Thursday, November 17, 2022

રેશનાલીસ્ટ દ્રષ્ટીએમૃત્યુના ખ્યાલની ચર્ચા.

રેશનાલીસ્ટ દ્રષ્ટીએ મૃત્યુના ખ્યાલની ચર્ચા.

ગુજરાત મુંબઇ રેશનાલીસ્ટ એસો ના પ્રમુખ શ્રી ડૉ સુજાત વલી દ્રારા સંચાલીત તા. ૧૬મી નવેંબરના રોજ આયોજીત વેબીનારમાં ' મૃત્યુ' સૈધ્ધાંતીક રીતે કોને કહેવાય તેની ચર્ચા હતી. ડૉ વલીએ સૌ પ્રથમ મેડીકલ અને વૈજ્ઞાનીક જ્ઞાન આધારીત મૃત્યુના ખ્યાલને વાસ્તવીક રીતે સમજવતાં કહ્યુ હતું કે મૃત્યુ એટલે શરીરના અંગોનું કાયમી ધોરણે કામ કરતું બંધ થઇ જવું. અંગ્રેજીમાં તેમણે ખુબજ સરસ અને સહેલો શબ્દ વાપર્યો હતો."Irreversible– Permanent loss of functions.". શરીરના જે અંગો(Body Organs) કાયમ માટે ફરી કામ કરી શકે નહી તેવી સ્થિતી એટલે મૃત્યુ. વધુમાં તેઓએ શરીરના ચાર અગત્યના અંગોની કામ કરવાની પધ્ધતી સમજાવી હતી. હ્રદય, મગજ, ફેફસાં અને કીડની. ખાસ કરીને એકાએક હાર્ટ–ફેઇલયોર્સમાં તાત્કાલીક આશરે ચાર મીનીટની અંદર સીધુ હ્રદયના મસલ્સમાં ખાસ પ્રકારનું ઇજ્કેશન આપવામાં આવે તો હ્રદય સ્વયંસંચાલીત અંગ હોવાથી ચાલુ થઇ શકે છે તેવો દાવો મેડીકલ વીજ્ઞાનનો છે. જે ખોટો નથી.

(1)    ચર્ચા આગળ ચાલતાં બીપીન શ્રોફ તરફથી પ્રશ્ન પુછવામાં આવ્યો હતો કે હીંદુ માન્યતા પ્રમાણે જીવનભરના કર્મો (દુન્યવી નૈતીકતા કે વ્યવહાર) સાથે મૃત્યને કોઇ સંબંધ હોય છે કેમ? જવાબ. ડૉ વલીનો જવાબ હતો  બીલકુલ ના. શરીરના તમામ અંગોના સંચાલનમાં તેના પોતાના ભૌતીક નીયમો હોય છે. જેને શરીરની બાહ્ય વ્યક્તીગત કે સામાજીક પ્રવૃત્તીઓ સાથે કોઇ સંબંધ હોતો નથી.

(2)    શું કોઇ ઇશ્વરી કે આધ્યાત્મિક,કે અશરીર પરીબળો માનવ અંગોના સંચાલનમાં તે બધાની પુજા– અર્ચના, પ્રાર્થના, ભક્તિ ,કાકલુદી કરવાથી કે સોનાચાંદીની ભેટ ધરાવવાથી  માનવ અંગોના રોગો અટકાવી શકે? જ. ના.

(3)    શરીરમાં આત્માનું અસ્તીત્વ છે? હોય તો શરીરમાં તેનું ભૌતીક રીતે રહેવાનું અંગ કયું? શરીરમાં આત્મા ક્યારે પ્રવેશ પામે છે અને ક્યારે તે શરીરની બહાર નીકળી જાય છે? જવાબ. આત્માનું કોઇ અસ્તીત્વ નથી.પૃથ્વી પરના તમામ સજીવો માત્ર ને માત્ર ભૌતીક એકમો છે. ભૌતીક પદાર્થોના જ બનેલા છે.

(4)    મનીષીભાઇ જાની– હીંદુ ધર્મના પાયા પુસ્તક ગીતામાં તો એક શ્લોકમાં સ્પષ્ટ ઉપદેશ આપવામાં આવ્યો છે કે શરીર નાશવંત છે. આત્મા અમર છે,અવિનાશી છે. તે પાણીમાં ડુબતો નથી,અગ્ની તેને બાળી શકતો નથી.વી.જે તે શરીરના મૃત્યુ પછી તે ખોળીયુ બદલી(જુના શરીરમાંથી નીકળી) નવા શરીરમાં હીંદુ ચાર વર્ણવ્યસ્થા(જેને ગીતાના ઉપદેશ મુજબ શ્રી કૃષ્ણે બનાવી છે)પ્રમાણે તેના ભુતકાળના જીવનના કર્મો પ્રમાણેના વર્ણમાં જન્મ લે છે. જવાબ– દરેક ધર્મોમાં મૃત્યુ પછીના જીવનની માન્યતાઓ જેવીકે સ્વર્ગ– નર્ક, જન્નત– જહનમ, કયામતનો દિવસ, સાલવેશન, ચોરાસીલાખ યોનીનો ખ્યાલ વી, પુરાવા વીહીન ધાર્મીક અંધશ્રધ્ધાઓ છે.જેને માનવ પ્રત્યક્ષ જ્ઞાન અને સમજશક્તીથી સમજાવી શકાય નહી.

(5)     બીપીન શ્રોફ–  તો પછી સજીવ એટલે શું? આત્મા સીવાય શરીર સજીવ કેવી રીતે કામ કરતું થાય છે? સ્રી બીજ અને પુરૂષ વીર્યના સંયોજનમાંથી સજીવતા( જીવન-Life) કેવી રીતે ઉત્પન્ન થાય છે? શું કાળામાથાનો માનવી બે નીર્જીવ પદાર્થોમાંથી એક સજીવ કોષ બનાવી શકે છે?

(6)    જવાબ– તા. ૨૨મી નવેંબર સુધી આપને ઇંતેજાર કરવો પડશે! સોરી ફોર ધી ઇન્ટરપ્શન. વેબીનારનું પ્રતી બુધવારે ઇન્ડીયન ટાઇમ પ્રમાણે રાત્રીના ૯–૦૦ વાગે એક કલાક માટે આયોજન કરવામાં આવેલ છે. ત્યાંસુધી ઉપરની ચર્ચાને આધારે ફેસુબક સજ્જન અને સૌમ્ય ચર્ચાને આવકારીએ છીએ. 


--

Tuesday, November 15, 2022

ગુજરાત શું નશીલી દવાઓનીહેરાફેરીનું વૈશ્વીક હબ બની ગયું છે?


ગુજરાત શું નશીલી દવાઓની હેરાફેરીનું વૈશ્વીક હબ બની ગયું છે?

ગુજરાતમાં છેલ્લા ૨૫ વર્ષો કરતાં વધારે સમયથી કોની સરકારછે?

(1)    ખેડાજીલ્લાના વીરસદ ગામની પોલીસ ચોકીમાંથી ૧૪૪કીલો ગાંજાની ચોરી થઇ.

(2)    ગુજરાતમાં વાર્ષીક ૨૧૦૦૦ કરોડનું નશીલી દવાઓનું બજાર છે. અમીતશાહની હાજરીમાં ગાંધીનગરમાં તાજેતરમાં નશીલી દવાઓના મુદ્દે( Narcotics Buraeu) ખાસ બેઠકમાં ચર્ચા થઇ. તેઓની ઓનલાઇન હાજરીમાં અંકેલેશ્વર ને દીલ્હી મુકામે હજારો કીલો નશીલી ડ્રગ્સનો જથ્થો અંદાજી કીંમત ફક્ત ૬૩૨ કરોડ થાય છે: જેને સળગાવી દેવામાં આવ્યો છે.

(3)    આ ઉપરાંત ચંઢીગઢ( અમીત શાહની હાજરીમાં)અને ગોહાત્તીમાં અનુક્રમે ૩૦,૦૦૦અને ૪૦,૦૦૦ કીલો નશીલી દવાઓનો પકડાયેલો પુરવઠાનો નાશ કરવામાં આવ્યો હતો. હરીયાણા અને આસામમાં ભાજપની સરકારો છે.

(4)    તા. ૨૧મી સપ્ટેમ્બરનારોજ ૨૧૦૦૦ કરોડ રૂપીયાની નશીલી દવાઓ( હેરોઇન)કચ્છના મુદ્રા બંદરેથી પકડવામાં આવી હતી. સદર બંદરનું સંચાલન અદાણી જુથનું છે.અદાણી જુથ તરફથી સ્પષ્ટતા કરવામાં આવી હતી કે તેમનો ઉધ્યોગ ફક્ત બંદરનું સંચાલન કરે છે. પણ બહાર દરીયાઇ માર્ગે આવતા કન્ટેનયરમાં શેની ફેરાફેરી થાય છે તે જોવાની સત્તા નથી.  જો પ્રધાન મંત્રી મોદી હિંદુ ધાર્મીક મંદીરોની મુલાકાત માટે જાય તો સતત ટીવી કવરેજ આવે પણ આટલો મોટો નશીલી દવાઓનો જથ્થો તેમની ડબલ એન્જીનવાળી ગુજરાત સરકારના વહીવટમાં પકડાય તો તે સમાચાર દેશની ન્યુઝ ચેનલમાંથી કેમ ગાયબ થઇ જાય છે? ન કોઇ ડીબેટ– ન કોઇ પત્રકારોની ચર્ચા ! આ સંદર્ભમાં એન આઇ એ ત્રણ રાજ્યોમાં દરોડા પાડયા અને બે ત્રણ માણસોની ધરપકડ કરી. બસ.

(5)     ગુજરાતમાં કેવી રીતે આટલા મોટાપ્રમાણમાં નશીલી દવાઓનું રાજ્યવ્યાપી આર્થીક નેટવર્ક પેદા થઇ ગયું છે? ગુજરાતમાં, દરીયાઇ માર્ગે આવતા નશીલી દવાના કાચામાલને હેરોઇનમાં રૂપાંતર કરવાની ફેકટરીઓ રાતોરાત અળશીયાની માફક ફુટી નીકળી છે.આવી ફેકટરીઓ અંકલેશ્વર, વડોદરા, ઉંઝા અને અમૃતસર સુધી  ફેલાઇ ગઇ છે તેવો રિપોર્ટ ' વાયર ન્યુઝ મીડીયાં નો છે. વડોદરા જીલ્લાના સાવલી તાલુકાના એક છેવાડા ગામડા 'મોક્સી'માં એક રાસાયણીક ફેકટરી  દરીયાઇ માર્ગે આવેલા નશીલા માલમાંથી શુધ્ધ કરીને ' મેસેડ્રોન હેરોઇન' બનાવતી હતી. તેના પર દરોડો પાડતાં તે પકડાયેલ જથ્થાની કીંમત આશરે ૧૧૦૦ કરોડ કરતાં પણ વધારે હતી.

(6)    ૨૭ વર્ષથી ગુજરાતમાં સર્વેસર્વા વર્તમાન વડાપ્રધાન મોદીના હીસાબે ભાજપની સરકારોનો વહીવટ 'પ્રાઇમ મીનીસ્ટર ઓફીસ' (PMO) થી કરવામાં આવે છે તે કોને ખબર નથી? ગુજરાતમાં પ્રજામતથી ચુંટાયેલી સરકારો કોના તરંગો પ્રમાણે સત્તા મેળવે છે અને ગુમાવે છે? આ બધી સરકારોને કઠપુતલીની માફક નચાવનાર કોણ છે?

(7)    આ નશીલી દવાઓનો વેપલો ફક્ત ગુજરાતની સરકાર કે રાજ્યના વહીવટનો જ ગંભીર ચીંતાજનક પ્રશ્ન નથી. આપણા રાજ્ય અને દેશના યુવાનોની સંપુર્ણ બરબાદીનો પ્રશ્ન છે. આ ગંભીર સમસ્યા તે દીશામાં દોરી જતા દરેકે દરેક મા–બાપ અને કુટુંબોની સમસ્યા મોડીવહેલી બની જવાની છે તેની લેશમાત્ર શંકા નથી! કોઇપણ રાજ્ય અને દેશમાં કાળાબજારના ધંધા સત્તાધારી રાજકારણીઓ સીવાય કોની છત્રછાયા નીચે ચાલતા હોય છે?

