Thursday, April 16, 2026

નાલંદા વિશ્વ વીધ્યાલય ભાગ–૧.


નાલંદા વિશ્વવીધ્યાલય.ભાગ–૧.

પુરાતન વિશ્વની એક સર્વશ્રૈષ્ઠ બૌધ્ધ  વિશ્વવિધ્યાલય એટલે નાલંદા નિવાસી વિશ્વવીધ્યાલય (Residential University). 

 સ્થાપના– ઇ સ ૪૨૭ થી ઇ સ ૧૪૦૦ સુધીની સાલ સુધી કાર્યરત હતી. સને ૧૪૦૦ની સાલમાં તેમાં શિક્ષણ આપવાનું કામ કાયમ માટે બંધ થઇ ગયું.

 તેની સ્થાપના સને ૪૨૭માં કુમારગુપ્તા નામના રાજાએ “ મહાવિહાર મઠ” Mahavihara Monastery નાલંદા સ્થળે પાટલીપુત્ર રાજધાની થી ૯૦ કી મા કે આશરે ૬૦ માઇલ ( વર્તમાન બિહારના રાજધાની પટના) બંધાવી હતી. આર્કીયોલોજીકલ સર્વે ઓફ ઇંડીયાના મત પ્રમાણે સદર વિધ્યાલયનો કુલ વિસ્તાર ૬૦ હેકટર હતો. મહાવીર મઠની લંબાઇ

૮૦૦ ફીટ અને પહોળાઇ ૧૬૦૦ ફીટ હતી. UNESCO World Heritage Site–Named & known as Archaeological Site of Nalanda Mahavihara at Nalanda, Bihar. તેની વીશ્વ પુરાત્ત્વ સ્થળ તરીકે જાહેર કરીને દેખરેખ રાખવામાં આવે છે.

નાલંદા, મધ્યયુગીન મગધ (આધુનિક બિહાર), પૂર્વ ભારતમાં એક પ્રખ્યાત બૌદ્ધ મહાવિહાર (મહાન મઠ) હતું. પ્રાચીન વિશ્વમાં શિક્ષણના તેને  સૌથી મહાન કેન્દ્રોમાં વ્યાપકપણે ગણવામાં આવે છે અને ઘણીવાર તેને "વિશ્વની પ્રથમ રહેણાંક યુનિવર્સિટી" તરીકે ઓળખવામાં આવે છે. 427 CE થી લગભગ 1400 CE સુધી લગભગ એક હજાર વર્ષ સુધી કાર્યરત, નાલંદા મહાવિહારે 5મી અને 6ઠ્ઠી સદી CE દરમિયાન કલા, સંસ્કૃતિ અને શિક્ષણશાસ્ત્રના સમર્થનને પ્રોત્સાહન આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી, જે સમયગાળાને વિદ્વાનો દ્વારા "ભારતનો બૌધ્ધીક સુવર્ણ યુગ" તરીકે વર્ણવામાં આવ્યો છે.

નાલંદાની સ્થાપના ગુપ્ત સામ્રાજ્યના સમ્રાટ કુમારગુપ્ત પહેલા દ્વારા 427 CE ની આસપાસ કરવામાં આવી હતી. તેને અસંખ્ય ભારતીય અને જાવા, સુમાત્રા અને ઇન્ડોનેશીયાના સમર્થકો જેવા કે  - બૌદ્ધ અને બિન-બૌદ્ધ બંને દ્વારા ટેકો આપવામાં આવ્યો હતો.(ઇ સ પુર્વે ચોથી સદીમાં આઘરે ૮૦૦ વર્ષ પહેલાં સમ્રાટ અશોકે બુધ્ધ ધર્મને રાજ્ય ધર્મનો દરજ્જો આપીને સમગ્ર દક્ષિણ એશીયાના દેશોમાં તેનો પ્રચાર કર્યો હતો.) પુષ્યભૂતિ વંશ (શાસન 500-647 CE) અને પાલ સામ્રાજ્ય (શાસન 750-1161 CE) ના શાસકોના સમર્થનથી નાલંદાનો વિકાસ ચાલુ રહ્યો. પાલ વંશના પતન પછી, નાલંદાના સાધુઓને મગધના પીઠીપતિઓ દ્વારા આશ્રય આપવામાં આવ્યો. 5મી સદીમાં મિહિરાકુલાના નેતૃત્વ હેઠળ હુણો દ્વારા નાલંદા પર હુમલો કરવામાં આવ્યો અને 8મી સદીમાં બંગાળના ગૌડ રાજાના આક્રમણથી ફરીથી ભારે નુકસાન થયું. અંતિમ આક્રમણ દરમિયાન તેને મુહમ્મદ બખ્તિયાર ખિલજી (લગભગ 1200ની સાલમાં) દ્વારા નાલંદા વિશ્વ વીધ્યાલયને  બાળી નાખવામાં આવ્યું, પરંતુ તે તેના હુમલાઓ પછી પણ દાયકાઓ (અથવા કદાચ સદીઓ) સુધી કાર્યરત રહી શક્યું હતું. તેવું સદર વિશ્વવિધ્યાલયનું બૌધ્ધીક પોત હતું.

