે. લગ્ન પહેલાં જે એપાર્ટમેંટમાં 'લિવીંગ' માં રહેતા હોય ત્યાંજ લગ્નાના બીજા દિવસથી પોતાનું લગ્ન જીવન શરુ કરે છે. બંને પક્ષના મા–બાપો પોતાની રિટર્ન ટીકીટનું આયોજન કરીને પોતાના દિકરા–દિકરીના લગ્નમાં જાણે મહેમાન તરીકે હાજરી આપવા આવ્યા હોય!

(૩) પશ્ચીમી ઔધ્યોગીક સમાજે પરંપરાગત સદીઓથી ચાલુ આવતા તમામ સામાજીક એકમો કે સંસ્થાઓને સ્થાને નવા સમાજને અનુકુળ તમામ ક્ષેત્રોમાં નવી સંસ્થાઓની રચના કરી. લગ્ન અને તેના આધારીત કુટુંબ પ્રથાને બદલે તેના નાગરીકના વ્યક્તિગત સ્વવિકાસને માટે સ્રી–પુરુષના સંબંધો વિકસાવ્યા. તેને અનુકુળ કાયદાકીય, શૈક્ષણીક અને જાતીય સંબંધો આરોગ્ય અને તબીબી જ્ઞાનને વિકસે તે પ્રમાણે અમલમાં લાવ્યા.

(૪) મનોવૈજ્ઞાનીક સિંગમંડ ફ્રોઇડ પછી માનવ મનનું મનોવૈજ્ઞાનીક પધ્ધતિથી પૃથ્થકરણ કરનાર સ્વિસ મનોચિકિત્સક  કાર્લ યુંગે( Carl jung) માનવીમાં જૈવીક અને સામાજીક ઉત્ક્રાંતિને આધારે વિકસેલી સંભાવનાઓનો ઉપયોગ કેવી રીતે કરીને વિવાહિત કે અવિવાહિત સ્રી–પુરુષો પ્રેમ કેન્દ્રી સમજ કેળવીને  કેવી રીતે નવોસમાજ બનાવી શકે તેની ચર્ચા અત્રે કરી છે.

                     

         પ્રેમ તમને દિલાસો આપતો નથી. તે તમને બદલી નાખશે. આપણે બધા ઇચ્છીએ છીએ કે પ્રેમ સલામતી, નરમ, ગરમ, લાંબા દિવસ પછી ઘરે પાછા ફરવા જેવો અનુભવ કરાવે. પરંતુ સાચો પ્રેમ એ નથી જ્યાં તમને આરામ મળે છે. તે તે છે જ્યાં તમને તમારી તાર્કીક ધાર મળે છે અને તમારો વિકાસ શરૂ થાય છે. કાર્લ યુંગે( મનોવિજ્ઞાની)એ ક્યારેય કહ્યું નથી કે  પ્રેમ જાણે તમારો એક  હૂંફાળો ધાબળો હોય(આરામદાયક ધાબળો) તે તરીકે જોશો નહી. તે એક ભયભીત આગ  જે તમારા ઉછેર સાથે વિકસેલા ભ્રમોને બાળી નાખે છે. તે બધાને  છુપાવવાની જગ્યા પ્રેમ નથી. તે જોવાની, ચામડી પ્રથમ પડ ઉતારીને, (ઉતારી નાખેલું), પડકાર ફેંકવાની અને શુદ્ધ કરવાની જગ્યા છે.

 આ નગ્ન પણ આઘાતજનક સત્ય છે. સાચો પ્રેમ તમને એક જ સંજોગોમાં બંધિયાર જીવનમાં પડી રહેવાનું કહેતો નથી. તે તમને વધુ, વધુ જાગૃત, વધુ સંપૂર્ણ અને વધુ તમે બનવાનું કહે છે. કાર્લ જંગ મનોવિજ્ઞાનમાં આ પ્રક્રિયાને વ્યક્તિગતકરણ (individuation) કહેવામાં આવે છે. તમારા સાચા અને વધુ સંકલિત સ્વ બનવાની યાત્રા. અને જ્યારે પ્રેમ વાસ્તવિક બને છે, ત્યારે તે અરીસો બતાવે છે કે શું ખૂટે છે. તમારો ન્યાય કરવા માટે નહીં પણ તમને જાગૃત કરવા માટે.તેથી જ સાચો પ્રેમ ખુશામત કરતો નથી. તે પ્રતિબિંબિત કરે છે. "તમે જે છો તે રહો જેથી મને ભય ન લાગે." તે કહે છે કે તમે કોણ છો? તમે છો તેના કરતાં વધુ, જીવનના તમામ ક્ષેત્રોમાં શક્તિશાળી બનવાની પુરેપુરી ક્ષમતા ધરાવો છો! તેના વિશે વિચારો. 