(8)     થોડાસમય પહેલાં પશ્ચીમબંગાળની વીધનસભાની ચુંટણીમાં એક રાજકીયપક્ષે આશરે એકલાખ કરોડ કરતાં વધારે રૂપીયાનું મુડીરોકાણ કરીને સત્તા મેળવવાનો નીષ્ફળ પ્રયાસ કર્યો હતો. આ રિપોર્ટ કોલકત્તાના દૈનીકનો હતો. ગુજરાતની આગામી તા ૧અને ૫મી ડીસેમ્બરની વીધાનસભાની ચુંટણીમાં ગુજરાતની સ્ટેટબેંકોમાંથી ૧૦૦૦૦ કરોડનાં ચુંટણી બોન્ડ ખરીદવામાં આવ્યા તેવો અખબારી રીપોર્ટ છે. તેમાં સદર ચુંટણી બોન્ડ ખરીદનારનું નામ ક્યારેય ખબર ન પડે તેવી કાયદાકીય જોગવાઇ કરવામાં આવી છે. વીધાનસભાની ૧૮૨ સીટ પ્રમાણે સીટ દીઠ ફક્ત આશરે ઓછામાં ઓછા ૫૫ કરોડ ખર્ચવામાં આવશે!. મારા તમારા મતોથી ચુંટાયેલા પ્રતીનીધીઓ કોના હીતમાં કોની વફાદારી માટે કામ કરશે?

સૌ. રવીશકુમાર. એનડીટીવી. ન્યુઝ ચેનલ. ભાવાનુવાદ.

 

 

 

--

Saturday, November 12, 2022

હવે મારે તમારી જરૂર નથી


હવે મારે તમારી જરૂર નથી.

હું મારી રાજકીય સત્તાનો પીરામીડ દર ચુંટણીના પહેલાંના પાંચ વર્ષ દરમ્યાન તમારા બધાની મારા પ્રત્યેની સંપુર્ણ શરણાગતી– વફાદારી – શહીદીથી તેનો પાયો મજબુત બનાવતો આવ્યો છું. પછી " તમે બધા મારી રાજકીય સત્તાના પીરામીડની લંબાઇ– પહોળાઇમાં(તેની પતલી ને ધારદાર થતી ટોચની ચીંતા ક્યારેય તમારે ભુલેચુકે ન કરવી) સતત વધતી જતી દીવાલની ઇંટો તરીકે સુશોભન પામીને ઘેનમાં સુઇ રહો તેમાં જ આપણા બધાનું હીત સમાયેલું છે." તમને બધાને તો ગૌરવ થવું જોઇએ કે તમારી આગળ–પાછળ અને ઉપર– નીચે કેવી કેવી જુદા જુદા સમયની અનેક દાયકાઓથી સંઘર્ષ કરતા ' અપનેવાલાઓની નામી– અનામી હસ્તીઓ' આ ઇમારતમાં કાયમી નીંદરમાં પોઢી ગઇ છે. તમામ પ્રકારની ભુખ– તાપ– ટાઢ– વરસાદ–વી. નો ત્યાગ કરીને કોને મજબુત કરવા ' યા હોમ કરીને નીકળી પડેલાઓને" મેં મારા સત્તાના પીરામીડની વીશાળ દીવાલોમાં ક્યારેય બહાર ન નીકળે તે રીતે ચણી લીધા છે. તે બધાને પેલા પીરામીડ તરફ લઇ જવા મેં જ્યારે તેમના ખભાપર હાથ મુક્યો હતો ત્યારે તેમને મારા સહવાસમાં કોઇ દીવ્ય અનુભૂતી(!)નો આનંદ થતો હોય તેવું તે બધાને લાગ્યું હતું. પણ ખરેખર મારે મન તેમનું મહત્વ " કુરબાની માટે ખવડાવી– પીવડાવીને અલમસ્ત બનાવેલા રંગે– ચંગે, તથા ફુલહારથી શણગારેલા પવિત્ર જાનવરથી વધારે નહતું."

  આપણે તા ૧લી અને ૫મી ડીસેમ્બરના રોજ આયોજીત ગુજરાતની વીધાનસભાની ચુંટણીમાં જે ગઇકાલ સુધી રાજકીય સત્તા માટે મોંઘેરીલાલના સ્વપ્નાં સેવનારાઓ હતા. અને હવે આ લોકો જે મારી સત્તાના પીરામીડની દીવાલમાં શહીદ થવા પ્રયાણ કરવા નીકળી પડેલાઓના અંતરઆત્માના અવાજને ઓળખીએ!.

(૧) સને ૨૦૧૭થી ૨૦૨૨ સુધીમાં છેલ્લા પાંચ વર્ષોમાં ગુજરાતમાં મારી લગભગ બે દાયકોથી ચાલી આવતી રાજકીય સત્તાની ગાદીના ત્રણ સુબાઓને મેં બદલ્યા છે. દરેકના ખભે હાથ મુકીને મેં તેમનો રાજ્યાભીષેક કર્યો હતો. તે બધાને સને ૨૦૧૭માં ટીકીટ આપીને વીધાનસભામાં પસંદ કરીને હું જ તેમને ચુંટી લાવ્યો હતો.

(૨) આગામી વીધાનસભાની ચુંટણીમાં મેં મારા જ પસંદ કરેલા ગઇ વીધાનસભાના ૩૮સભ્યોને ટીકીટ આપી નથી.કેમ? જે કોઇ પ્રશ્ન પુછે તેને, પેલા મારા ભવ્ય લાંબા પહોળા સત્તાના પીરામીડની લાંબી પહોળી દિવાલ બતાવી લેજો.

(૩) દાયકાઓથી મારા સત્તાને મજબુત કરનારા ૬ દીગ્ગજ નેતાઓને મેં મારી ઇમારતની ઇંટ બનવા પસંદ કર્યા છે. મારા આવા તેમની સુખાકારી માટે નીર્ણયથી તે બધાએ જે આનંદ વ્યક્ત કર્યો છે તે આજના ઇન્ડીયન એકપ્રેસે આ પ્રમાણે નોંધ્યો છે. ગુજરાતના માજી મુખ્યમંત્રી વીજય રૂપાણી, ભુતપુર્વ નાયબ મુખ્યમંત્રી, નીતીન પટેલ, કેબીનેટ મંત્રીઓ જેવા કે પ્રદીપ જાડેજા, ભુપેન્દ્ર્ ચુડાસમા, આર સી ફળદુ,અને કૌશીક્ પટેલ, સદર ચુંટણીના ઉમેદવારોની સત્તાવાર યાદી જાહેર થાય તેના એક દીવસ પહેલાં દીલ્હીના તાજને જણાવી દીધું છે કે અમને સદર ચુંટણી લડવા કરતાં આપના પીરામીડની ઇંટો બનાવમાં રસ છે એમ અમે સ્પષ્ટ જણાવીએ છે.(A day before the list was announced, the way was cleared when seniors such as Rupani, his deputy CM Nitin Patel and at least four other ministers from his Cabinet (Pradeepsinh Jadeja, Bhupendrasinh Chudasama, R  C Faldu and Kaushik Patel), announced that they had opted out of the contest. ) ભાજપ પક્ષ પ્રમુખ પાટીલે નીખાલસતાથી જણાવ્યું છે કે હવે તે બધા વડીલીએ પક્ષીય સંગઠન માટે કામ કરવાનું નક્કી કર્યું છે.એટલે પેલા પીરામીડની ઇંટ બનવાનું.( So now they want to work for the organisation.")

(૪) દેશ અને દુનીયા સમક્ષ મેં ઘણી જુમલે બાજી કરી છે.'ગુજરાત મોડેલ, સબકા સાથ સબકા વીકાસ, દરેક નાગરીકના ખાતામાં ૧૫ લાખ રૂપીયા જમા થશે, ગુજરાત મારી પ્રયોગશાળા જેમાં બીલકીસબાનુ , વડોદરાની બેસ્ટ બેકરી, નરોડા પાટીયા, નરોડાગામ–' પેલા મોઢામાથા વીનાના બે દાયકાઓથી ચાલતા એમઓયુના લીસ્ટ ઝીરો પરીણામ, છ વર્ષ પહેલાં અમલમાં મુકેલી નોટબંધી વી. આ બધી મારી ઐતીહાસીક સીધ્ધીઓ છતાં મારે ગુજરાતની આગામી ચુંટણી માટે કોગ્રેંસના પક્ષપલ્ટુઓ સીવાય ચાલે તેમ નથી! આગામી ચુંટણીમાં મેં ૧૭ ટીકીટો કોંગ્રેસ પક્ષમાંથી ખાસ બોલાવેલા પક્ષપલટુઓને ટીકીટ આપી છે. તેમાંથી ૯ કોંગ્રેસી પક્ષપલ્ટુઓ એવા છે જે ૨૦૧૭માં અમારી સામે ચુંટણી જીતીને આવ્યા હતા.( At least 17 are Congress MLAs who defected to the BJP over the past five years, nine of them having won on Congress tickets in 2017. )

(૫) મારી સત્તાની સોદાગીરીમાં નીર્ણય કરવાની રીત વીધ્યુતવેગી છે. પંચમહાલ આદીવાસી વિસ્તારના બાપ– બેટા મોહનસીંહ રાઠવા અને પુત્ર રાજેન્દ્રસીંહ રાઠવા બે દિવસ પહેલાં જ કોંગ્રેસમાંથી આવ્યા છે તેને મેં ટીકીટો માટે યોગ્ય ગણ્યા છે. ગઇકાલે ગુરૂવારે ઝાલોદનો ધારાસભ્ય ભાવેશ કટારીઆ કોંગ્રેસમાંથી આવ્યો અને તેને સાહેબે ટીકીટ આપી દીધી.આ કટારીઆની લાયકાત એવી છે કે સને ૨૦૧૭માં ભાજપે ટીકીટ માટે અયોગ્ય ગણીને પક્ષમાંથી કાઢી મુક્યો હતો. પણ કટારીયા કોંગ્રેસેમાંથી ભાજપ સામે ચુંટાઇ આવ્યો હતો. સને ૨૦૨૨માં સાહેબના નીર્ણયથી ૨૪ કલાકમાં જ તેની ઘરવાપસી થઇ છે.

(૬) મારો પ્રશ્ન ગુજરાતના શહેરી શીક્ષીત યુવાનો અને અન્ય મતાદારોને એટલો જ છે કે  જે નેતાના આશ્રય નીચે આશરે ૨૩ વર્ષથી આપણા રાજ્યમાં સત્તાની ધુરા હોય , તેણે ખરેખર ઉપર મુજબના કાવાદાવા શા માટે કરવા પડે? રાજ્યની પ્રજાના શીક્ષણ, આરોગ્ય સુખાકરી વિ. અનેક બાબતો પર શું તમારે મતદારો સમક્ષ બતાવવાની કોઇ લાયકાત જ બાકી રહી નથી?

(૭) દોસ્તો ! શક્ય હોય તો ઇતીહાસની ભુલોનું પુનરાર્વતન ન કરશો. તેવી વિનંતી છે.

 

--

Tuesday, November 8, 2022

ચલો! સિક્કાની બીજી બાજુનેઓળખીએ!


ચલો! સિક્કાની બીજી બાજુને ઓળખીએ!

હીમાચલ પ્રદેશમાં સોલન મુકામે ચુંટણી સભામાં મોદીજી ઉવાચ:–

કમળને વોટ એટલે મોદીને વોટ.( Vote for lotus is vote for Modi: PM ) વધુમાં જણાવ્યું હતું કે " તમારે મતદાન કરતા સમયે બીજેપીનો કોણ ઉમેદવાર છે તે બીલકુલ જોવાનું નથી. અરે! તે યાદ કરવાની પણ જરૂર નથી! તમારો કમળને આપેલો દરેક મત સીધોજ મોદીના શુભેચ્છા ખાતામાં આવી જશે.(Your every vote for 'kamal ka phool' will come directly to Modi's account as a blessing,") દીલ્હીમાં મોદી મજબુત છે તો પછી અહીયાં હીમાચલ પ્રદેશમાં મોદી મજબુત બનવા જોઇએ કે નહી? (હાજર રહેલ સભાજનોને સાહેબ પ્રશ્ન પુછે છે?)

