આશરે અઢી વર્ષ પછી સને ૧૯૪૫ના ઓગસ્ટમાસના અંત ભાગમાં સુભાષચંદ્ર બોઝની પત્ની એમીલીએ એક રાત્રે વીયેના શહેરના પોતાના ઘરમાં રેડીયો પર સાંભળ્યું કે ' બોઝ વીમાની અકસ્માતમાં તૈપેઇ( તાઇવાન દેશનું એક શહેર) મુકામે મૃત્યુ પામ્યા છે.' તેણે સખત આઘાત અનુભવ્યો અને પછી બેડરૂમમા જ્યાં પોતાની દીકરી અનીતા ગાઢ નીંદ્રામાં સુતી હતી ત્યાં જઇને ધ્રુસકે ને ધ્રુસકે ખુબ જ રડી.
જીંદગીતો જીવવાની જ હતી. જે પોસ્ટઓફીસમાં તે કામ કરતી હતી ત્યાં એમીલીએ નોકરી કરવાનું શરૂ કર્યું. બીજા વીશ્વયુધ્ધે પેદા કરેલી જબ્બરજસ્ત પાયમલી ને કારણે યુધ્ધ પછીના વીયેનામાં સામાન્ય નાગરીકો માટે આર્થીક નીર્વાહ કરવો ખુબજ કપરૂ કામ હતું. (She later remembered that there was "no milk for the baby for weeks" and the family had been effectively starving.). નાની બેબી અનીતાને કેટલાય અઠવાડીયા સુધી દુધ જ પીવાનું મળતું નહી. ખરેખર તે કુટુંબ હકીકતમાં ભુખે મરતું હતું. આવા સંજોગોમાં એમીલીએ સુભાષચંદ્ર બોઝના ભાઇ શરતચંદ્રને પોતાની ઓળખ બતાવતો પત્ર મોકલ્યો. સને ૧૯૪૮માં શરતચંદ્ર પોતાના કટુંબ સાથે વીયેના ગયા અને પોતાનાજ કુટુંબના નવા સભ્યોને ખુબજ હેતસભર મળ્યા અને પ્રેમથી સ્વીકાર્યા.
" સુભાષચંદ્ર બોઝના ભત્રીજા અમૈયાનાથ બોઝે નહેરૂને વડાપ્રધાન તરીકે એક પત્ર લખ્યો હતો. જેમાં તેણે નહેરૂજીને નીચે મુજબની વીનંતી કરી હતી. મારી કાકીને મારે નાણાંકીય મદદ કરવી છે. તેણી ઓસ્ટ્રીયા દેશના પાટનગર વીયેનામાં પોતાની દીકરી સાથે રહે છે. જો હું રીર્ઝવબેંક ઓફ ઇંડીયા અને મારી કાકી જે દેશમાં રહે છે તે ઓસ્ટ્રીયીન નેશનલ બેંક દ્રારા આ નાણાંકીય ટ્રાન્સફર કરૂ, કરાવું તે કામ સરળતાથી અને ઝડપથી થશે નહી, માટે મારી વીનંતી છે કે દીલ્હીમાં આવેલ ઓસ્ટ્રીયન વાઇસ કાઉન્સેલરની કચેરી દ્રારા આ કામ થાય તેવી સગવડ કરી આપોને? આપણે તેમની ફોરેન બેંકમાં નાણાં જમા કરાવી દઇએ જે બ્રીટીશ પાઉંડમા રૂપાંતર કરીને મારી કાકીને મળે. મારે નીયમીત રીતે મારી કાકીને આ પ્રમાણે નાણાંકીય મદદ કરવી છે.
પત્ર મળ્યા પછી બે જ દીવસમાં નહેરૂજીએ નાણાંમંત્રાલય અને પરદેશ મંત્રાલયને અમૈયાનાથ બોઝના પત્ર અંગે યોગ્ય માર્ગ શોધવા પત્ર લખ્યો.બંને વીભાગોએ તે કામ થઇ શકશે તેવું લેખીત વડાપ્રધાનને જણાવ્યું. નહેરૂજીએ અસફઅલી જે વીયેના જતા હતા તેમને પોતાના ગુમાવેલા સહ્રદયી બીરાદર,સાથી બોઝના કુટુંબની મુલાકત લેવા જણાવ્યું. ( To meet the widow and child of his long-lost comrade or 'opponent' as many would believe). અસફઅલીએ એમીલીને મળીને એવો જવાબ નહેરૂજીને આપ્યો કે ' તેણી કોઇ સરકારી મદદ લેવા તૈયાર નથી.' પરંતુ અસફઅલી નહેરૂજીને લખે છે કે મેં તેણીને સરકારી નહી તો કોઇ અન્ય સ્વરૂપની મદદ તેણીના માટે નહી પણ બેબી માટે લેવાનું સ્વીકારે.