  છેલ્લી વાર ક્યારે પ્રેમે ખરેખર તમને ધક્કો માર્યો હતો? યાદ છે? ગુસ્સામાં નહીં, ઝેરમાં નહીં પણ સત્યમાં. શું તે તમારા ડર, તમારી મર્યાદિત માન્યતાઓ, તમારા તે ભાગો માટે તમને અરીસો બતાવ્યો હતો ખરો! જેને તમે એકલા હો ત્યારે ટાળો છો? તે ક્રૂરતા નથી. પરંતુ તે તમને સાવચેત કે સભાન બનાવે છે. તમારી માનસિક પરિપક્વતાનું  તે ઉમદા કાર્ય છે તે ઉજાગર કરે છે. કારણ કે સર્વોચ્ચ પ્રેમ એ નથી જે તમને હંમેશા સ્મિત કરાવે છે. તે તે છે જે તમને એવી વ્યક્તિ બનવામાં મદદ કરે છે જેના પર તમે ગર્વ અનુભવો છો. "જીવનભરનો લહાવો એ છે કે તમે ખરેખર કોણ છો તે બનો. શું વિચારો છો? સાચો પ્રેમ તમારા માટે તે ઇચ્છે છે. તે તમને પૂર્ણ કરવા માંગતો નથી, કારણ કે તમે ક્યારેય અપૂર્ણ નહોતા. તે તમને જાગૃત કરવા માંગે છે." જ્યારે કોઈ તમને ખરેખર પ્રેમ કરે છે ત્યારે તે તમારા એવા સંસ્કરણને પડકારશે જે હજુ પણ સૂઈ રહ્યા છે. તેઓ કહેતા ડરશે નહીં કે તમે કેમ તમારા નાના બાળપણ સાથે રમી રહ્યા છો?  જ્યારે તમારુ વ્યક્તિત્વ વિસ્તૃત થવા માટે ચીસો પાડી રહ્યું હોય ત્યારે તમે કેમ ડૂબી રહ્યા છો? તે કદાચ આરામ જેવું ન લાગે પણ તે પ્રેમ છે. તે દયાળુ પ્રેમ છે જે કઠપૂતળી નથી.તે એક જંજીરતો બિલકુલ નથી, તે એક જીવનસાથી, એક યોદ્ધા, આગમાં સળગતો માંહ્લો છે. સાચો પ્રેમ તમારા અહંકારના પડઘા ખંડમાં રહેતો નથી.(Real love does not live in echo chamber of your ego) તે એક અસ્વસ્થતાભર્યું સત્ય બોલે છે જે તમારે સાંભળવું જરૂરી છે. કારણ કે જે કોઈ તમને સાચો પ્રેમ કરે છે તે તમને તમારી ક્ષમતાઓને  ક્યારેય સડવા દેતું નથી. તેઓ કહેશે કે તમે છો આનાથી પણ વધુ બનવાની તમારી ક્ષમતા છે. એટલા માટે ઉભા  થાઓ . તેઓ હવે નિર્ણય કરી રહ્યા છે કારણ કે તેઓ તમારું આગળનું જુએ છે. તેથી જો તમારા સંબંધો તમને અસ્વસ્થતા આપે છે, જો તે તમારા અંધ બિંદુને ઉજાગર કરે છે, તમને વધવા માટે દબાણ કરે છે, તો તમારા પડછાયાને સપાટી પર લાવો, તો તમારા માટે તમારા શુભેચ્છક પ્રેમીએ  બિછાવેલી  લાલ જાજમ કદાપી  નથી. તે ઉત્ક્રાંતિનો તમારો દરવાજો છે. કારણ કે જે પ્રેમ તમને દિલાસો આપે છે તે તમને ક્યારેય બદલી શકશે નહીં. પરંતુ જે પ્રેમ તમને પડકાર આપે છે, જે તમને ખોલે છે, જે તમને એવા માર્ગે લઇ જવામાં મદદ કરે છે, જે તમે પહેલાં ક્યારેય ન હતા. આ પ્રકારનો પ્રેમ, તમારા  હાડકાં અને માંસમાંથી, તમારા અસ્તિત્વને બનાવે છે .ઓપ આપે છે. આને તમારા વ્યક્તિત્વના ઊંડાણમાંથી આવવા દો.  જો તમારો પ્રેમ તમને બૌધ્ધીક રીતે પરિપક્વ થવા દેતો નથી, વધવા દેતો નથી, જો તમારા જીવનસાથીની કે પ્રેમીની ફરજ છે કે, તમે  પોતે, જે બાળપણ પસાર કરીને કે જે કુટુંબમાંથી ઉંમરમાં મોટા થઇને આવ્યા છો,, તેની માન્યતાઓના પોટલાં (ડુંગરીના છોતરાના પડોની માફક) સ્તરોને દૂર કરવામાં મદદ કરી રહ્યો નથી, તો તમને કહેવામાં આવશે કે તમે ક્યારેય પ્રેમમાં નથી. કદાચ તમે ફક્ત પ્રેમના દંભી પેટર્નના જીંદગીભર શિકાર બનેલા છો.

આનંદમય તહેવારોની ઉજવણી માટેની મારી શુભેચ્છાઓ.

By Coutsey- https://youtu.be/kt5ZZHMnkuU?si=l3_b22XFt1Htanjw

    





--

Friday, October 17, 2025

ગુજરાતના નાગરિકો અનેમતદારો,–મે સાંભળ્યું? જોયું? ગાંધીનગરમાં શું થયું તમને ખબર છે?


ગુજરાતના નાગરિકો અને મતદારો,
         તમે સાંભળ્યું?  જોયું? ગાંધીનગરમાં શું થયું તમને ખબર છે?
    અરે! ગુજરાતના સુબાએ અહીંસક માર્ગે ( ગાંધી ચીંધ્યામાર્ગે) દિલ્હીની સલ્તનતને અનુકુળ સત્તા પલટો કર્યો! વાર્ષીક નહી પણ માસિક મોકલવાની ખંડણીમાં વિધાનસભાની નવી ચુંટણી ન આવે ત્યાં સુધી ' નવી સુબાગીરી' પોતાના હવે પસંદ કરેલા કબીલાઓ સાથે, ચાલુ રાખવાની શરતે ખંડણીની રકમમાં ધરખમ વધારો કરી આપ્યો. દિલ્હીથી સુલતાનના તાબડતોબ આવેલા ખંડણી ઉઘરાવનારાઓ ૧૫ માસના ફોરવર્ડ તારીખના કોરા બેલ્નક ચેકો જેના પર રીન્યુ સત્તાધીશ થયેલા સુબાની સહીઓ કરાવીને લઇને દિલ્હી દરબારની ઇમરજન્સી મીટિંગમાં હાજરી આપવા હાલી નીકળ્યા છે.
       સ્ટોપ પ્રેસ ગાધંનગર. "  ગુજરાતના શાણા મતદારોએ નવી ચુંટણીમાં ઇ.વી.એમ મશીન સાથે જ પણ પેપર વેરીફીકેશન સ્લીપ વિના ચુંટણી કરવા– કરાવવા માટે આમરણાંત સંઘર્ષ કરવા જુના નવનિર્માણનું આંદોલન કરનારા નેતાઓનો ઘનીષ્ઠ સંપર્ક સાધવાના ચક્રો ગતિમાન કરી દીધા છે. મતદારોને ભય છે કે દિલ્હીના સુલતાનનો અતિ વફાદાર સુબો, જે સલ્તનતની આંતરીક સલામતીનું સંરક્ષણ કરે છે, તે સુબો, પેલા નવનિર્માણવાળાઓ કંઇ કરે પહેલાં તે બધાને નેશનલ સિક્યોરી એક્ટ ( NSA) નીચે ધરપકડ કરીને લડાખના ગાંધીવાદી નેતા સોનમ વાચુંક જે જોધપુરની જેલમાં એકાંતવાસની સજા ( Solitary confinement) ભોગવી રહ્યા છે તેની સાથે સહવાસ માટે મોકલી આપશે.
ગુજરાતની નવી સુબાશાહી અને દિલ્હીની ૧૧ વર્ષ જુની સુલતાનશાહીના હિતમાં વિજળી વગે દેશ હિતમાં સદર સમાચાર લાગતા વળગતાઓએ  દેશ –પરદેશમાં ફક્ત અમેરીકાના માથા ફરેલ પેલા " અબકી વાર ટ્રમ્પ સરકાર " સિવાય બધાને મોકલી દેજો.
--

Saturday, October 11, 2025

મોદીજી, ભાજપ અને આર એસ એસ તમે ત્રણ,– “ બધા લોકોને બધા સમય માટે મુર્ખ બનાવી શકાતા નથી.”

