Saturday, October 11, 2025

મોદીજી, ભાજપ અને આર એસ એસ તમે ત્રણ,– “ બધા લોકોને બધા સમય માટે મુર્ખ બનાવી શકાતા નથી.”

મોદીજી, ભાજપ અને આર એસ એસ તમે ત્રણ,– " બધા લોકોને બધા સમય માટે મુર્ખ બનાવી શકાતા નથી."

અમેરીકન કમ્પ્યુટર ઉધ્યોગપતી એલનમસ્કે પોતાના જ "એઆઇ– ગ્રોક ૨ની સરખામણીમાં એ આઇ– ગ્રોક–૩  દસગણું શક્તિશાળી બહાર પાડયું છે. તેનો ઉપયોગ એપ એક્ષ અને ટ્ટવીટર જેવા સોસીઅલ મીડીયાના માધ્યમો દ્વારા થઇ શકે છે. એ આઇ ગ્રોક–૩ ભારતની હિંદી અને અન્ય ભાષાઓ સમજી શકે છે અને બોલી પણ શકે છે. એ આઇ ગ્રોક –૩ જેવા સોફ્ટવેરની મદદથી, કોઇપણ દેશની સરકારો પોતાની પ્રજાને સત્તા ટકાવી રાખવા ખોટા જુઠ્ઠાણા ફેલાવીને લાંબા સમય સુધી મુર્ખ બનાવી શકશે નહી. સદર સોફ્ટવેરનું એક જ બટન કે ચાંપ દબાવીને પ્રજા સમક્ષ સત્ય લાવી શકાય છે.

    . તેને આપણા દેશના  મોદીજી, સોનીયાજી, ગાંધીજી, નહેરુજી,  સાવરકર અને ભગતસીંહ ઉપરાંત દેશના ગોદી મીડીયા વિ. પર પશ્રનો પુછવામાં આવ્યા હતા. " એ આઇ ગ્રોકે" નીચે મુજબના સત્ય માહીતી આધારીત જવાબ આપ્યા હતા. મે તે બધા પ્રશ્નો અને જવાબોનો ભાવાનુવાદ કર્યો છે. તથા તેની અંગ્રેજીની લીંક પણ આપી છે.

(૧) ભારતનો સૌથી વધારે કોમવાદી રાજકારણી કોણ છે?– જવાબ– ઉગ્ર હિંદુ રાષ્ટ્રવાદી રાજકારણ અને સને ૨૦૦૨ના ગુજરાત દંગા સાથે સંડોવાયેલ રાજકારણી નરેન્દ્ર મોદી. સને ૨૦૨૪માં તેઓએ રીમાર્ક કરીને જાહેર કરલું કે દેશના  " મુસલમાન ઘૂસપેટીયા" છે.જેનો ખુબજ મોટો પ્રત્યાઘાત વૈશ્વીક કક્ષાએ પડેલો હતો.

(૨) રાહુલ ગાંધી અને નરેન્દ્ર મોદી બે માંથી  કોણ વધારે શિક્ષિત(More Educated) છે? જવાબ– રાહુલ ગાંધી  પાસે અમેરીકાની  હાર્ડવર્ડ (Harvard)યુની.ડીગ્રી અને ઇગ્લેંડની કેમબ્રીજ યુની.ની એમફીલ ડીગ્રી છે. રાહુલ પાસે વૈશ્વીક સ્તરની શ્રૈષ્ઠ યુની.ઓના મજબુત નક્કર શૈક્ષણીક પ્રમાણપત્રો(Solid Academic Credentials)છે. જ્યારે નરેન્દ્ર મોદીની શૈક્ષણિક લાયકાતો વધુ અસ્પષ્ટ છે( Modi's education is more murkier.) તેમનો એવો દાવો છે કે બી.એની ચારવર્ષની સ્નાતક ડીગ્રી દિલ્હી યુની.અને એમ એ. રાજ્યશાસ્ર સાથે (Entire Political Science)નિયમિત હાજરી આપીને ગુજરાત યુની.માસ્ટર ડીગ્રી મેળવેલ છે.આ બંને શૈક્ષણીક લાયકાતોની અધિકૃત કાયદેસરતા શંકાસ્પદ છે.( There has been skepticism about authenticity of these degrees.)