કોઇપણ લોકપ્રતીનીધી વાળી ચુંટણી પ્રથામાં સર્વોપરીતા કોની?ચુંટાયેલા પ્રતીનીધીની વફાદારી કોની? મતદારોની? પક્ષની? કે સર્વોપરી પક્ષના નેતાની? લોકશાહીમાં એક જ નેતાના હાથમાં તમામ સ્થાનીક, પ્રાદેશીક અને કેન્દ્રીય સત્તાનું કેન્દ્રીકરણ હોય તો તેને કઇ રાજ્યપ્રથા તરીકે આપણે ઓળખીશું?

   ભારતના નજીકના જ ઇતીહાસમાં હીંદુ ને મુસ્લીમ રાજાઓ પોતાની બાદશાહી સલામત રહે માટે દીવાનો,વજીરો અને સ્થાનીક કક્ષાએ સુબાઓની નીમણુક કરતા હતા.રાજાના તરંગો પ્રમાણે તે બધામાં ફેરફાર થતા હતા. જેવાકે ગુજરાતમાંએક સમયના મુખ્યમંત્રી વિજય રૂપાણીની જ નહી પણ તેઓની સાથે પ્રધાનમંડળના બધા જ પ્રધાનોની તમામ સત્તાઓ દીલ્હીના નવાબે એક રાતમાંજ લઇ લીધી હતી.તેનો સહેજ પણ રંજ પેલા ગુજરાતના સત્તા વીહીન બનેલા કોઇ સુબા,દીવાન કે વજીર ને નથી!

    ગુજરાતના તા. ૧લી અને ૫મી ડીસેમ્બરે મતદાન કરતા તમામ મતદારોને કોઇ પુછશે ખરૂ કે પાંચ વર્ષ માટે તમારે પ્રજાના પ્રતીનીધી તરીકે ગુજરાતમાં દિલ્હીની નવાબી સત્તામાંથી મુક્તી જોઇએ છીએ કે તે ગુલામી ચાલુ રાખવી છે? દિલ્હીના નવાબે ખુબજ સ્પષ્ટ રીતે હીમાચલ પ્રદેશમાં ચુંટણી પ્રચારમાં પોતાની " મન કી બાત' ખુલ્લી બતાવી દીધી છે!

 ઇગ્લેંડના એક જમાનાના મહાન ન્યાયવીદ્ લોર્ડ એકટનનું એક સુપ્રસીધ્ધ ને આંખ ખોલનારુ વાક્ય છે. "સત્તા ભ્રષ્ટાચારી હોય છે. સંપુર્ણ સત્તા સંપુર્ણ ભ્રષ્ટાચારી હોય છે.(Power corrupts: absolute power corrupts absolutely.)

 ઇતીહાસ સાક્ષી છે કે કોઇ બહુમતી પ્રજાએ ગધેડાનું પુછડું પકડયું હોય તો ગમે તેટલી લાતો ખાય તો પણ તે લાતો ખાવાના આનંદથી તે ટેવાઇ ગઇ હોય છે. સ્વપીડા ને પરપીડા બંને એક બીજાના સહોદર હોય છે તેવું તારણ મહાન મનોવૈજ્ઞાનીક સીગમંડ ફ્રોઇડનું છે.

 

 

--

Monday, November 7, 2022

મોરબી દુર્ઘટનાનું હું બેરીતે મુલ્યાંકન કરવા પ્રયત્ન કરૂ છું.

 

 

 

મોરબી દુર્ઘટનાનું હું બે રીતે મુલ્યાંકન કરવા પ્રયત્ન કરૂ છું.

આ કરૂણ પ્રસંગ વિશે ઘણું લખાઇ ગયું છે. તેમાં કોઇ ઉમેરો કરવાનો હેતુ નથી. પણ મારા મુલ્યાંકનનો પ્રયત્ન કેટલીક આ પ્રસંગો સંબંધીત હકીકતો પર આધારીત છે. તેને આપની સમક્ષ લાવવાનો હેતુ છે.જે મીડીયા સમક્ષ આવી નથી.તેને હું બે વિભાગમાં રજુ કરૂ છું.

(૧) મોરબી નગરપાલીકા એક કાયદામુજબ અસ્તીત્વ ધરાવતી સંસ્થા( Legal Person) છે. તે સંસ્થા માટે કામ કરવાના, સંચાલન વી ની સત્તાઓ અને ફરજો પણ S O P = Standard Operating Procedure મુજબ પુર્વનીર્ણીત અસ્તીત્વમાં આવેલ છે. તેમાં નગરની પ્રજાના સુખાકરીના કામો કરવા કાયદામુજબ ચુંટાયેલા લોકપ્રતીનીધીઓ જુદી જુદી કમીટીઓના સભ્યોની નીમણુક કરવામાં આવે છે. મોરબી નગરપાલીકામાં પણ આ ઝુલતો પુલ જે વીધીસર રીતે જુના મહારાજા પાસેથી મીલકત તરીકે હસ્તાંતર(Transfer of Property) કરી– કરાવીને અને સંપુર્ણ દેખરેખ– વહીવટ નીચે સોંપવામાં આવેલ હતો. તેના દેખરેખ– સારસંભાળ માટેની કમીટીના સભ્યો કાયદા મુજબ અસ્તીત્વમાં હોવા જોઇએ! મોરબી નગર પાલીકાનો છેલ્લા ૪૦ વર્ષોથી ભારતીય જનતા પાર્ટીનો જડબેસલાક વહીવટ છે કે જેમાં અન્ય વીરોધપક્ષનો કોઇ એક પણ સભ્ય ચુંટાયેલો નથી.

(૨)  સદર ઝુલતાપુલ સંચાલન સમીતી જે કોઇ સ્વરૂપની હોય( ચીફ ઓફીસરને સત્તા આપી હોય!) તેણે મોરબી નગરપાલીકાની સામાન્ય સભા પાસે, પુલની દુરસ્તી માટેની ટેકનીકલ વીગતો સ્થળપરની સ્થીતીને ધ્યાનમાં રાખીને નાણાંકીય– બજેટ વિ રજુ કરીને મંજુર કરાવ્યું હશે!. કુલ અંદાજી કેટલો ખર્ચ, કેટલા સમયમાં પુરૂ કરવાનું, કામના તબક્કા વાર ઉત્તરોતર સુપુરવીઝન, બીનવાંધાજનક પ્રમાણપત્ર રજુ કરવાનું વી, શરતો પણ તેમાં આમેજ કરેલી હશે? નીયમ મુજબ ખર્ચની અંદાજી રકમનો આંકડો મોરબી નગરપાલીકાની મંજુર કરવાની કાયદાપાત્ર સત્તા કરતાં વધારે હશે તો કલેકટર કે અન્ય સક્ષમ સંસ્થાની મંજુરી પણ લેખીત આગોતરી મેળવી હશે. અને કામપુરૂ થયાબાદ નીયમ મુજબ બીનવાંધાપ્રમાણપત્ર(NO OBJECTION CERTIFICATE) પેલા કોન્ટ્રક્ટર પાસેથી  લઇને sop  મુજબ પ્રથમ  મોરબી નગરપાલીકા ઝુલતાપુલ સમીતી, ત્યારબાદ સંસ્થાની ચુંટાયેલા સભ્યોની સામાન્ય સભા, અને બીલની રકમ જ્યારે લાખોમાં હોય ત્યારે કલેકટર કે તેવી કોઇ સંસ્થાની મંજુરી પણ લીધી  હશે? ત્યારબાદ નાણાંની ચુકવણી થાય!

(૩) સદર ઝુલતો પુલ તા. ૨૬મી ઓકટોબરે મુલાકાતીઓ માટે ખુલ્લો કરવામાં આવ્યો અને તા. ૩૦મી ઓકટોબરના રોજ તે પુલ તુટી પડયો. આશરે ૧૩૫માણસો ૫૩ બાળકો સહીત દુ:ખદ હોનારતમાં મૃત્યુ પામ્યા છે.

(૪) મીત્રો, ઉપરની ચર્ચાને આધારે આ માનવીય હોનારત કોની બેજવાબદારીને કારણે થઇ છે તે માટે કોઇ વિશેષ બુધ્ધી જરૂર છે ખરી?

(૫) પેલી અંધેરી નગરી અને ગંડુ રાજા માં ન્યાય નક્કી કરવા માટે અથવા ગુનેગાર નક્કી કરવા માટે જે નીયમો બતાવાયા છે તેમ સદર પુલ હોનારાતમાં પેલા ટીકીટ ઇસ્યુ કરનાર બુકીંગ ક્લાર્ક, પેટા કુંપનીના કર્મચારીઓ વી. ને અટકાયતમાં લેવામાં આવ્યા છે. છેલ્લી માહિતી મુજબ કલેકટરે મોરબી નગરપાલીકાના ચીફ ઓફિસરને સસપેંડ કરેલ છે. સદર સંસ્થામાં ચુંટાયેલા પ્રતીનીધીઓની કોઇ કાયદામુજબ જવાબદારી છે કે કેમ તે કોણ નક્કી કરશે?

 લેખનો ભાગ– ૨.

આવો જ એક કીસ્સો તા. ૩૧મી માર્ચ ૨૦૧૬માં કોલકત્તામાં સ્વામી વીવેકાનંદ બ્રીજનો એક ભાગ તુટી ગયો હતો. આશરે ૨૭ મજુરો મૃત્યુ પામ્યા હતા. તે સમયે પશ્ચીમ બંગાળની વીધાનસભાની ચુંટણી નજીકમાં થવાની હતી. અત્યારે સને ૨૦૨૨ની ગુજરાતની વીધાનસભાની ચુંટણી તા. ૧લી અને ૫મી ડીસેમ્બરના રોજ થવાની છે તેમ. ત્રીનમુલ કોગ્રેંસના પ્રમુખ તરીકે મમતા બેનરજી માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ નીચે મુજબની શ્રધ્ધાંજલી આપી હતી.

(૭) કોલકત્તાના પુલના સંદર્ભમાં મોદીજી ઉવાચ;– " પુલ તુટી પડયો છે. આ કોઇ દૈવી કે ઇશ્વરી ઘટના નથી. સરકારી ભષ્ટ્રાચારનું પરીણામ છે. તેમ છતાં તે ઇશ્વરી ઘટના એટલા માટે છે કે તે ચુંટણી દરમ્યાન બની છે. તમે ! બંગાળના મતદારો સમજો કે તમે બધા કેવી સરકાર ચલાવો છો? ભગવાને સંદેશો મોકલ્યો છે, (જે ફક્ત નમો ને જ સંભળાયો છે તે સીવાય દેશના કોઇપણ રાજકીય નેતાઓને સંભળાયો નથી!) કે આજે બ્રીજ તુટ્ટયો છે આવતી કાલે મમતા બેનરજી આખું રાજ્ય તોડી નાંખશે. જમીનદોસ્ત કરી નાંખશે. મારા દ્રારા ઇશ્વરે સંદેશો મોકલ્યો છે કે પશ્રીમ બંગાળની પ્રજાને મમતા દીદીના ગેરવહીવટમાંથી બચાવી લે!.

હે! બંગાળના મતદારો મોદીના પક્ષ બીજેપીને બંગાળના રાજ્યની ધુરા સંભાળવા માટેની તક આપો. નીચેની અંગ્રેજી મેટરનો ભાવાનુવાદ કરેલ છે.("The bridge has fallen. This is not an act of God but an act of fraud. It is certainly an act of God to the extent that the people have come to know during the election about the kind of government you have been running. God has conveyed a message to the people that today this bridge has fallen and tomorrow she will finish off the whole state. God has sent this message to  " the people of Bengal"  is to save Bengal--- said Modi appealing to the people of Bengal to give a chance to BJP in the state election.")