લગભગ 750 વર્ષોના સમયકાળમાં,, નાલંદાના ફેકલ્ટીમાં મહાયાન બૌદ્ધ ધર્મના કેટલાક સૌથી આદરણીય વિદ્વાનોનો સમાવેશ થતો હતો. ઇતિહાસકાર વિલિયમ ડેલરીમ્પલે નાલંદા વિશે કહ્યું હતું કે "તેના શિખર પર, તે મહાયાન બૌદ્ધ વિશ્વનું નિર્વિવાદ વિદ્વતાપૂર્ણ કેન્દ્ર હતું". મઠ સાથે સંકળાયેલા ફેકલ્ટી અને વિદ્યાર્થીઓમાં ધર્મપાલ, નાગાર્જુન, ધર્મકીર્તિ, અસંગ, વાસુબંધુ, ચંદ્રકીર્તિ, ઝુઆનઝાંગ, શીલભદ્ર, વજ્રબોધિ અને ધર્મસ્વામીનનો સમાવેશ થતો હતો. નાલંદાના અભ્યાસક્રમમાં મધ્યમક, યોગાચાર અને સર્વસ્તિવાદ જેવા મુખ્ય બૌદ્ધ દર્શન, તેમજ વેદ, વ્યાકરણ, દવા, તર્કશાસ્ત્ર, ગણિત, ખગોળશાસ્ત્ર(ફળ– જ્યોતીષ નહી,] અને રસાયણ જેવા વિષયોનો સમાવેશ થતો હતો. મહાવિહારમાં એક પ્રખ્યાત પુસ્તકાલય હતું જે ઝુઆનઝાંગ અને યિજિંગ જેવા ચીની યાત્રાળુઓ દ્વારા પૂર્વ એશિયામાં પ્રસારિત થતા સંસ્કૃત ગ્રંથોનો મુખ્ય સ્ત્રોત હતું. નાલંદામાં રચાયેલા ઘણા ગ્રંથોએ મહાયાન અને વજ્રયાનના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેમાં ધર્મકીર્તિના કાર્યો, શાંતિદેવના સંસ્કૃત ગ્રંથ બોધિસત્વચાર્યવતાર અને મહાવૈરોચન તંત્રનો સમાવેશ થાય છે.

સને ૩૯૯ની સાલથી શરુ કરીને સને ૪૧૨ સુધી ચીનમાંથી ફાઇયાન નામનો બૌધ યાત્રાળુ ભારતમાં આવ્યો હતો. તેનો હેતુ પોતાના દેશ ચીનમાં બોધ્ધ ધર્મના પ્રચાર–પ્રસાર  બૌધ્ધ ગ્રંથો મેળવવા ભારત આવ્યો હતો. તેને નાંલદા સહિત ઘણા બૌધ્ધ મઠો, તીર્થ સ્થાનો અને સ્મારકોની મુુલાકાત લીધી હતી. સને ૪૦૦ની આસપાસ ફાઇયાને નાલંદા નામના વિશ્વવીધ્યાલયની કોઇ વિગત પોતાના પ્રવાસ વર્ણનમાં લીધી ન હતી. ભારતમાંથી નાલંદા સિવાય ઘણાબધા બૌધ્ધ અને સંસ્કૃત ગ્રંથો તે ચીન લઇ ગયા હતા. ફાઇયાનના પ્રવાસ- વર્ણનની ચીન, કોરીયા વિ દેશોમાં એટલી અધિકૃતતા પ્રાપ્ત થઇ હતી કે તેને આધારે ઘણા બધા ચીન અને કોરીયાના ઉત્સુક વિધ્યાર્થીઓ ભારતમાં બૌધ્ધ ધર્મના ઉચ્ચ અભ્યાસ કરવા સરળતાથી આવી શકતા હતા. 