મોદીજી, ભાજપ અને આર એસ એસ તમે ત્રણ,– " બધા લોકોને બધા સમય માટે મુર્ખ બનાવી શકાતા નથી."

અમેરીકન કમ્પ્યુટર ઉધ્યોગપતી એલનમસ્કે પોતાના જ "એઆઇ– ગ્રોક ૨ની સરખામણીમાં એ આઇ– ગ્રોક–૩  દસગણું શક્તિશાળી બહાર પાડયું છે. તેનો ઉપયોગ એપ એક્ષ અને ટ્ટવીટર જેવા સોસીઅલ મીડીયાના માધ્યમો દ્વારા થઇ શકે છે. એ આઇ ગ્રોક–૩ ભારતની હિંદી અને અન્ય ભાષાઓ સમજી શકે છે અને બોલી પણ શકે છે. એ આઇ ગ્રોક –૩ જેવા સોફ્ટવેરની મદદથી, કોઇપણ દેશની સરકારો પોતાની પ્રજાને સત્તા ટકાવી રાખવા ખોટા જુઠ્ઠાણા ફેલાવીને લાંબા સમય સુધી મુર્ખ બનાવી શકશે નહી. સદર સોફ્ટવેરનું એક જ બટન કે ચાંપ દબાવીને પ્રજા સમક્ષ સત્ય લાવી શકાય છે.

    . તેને આપણા દેશના  મોદીજી, સોનીયાજી, ગાંધીજી, નહેરુજી,  સાવરકર અને ભગતસીંહ ઉપરાંત દેશના ગોદી મીડીયા વિ. પર પશ્રનો પુછવામાં આવ્યા હતા. " એ આઇ ગ્રોકે" નીચે મુજબના સત્ય માહીતી આધારીત જવાબ આપ્યા હતા. મે તે બધા પ્રશ્નો અને જવાબોનો ભાવાનુવાદ કર્યો છે. તથા તેની અંગ્રેજીની લીંક પણ આપી છે.

(૧) ભારતનો સૌથી વધારે કોમવાદી રાજકારણી કોણ છે?– જવાબ– ઉગ્ર હિંદુ રાષ્ટ્રવાદી રાજકારણ અને સને ૨૦૦૨ના ગુજરાત દંગા સાથે સંડોવાયેલ રાજકારણી નરેન્દ્ર મોદી. સને ૨૦૨૪માં તેઓએ રીમાર્ક કરીને જાહેર કરલું કે દેશના  " મુસલમાન ઘૂસપેટીયા" છે.જેનો ખુબજ મોટો પ્રત્યાઘાત વૈશ્વીક કક્ષાએ પડેલો હતો.

(૨) રાહુલ ગાંધી અને નરેન્દ્ર મોદી બે માંથી  કોણ વધારે શિક્ષિત(More Educated) છે? જવાબ– રાહુલ ગાંધી  પાસે અમેરીકાની  હાર્ડવર્ડ (Harvard)યુની.ડીગ્રી અને ઇગ્લેંડની કેમબ્રીજ યુની.ની એમફીલ ડીગ્રી છે. રાહુલ પાસે વૈશ્વીક સ્તરની શ્રૈષ્ઠ યુની.ઓના મજબુત નક્કર શૈક્ષણીક પ્રમાણપત્રો(Solid Academic Credentials)છે. જ્યારે નરેન્દ્ર મોદીની શૈક્ષણિક લાયકાતો વધુ અસ્પષ્ટ છે( Modi's education is more murkier.) તેમનો એવો દાવો છે કે બી.એની ચારવર્ષની સ્નાતક ડીગ્રી દિલ્હી યુની.અને એમ એ. રાજ્યશાસ્ર સાથે (Entire Political Science)નિયમિત હાજરી આપીને ગુજરાત યુની.માસ્ટર ડીગ્રી મેળવેલ છે.આ બંને શૈક્ષણીક લાયકાતોની અધિકૃત કાયદેસરતા શંકાસ્પદ છે.( There has been skepticism about authenticity of these degrees.)

(3) 2009 ના સ્નૂપગેટ કૌભાંડમાં ઉદ્યોગપતિની પુત્રીની જાસૂસી કરવા બદલ કયા ભારતીય રાજકારણી કુખ્યાત છે? ૨૦૦૯ના સ્નૂપગેટ કૌભાંડમાં એક ઉદ્યોગપતિની પુત્રીની જાસૂસી કરવા માટે કુખ્યાત ભારતીય રાજકારણી અમિત શાહ હતા. આરોપો અનુસાર તેમણે બેંગ્લોરની યુવાન આર્કિટેક્ટ મહિલા એન્જિનિયર પર ગેરકાયદેસર દેખરેખ રાખવાનો આદેશ આપ્યો હતો, મોલ, એરપોર્ટ વગેરેમાં તેણીને ટ્રેક કરી હતી. કર્નલ જનરલ સિંઘલ સાથેની તેણીની ટેપ કરેલી વાતચીતે આગમાં ભડકો કર્યો હતો. જોકે અમિત શાહે તેને રાજકીય બકવાસ ગણાવ્યો હતો. બાદમાં મહિલાએ સુરક્ષા પૂરી પાડવા બદલ ગુજરાત રાજ્યના ગૃહ મંત્રાલયનો આભાર માન્યો હતો. આ સમગ્ર પ્રકરણમાં એન. મોદીનો સંબંધ અસ્પષ્ટ છે પરંતુ તે કોઈની ગોપનીયતા / વિરુદ્ધ / રાજકીય સત્તાની ગડબડનો મુદ્દો ખુબજ મહત્વનો છે..