(૮) વડાપ્રધાન તરીકે  જે તે દિવસે કોલકત્તાના બ્રીજ હોનારાતમાં શું બોલેલા તેમના જ શબ્દો તેમના પોતાના અવાજમાં ' યુ ટયુબ' તેમજ તેમના ટ્ટવીટર એકાઉન્ટના ફોટા પરથી અત્રે રજુ કરેલ છે. આ ઉપરાંત મોરબી સીવીલ હોસ્પીટલના એક દર્દીને નવી નક્ક્રોર ચાદર, ફક્ત સ્હેજ ઘસરડો પડેલ દર્દીને એક પગે જાણે ઓપરેશન કર્યું હોય તેમ પ્લાસ્ટર વાળો ફોટો તથા વોર્ડની દીવાલોપર નવાનક્કોર તાજા ફોટા મુકેલા દેખાય છે. કોણ કોને છે છેતરે છેં? રાજ્ય આરોગ્ય ખાતુ સાહેબ ને છેતરે છે કે પછી સાહેબ ગુજરાતની પ્રજાને છેતરે છે?

(૯) હાલમાં મોરબી દુર્ઘટના સમયે દેશના વડાપ્રધાન મોદીજી સીવાય, રાહુલ ગાંધી, મમતા બેનરજી વી. કેવી પ્રસંગને અનુરૂપ શ્રધ્ધાંજલી અર્પીત કરી છે તે પણ અત્રે રજુ કરેલ છે. રાહુલ ગાંધીએ પોતાની ભારત જોડો યાત્રામાં આંધપ્રદેશ તેલંગાનામાં પોતાની પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે  આવા દુ:ખદ સમાચાર અંગે હું આ મુદ્દાને ' રાજકીય સ્વરૂપ' આપવા માંગતો નથી. કારણકે તેનાથી પેલા મૃતજનનો મોતનો મલાજો જ ન જળવાય! મમતા બેનરજીએ મોરબી દુર્ઘટનામાં મૃતકોને પોતાની શ્રધ્ધાંજલી આપી હતી.અને ઘાયલો સત્વરે સાજા થઇ જાય માટે પ્રાર્થના કરી હતી. અરવીંદ કેજરીવાલે પણ પ્રસંગને યથાર્થ પોતાની શ્રધ્ધાંજલી આપી હતી.

 

 


--

Monday, October 31, 2022

ભાગ –૨ “ ઇશ્વરના હુકમનુંઉલ્લંઘન કરવાનું પાપ નથી તેમાં જ સાચી માનવમુક્તી રહેલી છે.”

ભાગ –૨ " ઇશ્વરના હુકમનું ઉલ્લંઘન કરવાનું પાપ નથી તેમાં જ સાચી માનવમુક્તી રહેલી છે."

   આમ માનવી, સતત ઇશ્વરી, ધાર્મીક પુસ્તકો, અને ઇશ્વરી દેવદુતો ને પયગંબરોના હુકમોનો અનાદર કરીને, સરીયામ ઉલ્લઘન કરીને પોતાની બૌધ્ધીક શક્તી વિકસાવીને જીવનમાં સંવાદિતા પ્રાપ્ત કરતો આવ્યો છે. માનવીએ પોતાના બાહ્ય કુદરતી નીરિક્ષણ, તર્કબધ્ધતા અને સમજશક્તીથી (Cognition) પૃથ્વી પર જે સ્વર્ગ બનાવ્યું છે તે પેલા ઇશ્વરી આજ્ઞાપાલનથી સ્થગીત સ્વર્ગ કરતાં અનેકગણુ ચઢીયાતુ છે.

    પૃથ્વીપરના ઇશ્વરી એજંટોએ( આ પરોપજીવોની જમાત સૌથી વધારે ઇશ્વરપ્રીય ભારતમાં સક્રીય છે.) પોતાના સ્વાર્થી હેતુઓ માટે જે ' અગડમબગડમ' સત્યોની માયાજાળ પેદા કરી છે; સદીઓથી તેને માનવ મરજીવાઓએ શહીદી વહોરીને, તેમના સત્યો સામે બળવો કરીને જે મેળવ્યું છે તે લેશ માત્ર ઓછી સીધ્ધી નથી.

  માનવસંસ્કૃતી માટે પસંદગી બહુજ સ્પષ્ટ છે. કાંતો તેણે પેલા બની બઠેલા ઇશ્વરી એજંટોના હુકમોનું પાલન કરીને સામુહીક સ્વનાશનો માર્ગ પસંદ કરવો અથવા તેમના બકવાસભર્યા અર્થહીન વાહીયાતોમાંથી કાયમી મુક્તી મેળવવા તે બધાના હુકમો, ઉપદેશો અને કાકુલદીઓ સામે સંગઠીત પ્રતીકાર કરવો!

   કોઇ એમ ચોક્કસ કહી શકે કે ભાઇ ! તમારી આદર– અનાદર(Obedience–Disobedience)વાળી ચર્ચા હંમેશાં કે સર્વદા એકતરફી હોઇ ન શકે. કોઇ વિચાર કોઇના માટે આદર હોય,અને સામા માટે તે વિચારનો અનાદર કરવો પણ યોગ્ય લાગે! માનવજાતના કલ્યાણના ધ્યેયો રાજ્યસત્તાના નિયમો– દંડો સાથે એકરૂપ ન હોય તો બે દ્વંવ્દ વચ્ચે શું પસંદ કરશો? જે માણસ રાજ્યસત્તાનો ફક્ત હુકમ છે માટે માને છે, આદર કરે છે તે ગુલામ છે. અને જે રાજ્યસત્તાનો હુકમ દુન્યવી, વૈજ્ઞાનીક પ્રમાણો અને વાસ્તવીક સત્યો આધારીત વીરોધ કરે છે તે બળવાખોર બની જાય છે.

      કોઇપણ વ્યક્તી માટે, સંસ્થા કે સત્તાના આશ્રીત બનીને પોતાની તર્કવીવેકબુધ્ધીથી વીરૂધ્ધ જઇને આજ્ઞાપાલન કે સમર્પણ કરવું તે અક્ષમ્ય( Unpardonable) વર્તન છે. પરંતુ મારી તર્કવીવેકબુધ્ધી આધારીત આજ્ઞાપાલન(Autonomous Obedience)કરવું તે સમર્પણ નથી. કારણકે તેમાં હું મારા નિર્ણયને અનુસરુ છું. બીજાના આદેશ, હુકમ કે નિર્ણય ને નહી.

ધર્મસત્તા, રાજ્યસત્તા, રાષ્ટ્રસત્તા, પક્ષીય સત્તા કે આપખુદ નેતાની સત્તાના અંતરઆત્મા અવાજ ની સામે( (મનકી બાત)માનવીના અંતરઆત્મા, સદ્રવીવેકબુધ્ધ્ની સત્તા વચ્ચે શું પસંદ કરવું ? શાથી? કેમ? ઉપર જણાવેલ સત્તાના પ્રકારોમાંથી કોઇપણ સત્તાના અંતરઆત્માના અવાજ સામે જ્યારે તમારો સદ્રવીવેક કે અંતરનો અવાજ શરણાગતી સ્વીકારે ત્યારે સમજાવાનું કે તમે પેલી સત્તાને ખુશ કરવા માંગો છે અથવા તમને તે સત્તાની બીક લાગે છે. દા;ત બાળકનું તેના પિતાની સત્તાને સ્વીકારવું.

 સત્તાના અંતરઆત્મા( Authoritarian conscience) જેનું બીજું નામ દંડ કે હુકમ છે,તેની સામે માનવીય અંતરઆત્મા ( Humanistic conscience)નો ખ્યાલ છે.

માનવવાદી અંતરઆત્મા કે સદ્રવીવેકબુધ્ધી તે માનવમાત્રનો પોતાની જીજીવીષા ટકાવી રાખવા વીકસેલું ( (Urge to exist) એક માનવમુલ્ય છે. માનવ અંતરઆત્મા તે પુરાવા–જ્ઞાનઆધારીત માનવ સહજ જીજ્ઞાસાનું પરીણામ છે. તેમાં માનવીય હીતકારી અને અહીતકારી શું છે તે જાણવાની સમજશક્તી માનવીમાં એક જૈવીક દેન તરીકે વીકસેલી છે. પરંતુ પેલા સત્તાકીય પરીબળોના અંતરઆત્માના હુકમો સહેલાઇથી માનવીય અંતરઆત્માના વ્યક્તીત્વ પર એવા હાવી થઇ જાય છે અને માનવીને પ્રમાણમાં શક્તીહીન બનાવી જાય છે.

         પેલી ઇરેશનલ સત્તા રેશનલ સત્તાને યેનકેન પ્રકારે દબાવી દે છે. દા:ત ગુલામ અને માલીક ઇરેશનલ સત્તા અને શીક્ષક અને વીધ્યાર્થી રેશનલ સત્તા. બંને સત્તામાં સત્તાને સ્વીકારવામાં આવે છે. પણ બંને સત્તોના ઉદ્રભવ અને અમલમાં સંપુર્ણ વીરોધાભાસ છે. શીક્ષક– વીધ્યાર્થી સંબંધો વૈશ્વીક અને માનવીય છે. જ્યારે ગુલામ– માલીકના સંબંધોમાં શોષણ અને હીતોના સંઘર્ષો આમેજ હોય છે.

      કયા કારણોસર માનવી પેલી સત્તાને મોટાભાગે આદર કરવાનું વધારે પસંદ કરે છે ને વિરોધ કરવાનું ઓછું પસંદ કરે છે? જ્યારે હું રાજ્ય, ધર્મસંસ્થા કે પ્રજામતને સ્વીકારવાનું પસંદ કરૂ છું ત્યારે મને હું સતત સલામત છું તેવો અહેસાસ સતત પેદા થાય છે. મારી આભાસી શરણાગતી(Fear of Freedom) મને પેલી સત્તાની  સર્વજ્ઞતા,(Omniscience) સર્વશક્તીમય (Omnipotence)ની અંદર ભળી જવામાં માનસીક સલામતી પુરી પાડે છે. મઝાનો વીરોધાભાસ એવું સ્વરૂપ લે છે કે, ખુબ મોટા ટોળાની શરણાગતી–ભક્તી, પેલી સત્તાને કે તે ધારણ કરનાર નેતાને સલામતી બક્ષે છે, તેથી તેને વધારે પોતાના વીરોધ સામે ક્રુર અને હીંસક બનાવે છે. પણ તેની શરણાગતીમાં અમે ભક્તોને,ઓશીકે( on Pillow)માથું મુકીને નીરાંતે પેલા અફીણીની માફક નીંદરમાં જીંદગીભર બસ સુતા જ રહેવામાં 'દીવ્ય આનંદ!' ની અનુભુતી થાય છે.

 આવી માનસીકતામાંથી બહાર નીકળી શકાય? પેલા ભક્તોને પુછશો તે જવાબ મળશે ' ડાહ્યો થા મા! ડાહ્યી માનો દીકરો બનીને જે મલે છે તે ભોગવ્યા કર!'

સત્તાના હુકમ સામે પછી તે રાજ્ય. નેતા, ચર્ચ, કે કોઇ સામાજીક એકમ કેમ ના હોય તેની સામે " ના" કહેવાની હીંમત કેવી રીતે વીકસાવી શકાય? આ સંદર્ભમાં વીકસીત વ્યક્તી( Mature Mind) એટલે શું? બૌધ્ધીક રીતે પરીપક્વ વ્યક્તી આપણે તેને કહીશું જે પોતાની સદ્રવીવેકશક્તીથી પોતાને માટે જ્ઞાનઆધારીત સાચું શું છે ખોટું શું છે તે નકકી કરી શકે અને તેના આધારીત કરેલ નીર્ણય મુજબ પેલી સત્તાને " ના" કહેવાની હીંમત તેના પરિણામો ભોગવવાની સાથે હોય!

