Monday, April 13, 2026

બોધ્ધ ધર્મનો પ્રચાર પ્રસાર – અશોક સમ્રાટ



બોધ્ધ ધર્મનો પ્રચાર પ્રસાર – અશોક સમ્રાટ ( મૌર્ય વંશ) થી શરુ કરીને નાલંદા–તક્ષશીલા વિશ્વવીધ્યાલયના સમય ગાળા સુધી. 

સૌ પ્રથમ સમ્રાટ અશોક પહેલાંના ઇતિહાસની એક ઝાંખી–  ગૌતમબુધ્ધના જન્મ પહેલાં આશરે એક હજાર વર્ષ પહેલાં ચાર વેદો અને તેની મદદથી બ્રાહ્મણવાદ આધારિત સમાજની રચના થઇ ગઇ હતી.રુગવેદના પુરુષ યુક્તના ૧૦મંડળમાં બ્રાહ્મણ ઇશ્વરના મુખમાંથી, ક્ષત્રિય બાહુમાંથી, વૈશ્ય જાંઘમાંથી અને શુદ્ર્ પગમાંથી સર્જન કરવામાં આવ્યું તેવો શ્લોક છે.

  બુધ્ધનો સમયગાળો  ઇ.સ. પુર્વે ૬ઠ્ઠી સદીમાં ૫૬૩ની સાલમાં અને મૃત્યુ  ૪૮૩ આશરે કુલ  ૮૦ વર્ષનો ગણાય છે.

સમ્રાટ અશોકનો શાસન ગાળો ઇ સ પુ્ર્વ ૪ સદી ૩૦૪(જન્મ્) થી મૃત્યુ ૨૩૨ . પરંતુ તેમનો રાજ્ય શાસનનો સમયગાળો ૨૬૮ ઇ સ. પુર્વથી શરુ કરીને ૨૩૨ ઇ.સ.પુર્વ કુલ ૩૬ વર્ષનો હતો. તેમના મોર્યવંશમાં પ્રથમ ચંદ્ર્ગુપ્ત મૌર્ય ઇ.સ.પુર્વ ૪થી સદી (૩૨૨–૨૯૭) પછી અશોકના પિતા બીંમ્બીસાર (૨૯૭–૨૭૩) પછીના ક્રમમાં અશોક (૨૭૩–૨૩૨) અને ત્યાર પછી ૬ઠ્ઠોઅને છેલ્લો વારસદાર બ્રિહદરથ મૌર્ય ઇ.સ.પુર્વ બીજી સદી – (ઇ.સ. પુર્વે ૧૮૭– ૧૮૦) . જેના બ્રાહ્મણ પ્રધાનસેવક પુષ્યમિત્ર શૃંગે વિશ્વાસઘાત કરીને ખુન કરી બ્રાહ્મણધર્મને રાજ્યધર્મ બનાવીને બુધ્ધધર્મનો નાશ કરવા ભગિરથ પ્રયત્નો કર્યા હતા.પુષ્યમિત્ર શૃંગે બૌધ્ધ ધર્મના સર્વનાશ માટે, જે કોઇ તેના રાજ્યનો નાગરિક બૌધ્ધ ભિક્ષુકનું માથું કાપીને લાવે તેને એક સોનામહોર આપીને બહુમાન કરવાનું જાહેર કર્યું હતું.

રાજા કુમારગુપ્તાએ પાંચમી સદીમાં  વર્ષ ૪૨૭ નાલંદા વિશ્વવીધ્યાલયની સ્થાપના કરી  જેને બખ્તર ખીલજી મુસ્લીમ આક્રમણ ખીલજી તેરમીસદીમાં સને ૧૨૦૦ની સાલમાં ભસ્મીભુત કરી હતી. આમ આશરે ઇ.સ પુર્વે ૬ઠ્ઠીસદીથી ગણીએ તો ભારતમાં બુધ્ધ ધર્મ ઇ.સ. તેરમી સદી અથવા ૧૨૦૦નીસાલ સુધી આશરે ૧૮૦૦ વર્ષ સુધી જીવંત હતો.


આ બધા ઐતીહાસીક સમયગાળામાં ફક્ત સમ્રાટ અશોક એક જ એવો રાજા હતો જેણે બૌધ્ધ ધર્મને રાજ્યધર્મનો દરજ્જો આપ્યો હતો. તેના સમયમાં બૌધ્ધ ધર્મનો પ્રચાર પોતાના સમગ્ર સામ્રાજ્ય પશ્ચીમમાં અફઘાનીસ્તાન, ગ્રીસ અને યુનાન સુધી, પુર્વ–ઉત્તરમાં  તિબેટ, ચીન, બર્મા, જપાન,  દક્ષિણમાં સિલોન. જાવા સુમાત્રા અને ભારતમાં દક્ષિણના કેટલાક રાજ્યો બાદ કરતાં ચોતરફ ફેલાયો હતો. ૮૪૦૦૦ સ્તુપો અને ખડકો શીલાલેખો પર આઠ ભાષાઓમાં જેવીકે પાલી, સીંહાલી, સંસ્કૃત, તિબેટીયન,ચાઇનીઝ, બર્મીઝ, થાઇ, લાઓ વિ. કોતરાવ્યા હતા. જેમાં સાંચી, સારનાથ અને તક્ષશીલામાં તેના પુરાવા હયાત છે. કલીંગના યુધ્ધના નરસંહાર પછી અશોકે બુધ્ધ ધર્મ પોતે સ્વીકાર્યો, તેને રાજ્યધર્મનો દરજ્જો આપ્યો હતો. એટલું જ નહી પોતાના દિકરા મહેન્દ્રને અને દિકરી સંઘમિશ્રાને શ્રીલંકામાં બૌધ્ધ ધર્મના પ્રચાર માટે  ‘ ભિક્ષુક‘ બનાવી મોકલ્યા હતા. સમ્રાટ અશોકે બુધ્ધના સિધ્ધાંતોને લોકકલ્યાણમાં રુપાંતર કરીને માનવ અનેપશુઓ માટે પણ ચિકીત્સાલયો, પાણીની સગવડો અને રોડની બંને બાજુએ વૃક્ષોનો ઉછેર, આયોજન, પર્યાવરણ, બાળકોઅને વૃધ્ધોના કલ્યાણ માટે રાજ્યની વિવિધ યોજનાઓ અમલમાં મુકી હતી. તેણે પશુબલી ઉપર નિષેધ મુક્યો હતો.અશોક રાજા ઉપરાંત બૌધ્ધ ધર્મને શહેરી સુખી સમૃધ્ધ વેપારી, કારીગર વર્ગ અને જમીનદારોનો પણ ટેકો હતો.    

અશોકચક્ર અનેત્રણ સીંહના પ્રતીકો ભારત સરકારે આઝાદી પછી તરતજ રાષ્ટ્રધ્વજ અને ચલણી નોટ્ટસ વિ. પર પસંદ કરેલ છે. અને કાયદાકીય અધિકૃતતા બક્ષેલી છે.

–––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––

નાલંદા વિશ્વવિધ્યાલયનો પરિચય હવે પછી.    


--
Uploaded Image Uploaded Image