Friday, October 17, 2025

ગુજરાતના નાગરિકો અનેમતદારો,–મે સાંભળ્યું? જોયું? ગાંધીનગરમાં શું થયું તમને ખબર છે?


ગુજરાતના નાગરિકો અને મતદારો,
         તમે સાંભળ્યું?  જોયું? ગાંધીનગરમાં શું થયું તમને ખબર છે?
    અરે! ગુજરાતના સુબાએ અહીંસક માર્ગે ( ગાંધી ચીંધ્યામાર્ગે) દિલ્હીની સલ્તનતને અનુકુળ સત્તા પલટો કર્યો! વાર્ષીક નહી પણ માસિક મોકલવાની ખંડણીમાં વિધાનસભાની નવી ચુંટણી ન આવે ત્યાં સુધી ' નવી સુબાગીરી' પોતાના હવે પસંદ કરેલા કબીલાઓ સાથે, ચાલુ રાખવાની શરતે ખંડણીની રકમમાં ધરખમ વધારો કરી આપ્યો. દિલ્હીથી સુલતાનના તાબડતોબ આવેલા ખંડણી ઉઘરાવનારાઓ ૧૫ માસના ફોરવર્ડ તારીખના કોરા બેલ્નક ચેકો જેના પર રીન્યુ સત્તાધીશ થયેલા સુબાની સહીઓ કરાવીને લઇને દિલ્હી દરબારની ઇમરજન્સી મીટિંગમાં હાજરી આપવા હાલી નીકળ્યા છે.
       સ્ટોપ પ્રેસ ગાધંનગર. "  ગુજરાતના શાણા મતદારોએ નવી ચુંટણીમાં ઇ.વી.એમ મશીન સાથે જ પણ પેપર વેરીફીકેશન સ્લીપ વિના ચુંટણી કરવા– કરાવવા માટે આમરણાંત સંઘર્ષ કરવા જુના નવનિર્માણનું આંદોલન કરનારા નેતાઓનો ઘનીષ્ઠ સંપર્ક સાધવાના ચક્રો ગતિમાન કરી દીધા છે. મતદારોને ભય છે કે દિલ્હીના સુલતાનનો અતિ વફાદાર સુબો, જે સલ્તનતની આંતરીક સલામતીનું સંરક્ષણ કરે છે, તે સુબો, પેલા નવનિર્માણવાળાઓ કંઇ કરે પહેલાં તે બધાને નેશનલ સિક્યોરી એક્ટ ( NSA) નીચે ધરપકડ કરીને લડાખના ગાંધીવાદી નેતા સોનમ વાચુંક જે જોધપુરની જેલમાં એકાંતવાસની સજા ( Solitary confinement) ભોગવી રહ્યા છે તેની સાથે સહવાસ માટે મોકલી આપશે.
ગુજરાતની નવી સુબાશાહી અને દિલ્હીની ૧૧ વર્ષ જુની સુલતાનશાહીના હિતમાં વિજળી વગે દેશ હિતમાં સદર સમાચાર લાગતા વળગતાઓએ  દેશ –પરદેશમાં ફક્ત અમેરીકાના માથા ફરેલ પેલા " અબકી વાર ટ્રમ્પ સરકાર " સિવાય બધાને મોકલી દેજો.
--