  આ હીંમત  હીબ્રુ દંતકથા પ્રમાણે ઇવમાં હતી અને ગ્રીક સંસ્કૃતીમાં પ્રોમેથીયસમાં હતી. પરીણામ ભોગવવાની તૈયારી સાથે! સત્તા સામેની સ્વતંત્રતા કે મુક્તી મને તે સત્તાનો અનાદર કરવાની તે સત્તાને પડકારવાનું મને માનસીક ઇંધન પુરુ પાડે છે. મારી સ્વતંત્રતા અને પેલી સત્તાનો અનાદર બંને એકબીજાના અનીવાર્ય અવિભાજ્ય અંગો છે.

માનવ ઇતીહાસ ગવાહી પુરે છે કે સદીઓથી દરેક સમાજમાં નાની સરખી લઘુમતી, ટોળકી વિ. બહુમતી પ્રજા ઉપર રાજ્ય કરતી આવી છે. પછી તે લઘુમતીની સત્તા ઈશ્વરઆધીન હોય, રાજ્ય સત્તા હોય, લશ્કરી સત્તા હોય કે પછી મુડીપતી અને જાગીરદારોની હોય! સત્તાધીશો લઘુમતીમાં અને રાજ્ય કરવાનું બહુમતી પ્રજા પર! બહુમતીઓનો ઉપયોગ લઘુમતીઓના સુખ માટે. લઘુમતી સત્તાધીશો કેવી રીતે, પેલી બહુમતીને ઇશ્વર, સ્વર્ગ–નર્ક, જન્નત– જહન્નમ કે પછી રાજ્યદંડની બીક સીવાય, આજ્ઞાપાલક,આજ્ઞાંકીત કે ગુલામ બનાવી શકે?

 લઘુમતી સત્તાધીશોને બહુમતી પ્રજાની " બીનશરતી શરણાગતી " 'સત્તાના અનાદર' સામેની માનસીકતા કરતાં વધારે અનુકુળ આવે છે. ઔધ્યોગીક સમાજે આજના માનવીને સત્તા સામે પોતાના સ્વઅસ્તીત્વ ટકાવી રાખવા અને વીકાસ માટે સંઘર્ષ કરવાની સંભાવનાઓને જ મૃતપાય કરી દીધી છે. સત્તા સામે અનાદર કરવાની જરૂર છે તે સાહજીકતા જ આધુનીક માનવીએ ગુમાવી દીધી છે. જે સમાજના નાગરીકોમાં સત્તા સામે " ના" કહેવાની હીંમત, સત્તાના નીર્ણયોનું ટીકાત્મક તર્કબધ્ધ મુલ્યાંકન કરી પડકારવાની હીંમત મરી પરવારે ત્યારે સમજવાનું કે તે સંસ્કૃતી હવે મૃતપાય થવાની દીશામાં ઝડપથી દોટ મુકી રહી છે.

 

 


--

Sunday, October 30, 2022

“ ઇશ્વરના હુકમનું ઉલ્લંઘનકરવાનું પાપ નથી તેમાં જ સાચી માનવમુક્તી રહેલી છે.”

" ઇશ્વરના હુકમનું ઉલ્લંઘન કરવાનું પાપ નથી તેમાં જ સાચી માનવમુક્તી રહેલી છે."

 ભાગ–૧. નવા વર્ષની માનવવાદી વીચાર ભેટ!

આપણને સૌ ને ખબર છે કે સદીઓથી રાજા– મહારાજાઓ, ધર્મગુરૂઓ, સામંતો– જમીનદારો, ઉધ્યોગપતીઓ ને કુટુંબના તમામ વડીલોએ ગુળથુથીમાં જ શીખવાડી દીધું છે કે " આજ્ઞાપાલન, આજ્ઞાધીનતા, આજ્ઞાનુસરણ તે લક્ષણો સદ્રગુણ છે અને તે બધાનું ઉલ્લંઘન, અનાદર વિ. એટલે દુષ્ટતા, દુર્ગુણ, દુર્વતન, ઇશ્વરી ગુનો,તે બધુ પાપ કહેવાય." એક મઝાની દંતકથા છે કે જેને તમામ ખ્રીસ્તી ધર્મીઓ સત્ય તરીકે સ્વીકારે છે કે " માનવજાતનો ઇતીહાસ આદમ–ઇવના ઇશ્વરી હુકમના અનાદરથી શરૂ થાય છે." તે બહાદુર કાર્ય ઇવે(સ્રી)એ કર્યું હતું એ સૌએ યાદ રાખવું જોઇએ.

       ગાર્ડન ઓફ ઇડનના તે બંને નિવાસી હતા. જ્યાં કાયમી ઇશ્વરપ્રેરીત સુખ જ હતું. બસ સુખ. ત્યાં એક ઝાડ હતું. તે જ્ઞાનનું ઝાડ હતું.(A tree of knowledge). તે ઝાડપરના ફળને ખાવાની પેલા બંનેને મના કરવામાં આવી હતી.પ્રતીબંધ હતો. ઇવે પ્રથમ તે ફળ ખાધુ. બસ પછી ઇશ્વરી,ધાર્મીકપુસ્તકો, ધર્મગુરૂઓના વિ, હુકમોનું ઉલ્લંઘન શરૂ થઇ ગયું.પેલા કહેવતા તમામ વડીલોએ જે માનવજાત ને અંધશ્રધ્ધા,વહેમ, અને અસત્યોની જંજીરો બનાવેલી 'નાભી–નાડ( The umbilical Code) હતી તે તોડવાનું કામ શરૂ થઇ ગયું. ઇશ્વરી હુકમ સામે અનાદર કરવાથી તે બંનેની આંખો જ ખુલી ગઇ. ઇશ્વરના બગીચામાં તે માનવ જ રહ્યા ન હતા.

     સ્વતંત્રતા અને માનવમુક્તિ તે ઇશ્વરી હુકમના અનાદરમાં ગર્ભીત, કે અભીપ્રેત વર્તન છે. આપણા બે પૈસા જેટલી પણ બુધ્ધી નહી ધરવતા રાજકીય નેતાઓને ખાસ કરીને ચુંટણી ટાણે કોણ ધુત્કારીને કહેશે કે " તમે મંદિરો અને ધર્મસ્થાનોમાં ભાતભાતના કપડાં પહેરીને પ્રદક્ષીણા ફરવાની બંધ કરીદો. સમગ્ર માનવજાતની મુક્તિના ઇતીહાસનું પ્રથમ પગથીયું તો જે દિવસે આદમની પ્રેમીકા ઇવે  ઇશ્વરના હુકમનો અનાદર કરીને સ્વપ્રયત્નથી જીંદગી જીવવાની નહી માણવાની શરૂ કરી છે તે દિવસથી શરૂ થઇ છે. તમારી નેતાગીરીના ધાર્મીક નાટકોને સદીઓ પહેલાં ફગાવી દઇને તેની સામે વિદ્રોહ કરીને માનવજાત ૨૧મી સદી સુધી પહોંચી છે. તમે ફાલતું નેતાઓ તમારા આવા ધાર્મીક નાટકો ને દંભી વર્તનથી માનવજાતના વિકાસના કાંટા પાછા ફેરવવા મેદાને પડયા છો. રૂક જાવ.

      જે દિવસે પેલી દંતકથાના આદમ અને ઇવે ઇશ્વરી ગાર્ડન ઓફ એડનને ફગાવીને સ્વપ્રયત્નથી કુદરતી પરિબળોને ભજવાને બદલે ઇન્દ્ર્યજન્ય જ્ઞાન આધારીત અનુભવથી પોતાની સમસ્યાઓ ઉકેલવાનું શરૂ કર્યુ તે દિવસથી જ ' માનવ' બની ગયો છે. આદમ– ઇવે ઇશ્વરી હુકમનો અનાદર કરીને જે મુળભુત પાયાનું પાપ(Original sin) કર્યુ હતું તેની માનવજાત કાયમી રૂણી છે અને રહેશે!

      ઇશ્વરના હુકમનો અનાદર કરીને માનવી બીજા માનવી સાથે સંવાદિતા–સહકાર અને કુદરત સાથે પણ સંવાદિતાથી કેવી રીતે જીવન જીવવું તે શીખી ગયો. કારણકે તેણે તો ઇશ્વરી હુકમનો તો અનાદર કરીને જીવન જીવવાનું શરૂ કરેલ હોય તેના પોતાના બાહુબળ સિવાય (Human Efforts) કોઇપણ ત્રાહિત કે માનવોત્તર પરબીળોપર આધાર રાખવાનો પ્રશ્ન જ ઉપસ્થિત થતો જ નહતો .

       હીબ્રુ દંતકથામાં જેમ આદમ– ઇવનો ઉલ્લ્ખ છે તેવી રીતે ગ્રીક સંસ્કૃતીમાં પ્રોમેથીયસની દંત કથા છે. પ્રોમેથીયસે દેવ પાસેથી અગ્નીની ચોરી કરી હતી કે ગુનો કર્યો હતો. ત્યારબાદ માનવ ઉત્ક્રાંતીનો પાયો નંખાયો હતો.આદમ–ઇવની માફત પ્રોમેથીયસને ગ્રીકદેવે પોતાના હુકમના અનાદર માટે સજા કરી હતી. સદર કૃત્ય માટે પ્રોમેથીયસને સહેજ પણ પસ્તાવો થયો નહતો કે તેણે દેવની માફી પણ માંગી નહતી. ગૌરવ સાથે પ્રોમેથીયસે સત્તાધીશો ને કહ્યું હતું કે " હું ઇશ્વરની માફી માંગીવાને બદલે તમે મને આ ખડક સાથે સાંકળોથી બાંધી દઇ શકો છો તે વધારે પસંદ કરીશ!"("I would rather be chained to this rock than be obedient servant of the Gods."

 

 


--

Wednesday, October 26, 2022

A Happy New Year.

 In Emergency-

સાહેબ ! એક દર્દીની તાત્કાલીક સારવાર કરવી પડે તેમ છે. કોણ છે? અરે! સાહેબ! આમ તો દર્દી પહેલી નજરે બિનવારસી લાગે છે! તેને કુટુંબ, કબીલો નથી, તેમ છતાં છે પણ ખરો! કુંવારો છે? પરણેલો છે? સાહેબ! હવે ૨૧મીસદીમાં સરકારી વસ્તી પરીચયવાળા ફોર્મમાંથી હવે આ બધા ખાના રદબાતલ કરી દો!. ઇમરજન્સી જોતાં બહુ વિગતમાં હાલમાં ઉતરવાની જરૂર નથી. પણ નજીકથી જોતાં અતિપરિચય વાળો લાગે છે. શું વાત કરે છે! ચલો ! ત્યારે હું તૈયાર થઇ જઉં!

તમને કાંઇ ખબર છે ખરી કે આજના દીવસે આપણો દેશ કેવી ત્રીશંકુ જેવી પરિસ્થિતીમાંથી પસાર થઇ રહ્યો છે. એક બાજુ દેશ સુર્યગ્રહણની પકડમાં થોડાસમયમાં આવી જવાનો છે. ફરી બે કલાક સુધી પેલા અવકાશી હાનીકારક તત્વો વચ્ચે ઘમસાણ યુધ્ધ થશે અને પછી ઘવાયેલા પણ વિજયી બનેલા સુરજદાદા ક્રમશ; મુળસ્થિતી પ્રાપ્ત કરશે.સાલુ! આ ત્રીકાળ સમયમાંથી પસાર થઇને બ્રેઇનનીં સર્જરી કરવાની (ગ્રહણ પહેલાં ગ્રહણ દરમ્યાન અને ગ્રહણ પછી) સરળ નથી. આવા ત્રિકાળ– ખુનખાર સમયોમાં દર્દીને ઓપરેશન થીયેટરમાં લાવવો એ પોતે જ જાણે ગંભીર જોખમને આમંત્રણ આપવા સમાન છે.