ઘણા બધાએ સુભાષચંદ્રના બોઝના આ લગ્ન અંગે શંકાઓ ઉભી કરી હતી. પણ નહેરૂજીનું સ્પષ્ટ મંતવ્ય હતું કે ' આપણને નીસ્બત છે ત્યાંસુધી અમે એમીલીને બોઝની પત્ની તરીકે સ્વીકારી છે. માટે તે અંગેની વાત ત્યાં પુરી થઇ જાય છે. ("So far as we are concerned we have acknowledged her to be Subhas's wife and there the matter ends.") તેણીએ અલીને કહ્યું હતું કે તેઓ અનીતાના ભવીષ્ય માટે કંઇક નાણાંકીય જોગવાઇ કરે! નહેરૂજીનું સ્પષ્ટ વલણ હતું કે આપણે બોઝની દીકરી અનીતા માટે તેણીના ભવીષ્યને ધ્યાનમાં રાખીને અત્યારે નાણાંકીય સગવડ કરી આપીએ અને તે નાણાં ભવીષ્યમાં અનીતાની જરૂરીયાત માટે વપરાય. જો આ રીતે એમીલી તૈયાર હોયતો હું ( નહેરૂજી) આગળ વધવા તૈયાર છું. જો તેણી સંમત ન હોય તો પછી તેણી પર બધું છોડી દો! વારંવાર ૧૦૦ બ્રીર્ટીશ પાઉન્ડ હું તે બાળકી માટે મોકલવા તૈયાર છું. પણ તે નાણાં સરકારની તીજોરીમાંથી નહી મોકલ;ય પણ અમારી પાર્ટી કોગ્રેંસના ફંડમાંથી મોકલવામાં આવશે. (. This money will not be from official sources. It will be from the Congress.") આ બધી હકીકતો પેલી અધીકૃત રીતે ફાઇલોમાં છે.
જે તે સમયે નહેરૂ અખીલ ભારતીય કોંગ્રેસના પણ પ્રમુખ હતા. તેઓએ નકકી કર્યું કે કોંગ્રેસ પાસે જે 'આઝાદ હીદ ફોજ' ના નાણાં હતાં તેમાંથી બોઝની દીકરીને નીયમીત નાણાં મળે તેવી સગવડ કરવી. સને ૧૯૫૨થી તેઓએ ઉપર મુજબની વ્યવસ્થા કરી હતી. સને ૧૯૫૩થી પશ્રીમબંગાળના મુખ્ય પ્રધાન બીધેનચંદ્ર રોય નહેરૂજીના આ કાર્યમાં મદદરૂપ થયા. તેઓએ એક કાયદેસરનું ટ્રસ્ટ બનાવીને બોઝની દીકરીને નીયમીત નાણાંકીય મદદ મળે તેવી વ્યવસ્થા કરી. તે ટ્રસ્ટના મુખ્ય ટ્રસ્ટી નહેરૂજી અને બીધેન રોય બન્યા. આ ટ્રસ્ટમાં સાક્ષી તરીકે સહીઓ વીવાદાસ્પદ વર્તમાન રીટાયર્ડ જસ્ટીસ માર્કંડ કાત્જુના દાદા કૈલાસનાથ કાત્જુ અને રફીઅહેમદ કીડવાઇની હતી.
આ ટ્રસ્ટના સમાચાર એક લાંબા સમયથી સુભાષચંદ્ર બોઝના પંજાબના ટેકેદાર સરદાર શાર્દુલસીંગ મળતાં તેઓનો પ્રતીભાવ હતો કે 'આવા સજ્જન કાર્ય માટે ભગવાન તમને આશીર્વાદ આપે' બોઝની પત્ની એમીલીએ પણ નહેરૂ અને અન્ય મીત્રોના આવા સદ્ભાવના ભર્યા કાર્ય માટે આભાર માન્યો કે જેનાથી હવે મારી દીકરીના આર્થીક નીભાવની ચીંતામાંથી હુ મુક્ત થઇ. તે અંગે એમીલી ભારત આવીને નહેરૂજી અને અન્યનો રૂબરૂમાં આભાર વ્યક્ત કરવા માંગતી હતી. એમીલીના માતાની ઝડપથી તબીયત બગડતી હતી તેથી તે નહેરૂજીના ભારતમાં રજાઓ ગાળવાનું આમંત્રણ સ્વીકારી શકી નહી. સને ૧૯૫૫ના ૧લી ફેબ્રુઆરીના પત્રમાં જણાવ્યુ કે દીકરી અનીતાએ ભારતના પ્રશ્નોમાં ખુબજ માહિતી ભેગીકરવા માંડી છે અને સ્કુલના શીક્ષકો તેને ભારત અંગે વીષય–નીષ્ણાત માનવા માંડયા છે. બીધન રોય (૧૯૬૨– જુલાઇ) અને નહેરૂજીના (૧૯૬૪–મે)ના અવાસાન બાદ લાલબહાદુર શાસ્રીઅને પશ્રીમ બંગાળના મુખ્યપ્રધાન પ્રફુલચંદ્ર સેને પણ આ જવાબદારી નીભાવવાનું ચાલુ રાખ્યું હતું.