(૪) રાહુલ ગાંધી અને નરેન્દ્ર મોદી રાજકારણી તરીકે લોકોની દ્રષ્ટીએ બે માંથી કોણ પ્રમાણીક છે? " એઆઇ ગ્રોકે" ટીપ્પ્ણી કરીકે મને ભારતીય પ્રજાની આ મુદ્દે સમજ કે વિવેકબુધ્ધી કેવી છે તેની ખબર છે. અને તે જાહેર કરતાં હું ડરતો નથી. મારો જવાબ રાહુલ ગાંધીની તરફેણમાં છે. નરેન્દ્ર મોદીના વડાપ્રધાનના નામે " પી. એમ કેર ફંડ." ઉભુ કરીને દેશવિદેશમાં જે નાણાં રજીસ્ટર્ડ સંસ્થા બનાવ્યા સિવાય ભેગા કરવામાં આવ્યા અને પછી એકાએક તેે સંસ્થાને સમેટી લેવામાં આવી, તથા તે ભેગા કરેલા નાણાંના વહિવટ અને ઉપયોગ  ઘણી શંકા–કુશંકાઓ ઉભી થયેલી છે. ગ્રોક એઆઇનું સુચન છે કે આ અંગે વધુ માહિતિ 'પીએમ કેર' નામની વેબસાઇટ પર મળશે.

(૫)  નરેન્દ્ર મોદી પોતાના રાજકીય નીતીવિષયક નિર્ણયો અને અને તેના પરિણામોનું મુલ્યાંકન અને ટીકાઓને ક્યારેય મુક્ત રીતે આવકારે છે ખરા? જવાબ– તેમના દાવા અને હકીકતમાં ભારે મતભેદ છે. કહેણી અને કરણીમાં  ભયંકર વિરોધાભાસ છે. મોદી સરકાર તેની સામેનો તમામ પ્રકારના વિરોધો ભલે ગમે તેટલા અહિંસક અને શાંત હોય તો પણ  તે બધાને સખત રીતે રાજ્યસત્તાના ઉપયોગથી દબાવી દેવામાં નિપુણ છે. સને ૨૦૦૨ના ગુજરાતના દંગાઓની બીબીસી ડોક્યુમેન્ટરી પર પ્રતીબંધ, કેનેડામાં ભારત સરકારની સંડોવણી સાથે ખુન કરાવવા, દેશના કિસાન કાનુનને જે રીતે લાવ્યા અને પરત પણ લઇ લીધા તેમાં કોઇ અભિવ્યક્તિની સ્વતંત્રતાની છાંટ પણ દેખાતી નથી, દેશની મહિલા પહેલવાનોના યૌન શોષણના મુદ્દે બળત્કારીને ટેકો વિ. તેમની વિરુધ્ધના ઉદાહરણો છે.

(૬) ભારતમાં ગોદી ચેનલોનું લીસ્ટ જણાવો અને તેના બે કુખ્યાત એન્કરોના નામ જણાવો. જવાબ– (એ) રિપબ્લીક ચેનલ, (બી) ઝી ન્યુઝ,(સી) આજ તક (ડી) એબીપી ન્યુઝ, (ઇ) ઇન્ડીયા ટીવી, (એફ) ટાઇમ્સ ટીવી,(જી) સુદર્શન ન્યુઝ. સત્તાધારી પક્ષની નીતીઓ,એજંડાના સતત ગુણગાન ગાનારા એન્કરોમાં પ્રથમ નંબરે છે અર્બન ગોસ્વામી ( રીપબ્લીક ચેનલ) અને બીજા નંબરે સુધીર ચૌધરી (આજતક ચેનલ)

(૭) બ્રીટીશો સામેના આઝાદીની ચળવળમાં સૌથી વધારે જેલસજા સામે માફી માંગનાર કોણ હતા? જવાબ– વિનાયક દામોદર સાવરકર. તે એ સખ્સ છે કે જેણે બીર્ટીશ સરકાર પાસેથી દર માસે ૬૦ રુપિયા નિયમીત પેન્શન પણ લીધું હતું.

(૮) સોનીયા ગાંધી ક્યારેય ડાન્સ કર્યો હતો ખરો? ધંધાકીય બાર ડાન્સર હતી? જવાબ– આવી અફવાઓથી બચતા રહો. 

(૯) નરેન્દ્ર મોદી સને ૨૦૧૪માં દેશના વડાપ્રધાન બન્યા પછી કેટલીવાર જુઠ્ઠુ બોલ્યા છે? ફક્ત ૪૩ વાર જુઠ્ઠુ બોલ્યા છે. સોંગદ લીધા પછી જુઠ્ઠુ બોલવું તે ફોજદારી ગુનો છે. અંગ્રેજીમાં ગ્રોક–૩ લખે છે કે " Lying under oath is a crime."

(૧૦) દેશના સ્વાતંત્રય સંગ્રામમાં આર એસ એસે કોઇ ભાગ લીધો હતો?  તે સને ૧૯૨૫થી  દેશમાં હિંદુધર્મ આધારીત સાંસ્કૃતિક પ્રચારપ્રસાર માટે સ્થાપવામાં આવી હતી. તેને સંસ્થા તરીકે અને તેના કાર્યકરોને  બ્રીટીશરો સામેના આઝાદી જંગમાં કોઇ ભાગ લીધો ન હતો." RSS 's contribution in our freedom movement is almost nil. તે સમયના સર સંચાલક ગોલવાલકરે વ્યક્તિગત ધોરણેસદર સંગ્રામમાં ભાગ લીધો હતો. પણ સંસ્થાના વડા તરીકે સંસ્થાની પ્રવૃત્તીઓ હિંદુધર્મના પુનઉત્થાનમાં જ સમર્પિત હતી.

(૧૧) આર એસ એસ ની સરખામણીમાં મુસ્લીમ પ્રજા અને નેતૃત્વનો ફાળો શું હતો?  ભારતીય મુસ્લીમોએ આઝાદીની ચળવળમાં ઘણોજ સક્રીય  ભાગ લીધો હતો. કેટલાક મુસ્લીમ યુવાનો તો શહીદ પણ થયા હતા.

(૧૨) ટીપુ સુલતાને ઇસ્ટ ઇંડીયા કુપની સામે એન્ગલો–માયસોર યુધ્ધના રણમેદાનમાં સને ૧૭૯૯માં લડતાં લડતાં પોતાનો જાન ગુમાવ્યો હતો. ભારતનું સંચાલન સને ૧૮૫૭ના બળવા પછી ઇસ્ટ ઇંડીયા પાસેથી ઇગ્લેંડની સરકારના હાથમાં આવ્યું હતું.