પણ સાહેબ! દર્દીને અહીંયા મુકી જનાર એક ભીમ જેવો દર્દીનો પરિચીત માણસ બબડતો હતો કે બ્રેઇન સર્જરીને બદલે તેના મગજનું ચીરફાડ છેદન(Dissection) કરવાની જરૂર છે. અમારો માણસ તો ખુબજ કોમ્પ્લેક્સ (Complex) વ્યક્તીત્વ ધરાવે છે. તેના નજીકના ને દુરના બધા જ અતિપરીચય અને આગુંતક, કોઇને ખબર પડતી નથી કે તેની ખોપરીમાંથી ક્યારે કેવું બિલાડુ મ્યાઉ કરતું બહાર નીકળશે!. તમને ખબર છે તેની ખોપરીમાંથી મોટાભાગના બીલાડાં રાત્રે ૧૨ વાગ્યાની આસપાસ જ નીકળે છે.

ચલો ! દર્દીની આટલી કેસ હીસ્ટ્રી પુરતી છે. મને સર્જરીની તૈયાર કરવા દો! મારે તો આટલું જાણ્યા પછી આ વિષયને લગતા સભાન નિષ્ણાતોને મદદમાં લેવા પડશે. પેલા વીઝીટીંગ વીષય નીષ્ણાત ડૉકટરોથી કામ ચાલે તેમ નથી.

પણ ! સાહેબ! નોંધાયેલી કેસ હીસ્ટ્રીમાં તો દર્દીનું હ્રદય સલમાત ગતીએ કામ કરે છે.બીપી, બ્લડ સુગર અને પલ્સ વી. એબનોરમલ નથી. ફેફસાં, કીડની જેવા અગત્યના અંગોનું કામકાજ તો આપણા જેવા અંગો  કરતાં એટલા માટે સારૂ છે, કારણ કે જેવો આ દર્દી નવરો પડે કે તરતજ તેના ઘરમાં રાખેલ ગુફા જેવા ઓરડામાં જઇને દૈવી– વસ્રોનો અંગીકાર કરી ' લોમ– અનલોમ કરતાં કરતાં અગડમ બગડમ બોલવા માંડે છે.

બસ રાત્રીના, ઉંઘમાં ઉઠીને ચાલતો ચાલતો તે વારેઘડીયે વોશબેઝીનમાં જઇને પરફ્યુમવાળા સોપ– લિકવીડ હાથમાં લઇને તેના હાથ ધોયા કરે છે. અંગ્રેજીમાં પણ જાણે તેની માતૃભાષામાં બોલતો હોય તેમ  ઉવાચે છે. " નોટ ગોન. સ્ટીલ રીમેન્સ. સ્મેલીંગ બેડ, ડરટી." અર્ધજાગૃત અવસ્થામાં(Insomnia) તેના હાથમાં  જાણે કોઇ હીંસક હથીયાર પકડેલું હોય પછી નોટ ઇનફ, હેટમોર, હેટમોર, મોટે મોટેથી બોલીને પછી અટ્ટ હાસ્ય કરીને નિરાશ થઇને પાછો સુઇ જાય છે.

બ્રેઇન સર્જન કહે છે કે સાલુ! આપણા મહાન દેશમાં છેલ્લા આઠ દસ વરસોથી આવા દર્દીઓની સંખ્યાનો જીડીપીઆંક સતત અંકગણીતને બદલે ગણીતશાસ્રની ઝડપે વધાવા માંડયો છે. તે બધાની નીકાસ માટે વિદેશી વિઝા પણ કેમ જાણે કેમ મળતો નથી?

"નાઉ લેટસ બેક ટુ વર્ક". બ્રેઇન સર્જન જેમ જેમ સદર ખાસ દર્દીના બ્રેઇનમાં ઉંડા ઉતરતા ગયા તેમ તેમ તેને કાંઇ દૈવી અનુભવ થવા માંડ્યા.

(1)    ખોપરીના પ્રથમ પડમાંજ ઘણી બધી અસાધરણતા અને અપવાદાત્મકતા આંખે ઉડીને ફક્ત આ સર્જનને નહી પણ તેઓની ટીમના બીજાને પણ સરળતાથી દેખાવા માંડી!. સર્જનથી બોલી જવાયું કે જે  "બ્રેઇનની ગ્રે મેટર" બ્રેઇનમાં ઉંડે સુધી ચીરફાડ કરીએ ત્યારે સહેલાઇથી મલતી નથી, જલ્દી ઓળખાતી નથી. લો! આ સાહેબના બ્રેઇનમાંથી છેક ઉપર તરે છે. મેઇન સર્જને સાથી ટીમમાંથી સૌથી જુનીયર સર્જનને કાનમાં જઇને દર્દીની અસાધરણતા અને અપવાદાત્મકતાના કેવા કેવા લક્ષણો હોઇ શકે તે સમજાવ્યું. તરતજ બહાર જઇને પેલા જુનીયરે દર્દીને લાવનાર ખાસ સંબંધીને પાસે બોલાવીને આ અંગે પૃછા કરી તો તમામ લક્ષણોમાં જબ્બરજસ્ત એકરૂપતા જ સાબીત થઇ.

(2)    ઇસ રૂટ કી સભી લાઇન વ્યસ્ત હૈ! ધનતેરસથી લાભ પાંચમ આ બધી લાઇનો હેપી દીવાલી, બેસ્ટ વીસીસ ફોર ન્યુયર અને જે કે એસ ના મેસેજીસ લાવવા– લઇ જવામાં બીઝી છે.

Happy New year Photo.


--

Friday, October 21, 2022

એક લેટેસ્ટ સમાચાર–



-- 

એક લેટેસ્ટ સમાચાર–

બિલકીસબાનુના બળાત્કારીઓ અને તેના કુટુંબીજનોના ખુનીઓને સજામુક્તીનો નિર્ણય ફક્ત ગુજરાત સરકારનો જ ન હતો.પણ દેશની નરેન્દ્ર મોદી–અમીતશાહની સરકારનો સૌ પ્રથમ હતો!

જે હકીકત ૧૪૦ કરોડની જનતા સમક્ષ સાહેબની સરકારે છુપાવી હતી.અને આજે પણ છુપાવી છે. ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટમાં તાજેતરમાં રજુ કરેલ ૪૦૮પાનાની એફીડેવીટમાં અમીત શાહના ગૃહમંત્રાલય તરફથી ગુજરાત સરકારને લખેલા એક પત્રમાં આ સત્ય બહાર આવ્યું છે. ૧૧બળાત્કારી– ખુનીઓને સજામુક્તી આપવાનો સૌ પ્રથમ નિર્ણય તો દેશના ગૃહમંત્રાલયે કરી દીધો હતો. આ સજા મુક્તીના નીર્ણયની કેટલીક વિગતો ખુબજ ટુંકમાં અને કેટલીક વીગતે.

(1)    ગુજરાતમાં નરેન્દ્ર મોદીના મુખ્યમંત્રીના સત્તાકાળમાં સને ૨૦૦૨માં ' માનવ નરસંહાર'(Genoside) થયો હતો.આ સમય દરમ્યાન બિલકીસબાનું પર બળાત્કાર વી.અમાનવીય કૃત્ય ૩મી માર્ચ ૨૦૦૨ના રોજ થયું હતું. સ્થાનીક પોલીસતંત્ર, અને સત્તાતંત્ર વી,ના વર્તન વ્યવહારોથી સર્વોચ્ચ અદાલતે આ સમયના જે કેટલાક કેસો ગુજરાત બહારના રાજ્યમાં ચલાવવાનો નિર્ણય લીધો હતો તેમાં આ કેસ પણ મુંબઇમાં ચાલ્યો હતો.તે સમયે વડાપ્રધાન બાજપાઇજીએ મોદીસાહેબને ટકોર કરી હતી કે તમે તમારો"રાજ્યધર્મ" બજાવો. બાજપાઇજી રાજાનો "રાજ્યધર્મ" કોને કહેવાય તે અંગે વડીલ તરીકે વધારે સ્પષ્ટ હશે!                  

(2)     સદર કેસમાં તમામ બળાત્કારીઓને આજીવન કેદની સજા થઇ હતી.આ ઉપરાંત સર્વોચ્ચ અદાલતે ગુજરાત સરકારને રૂ–૫૦ લાખ વળતર તરીકે બીલકીસબાનુને ચુકવવાનો પણ હુકમ કર્યો હતો.આ કેસના તમામ ૧૧ બળાત્કારીઓ બિલકીસબાનુના નાનકડા ગામડા રણધીકપુર (જેની કુલ વસ્તી ભાગ્યે ૫૦૦ લોકોની હશે.)તા– લીમખેડા જી. દાહોદ.પંચમહાલના હતા. જીંદગીભર એકબીજા પડોશી તરીકે જીવતા હતા.

(3)    બીલકીસબાનુ અને પેલા બળત્કારી– ખુનીઓને કોઇ મીલકત કે બીજી કોઇ અંગત અદાવત કે ઝઘડા ક્યારેય નહતા.ફક્ત તેનું કુટુંબ લઘુમતી કોમનું હતું.

(4)     આ કેસના તમામ ૧૧ ગુનેગારોને આજીવન કેદની સજા (૧૪ વર્ષ) થઇ હતી. આ દરેક કેદીને જેલ તંત્રની રાહબરી નીચે કુલ જેલના સમય દરમ્યાન ઓછામાં ઓછા ૧૦૦૦ દિવસો કરતાં વધારે દિવસો માટે પેરોલ પર કે હંગામી ધોરણે રજા આપવામાં આવેલ હતી. ઉપરાંત તેમાંથી મોટાભાગના પેરોલ કે હંગામી સમય પુરો થઇ ગયો હોય તેમ છતાં તેમની "ગુડ બીહેવીયર"! ને કારણે મહીનાઓ સુધી જેલમાં પરત આવ્યા ન હતા.આમાંના ચંદાલાલ કરીને કેદીએ પોતાની ૧૪ વરસની સજામાં કુલ ૪ વરસ પેરોલ પર જેલઅધીકારીઓની 'ગુડ બીહેવીયેર'ને કારણે જેલની બહાર પસાર કર્યા હતા.( The time Chandana spent out of jail on parole and furlough before his release amounted to over four years. And between January and June 2015, a 14-day furlough turned to 136 days after he was late by 122 days to turn himself in.  Rajubhai Soni (58) was on leave for a total of 1348 days with a 197-day late surrender between September 2013 and July 2014.  Soni's 90-day parole from Nashik jail turned to a 287-day leave, owing to the late surrender.

(5)    રાધેશ્યામ શાહ કરીને ૧૧ કેદોમાંના એકને દાહોદ જીલ્લા સુપ્રીટેન્ડન્ટ ઓફ પોલીસે લેખીત જવાબમાં તેને છોડવાનું ધરાર ના કહ્યું હતું તેમ છતાં તેને છોડી મુકવામાં આવ્યો છે. આ કેદી સામે સીબીઆઇ, મુંબાઇ, દાહોદ કલેકટર, એડીજી પી. પ્રીઝન, પ્રીન્સીપલ ડીસ્ક્રટ જ્જ્જ એન્ડ સેસન્સ જ્જ્જ ઓફ ગોધરા,એ વીધીવત લેખીત વિરોધ નંધાવ્યો હતો.

(6)     તે બધાની સામે સમયસર નહી હાજર થવા માટે કોઇ કાર્યવાહી આવા ગેરકાયદેસર કે પછી સારા કૃત્યોને કારણે ક્યારેય કરવામાં આવી ન હતી. તેમજ ફરી પરોલ વી. માટે તે બધાની વર્તણુક ને "Good Behaviors" ગણીને સજામુક્તીમાંથી રજામુક્તી વારંવાર આપવમાં આવી હતી. ઉપરની હકીકત ગુજરાત સરકારે પેલી ૪૦૮ પાનાની એફીડેવીટમાં રજુ કરેલા પુરાવોમાંથી સંપન્ન થઇ છે.

