Friday, October 10, 2025

Shoe throwing on B.R. Gavai C. J. Of S C of India.


દેશની સર્વોચ્ચ અદાલતમાં, તેમાંય સર્વોચ્ચ ન્યાયધીશ માનનીય બી. આર. ગવાઇ સાહેબની ચેમ્બરમાં અને તેઓશ્રીને નિશાન બનાવીને જે "બુટ" ફેંકવાનો પ્રસંગ બન્યો છે તેના ઘણા સ્પષ્ટ અને ગર્ભીત ઇરાદાઓ છે. વડાપ્રધાનથી માંડીને વિરોધપક્ષના તમામ નેતાઓએ સદર કૃત્યને જાણે એક ટોળાનો કે સમુહનો સંયુક્ત પડઘો હોય(Chorus) તેવી પ્રતિબધ્ધતા ઉભી થાય છે. તે કૃત્યને નિંદવા માટે જે "  અસહિષ્ણુતા- Intolerance" નો રણકો, ધ્વનિ આપણને ક્યાંય સત્તાની અટારીયેથી સંભળાતો નથી. આ કૃત્યને એક ગવાઇ સાહેબ દલીત છે માટે આવો ચુકાદો આપ્યો છે. બે, ન્યાયતંત્ર એટલે કાયદાનું શાસન. તેમાં, ધર્મસત્તા, રાજ્યસત્તા કે નાણાંકીય સત્તાની કોઇપણ જાતની સીધી કે આડકતરી સામેલગીરી ન ચાલે! તેમાં લાગણી, શ્રધ્ધા, ખરેખર અંધશ્રધ્ધા અને ધાર્મીકતા દુભાઇ છે તેવા કોઇ માપદંડોનું સ્થાન ક્યારેય હોઇ શકે ખરુ?

સદર અપકૃત્ય કરનાર  વકીલ નામે રાકેશ કિશોર છે. જે દેશની સર્વોચ્ચ અદાલતમાં આશરે ૧૪ વર્ષથી વકીલાત કરે છે. આ વકીલ સાહેબે પોતાની જાહેર હિતની અરજીમાં દાદ માંગી હતી કે મધ્યપ્રદેશમાં આવેલ ખજુરાના મંદિરો( જે ૧૧મી ૧૨મીસદી)માં બંધાયેલા છે તેમાંની એક તુટી ગયેલી વિષ્ણુદેવની મુર્તીને દુરસ્ત કરવા પરવાનગી આપો! કોર્ટે કાયદાના શાસન મુજબ જે યોગ્ય લાગ્યું હશે તે પ્રમાણે પરવાનગી ન આપી. બસ! અમારી હિંદુઓની "ટ્રોલ આર્મી" મેદાનમાં આવી ગઇ જે ન્યાય શેરીઓમાં નક્કી કરવા કુખ્યાત છે. હિંદુ તરીકે લાગણી દુભાઇ ગઇ.Our Sentiments as Hindus are hurt.સદર વકીલ સાહેબ સોસીઅલ મીડીયા પર જાહેરમાં કહે છે કે મને ઇશ્વરી આદેશ મળવાથી મેં દેશની સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ સામે આ કૃત્ય કર્યું છે! ગવાઇ સાહેબે તો સનાતન ધર્મનું અપમાન કર્યું છે તેવું તે ઉવાચ્યા હતા.

    માનનીય ગવાઇ સાહેબે બીજે દિવસે જે રીતે પોતાની સામે આ ઘટનાને દેશના સોસીઅલ મિડીયા પર ઢોલપીટીને ગજવવામાં આવી. તેનું તેઓશ્રીને ખુબજ દુ;ખ થયું.પોતાનો પ્રતિભાવ આપતાં કહ્યું કે " આ તો દેશના નાગરીક લોકશાહી સમાજને મુળમાંથી તોડીફોડી નાંખવાની માનસિકતા છે." ( A breakdown of Democratic CIVILITY). પરંતુ બનાવની ક્ષણે ગવાઇ સાહેબે ખુબજ માનસિક સમતુલા, પરિપક્વતા અને દેશની ન્યાયીક પ્રથાને બિરદાવે તેવું અતિ ગૌરવશાળી વર્તન કરેલ છે. જે ખુબજ સરાહનીય અને સન્માનીય છે.

   સોસીઅલ મિડિયાનો હોબાળો માનનીય ગવાઇ સાહેબ દલીત હોવાને કારણે, બ્રાહ્મણવાદી ધર્મના ઠેકેદારો, જેમણે છેલ્લા પાંચહજાર કરતાં વધારો વર્ષોથી હિંદુસમાજની વર્ણવ્યવસ્થાના પોતાના વર્ણ સિવાયની તમામ વર્ણોનો શ્રમ,બચત અને સામાજીક શોષણ કરીને ઐયાશી ભોગવી છે તેની સામે શરુ થયેલો પડકાર છે. જે હવે દિનપ્રતિ દિન તેમના માટે અસહ્ય બનતો જાય છે.ઉગ્ર હિંદુત્વની ટ્રોલ આર્મીનો આયોજીત હુમલો "દલિત ચીફ જસ્ટીસ ઓફ ઇંડીયા" સામે હતો અને છે. તે લેશ માત્ર ભુલાવું ન જોઇએ. તે એકત્રીત ટોળાને  દેશની બહુમતી પ્રજા પાસે એવું અહેસાસ કરાવવું છે કે " આ દલિત વર્ણમાંથી આવેલા  સર્વોચ્ચ અદાલતના સર્વોચ્ચ ન્યાયધીશ છે માટે તે સમગ્ર બહુમતી હિંદુ કોમ વિરોધી છે."માટે આવો ચુકાદો બહુમતી હિંદુ પ્રજા વિરોધી આપેલ છે.  આવા બધા લોકોના હાથમાં સત્તા આવતાં અને તેનો ઉપયોગ થતાં હિંદુ ધર્મનું અસ્તિત્વ ભયમાં મુકાઇ જાય છે. જેને દેશનું બંધારણ કે કાયદાનું શાસન સંરક્ષણ આપે છે. આ ઉગ્ર હિંદુત્વવાદી ચળવળે છેલ્લા ૧૪ વર્ષોમાં આ' હિંદુ ધર્મ ખતરે મેં છે' તેવી માનસિકતાનું ધ્રવીકરણ કરીને રાજકીય સત્તા પ્રાપ્ત કરીને દેશના લોકશાહી અને બંધારણીય મુલ્યોના પાયામાં સતત કઠુરાઘાત કરવાનું મોટા પાયે શરુ કરી દીધું છે.

  વડાપ્રધાન મોદીજીના ૧૧ વર્ષના દિલ્હીના સત્તા કાળ અને  ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના સત્તાકાળના ૧૪ વર્ષમાં આપણને નાગરીકે તરીકે લેશમાત્ર એવો અહેસાસ થાય છે ખરો કે તેઓએ ન્યાયંતત્ર,બંધારણ અને કાયદાશાસનના સંરક્ષણ કે બચાવ માટે પોતાની સત્તાનો ઉપયોગ કર્યો હોય? વડાપ્રધાન મોદીજીએ, માનનીય ગવાઇ સાહેબ તથા દેશના ન્યાયતંત્રના બચાવમાં કરેલ ટીકાથી કોને વિશ્વાસ પેદા થશે કે લોકશાહી સંસ્થાઓ સામેની સત્તાકીય અને સામાજીક અસહિષ્ણતામાં હવે ઓટ આવશે?

––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––


--