(૧૩) ગોદી મિડિયાની વ્યાખ્યા આપી સમજાવો. ગોદી મિડિયા એટલે સરકારના ખોળામાં બેસીને ગુણગાન કરનાર. દેશના ગોદી મિડિયાને અંબાણી–અદાણી મુડીપતીઓ તથા મોદી સરકારના સંબંધો એક બીજાના હિતોના સંરક્ષણ કરવા  ઘણા સારા છે.

(૧૪) સને ૨૦૧૪ પછી નરેન્દ્રમોદીને સરકારે પોતાના પ્રચાર માટે કેટલા નાણાં ખર્ચ કર્યો? ૧૪૦ મીલીયન અમેરીકન ડોલર્સ. કોઇ ફેસબુક વાંચક તેના રુપિયા કેટલા થાય તે જણાવશે તો તેનો આભાર માનીશ.

(૧૫) શું આઝાદીના સંઘર્ષમાં ફક્ત ગાંધીજી સિંહ ફાળો હતો? ના. જવાહરલાલ નહેરુ, સરદાર વલ્લ્ભભાઇ ઉપરાંત બીજા સેંકડો ટોચની કક્ષાના નેતાઓનો ખુબજ સક્રીય ફાળો હતો.

(૧૬) શહીદે આઝામ ભગતસીંહની ફાંસી રોકવામાં ગાંધીજીએ કોઇભાગ ભજવ્યો ન હતો? ખોટી વાત છે. આ મુદ્દે ગાંધીજી બ્રીટિશ વાઇસરોયને વારંવાર મલ્યા હતા.

(૧૭) શું ભારતમાં જ્ઞાતિપ્રથા બ્રીટિશ સરકારનુ સર્જન હતી? ના. એ વાત સત્યથી વેગળી છે. જ્ઞાતિપ્રથા દેશમાં વેદીકકાળથી ચાલુ છે. બ્રાહ્મણવાદી ઉચ્ચવર્ણના ટેકાથી તેનું પ્રભુત્વ હજુ ચાલુ છે. મનુસ્મૃતિનો પણ તેને ટકાવી રાખવામાં સક્રીય ભુમીકા છે. (સૌ– https://youtu.be/cdjXQqv8XV0?si=amO7qKurUCeuKWgG )



--

Friday, October 10, 2025

Shoe throwing on B.R. Gavai C. J. Of S C of India.


દેશની સર્વોચ્ચ અદાલતમાં, તેમાંય સર્વોચ્ચ ન્યાયધીશ માનનીય બી. આર. ગવાઇ સાહેબની ચેમ્બરમાં અને તેઓશ્રીને નિશાન બનાવીને જે "બુટ" ફેંકવાનો પ્રસંગ બન્યો છે તેના ઘણા સ્પષ્ટ અને ગર્ભીત ઇરાદાઓ છે. વડાપ્રધાનથી માંડીને વિરોધપક્ષના તમામ નેતાઓએ સદર કૃત્યને જાણે એક ટોળાનો કે સમુહનો સંયુક્ત પડઘો હોય(Chorus) તેવી પ્રતિબધ્ધતા ઉભી થાય છે. તે કૃત્યને નિંદવા માટે જે "  અસહિષ્ણુતા- Intolerance" નો રણકો, ધ્વનિ આપણને ક્યાંય સત્તાની અટારીયેથી સંભળાતો નથી. આ કૃત્યને એક ગવાઇ સાહેબ દલીત છે માટે આવો ચુકાદો આપ્યો છે. બે, ન્યાયતંત્ર એટલે કાયદાનું શાસન. તેમાં, ધર્મસત્તા, રાજ્યસત્તા કે નાણાંકીય સત્તાની કોઇપણ જાતની સીધી કે આડકતરી સામેલગીરી ન ચાલે! તેમાં લાગણી, શ્રધ્ધા, ખરેખર અંધશ્રધ્ધા અને ધાર્મીકતા દુભાઇ છે તેવા કોઇ માપદંડોનું સ્થાન ક્યારેય હોઇ શકે ખરુ?

સદર અપકૃત્ય કરનાર  વકીલ નામે રાકેશ કિશોર છે. જે દેશની સર્વોચ્ચ અદાલતમાં આશરે ૧૪ વર્ષથી વકીલાત કરે છે. આ વકીલ સાહેબે પોતાની જાહેર હિતની અરજીમાં દાદ માંગી હતી કે મધ્યપ્રદેશમાં આવેલ ખજુરાના મંદિરો( જે ૧૧મી ૧૨મીસદી)માં બંધાયેલા છે તેમાંની એક તુટી ગયેલી વિષ્ણુદેવની મુર્તીને દુરસ્ત કરવા પરવાનગી આપો! કોર્ટે કાયદાના શાસન મુજબ જે યોગ્ય લાગ્યું હશે તે પ્રમાણે પરવાનગી ન આપી. બસ! અમારી હિંદુઓની "ટ્રોલ આર્મી" મેદાનમાં આવી ગઇ જે ન્યાય શેરીઓમાં નક્કી કરવા કુખ્યાત છે. હિંદુ તરીકે લાગણી દુભાઇ ગઇ.Our Sentiments as Hindus are hurt.સદર વકીલ સાહેબ સોસીઅલ મીડીયા પર જાહેરમાં કહે છે કે મને ઇશ્વરી આદેશ મળવાથી મેં દેશની સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ સામે આ કૃત્ય કર્યું છે! ગવાઇ સાહેબે તો સનાતન ધર્મનું અપમાન કર્યું છે તેવું તે ઉવાચ્યા હતા.

    માનનીય ગવાઇ સાહેબે બીજે દિવસે જે રીતે પોતાની સામે આ ઘટનાને દેશના સોસીઅલ મિડીયા પર ઢોલપીટીને ગજવવામાં આવી. તેનું તેઓશ્રીને ખુબજ દુ;ખ થયું.પોતાનો પ્રતિભાવ આપતાં કહ્યું કે " આ તો દેશના નાગરીક લોકશાહી સમાજને મુળમાંથી તોડીફોડી નાંખવાની માનસિકતા છે." ( A breakdown of Democratic CIVILITY). પરંતુ બનાવની ક્ષણે ગવાઇ સાહેબે ખુબજ માનસિક સમતુલા, પરિપક્વતા અને દેશની ન્યાયીક પ્રથાને બિરદાવે તેવું અતિ ગૌરવશાળી વર્તન કરેલ છે. જે ખુબજ સરાહનીય અને સન્માનીય છે.