 સદર એફીડેવીટમાં વધુ ચૌંકાવનારી વીગતો એવી છે મુંબઇની ફોજદારી કોર્ટ, ડીસ્ટ્રીક્ટ કોર્ટ,સીબીઆઇના સ્પેશીઅલ ન્યાયાધીશ, વી, એ પોતાના લેખીત અભીપ્રાયમાંગુજરાત સરકારને જણાવ્યું છે કે તમામ ગુનેગારોને ક્યારેય જેલમાંથી મુક્ત જ થાય નહી.ગુનેગારોનું કૃત્ય ખાસ ધર્મના નાગરીકો સામે કરેલ છે, તેમનાં બાળકોને પણ છોડયા નથી, તેમનું ગુનાહીત કૃત્ય તો માનવજાત સામેનું દુષ્ટમાં દુષ્ટ માફ ન થઇ શકે તેવું કૃત્ય જધન્ય છે.(■Special Civil Judge (CBI), City Civil and Sessions Court, Greater Bombay: Crime on victims from particular religion, minor children not spared... worst form of crime against humanity. The CBI official said the offence committed was "heinous, grave and serious" and hence they "cannot be released prematurely and no leniency may be given" to them.)  ગુનેગારોના વર્તનથી ભારતીય સમાજના અંતરઆત્માને, દરેક નાગરીકની સદ્રવીવેકબુધ્ધીને કાયમી ખલેલ પહોંચાડી દીધી છે.

 

(7)    ગુજરાત સરકારે તા. ૧૮મી ઓકટોબરે સર્વોચ્ચ અદાલતમાં રજુ કરેલ એફીડેવીટમાં જણાવ્યું છે કે

 બીલકીસબાનુ કેસના દરેક ગુનેગાર– કેદીએ પોતાની કેદનીસજા ૧૪ વર્ષ પુરા કર્યા છે, તથા અમારી પાસે તેની સારી વર્તણુકના પુરાવા છે. માટે તે બધાને  કાયમી સજામુક્તીનો નીર્ણય કર્યો છે. દેશના ગૃહખાતાએ પણ લેખીત સંમતી આગોતરી આપી છે તે રીપોર્ટ અત્રે સામેલ કર્યો છે.

(8)    ગુજરાત સરકારની ૪૦૮ પાનાની એફેડેવીટ બાબતે પોતાનો પ્રથમ પ્રત્યાઘાત જણાવતાં સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ શ્રી અજય રસ્તોગી સાહેબે જણાવ્યું કે કયા સત્યોને આધારે ગુજરાત સરકારે નિર્ણય લીધો છે તે હકીકતો ઓછી છે અને કોર્ટના ચુકાદાઓ પોતાના બચાવમાં વધારે રજુ કર્યા છે! કઇ હકીકતોને આધારે ગુજરાત સરકારે પોતાનો નીર્ણય કર્યો છે  તેની માહીતી આવા જથ્થાબંધ કાગળોમાંથી શોધવી સરળ નથી.  ગુજરાત સરકારના સોલીસીટર જનરલ તુષાર મહેતાનો જવાબ આ પ્રમાણે હતો.( Mehta agreed that it could have been avoided and said that the sole purpose was to make it easy for the judges to refer to.)

(9)    આજના ઇન્ડીયન એક્સપ્રેસના તંત્રી લેખમાં દુ;ખ સાથે જણાવ્યું છે કે ગુજરાત સરકારે આ બધાને કાયમી છોડીને ભલે કોઇને લાગતું કે' કાયદા મજબ કામ કર્યું છે' પણ ખરેખરતો ન્યાયીક ચુકાદાની ઘોર મશ્કરી કરી છે.૧૧કેદીઓને ૧૫મી ઓગસ્ટે સજામુક્ત કરીને હારતોરા, મીઠાઇ વહેંચીને તથા ફટાકડા ફોડીને જે સ્વાગત બીજેપી પક્ષે અને લોકોએ સ્વાગત કર્યું છે ; ખુશાલી વ્યક્ત કરી છે તે સદર ન્યાયીયક ચુકાદાની જ ક્રુર મશ્કરી કરી છે. ન્યાયનો ઉપહાસ કર્યો છે. તે અક્ષ્મ્ય છે. માનવજાત પરનો કાયમી કલંક કે એક ધબ્બો સાબીત થવાનો છે.

(10)ભારત જોડો યાત્રામાં ગળાડુબ રાહુલ ગાંધીએ મોદીની સખત ટીકા કરતાં જણાવ્યું છે કે આ માણસ એક બાજુએ બળાત્કારીઓને કાયમી સજામુક્તીઓનો ટેકો આપે છે. અને બીજી બાજુએ લાલાકીલ્લા ઉપરથી ૧૫મી ઓગસ્ટે સ્રીઓના બહુમાન અને ગૌરવના સંરક્ષણની વાતો કરે છે.

(11) બીજી બાજુએ ગુજરાતમાં પગપેસારો કરવાની કોશીષ કરતી અરવીંદ કેજરીવાલની'આપ પાર્ટી' " આ મુદ્દે " અક્ષમ્ય ગુનાહીત મૌન" સેવવાનું પસંદ કરે છે. 

Monday, October 17, 2022

ઓ! કર્ણાટકના શીક્ષણકર્તાઓ અને બીજેપી પ્રેરીત રાજ્યકર્તાઓ!

ઓ! કર્ણાટકના શીક્ષણકર્તાઓ અને બીજેપી પ્રેરીત રાજ્યકર્તાઓ!

તમને સહેજપણ માનવીય અનુકંપા હોયતો સમજી લો કે મુસ્લીમ વીધ્યાર્થિની માટે હીજાબ પહેરીને વર્ગખંડમાં ભણવા આવવું તે તેણીનો અભ્યાસ ચાલુ રાખવા માટેનો કુટુંબ અને ધાર્મીક રૂઢીએ વારસમાં આપેલો અનિવાર્ય વીઝા છે. Recall the widespread "pahle niqab phir kitab" outcry. (પહેલે નીકાબ ફીર કિતાબ)

( Her hijab is her ticket to education– જસ્ટીસ સીધાંશુ ધુલીયા. સુપ્રીમ કોર્ટ ઓફ ઇંડીયા..)

(1)     કર્ણાટક રાજ્યના શિક્ષણ વીભાગે એક સરકારી નિયમ (Government Order) બહાર પાડયો છે કે ઉચ્ચશીક્ષણના ધોરણ ૧૧ અને ૧૨માં મુસ્લીમ વીધ્યાર્થીનીઓને હીજાબ સાથે વર્ગખંડમાં પ્રવેશ નહી મળે. પરીક્ષામાં પણ બેસવા દેવામાં નહી આવે. સદર નીર્ણયને કર્ણાટક હાઇકોર્ટે બંધારણીય ગણાવ્યો છે. અને થોડાક દીવસ પહેલાં સર્વોચ્ચ અદાલતની બે ન્યાયાધીશો બેન્ચ અનિર્ણાયક રહી છે. કારણકે એક સીનીયર ન્યાયાધીશ શ્રી ગુપ્તા સાહેબે કર્ણાટક હાઇકોર્ટના હુકમને યોગ્ય ગણયો છે.(સદર ચુકાદો આપ્યા પછી તે સાહેબ વયમર્યાદાના નીયમ મુજબ બીજા ૨૪ કલાકમાં હોદ્દાપરથી નીવૃત થઇ ગયા છે.). બીજા ન્યાયાધીશ શ્રી ધુલીયા સાહેબે મુસ્લીમ વીધ્યાર્થીનીના નીજી(પ્રાઇવેટ) ને પસંદગી નો અધીકાર છે તેમ નીર્ણય આપ્યો છે. અને ચીફ જસ્ટીસ ઓફ ઇંડીયાને વીનંતી કરી છે કે તે પાંચ જ્જ્જોની બંધારણીય બેંચ બનાવી નીર્ણય કરે.

(2)     જસ્ટીસ ધુલીયા સાહેબે પોતાનો એક ઉદારમતવાદી પથદર્શીય ચુકાદો આપતાં(Landmark Judgment) બંધારણીય નૈતીકતા(Constitutional Morality)ને ઉજાગર કરતાં એક પ્રશ્ન પુછયો છે. " શું આપણે રાજ્યકર્તા તરીકે હીજાબ પહેરવાની સ્વતંત્રતાના અધીકારને નીયંત્રણમાં મુકીને એક સ્રી બાળકને(A Girl child) શીક્ષણમાંથી વંચીત રાખીને તેની જીંદગીને સુખી બનાવીએ છીએ? ( Are we making the life of a girl child any better by denying her education, merely because she wears a HIJAB?)

(3)     જસ્ટીસ ધુલીયા સાહેબે,ભારતીય સમાજમાં અને ખાસ કરીને મુસ્લીમ સમાજમાં એક છોકરીને પોતાનું શીક્ષણ ચાલુ રાખવામાં પોતાના બાળપણની કેટલી બાળસહજ જીજ્ઞાસા અને ઇચ્છાઓનો સતત ત્યાગ કરવો પડે છે તેની વાસ્તવીક નોંધ પોતાના ચુકાદામાં લીધી છે.

(4)     દેશના બંધારણને વફાદાર રહેવાના શપથ લઇને બનેલા રાજ્યકર્તાઓની ફરજ છે કે તે પોતાના નીર્ણયોથી નાગરીકોના તમામ પ્રકારના સશક્તીકરણને મદદ કરે. નહી કે તેમને કમજોર બનાવે!.

(5)     આ કાયદાકીય વીવાદમાં ધર્મનીરપેક્ષતા( Secularism)નો પ્રશ્ન એટલા માટે અપ્રસતુત છે કે તેમાં રાજ્યે પોતે ધર્મનીરપેક્ષ રહેવાનું હોય છે.રાજ્યને કોઇ ધર્મ નથી. તે નાગરીકના ધાર્મીક વલણની તરફેણ કે વીરોધ કરી શકે નહી. જ્યારે બંધારણીય મુળભુત અધીકાર નંબર ૨૫માં તો દેશના દરેક નાગરીકને ધાર્મીક આસ્થા રાખવાની કે નહી રાખવાની વી. ની સ્વતંત્રતા આમેજ કરેલી છે.

 


--

Thursday, October 13, 2022

ભાગ– ૩. યુક્રેન– પશ્ચીમીજગત અને રશીયા.


ભાગ– ૩. યુક્રેન– પશ્ચીમી જગત અને રશીયા.

·         મોદીજી, ખરેખર, તમે એક નેતા તરીકે વીશ્વના વર્તમાન ઇતીહાસમાં ખોટીબાજુ ઉભા રહ્યા છે. માનવ ઇતીહાસ તમારા સદર કૃત્ય માટે ભુલી પણ નહી જાય અને માફ પણ નહી કરે!. History neither forgets nor forgives.

વર્તમાન યુક્રેન– રશીયા યુધ્ધને તેના સાચા અર્થમાં સમજવા માટે ટુંકમાં યુરોપના સને ૧૯૩૯– ૧૯૪૫ના સમયગાળાના બીજાવીશ્વ યુધ્ધના પ્રવાહોને સમજવાની જરૂર છે. સદર બીજું વીશ્વયુધ્ધ યુરોપના રાષ્ટ્રો વચ્ચે લડાયું હતું. એકબાજુએ યુધ્ધમાં આક્રમક તરીકે નાઝી હીટલરનું જર્મની અને ફાસીવાદી મુસોલીનીનું ઇટલી હતાં. જ્યારે બચાવ પક્ષે યુરોપના સાર્વભૌમ દેશો હતા.અંતે જર્મનીઅને ઇટલીનો બુરો પરાજય થયો હતો. પણ તે યુધ્ધ બાદ ખાસ કરીને યુરોપીયન દેશો અને સમગ્ર જગતની રાજકીયભુગોળ અને વિચારસરણી જ બદલાઇ ગઇ.

