Wednesday, June 7, 2017

શું ફળ જયોતીષનો આધાર વૈજ્ઞાનીક છે?


ફળ જ્યોતીષ( એસ્ટ્રોલોજી)ના સત્યનો આધાર શું છે?

આ ચર્ચા શરૂ કરીએ તે પહેલાં કેટલીક વ્યક્તીઓ અંગે  વાત કરીએ જેઓએ પોતાની કારર્કીદી જયોતીષીઓની સલાહ કે તારણો ફગાવી દઇને પોતાની ક્ષેત્રમાં સફળતાઓ પ્રાપ્ત કરી હતી.

૧. માઉન્ટ એવરેસ્ટ પ્રથમ પ્રયત્ને સર કરનાર તેંનસીંગ નોરગે અને એંડમંડ હીલેરી. માઉન્ટ એવરેસ્ટનું ચઢાણ શરૂ કર્યું તે પહેલાં બંને નેપાલની રાજધાની ખટમડુંમાં આવેલ પશુપતીનાથ મંદીરના સૌથી વડા પુજારીની પોતાના પ્રવાસની સફળતા અંગે સલાહ લેવા ગયા. વડા પુજારી ( હેડ પ્રીસ્ટ)એ બેંનેની હથેળીની રેખાઓ જોઇને ક્હયું કે 'તમારા આ ચઢાણનો પ્રવાસ નીષ્ફળ જશે અને બે માંથી એક આ કઠોર ચઢાણ ( grueling  expedition) દરમ્યાન મૃત્યુ પામશે.' આ બંનેની જુગલ જોડીએ પેલા વડાપુજારીની સલાહને નકારીને પોતાનો પ્રવાસ ચાલુ રાખ્યો. સને ૧૯૫૩ મે માસની ૨૫મી તારીખે બંને પર્વતઆરહકોએ વીશ્વના સૌથી ઉંચા પર્વત શીખર' માઉન્ટ એવરેસ્ટ' સર કરનાર પ્રથમ વીજેતા બન્યા.( સૌ.ટાયગર ઓફ ધી સ્નો પુસ્તકમાંથી સાભાર.)

૨. સને ૧૫૨૬માં પાણીપતનુ યુધ્ધ શરૂ કરતાં પહેલાં જુવાન જહરૂદ્દીન બાબરે હસ્તરેખા શાસ્રી જેને અરબીમાં 'નુજુમ્મી' કહે છે તેને પોતાનો હાથ બતાવ્યો હતો. તેનો મત હતો કે ' બાબર આ લડાઇ હારી જશે અને યુધ્ધમાં મૃત્યુ પામશે.' બાબરથી શરૂ થયેલી મોગલ સલ્તનત સને ૧૮૫૭નામાં બહાદુરશાહ જફરની બ્રીટીશ સરકાર સામેની હાર સુધી ચાલુ રહી.

૩. વેસ્ટઇંડીઝના બારબોડોઝ ટાપુ ના એક ગામમાં  એક ગરીબ કુટંબમાં એક બાળક બે હાથ અને બંને પગ પર છ આંગળીઓ અને મોઢામાં કેટલાક દાંત સાથે જન્મયુ હતું. ગામના પાદરી જે જ્યોતીષ પણ જોતો હતો તેણે જાહેર કર્યું કે આ બાળક દાનવ કે ડેવીલનું સંતાન છે. અને ૧૦ વર્ષની ઉંમરે પહોંચતા પહેલાં જ તે ગુજરી જશે. આ બાળક અત્યારે વીશ્વ શ્રૈષ્ઠ ઓલ રાઉન્ડર ક્રીકેટર નો ઇલ્કાબ મેળવીને ૮૧ વર્ષની ઉંમરે સરસ તંદુરસ્તી સાથે જીવે છે. તેનું નામ છે ગાર્ફીલ્ડ સોબર્સ. ( ફળજ્યોતીષ અને ખગોળશાસ્ર વચ્ચે શું તફાવત છે તથા ફળજ્યોતીષનો આધાર કેમ વૈજ્ઞાનીક સત્યો પર નથી તેની ચર્ચા આવતી કાલે).





 

 

 

 

 

 

 

 

 

 

--