   સોસીઅલ મિડિયાનો હોબાળો માનનીય ગવાઇ સાહેબ દલીત હોવાને કારણે, બ્રાહ્મણવાદી ધર્મના ઠેકેદારો, જેમણે છેલ્લા પાંચહજાર કરતાં વધારો વર્ષોથી હિંદુસમાજની વર્ણવ્યવસ્થાના પોતાના વર્ણ સિવાયની તમામ વર્ણોનો શ્રમ,બચત અને સામાજીક શોષણ કરીને ઐયાશી ભોગવી છે તેની સામે શરુ થયેલો પડકાર છે. જે હવે દિનપ્રતિ દિન તેમના માટે અસહ્ય બનતો જાય છે.ઉગ્ર હિંદુત્વની ટ્રોલ આર્મીનો આયોજીત હુમલો "દલિત ચીફ જસ્ટીસ ઓફ ઇંડીયા" સામે હતો અને છે. તે લેશ માત્ર ભુલાવું ન જોઇએ. તે એકત્રીત ટોળાને  દેશની બહુમતી પ્રજા પાસે એવું અહેસાસ કરાવવું છે કે " આ દલિત વર્ણમાંથી આવેલા  સર્વોચ્ચ અદાલતના સર્વોચ્ચ ન્યાયધીશ છે માટે તે સમગ્ર બહુમતી હિંદુ કોમ વિરોધી છે."માટે આવો ચુકાદો બહુમતી હિંદુ પ્રજા વિરોધી આપેલ છે.  આવા બધા લોકોના હાથમાં સત્તા આવતાં અને તેનો ઉપયોગ થતાં હિંદુ ધર્મનું અસ્તિત્વ ભયમાં મુકાઇ જાય છે. જેને દેશનું બંધારણ કે કાયદાનું શાસન સંરક્ષણ આપે છે. આ ઉગ્ર હિંદુત્વવાદી ચળવળે છેલ્લા ૧૪ વર્ષોમાં આ' હિંદુ ધર્મ ખતરે મેં છે' તેવી માનસિકતાનું ધ્રવીકરણ કરીને રાજકીય સત્તા પ્રાપ્ત કરીને દેશના લોકશાહી અને બંધારણીય મુલ્યોના પાયામાં સતત કઠુરાઘાત કરવાનું મોટા પાયે શરુ કરી દીધું છે.

  વડાપ્રધાન મોદીજીના ૧૧ વર્ષના દિલ્હીના સત્તા કાળ અને  ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના સત્તાકાળના ૧૪ વર્ષમાં આપણને નાગરીકે તરીકે લેશમાત્ર એવો અહેસાસ થાય છે ખરો કે તેઓએ ન્યાયંતત્ર,બંધારણ અને કાયદાશાસનના સંરક્ષણ કે બચાવ માટે પોતાની સત્તાનો ઉપયોગ કર્યો હોય? વડાપ્રધાન મોદીજીએ, માનનીય ગવાઇ સાહેબ તથા દેશના ન્યાયતંત્રના બચાવમાં કરેલ ટીકાથી કોને વિશ્વાસ પેદા થશે કે લોકશાહી સંસ્થાઓ સામેની સત્તાકીય અને સામાજીક અસહિષ્ણતામાં હવે ઓટ આવશે?

––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––


--

Wednesday, October 8, 2025

ગુજરાત રેશનાલીસ્ટ એસોના મિત્રો માટે અગત્યની માહિતી

ગુજરાત રેશનાલીસ્ટ એસોના મિત્રો માટે અગત્યની માહિતી–

તા.૮મી ઓકટોબરે પ્રમુખ શ્રીવલી સાહેબે રાત્રિના નવ વાગે નિયમિત આયોજન કરે છે તે મુજબ વિષય– "આધ્યાત્મિક 

વાત"  વિષય પર વેબીનાર રાખ્યો છે. સૌ રેશનાલીસ્ટ મિત્રો માટે ખુબજ અગત્યનો વિષય બે કારણોસર છે.

(૧) ખાસ કરીને હિંદુ ધર્મના તત્વજ્ઞાનનો પાયો જ "આધ્યાત્મિક " ( "Spiritual") છે. શરીર અને આત્માના દ્વ્ંદ પર તેનો પાયો રચવામાં આવ્યો છે. આધ્યાત્મિક એટલે શું ? ભૌતિક અને આધ્યાત્મિક વચ્ચે તફાવત શું? તેમાંથીજ પુર્વજન્મ, વર્તમાન જન્મ અને પુનર્જન્મનું હિંદુ તત્વજ્ઞાન, કર્મની થિયેરી તથા વર્ણવ્યવસ્થા વિ. નો પિરામીડ ઉભો કરવામાં આવ્યો છે.

(૨) ઇન્દ્રીયજન્ય અનુભવ ( Sense Perception) અને ઇન્દ્રીયાતીત અનુભવ ( Extra Sensory Perception- ESP) વચ્ચે તફાવત  શું છે? ઇન્દ્રીયાતીત અનુભવ ને આપણે કેવી રીતે ઇન્દ્રીયોથી સમજાવી શકીએ? 

કારીઆ સાહેબ, ગીરિશભાઇ અને અન્ય મિત્રોના સહકારથી અમે 'રેડીકલ હ્યુમેનીઝમ ' પુસ્તક પ્રકાશિત કરીને આપ સૌને શુભેચ્છા કોપી તરીકે મોકલાવ્યું છે. તે પુસ્તકમાં પ્રકરણ પાંચ–પાન નં ૪૯–૫૪  " ભૌતીકવાદ અથવા અદ્વૈતિક પ્રકૃતિવાદ અને વિજ્ઞાનનું તત્વજ્ઞાન" માં આપણા વેબીનારના વિષયની સરળ ગુજરાતીમાં ચર્ચા કરેલ છે.

આપ સૌ મિત્રો તે પ્રકરણનો અભ્યાસ કરી, મુઝવતા પ્રશ્નો હોય તો તેની નોંધ કરી ચર્ચા માટે લઇને વેબીનારમાં ભાગ લેવા ખાસ આમંત્રણ છે.

 શુભેચ્છા સાથે.

બીપીન શ્રોફ. અટલાંટા– યુએએ. ૬–૧૦–૨૫. 

તા.ક લીંક આ સાથે મુકેલ છે. અથવા ગુજરાત રેશનાલીસ્ટ એસો ની વોટસઅપ પર લીંક મળી રહેશે.