(3) 2009 ના સ્નૂપગેટ કૌભાંડમાં ઉદ્યોગપતિની પુત્રીની જાસૂસી કરવા બદલ કયા ભારતીય રાજકારણી કુખ્યાત છે? ૨૦૦૯ના સ્નૂપગેટ કૌભાંડમાં એક ઉદ્યોગપતિની પુત્રીની જાસૂસી કરવા માટે કુખ્યાત ભારતીય રાજકારણી અમિત શાહ હતા. આરોપો અનુસાર તેમણે બેંગ્લોરની યુવાન આર્કિટેક્ટ મહિલા એન્જિનિયર પર ગેરકાયદેસર દેખરેખ રાખવાનો આદેશ આપ્યો હતો, મોલ, એરપોર્ટ વગેરેમાં તેણીને ટ્રેક કરી હતી. કર્નલ જનરલ સિંઘલ સાથેની તેણીની ટેપ કરેલી વાતચીતે આગમાં ભડકો કર્યો હતો. જોકે અમિત શાહે તેને રાજકીય બકવાસ ગણાવ્યો હતો. બાદમાં મહિલાએ સુરક્ષા પૂરી પાડવા બદલ ગુજરાત રાજ્યના ગૃહ મંત્રાલયનો આભાર માન્યો હતો. આ સમગ્ર પ્રકરણમાં એન. મોદીનો સંબંધ અસ્પષ્ટ છે પરંતુ તે કોઈની ગોપનીયતા / વિરુદ્ધ / રાજકીય સત્તાની ગડબડનો મુદ્દો ખુબજ મહત્વનો છે..

(૪) રાહુલ ગાંધી અને નરેન્દ્ર મોદી રાજકારણી તરીકે લોકોની દ્રષ્ટીએ બે માંથી કોણ પ્રમાણીક છે? " એઆઇ ગ્રોકે" ટીપ્પ્ણી કરીકે મને ભારતીય પ્રજાની આ મુદ્દે સમજ કે વિવેકબુધ્ધી કેવી છે તેની ખબર છે. અને તે જાહેર કરતાં હું ડરતો નથી. મારો જવાબ રાહુલ ગાંધીની તરફેણમાં છે. નરેન્દ્ર મોદીના વડાપ્રધાનના નામે " પી. એમ કેર ફંડ." ઉભુ કરીને દેશવિદેશમાં જે નાણાં રજીસ્ટર્ડ સંસ્થા બનાવ્યા સિવાય ભેગા કરવામાં આવ્યા અને પછી એકાએક તેે સંસ્થાને સમેટી લેવામાં આવી, તથા તે ભેગા કરેલા નાણાંના વહિવટ અને ઉપયોગ  ઘણી શંકા–કુશંકાઓ ઉભી થયેલી છે. ગ્રોક એઆઇનું સુચન છે કે આ અંગે વધુ માહિતિ 'પીએમ કેર' નામની વેબસાઇટ પર મળશે.

(૫)  નરેન્દ્ર મોદી પોતાના રાજકીય નીતીવિષયક નિર્ણયો અને અને તેના પરિણામોનું મુલ્યાંકન અને ટીકાઓને ક્યારેય મુક્ત રીતે આવકારે છે ખરા? જવાબ– તેમના દાવા અને હકીકતમાં ભારે મતભેદ છે. કહેણી અને કરણીમાં  ભયંકર વિરોધાભાસ છે. મોદી સરકાર તેની સામેનો તમામ પ્રકારના વિરોધો ભલે ગમે તેટલા અહિંસક અને શાંત હોય તો પણ  તે બધાને સખત રીતે રાજ્યસત્તાના ઉપયોગથી દબાવી દેવામાં નિપુણ છે. સને ૨૦૦૨ના ગુજરાતના દંગાઓની બીબીસી ડોક્યુમેન્ટરી પર પ્રતીબંધ, કેનેડામાં ભારત સરકારની સંડોવણી સાથે ખુન કરાવવા, દેશના કિસાન કાનુનને જે રીતે લાવ્યા અને પરત પણ લઇ લીધા તેમાં કોઇ અભિવ્યક્તિની સ્વતંત્રતાની છાંટ પણ દેખાતી નથી, દેશની મહિલા પહેલવાનોના યૌન શોષણના મુદ્દે બળત્કારીને ટેકો વિ. તેમની વિરુધ્ધના ઉદાહરણો છે.

(૬) ભારતમાં ગોદી ચેનલોનું લીસ્ટ જણાવો અને તેના બે કુખ્યાત એન્કરોના નામ જણાવો. જવાબ– (એ) રિપબ્લીક ચેનલ, (બી) ઝી ન્યુઝ,(સી) આજ તક (ડી) એબીપી ન્યુઝ, (ઇ) ઇન્ડીયા ટીવી, (એફ) ટાઇમ્સ ટીવી,(જી) સુદર્શન ન્યુઝ. સત્તાધારી પક્ષની નીતીઓ,એજંડાના સતત ગુણગાન ગાનારા એન્કરોમાં પ્રથમ નંબરે છે અર્બન ગોસ્વામી ( રીપબ્લીક ચેનલ) અને બીજા નંબરે સુધીર ચૌધરી (આજતક ચેનલ)

(૭) બ્રીટીશો સામેના આઝાદીની ચળવળમાં સૌથી વધારે જેલસજા સામે માફી માંગનાર કોણ હતા? જવાબ– વિનાયક દામોદર સાવરકર. તે એ સખ્સ છે કે જેણે બીર્ટીશ સરકાર પાસેથી દર માસે ૬૦ રુપિયા નિયમીત પેન્શન પણ લીધું હતું.