સને ૪૧૫ની સાલમાં આવેલા ચીની મુસાફર ઝુઆનઝાંગે પોતાના પ્રવાસ વર્ણનમાં નાલંદા સાથે તક્ષશીલા અને વિક્રમશીલા વિશ્વવિધ્યાલયનો પણ ઉલ્લેખ કરેલ છે. તેણે કેટલાક શીલાલેખો સંસ્કૃત અને ગુપ્ત વંશના રાજાઓના સમયમાં ગુપ્ત લિપિ –ભાષા પ્રચલિત હશે તેથી તેમાં લખેલા શીલાલેખોનો ઉલ્લેખ પણ મળે છે.  આ સમય ગાળા દરમિયાન, ગુપ્ત રાજાઓ જ ફક્ત નાલંદાના આશ્રયદાતા નહોતા. નાલંદા વિશ્વ વિધ્યાલયને તમામ પ્રકારની મદદો કરનારાના સમર્થકોમાં વ્યાપક અને ધાર્મિક રીતે વૈવિધ્યસભર સમુદાય હતો. ઇતિહાસકાર  શાર્ફે જણાવે છે કે, "ઘણા દાતાઓ બૌદ્ધ ન હતા; તેમની સીલ પરના પ્રતીકો લક્ષ્મી, ગણેશ, શિવલિંગ અને દુર્ગા દર્શાવે છે"  ઉત્તરપૂર્વ ભારતના શાસકોએ નાલંદાને ભંડોળ પૂરું પાડવા માટે ગામડાઓ વસિયતમાં આપ્યા; સુમાત્રાના રાજાએ મઠના દાન માટે ગામડાઓનું યોગદાન આપ્યું.નાલંદા વિશ્વવીધ્યાલમાં ચીનના વિદ્વાનોને ટેકો આપવા માટે એક ખાસ ભંડોળ પણ સ્થાપિત કરવામાં આવ્યું હતું.


નાલંદા વિશ્વવીધ્યાલયનો ઇતિહાસ એવો છે કે કનોજ્જના હિંદુ રાજા હર્ષવર્ધને વર્ષો સુધી તેના નાણાંકીય જરુરીયાત પુરી પાડી હતી. જ્યારે સમ્રાટ કુમારગુપ્તા જેણે નાલંદા વિશ્વવીધ્યાલયની સ્થાપના કરી હતી તેના પછીના વારસદારોએ  હિન્દુ સ્મારકો ની સ્થાપના કરવામાં નાણાંકીય મદદ કરી હતી. રાજા હર્ષવર્ધને પોતે ૧૦૦ ગામોની તમામ પેદાશ નિયમિત રીતે ભેટમાં આપી હતી. આ દરેક ગામોના 200 ઘરોને સંસ્થાના સાધુઓને ચોખા, માખણ અને દૂધ જેવી જરૂરી દૈનિક સામગ્રી પૂરી પાડવાનો નિર્દેશ આપ્યો હતો. આનાથી નાલંદામાં 1,500 થી વધુ ફેકલ્ટી અને 10,000 વિદ્યાર્થી સાધુઓને ટેકો મળ્યો હતો. આર્કયોલોજીકલ સર્વે ઓફ ઇંડીયાના ખોદકામ કરાયેલ મુજબ નાલંદા સ્થળ ઘણું મોટું છે અને અત્યાર સુધી મળેલા વિહારોની સંખ્યા પ્રભાવશાળી છે. નાલંદાનો મળી આવેલો કુલ બાંધકામ વીસ્તાર તેમ છતાં એવો પુરાવો આપી શકાતો  નથી કે ત્યાં જે તે સમયે તેમાં આશરે ૧૦૦૦૦ વિધ્યાર્થીઓ એકી સાથે અભ્યાસ કરતા હશે. બે ફોટાઓમાં– નાલંદા વિશ્વ વીધ્યાલયના અવશેષોમાં પણ નજરે પડતી તેની ભવ્યતા.

નાલંદા વિશ્વ વીધ્યાલય ભાગ–૨. હવે પછી.


નાલંદા વિશ્વ વીધ્યાલય ભાગ–૨. હવે પછી.  

–––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––


--
Uploaded Image Uploaded Image