યુનાઇટેડ નેશન્સની સ્થાપના થઇ. નોર્થ એટલાંટીક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન( નાટો)નામે સભ્યો દેશોનું એક લશ્કરી એકમ બન્યું. યુરોપીયન કોમન માર્કેટ(ઇસીએમ– યુરો નામના નવા ચલણ સાથે) આશરે ત્રીસ દેશોનું એક આર્થીક યુનીટ બન્યું.સને ૧૯૪૫ પછી રશીયન સરમુખત્યાર સ્ટાલીને બીજા વીશ્વ યુધ્ધ પછી તરતજ પોતાના દેશની 'રેડઆર્મી 'ની મદદથી આશરે ૧૫ જેટલા પડોશી દેશોનું એક રાષ્ટ્ર તરીકેનું સાર્વભૌમત્વ નાબુદ કરીને યુનાઇટેડ સોવીયેટ સોસીઆલીસ્ટ રીપબ્લીક( યુએસએસઆર) બનાવ્યું.સને ૧૯૮૯થી ૧૯૯૨ સુધીમાં સોવીયેત પ્રમુખ મીખાઇલ ગોર્બેચોવના લોકશાહી સુધારાવાદી વીચારો(ગ્લાસનોત અને પ્રેરીસર્ટોરીકા)ને કારણે રશીયામાંથી પેલા ૧૫ દેશો સાર્વભૌમ પ્રજાસત્તાક રાષ્ટ્રો બની ગયા.

       યુએસએસઆરનો કાયમી અંત આવી ગયો.૨૫મી ડીસેમ્બર ૧૯૯૧નારોજ રશીયાએ કાયમ માટે હથોડાઅને દાતરડાવાળા(સામ્યવાદી પ્રતીકવાળો) રાષ્ટ્રધ્વજને ઉતારી લીધો અને ત્રીરંગી રાષ્ટ્રધ્વજ ક્રેમલીન પર ચઢાવી દીધો વીશ્વ કાયમ માટે શીતયુધ્ધમાંથી મુક્ત થયું. સમગ્ર માનવજાતના હજારો વર્ષોના ઇતીહાસમાં સને ૧૯૪૫થી ૨૦૨૧ સુધીનો સમયગાળો વીજ્ઞાન અને ટેકનોલીજીની મદદથી જબ્બરજસ્ત પ્રમાણમાં શાંતી ને વીકાસનો સમયગાળો બની રહ્યો છે. ભુખમરો,રોગચાળોઅને અરાજકતાથી જાણે માનવજાતે મુક્તી મેળવી!.

છેલ્લા આઠમાસથી, રશીયાના સર્વેસર્વા સત્તાધીશ પુટીને પોતાના પડોશી સ્વતંત્ર, સાર્વભૌમ, પ્રજાસત્તાક લોકશાહી દેશ સર્વદ્ર્ષ્ટીએ નાના સરખા યુક્રેન પર અમાનુષી, અનૈતીક અને હીંસક લશ્કરી આક્રમણ કરીને માનવજાતને અણુયુધ્ધની ધમકી આપીને વીશ્વ વીનાશને પગથીયે લાવીને ઉભી કરી દીધી છે. આની સામે સમગ્ર પશ્ચીમી જગત અને ભુતપુર્વ એકલદોકલ દેશ( બેલરસ) સીવાય તમામ યુએસએસઆર દેશો પુટીનના રશીયા સામે યુક્રેનને લશ્કરી મદદની સાથે તમામ માનવીય મદદ કરવા ખડેપગે તૈયાર થઇ ગયા છે.

     આધુનીક યુધ્ધ ફક્ત ટેન્કો, મશીનગન ને મીસાઇલોથી લડાતું નથી. પશ્ચીમી જગતે અમેરીકાની મદદથી ૨૪મી ફેબ્રુઆરીના પ્રથમ દીવસથી રશીયાપર આર્થીક નીયંત્રણો દાખલ કરી દીધા છે. રશીયન સરકારના તેમજ તેના તમામ ઉધ્યોગપતીઓ અને અન્ય નાગરીકોના વીદેશી નાણાં,અને અસ્કાયમતો પર. આયાત– નીકાસ– લેવદેવડ પર સખત નીયંત્રણો દાખલ કરી દીધા છે. પા–બંધી દાખલ કરી દીધી છે.એકજ પગલાથી રશીયાના ૪૦૦ અબજ ડોલર્સ જપ્ત કરી લેવામાં આવ્યા છે. આ ઉપરાંત અમેરીકા પશ્ચીમી દેશો અને જપાન જેવા અન્ય દેશોની પણ પોતાની બહુરાષ્ટ્રીય કુંપનીઓએ રશીયાના જુદા જુદા શહેરોમાં સ્થાપીત કરેલ તમામ વ્યાપારો બંધ કરી, સંપુર્ણ લોકઆઉટ જાહેર કરી દીધા છે. જેની યાદી આ પ્રમાણે છે.

·         ગ્રાહકોની જરૂરીયાત પુરી પાડતી બહુરાષ્ટ્રીય કુંપનીઓ જેવી કે Uniqlo જપાની કું,Adidas, British American Tobacco, Canada Goose, H&M, Ikea,Nestlé, Nike, TJX, Unilever, સેંકડો કુંપનીઓએ પોતાના તમામ રીટેલ સ્ટર્સ બંધ કરી દિધા છે.

·         પેટ્રોલ– ડીઝલ પુરી પાડતી કુંપનીઓ જેવીકે BP , Exxon Mobil,  Shell વી.  કુંપનીઓએ લાખો બીલીયન ડોલર્સ ખોટ ખાઇને પોતાના તમામ પેટ્રોલપંપ બંધ કરી દીધા છે.

·         નાણાંકીય લેવડદેવડ કરતાં Financial Houses, જેવાં કે American Express, Bank of America ,BNY Mellon, Citigroup, Deutsche Bank, Goldman Sachs, JPMorgan Chase, Mastercard, Société Générale, (France's third largest bank),Visa, Western Union અને

Zurich Insurance Group,( Switzerland's largest insurer) મીલીયનસ ઓફ ડોલર્સના નાણાંકીય વેપાર બંધ કરી દીધા છે.

·          Food Outlets- Carlsberg,(the world's third-largest brewer),  M&M's and Snickers, McDonald's had said in March that it was temporarily closing its nearly 850 locations and halting operations in Russia.PepsiCo, Burger King, Starbucks,( it was closing its 130 stores in Russia, where it has about 2,000 employees.) This follows the company's announcement that it would close 70 company-owned KFC restaurants and all 50 franchise-owned Pizza Hut restaurants.

Media- Bloomberg ,Netflix, Sony, The Walt Disney Company,   Warner Bros. તમામ મુવીઝ બીઝનેસ બંધ કરી દીધા.આ ઉપરાંત અનેક મલ્ટીનેશનલ કુંપનીઓએ પોતાની તમામ આર્થીક પ્રવૃત્તીઓ બંધ કરી દિધી છે.

·         સમગ્ર પશ્ચીમના દેશોને અને વીશ્વને સારીરીતે માહિતી છે કે યુક્રેન ક્યારેય અમેરીકાનો કઠપુતલી દેશ હતો નહી; આજે પણ નથી. યુક્રેને માથે રશીયાએ ઠોકી બેસાડેલું યુધ્ધ અમેરીકાની આ પ્રોક્ષી–વોર નથી.અમેરીકાએ ક્યારેય યુક્રેનને નાટો લશ્કરી સંસ્થાના સભ્ય બનાવવા તરફેણ કરી નથી. ૨૪મી ફેબ્રુઆરીએ યુક્રેન સામે રશીયાએ યુધ્ધ શરૂ કર્યુ છે.બે માસ પછી અમેરીકાના પ્રમુખ બાઇડને પોતાનો રાજદુત પહેલીવાર મોકલ્યો છે.

·         પુટીને વારંવાર જાહેર કર્યું છે કે નાટો દેશો સાથે તેની સરહદો વહેંચાયેલી છે,તેમ છતાં રશીયાને નાટોનો કોઇ ભય નથી.પુટીનના રશીયાએ સને ૧૯૯૨માં મોલ્દોવા,૨૦૦૮માં જ્યોર્જીઆ, ૨૦૧૪ અને ૨૦૨૨માં યુક્રેન સામે લશ્કરી હુમલા કર્યા હતા અને કરેછે. તેને કારણે આ બધા દેશોએ નાટોના સભ્ય બનવા વિનંતી કરી હતી.પણ નાટોએ રશીયા સામે લશ્કરી સંઘર્ષથી દુર રહેવા સદર દેશોની તે વિનંતીઓ ઠુકરાવી દીધી હતી. ' ભુંડાથી ભુત પણ નાસે.'

·         યુક્રેન એક નાઝી દેશ નથી. સામાજીક અને ધાર્મીક વિવિધતા ધરાવતો અને લોકશાહી મુલ્યોથી ધબકતો દેશ છે. તેનો પ્રમુખ ઝેલેન્સકી સને ૨૦૧૯માં ૭૩ ટકા મતોથી વિજેતા બનેલો છે. ઝેલેન્સકી રશીયન ભાષી યહુદી છે. જેના ત્રણ સગાકાકાઓ હિટલર સામેના યુધ્ધમાં લડતા લડતા માર્યા ગયા હતા.

·         તેની સામે પુટીને પોતાના રાજકીય હરીફોને દેશનીકાલ કરી દીધા છે, કાંતો સાઇબીરીયાની જેલોમાં પુરી દીધા છે,અથવા ઝેર આપીને પણ માંરી નંખાવ્યા છે.પુટીન સમગ્ર યુક્રેનની પ્રજાનો એક નંબરનો ઘાતકી દુશ્મન બની ગયો છે.યુક્રેનને પુટીને પોતાનું એક સંસ્થાન( Colony)બનાવવું છે. પુટીનના દુશ્મન નથી યુરોપીયન દેશો કે અમેરીકા! પણ તેના દરવાજે ધબકતો એક લોકશાહી પડોશી દેશ છે.( Putin's real enemy is neither NATO nor Nazis, but a thriving democracy right next door to Russia.) પુટિનનો ખુલ્લમખુલ્લો યુક્રેન સામેનો સીધો નરસંહાર છે.

·         પુટીન પોતે રશીયાના લશ્કર જેવો જ નબળો નેતા છે. છેલ્લા છ માસ કરતાં વધારે સમયથી અબજો ડોલર્સ યુધ્ધમાં ખર્ચી, આશરે ૮૦,૦૦૦ સૈનીકો, ટોચની કક્ષાના શ્રૈષ્ઠ સેનાપતીઓ ગુમાવીને યુક્રેનનો જે પ્રદેશ કબજે કર્યો હતો તે તમામ પ્રદેશ ફક્ત પાંચ દિવસના યુક્રેનના લશ્કરના આક્રમક વળતા હુમલામાં ગુમાવી દીધો છે.  આ ઉપરાંત 'મોસ્કોવા' નામનું તેનું યુધ્ધ જહાજ  ગુમાવ્યું છે. બે દિવસ પહેલાં જ રશીયા– ક્રીમીયા બંને દેશ સાથેનો લશ્કરી જીવાદોરી સમાન ૧૨માઇલ લાંબો પુલ– બ્રીજ યુક્રેને તોડી નાંખ્યો છે. માટે પુટીન વીશ્વને ધમકીઆપે છે કે તે હવે અણુશસ્રોનો ઉપયોગ કરશે.

·         મોદીજી, ખરેખર તમે એક નેતા તરીકે  વીશ્વના વર્તમાન ઇતીહાસમાં ખોટીબાજુ ઉભા રહ્યા છે. માનવ ઇતીહાસ તમારા સદર કૃત્ય માટે ભુલી પણ નહી જાય અને માફ પણ નહી કરે!.

·         પુટીનના યુક્રેન સામેના જંગલીયાત ભરેલા હુમલા(The barbaric assault) સામે વીધ્યુતવેગે સમગ્ર વિશ્વના લોકશાહી દેશો એક થઇને સામનો કરવા તૈયાર થઇ રહ્યા છે.

·         મોદીજી, એક લોકશાહી દેશ તરીકે તમારી આર્થીક નીતીઓ (રશીયા પાસેથી ૩૦ ટકા સસ્તાભાવે તેલ આયાત કરી નફો કરવાની) સ્વતંત્રતાના ભોગે ક્યારે ન હોઇ શકે? જે દેશ રાજકીય સ્વતંત્રતા ગુમાવે છે તે દેશ પાતની આર્થીક સ્વતંત્રતાને બચાવી શકતો નથી.

--