--

ગાંધીબાપુના હત્યારાઓની ટોળકીએ વિકસાવેલી નફરત અને ધિક્કારની વિચારધારાને અમલમાં મુકીને—--


ગાંધીબાપુના હત્યારાઓની ટોળકીએ વિકસાવેલી નફરત અને ધિક્કારની વિચારધારાને અમલમાં મુકીને—--

ગાંધીબાપુના હત્યારાઓની ટોળકીએ વિકસાવેલી નફરત અને ધિક્કારની વિચારધારાને અમલમાં મુકી દિલ્હીમાં દેશના પ્રજાતંત્ર તખ્તને યેનકેન પ્રકારે કબજે કરનારા તેના વારસદરો, સિક્કીમની પ્રજાના લોકનાયક સોનમ વાન્ચુ છે તેને કેવી રીતે ઓળખી શકે? બીજી બાજુ ગાંધીજીના અહીંસા,કોમી એકતા, અસહકાર, આમરણાંત ઉપવાસ અને શાંતિના જ માર્ગે સત્યાગ્રહ  અને વાટાઘાટો–સંવાદ કરીને બ્રીટીશ સરકારને સમજાવવામાં સફળ બનેલા મુલ્યોને આધારે  પ્રજાતંત્રમાં લોકપ્રશ્નો ઉકેલી શકાય તેવું તો પહેલા દિવસના શાખા પ્રવેશથી પ્રચારક બન્યા ત્યાં સુધી ભણાવવામાં જ ન આવ્યું હોય તેમાં દોષ–ગુનો કોનો? આર એસ એસે પેદા કરેલા પ્રજાના પ્રશ્નો  પ્રત્યે લાગણીહીન પ્રચારકોમાંથી બનેલા બકાસુરો( પ્રજાભક્ષકો) પાસે દેશની ૧૪૦ કરોડની જનતા, પોતાના પ્રશ્નોના ઉકેલ માટે શાંતિભર્યા માર્ગે સંવાદથી અપેક્ષા રાખે તો કોણ અપરિપક્વ, મુર્ખ અને બુધ્ધિહીન? 

મારી વાતને ખુબજ ટુંકમાં આ રીતે સમજાવું છું. સને ૧૯૨૦થી ૧૯૪૮ સુધી ગાંધી મુલ્યોએ, જવાહરલાલ  નહેરુ, સરદાર સાહેબ, મૌલાના અબ્દુલ કલામ, સરહદના ગાંધી અબ્દુલ ગફારખાન, વિનોબાજી, દાદાધર્માધિકારી, જેંપી, દેશના સમવાયતંત્રના દરેક રાજ્યમાં ગાંધી મોડેલ નેતૃત્વ જેમ કે ગુજરાતમાં રવિશંકર મહારાજ, જુગતરામ, ઢેબરભાઇ, વિ. વિ.ઘણા બધા.

તેની સામે સને ૧૯૨૫થી આર એસ એસની વિચારસરણીએ બ્રીટીશ સરકારની માફી માંગનાર શિરોમણી સાવરકર, પછી ગોડસે ની ટોળકી, સને ૨૦૦૨ પછી નરોડા પાટીયાવાળા બાબુ બજંરગી અને માયા કોડનાની માંથી શરુ કરીને ભુતપુર્વ એમ પી અહેસાન જાફરી સાથે બીજા ૬૫ને જીવતા સળગાવી દેનારા દેશભક્તો, બિલકીસ બાનુના બળાત્કારીઓ, બરોડાની બેસ્ટ બેકરી, ઓડ, મહેસાણા, વિ, અને  ગુજરાત બહારમાં ફાધર સ્ટેનને તેમના ત્રણ બાળકો સાથે જીવતા સળગાવી દેનારા હિંદુત્વના ટેકેદારો, માલેગાંવ બ્લાસટના તમામ આરોપીઓ સાધ્વી પ્રજ્ઞા અને કર્નલ પુરોહીત સહિત નિર્દોષ, મૃત્યુ પામનારા છ અને ૯૫ ઘાયલો ઇશ્વરી ઇચ્છાનું પરિણામ. બીજી બાજુએ ભિમા કોરેગાંવ તમામ  નિર્દોષ જીંદગીભર લોકપ્રવૃત્તિઓ કરનાર બૌધ્ધીકોને આઠ વર્ષ સુધી જેલમાં ગોંધી રાખ્યા પછી પુરાવાના અભાવે એફ આઇ આર પણ દાખલ કર્યા વિના એક પછી એકને જામીન પર છોડયા. UAPA & NSA  જેવા કાનુનો હેઠળ ગૃહમંત્રાલયે આપેલી માહિતિ મુજબ આશરે ૮૦૦૦ (આઠ હજાર લોકો– કર્મનીષ્ઠો) વર્ષોથી જેમની સામે હજુ કેસ ચાલતો નથી, એફ આઇ આર દાખલ થઇ નથી તેવા પાંચ વર્ષ કરતાં વધારે સમયથી જેલમાં છે.સોનલ વાન્ચુ અને ગાંધીજીના મુલ્યોમાં વિશ્વાસ રાખનારાને કોણ સમજણ પાડશે કે નાગરિકોની કોઇપણ સમસ્યાઓના ઉકેલ માટેનું સાધન યોગી આદિત્યનાથનું ' બુલડોઝર ' મોડેલ છે. જે હવે બીજેપી શાસિત  અન્ય રાજ્યોમાં પ્રજાના અસંતોષ સામે કાયમી શાંતિ સ્થાપવા અમલમાં મુકવાનું ચાલુ થઇ ગયું છે !

૧૭મી સપ્ટેમ્બરે પેલા નોન બાયોલોજીકલ સાહેબે પોતાની 'બર્થ ડે' રંગેચંગે ઉજવવા દેશના તમામ અખબારોને એક અંદાજ પ્રમાણે કુલ ૨૦૦ કરોડની જાહેરત આપી–અપાવી હતી. તેમાં દેશના અગ્રણી અખબાર ટાઇમ્સ ઓફ ઇંડીયાને ફક્ત એક જ દિવસની આશરે ૨૫ કરોડની જાહેરાત આપી હતી તેવું દિલ્હીના  અભ્યાસુ જર્નાલીસ્ટ અભય દુબેજીનું તારણ હતું.