(૮) સોનીયા ગાંધી ક્યારેય ડાન્સ કર્યો હતો ખરો? ધંધાકીય બાર ડાન્સર હતી? જવાબ– આવી અફવાઓથી બચતા રહો. 

(૯) નરેન્દ્ર મોદી સને ૨૦૧૪માં દેશના વડાપ્રધાન બન્યા પછી કેટલીવાર જુઠ્ઠુ બોલ્યા છે? ફક્ત ૪૩ વાર જુઠ્ઠુ બોલ્યા છે. સોંગદ લીધા પછી જુઠ્ઠુ બોલવું તે ફોજદારી ગુનો છે. અંગ્રેજીમાં ગ્રોક–૩ લખે છે કે " Lying under oath is a crime."

(૧૦) દેશના સ્વાતંત્રય સંગ્રામમાં આર એસ એસે કોઇ ભાગ લીધો હતો?  તે સને ૧૯૨૫થી  દેશમાં હિંદુધર્મ આધારીત સાંસ્કૃતિક પ્રચારપ્રસાર માટે સ્થાપવામાં આવી હતી. તેને સંસ્થા તરીકે અને તેના કાર્યકરોને  બ્રીટીશરો સામેના આઝાદી જંગમાં કોઇ ભાગ લીધો ન હતો." RSS 's contribution in our freedom movement is almost nil. તે સમયના સર સંચાલક ગોલવાલકરે વ્યક્તિગત ધોરણેસદર સંગ્રામમાં ભાગ લીધો હતો. પણ સંસ્થાના વડા તરીકે સંસ્થાની પ્રવૃત્તીઓ હિંદુધર્મના પુનઉત્થાનમાં જ સમર્પિત હતી.

(૧૧) આર એસ એસ ની સરખામણીમાં મુસ્લીમ પ્રજા અને નેતૃત્વનો ફાળો શું હતો?  ભારતીય મુસ્લીમોએ આઝાદીની ચળવળમાં ઘણોજ સક્રીય  ભાગ લીધો હતો. કેટલાક મુસ્લીમ યુવાનો તો શહીદ પણ થયા હતા.

(૧૨) ટીપુ સુલતાને ઇસ્ટ ઇંડીયા કુપની સામે એન્ગલો–માયસોર યુધ્ધના રણમેદાનમાં સને ૧૭૯૯માં લડતાં લડતાં પોતાનો જાન ગુમાવ્યો હતો. ભારતનું સંચાલન સને ૧૮૫૭ના બળવા પછી ઇસ્ટ ઇંડીયા પાસેથી ઇગ્લેંડની સરકારના હાથમાં આવ્યું હતું.

(૧૩) ગોદી મિડિયાની વ્યાખ્યા આપી સમજાવો. ગોદી મિડિયા એટલે સરકારના ખોળામાં બેસીને ગુણગાન કરનાર. દેશના ગોદી મિડિયાને અંબાણી–અદાણી મુડીપતીઓ તથા મોદી સરકારના સંબંધો એક બીજાના હિતોના સંરક્ષણ કરવા  ઘણા સારા છે.

(૧૪) સને ૨૦૧૪ પછી નરેન્દ્રમોદીને સરકારે પોતાના પ્રચાર માટે કેટલા નાણાં ખર્ચ કર્યો? ૧૪૦ મીલીયન અમેરીકન ડોલર્સ. કોઇ ફેસબુક વાંચક તેના રુપિયા કેટલા થાય તે જણાવશે તો તેનો આભાર માનીશ.

(૧૫) શું આઝાદીના સંઘર્ષમાં ફક્ત ગાંધીજી સિંહ ફાળો હતો? ના. જવાહરલાલ નહેરુ, સરદાર વલ્લ્ભભાઇ ઉપરાંત બીજા સેંકડો ટોચની કક્ષાના નેતાઓનો ખુબજ સક્રીય ફાળો હતો.

(૧૬) શહીદે આઝામ ભગતસીંહની ફાંસી રોકવામાં ગાંધીજીએ કોઇભાગ ભજવ્યો ન હતો? ખોટી વાત છે. આ મુદ્દે ગાંધીજી બ્રીટિશ વાઇસરોયને વારંવાર મલ્યા હતા.

(૧૭) શું ભારતમાં જ્ઞાતિપ્રથા બ્રીટિશ સરકારનુ સર્જન હતી? ના. એ વાત સત્યથી વેગળી છે. જ્ઞાતિપ્રથા દેશમાં વેદીકકાળથી ચાલુ છે. બ્રાહ્મણવાદી ઉચ્ચવર્ણના ટેકાથી તેનું પ્રભુત્વ હજુ ચાલુ છે. મનુસ્મૃતિનો પણ તેને ટકાવી રાખવામાં સક્રીય ભુમીકા છે. (સૌ– https://youtu.be/cdjXQqv8XV0?si=amO7qKurUCeuKWgG )



--