Monday, August 17, 2026

સને ૧૯૩૯માં ગાંધીજીના જન્મ દિવસે આઇન્સ્ટાઇને આપેલી શ્રધ્ધાંજલી– વિશ્વ, આલ્બર્ટ આઇન્સ્ટાઇને એક મહાન વૈજ્ઞાનીક અને થિયેરી ઓફ રિલેટીવીટીના શોધક તરીકે ઓળખે છે. પરંતુ તે એક માનવજાતની સુખાકારી માટે સતત ચિંતા કરતા પ્રબુધ્ધ બૌધ્ધીક હતા.સને ૧૯૩૯માં ગાંધીજીના જન્મ દિવસે આઇન્સ્ટાઇને આપેલી શ્રધ્ધાંજલી– (૧) "આવનારી પેઢીઓ કદાચ ભાગ્યે જ વિશ્વાસ કરશે કે હાડચામડાંનો આવો પણ એક માણસ ક્યારે

સને ૧૯૩૯માં ગાંધીજીના જન્મ દિવસે આઇન્સ્ટાઇને આપેલી શ્રધ્ધાંજલી–

વિશ્વ, આલ્બર્ટ આઇન્સ્ટાઇને એક મહાન વૈજ્ઞાનિક અને થિયરી ઓફ રીલેટીવીટી શોધક તરીકે ઓળખે છે. પરંતુ તે એક માનવજાતની સુખાકારી માટે સતત ચિંતા કરતા પ્રબુધ્ધ બૌધ્ધીક હતા.સને ૧૯૩૯માં ગાંધીજીના જન્મ દિવસે આઇન્સ્ટાઇને આપેલી શ્રધ્ધાંજલી–

(૧)  "આવનારી પેઢીઓ કદાચ ભાગ્યે જ વિશ્વાસ કરશે કે હાડચામડાંનો આવો પણ એક માણસ ક્યારેય આ પૃથ્વી પર ચાલ્યો હતો." (Generations to come, it may well be, will scarce believe that such a one has this ever in flesh and blood walked up on this earth.)

(૨) અહિંસાના પથદર્શક: આઇનસ્ટાઇન ગાંધીજીને રાજકીય ક્ષેત્રના સૌથી મહાન વિચારક માનતા હતા. તેમણે કહ્યું હતું કે, "આપણા સમયના તેઓ એકમાત્ર એવા રાજનેતા હતા જેમણે માનવીય સંબંધોમાં હિંસાને બદલે નૈતિક અને અહિંસક માર્ગ પસંદ કર્યો.

(૩) "વિચારધારા પ્રત્યે માન: તેમણે સ્વીકાર્યું હતું કે, "આપણે આપણા યુગમાં ગાંધીજીથી વધુ સુધરેલા વિચારકની આશા રાખી શકીએ નહીં."

(૪) પત્રવ્યવહાર: આઇનસ્ટાઇન અને ગાંધીજી વચ્ચે પત્રો દ્વારા પણ સંવાદ થયો હતો. આઇનસ્ટાઇને ગાંધીજીને એક પત્રમાં લખ્યું હતું કે, "તમે તમારા કાર્ય દ્વારા સાબિત કરી દીધું છે કે હિંસા મુક્ત માર્ગે પણ સફળતા મેળવી શકાય છે." આઇનસ્ટાઇનનું માનવું હતું કે ગાંધીજીનું જીવન અને તેમની સત્યાગ્રહની પદ્ધતિ આખા વિશ્વ માટે શાંતિ અને આશાનું કિરણ છે.

૨૦મી જુલાઇએ જંતરમંતર પર અહીંસક અને શાંતીથી સત્યાગ્રહ કરી રહેલા ઝેન જી પર પેલેટ ગન, ખીલા વાળી લાઠીઓ અને  દેશની યુવા બેટીઓ સાથે નિર્લજ્જ વ્યવહાર કરતા પોલીસ તંત્ર, દેશના ગૃહમંત્રી અને બાલ નરેન્દ્ર ની સરકાર ને તમે શું કહેશો!

પણ દેશ અમને ન ઓળખે તો શું કરીએ? અમે તો ગાંધીનેે ગોળીઓથી મારનાર ગોડસેના વારસદારો છીએ.

પંદરમી ઓગસ્ટ વડાપ્રધાન ઉવાચ– અમે હિંસાથી દેશમાં નક્ષલવાદીઓને નામશેષ કર્યા છે.  હવે પણ “દિમાગી નક્ષલવાદીઓનેેેે અમારે નામશેષ કરવા છે.

સને ૧૯૪૮માં ગોડસેએ હિંસાથી ગાંધીના ભૌતીક શરીરનો નાશ કર્યો પણ સને ૨૦૨૬માં જંતરમંતર અહીંસક અને શાંતિથી પ્રતિકાર કરનારા આ હજારો યુવા ઝેન જી ગાંધીએ લાઠીમારનાર ગૃહમંત્રાલય ના પોલીસતંત્રને પ્રેમથી કહ્યું “ ઓર લાઠી મારો,ઔર લાઠી મારો”

દિમાગી ગાંધીવાદીઓની સંખ્યા તો દેશ અને દુનિયામાં થઇને કરોડોની હશે.

આઇન્સ્ટાઇન અને ગાંધીજી ક્યારેય  મળ્યા નથી. માટે જે ફોટો છે તે AI સર્જીત સમજવો.



--
Uploaded Image