બાજપાઇજીનો રાજધર્મનો ખ્યાલ  અને મોદીજીના રાજધર્મના ખ્યાલ વચ્ચેનો તફાવત કોઇ સમજાવશે તો મારુ– તમારું રાજ્યશાસ્રનું જ્ઞાન વધારે સ્પષ્ટ થશે!


--

Friday, October 3, 2025

જે સંગઠનની બુનિયાદ નફરત અને ઝેર ફેલાવા પર ટકી રહી છે!

જે સંગઠનની બુનિયાદ નફરત અને ઝેર ફેલાવા પર ટકી રહી છે!

જે સંગઠનની બુનિયાદ નફરત અને ઝેર ફેલાવા પર ટકી રહી છે તે સંગઠનનો અંત લાવવા કોઇ દુશ્મનની  જરુર પડતી નથી.આર એસ એસ, એક તેવા ઝેરી સાપ (કોબ્રા)ને  મોટા કરે, એવા સંગઠન તરીકે સને ૧૯૨૫માં  સર્જન કરવામાં આવ્યું હતું પછી વિકસાવવામાં આવ્યું છે. માટે તે એક સર્વપ્રકારે  જડ, રુઢીચુસ્ત, બંધિયાર, અપરિવર્તનશીલ,અમાનવીય વર્ણવ્યવસ્થાનું નફ્ફ્ટ ટેકેદાર, સ્રી સમાનતાનું મુળભુત વિરોધી બની રહ્યું છે. તે એક ફક્ત બ્રાહ્મણવાદી, દેશ અને દુનિયાના તમામ ધર્મો અને સંપ્રદાયો પ્રત્યે નફરત, ધિક્કાર અને જરુર પડે હિંસા  ફેલાવનારું અસહિષ્ણુ સંગઠન છે.

   તેના અંત માટે તેનાજ એક કહેવાતા ગૌરવશાળી  સર્વોત્તમ પ્રચારકના નેતૃત્વ નીચે તેના કાર્યકરોને રાજકીય સત્તાની ભાગબટાઇ કરવા સ્થાનિક કક્ષાએથી  માંડીને દિલ્હી દરબાર સુધી  વાજતેગાજતે ગોઠવી દેવામાં આવ્યા છે. છેલ્લા ૧૦૦ વર્ષોથી રાજકીય સત્તાના ફળો ચાખવામાં બાકી રહી ગયેલા હોવાથી સત્તા મળતાં જ પ્રથમ મદહોશ બનતાં તે બધાને છાકટા બનાવી દીધા છે. મહાભારતના નાયક અને વિષ્ટીકાર શ્રી કૃષ્ણના વારસાદારો યાદવોને સત્તા મળતાં તેમને સૌ પ્રથમ સુરાએ મદહોશ બનાવ્યા હતા. મહાભારતના યુધ્ધના અંત પછી કોઇ દુશ્મન બાકી ન રહ્યો હોવાથી 'આંતરિક યાદવાસ્થળી' ની રચના કરીને  કોઇ  બહારના " ઘુસપેઠીયા" ની મદદ સિવાય પોતાનો સર્વનાશ લાવી દીધો. આર એસ એસ એન્ડ કંપનીએ સત્તાની સુરંગમાં પોતાનું  સર્વસ્વ ઘુસાડી દીધુ છે. હવે તેમાંથી બહાર નીકળવાનો રસ્તો તો પોતે જ ચણી લીધો છે, બંધ કરી દીધો છે. જે દિવસે સત્તાની સુરંગ ફુટી ગઇ તે દિવસે ' ન રહેગા બાંસ, ન બજેગી બાંસુરી".

એલોપેથી દવા બનાવતી વખતે જ તેના પર "એક્ષપાયરી ડેટ" લખી નાંખવામાં આવે છે. પણ ઝેર ના જથ્થા પર કોઇ "એક્ષપાયરી ડેટ" લખવાની જરુર પડતી નથી. ઝેરના જથ્થાને વાપરનારા અને ફેલાવનારા જ તેનો શિકાર બની જાય છે. ભારતીય ઉપનિષદોમાં એક બોધ કથા છે. કે  જે અગ્નિ ઘાસને સળગાવી ને નાશ કરે છે. તે જ અગ્નિનો ઘાસ જ ઠંડુ પડી જતાં નાશ થઇ જાય છે.

સને ૧૯૧૭ની રશિયામાં થયેલી સામ્યવાદી ક્રાંતિની મદદથી લગભગ ૫૦ ટકા યુરોપની વસ્તીને ઉમેરવામાં આવેતો રશિયા (યુએસએસઆર)અને રિપબ્લીક ચાઇનાને સાથે ગણીએ તો વિશ્વની અડધા ઉપરની વસ્તી સામ્યવાદી સત્તાની એડી નીચે આવી ગઇ હતી. શું થયું એ સત્તાનું અને વિચારસરણીનું? સંપુર્ણ વિધટન!  તે જ ક્રાંતિકારી વિચારકોના વાહકોની સત્તાના સાઠમારીએ જ તેમનો અંત લાવી દીધો. વર્તમાન પુટીનનું રશિયા અને ઝેનપીંગનું ચીન ને કોણ કહેશે કે " પેલા કાર્લ માર્કસ દાદાના સુપ્રસિધ્ધ સિધ્ધાંત " વિશ્વભરના કામદારો એક થાવ તમારે ફક્ત બેડીઓ તોડવા સિવાય કશું ગુમાવવાનું નથી." ને વરેલું છે. ચે ગુવેરાને આજે પણ એક મહાન ક્રાંતિકારી તરીકે એટલે માટે સ્વીકારવામાં આવે છે કે તેણે ક્યુબાના કાસ્ટ્રો સાથે સત્તા લઇને રાજ્ય શાસન કરવામાંથી પોતાની જાતને દુર રાખી.

તારણ– સત્તા અને ખાસ કરીને નિરંકુશ સત્તા એવી છે કે તેને પ્રાપ્ત કર્યા પછી તે તમને મદહોશ બનાવે છે. સત્તાની મદહોશી તેને વાપરનારને, ઉપયોગ કરનારને, તેના સંરક્ષણ માટે બાકીના બધા તેને દુશ્મનો દેખાય છે. બસ તે ભય સર્વનાશની સીડી તરફ દોડતો લઇ જાય છે! આર એસ એસના સર્વોત્તમ પ્રચારકથી માંડીને  તેના સરસંચાલકની મોદી સરકારની ઝેડ કમાન્ડોની સુવિધાઓ અને સાહેબીઓ કોને ન ગમે!












--