સને ૧૯૬૦ના ડીસેમ્બરમાં અનીતા ભારત આવી. નહેરૂજીની ભત્રીજી નયનતારા સહેગલ તેણીને દીલ્હીના એરોડ્રમા પર લેવા ગયાં હતાં. અનીતાની નહેરૂજીએ પોતાના મહેમાન તરીકે વડાપ્રધાન નીવાસમાં સરભરા કરી હતી.
લંડનના એકપેપર ' ડેઇલી એકસપ્રેસે' નહેરૂજી અનીતાને એક વડાપ્રધાન તરીકે આવકારે છે તેવા ફોટા નીચે લખ્યું હતું કે ' ભારત દેશપર લશ્કર લઇને હુમલો કરનારની પુત્રીને નહેરૂ મળે છે. ' ('Quisling's daughter meets Nehru'.) જ્યારે નહેરૂજીને કોઇએ પુછયું કે આ ટીકા સામે તમારો જવાબ શું છે?દેશની પ્રજા (સુભાષચંદ્ર બોઝ) જે વ્યક્તીને આટલા બધા ઉચ્ચ અને પુજનીય ભાવથી સન્માનથી હોય તેને આવી રીતે ઓળખાવો તે બીલકુલ અયોગ્ય છે.
જ્યારે સરદાર પટેલ– રાજેન્દ્રપ્રસાદ અને પંતની પાંખ બોઝને અખીલ ભારતીય કોંગ્રેસ સમીતીમાંથી બહાર કાઢવા મેદાને પડી હતી ત્યારે નહેરૂને તે બનાવો અંગે કોઇ પશ્ચાતાપ કે સંતાપ થયો હતો ખરો ? તે જમાનામાં આઝાદીની ચળવળના રાષ્ટ્રીય ફલક પર નહેરૂજી અને બોઝનો વૈચારીક ઝુકાવ ' ડાબેરી વીચારસરણી' તરફ હતો. તે બંને પ્રખર અને અસમાધાનકારી ધર્મનીરપેક્ષ ( Staunchly secular leaders) નેતા હતા.પોતાના વીચારોને કારણે તેઓ બંનેને એકબીજાનો સહકાર અપેક્ષીત હતો.
સને ૧૯૩૦થી નહેરૂજી અને બોઝના પત્ર વ્યવહારોથી એવુ ફલીત થાય છે કે તેઓની મીત્રતા ખુબજ વૈચારીક અને બૌધ્ધીક હતી. બોઝ નહેરૂજી પુસ્તકો માંગતા હતા જ્યારે નહેરૂજી બોઝે લખેલા પુસ્તક 'ધી ઇંડીયા સ્ટ્રગલ' માં કેટલાક જરૂરી સુધારા સુચવતા હતા. સને ૧૯૩૭–૩૮ની સાલથી બંને એ ભારતમાં રાષ્ટ્રીય આયોજન કેવી રીતે કરવું તે અંગેના ચીંતન કરવામાં અગ્રેસર હતા. તેને આધારે સ્વતંત્રતા પછી ભારતનું આયોજન થયું. કદાચ નહેરૂને તે નીમીત્તે આઝાદી પછી બોઝની ગેરહાજરી ઘણી અનુભવાતી હશે.
બોઝ અને નહેરૂજીના કૌટુબીક સંબંધો પણ ઘણા લાગણીસભર અને ઘનીષ્ટ હતા. જ્યારે નહેરૂજી દેશની જેલમાં હતા ત્યારે બોઝે કમલા નહેરૂ ની સ્વીઝરલેંડમાં ટીબી સેનીટોરીયમમાં સૌજન્યભરી મુલાકતો કરી હતી.જ્યારે કમલા નહેરૂ સને ૧૯૩૬માં ગુજરી ગયા ત્યારે તે સમયે નહેરૂજી સાથે બોઝ હતા. નહેરૂજીનો સુભાષબાબુના કુટુંબ પ્રત્યેનો આટલો બધો પ્રેમાળ ઝુકાવ શું સુચવે છે? શું તે એક ભાંગી પડેલા બીરાદર ( કોમરેડ)ના કુટુંબ પ્રત્યેનો કુદરતીસહજ નીસ્બત છે કે પછી બાળકો સાથેનો નહેરૂચાચાના પ્રેમની અભીવ્યક્તી છે. તે આપણે ક્યારેય જાણી શકીશું નહી.( અંગ્રેજી લેખક અનીરબન મિત્રા, મોલેક્યુલર બાયોલોજીસ્ટ કોલકત્તા)