Tuesday, June 6, 2017

Relation between J. Nehru & S. Bose

દેશના પ્રથમ વડાપ્રધાન જ. નહેરૂના સુભાષચંદ્રબોઝ સાથેના સંબંધો આઝાદીની ચળવળ દરમ્યાન  કેવા હતા?

           એક હરીફ જેવા કે પછી રાષ્ટ્રીય હીતમાં પ્રતીબધ્ધ, બૌધ્ધીક અને લાગણીસભર.

 

વર્તમાન વડાપ્રધાન મોદીએ સને ૨૦૧૬માં ૨૩મી જાન્યુઆરી ને દીવસે સુભાષચંદ્ર બોઝ સંબંધી " Netaji files" ૧૦૦ ફાઇલો ઉપરની પાબંધી દુર કરી ( Declassify) પબ્લીક ડોક્યુમેંટ બનાવી દીધી.. સદર ફાઇલો વડાપ્રધાન કાર્યાલય અને વીદેશી મંત્રાલયની તીજોરીઓમાં કેટલીય લોંખડની પેટીઓમાં કપડામાં લપેટેલી પડી હતી. એક લોકવાયકા એવી હતી ( જેને સત્યનો આધાર ન હતો.) કે આઝાદીની ચળવળમાં નહેરૂ અને બોઝના સંબંધ સમેળભર્યા ન હોવાથી દેશની નહેરૂ સરકાર પોતાના શાસનકાળ દરમ્યાન બોઝકુટુંબ પર જાસુસી કરતી હતી. વધુમાં ઘણા દેશપ્રેમીઓ(!)ની તરંગી પણ  ઉગ્ર ભાવનાત્મક દલીલો હતી કે " નહેરૂ– ગાંધીએ સુભાષબોઝને મારી નંખાવ્યા હોવાથી આ બધી ફાઇલોને પ્રજાસમક્ષ ખુલ્લી કરવામાં આવતી નથી. તે બંનેએ સુભાષબોઝને પોતાના હરીફ તરીકે કાયમ માટે દુર કરવાનું કાવતરૂ કર્યુ હતું." 

 આ બધી ફાઇલોમાથી તો એવી હકીકત બહાર આવી છે કે (જે સત્ય દેશ અને દુનીયાના તટસ્થ ઇતીહાસકારોએ વાંરવાર કહ્યા હતા.)  ગાંધી–નહેરૂનું કોઇ કાવતરૂ બોઝ સામેનું હતું જ નહી. આ બધી ફાઇલોમાંની  સરકારી નોંધો, અને કાયદાકીય પુરાવાઓ જે હવે 'ડીજીટલ' સ્વરૂપમાં સામાન્ય નાગરીક માટે સહેલાઇથી મળે તેમ છે તેમાં તો નહેરૂજીના સરકારી તંત્રનો અને અંગત ખુબજ લાગણીસભર દેખરેખ જણાવતો સર્વશ્રેષ્ઠ પુરાવો છે.

 

 આ બધી ફાઇલોમાથી ' The file PMO 1956-71: 2(67)56-71-PM, Vol 1 contains a letter dated June 10, 1952.' સદર ફાઇલમાં નીચેની હકીકત છે.

 

હવે આપણે સૌ પ્રથમ સુભાષચંદ્ર બોઝ દેશ છોડી જર્મનીના હીટલર અને રશીયાના સ્ટાલીનની લશ્કરી મદદ લેવા ગયા તે સમયે તેમના અંગત કુટુંબની વીગત જોઇએ.

 સુભાષચંદ્રે જર્મનીના વસવાટ દરમ્યાન એક જર્મન સ્રી સાથે લગ્ન કર્યું હતું. જેની બોઝના ભારતના કુટુંબને બીલકુલ ખબર ન હતી. તેનું નામ હતું એમીલી ચેનકલ (Emilie Schenkl ) . તેણીએ નવેંબર ૧૯૪૨માં એક દીકરીને જન્મ આપ્યો હતો, જેનું નામ બોઝે અનીતા પાડયું હતું. આઝાદીના યોધ્ધા તરીકે પોતાના કઠીન કામ ને ન્યાય આપવા ૮મી ફેબ્રુઆરી ૧૯૪૩ના રોજ બોઝે કાયમ માટે જર્મન કુટુંબ ને છોડી હીટલરે જે સગવડ કરી હતી તે પ્રમાણે જપાન તરફ એક સબમરીનમાં નીકળી પડયા.  પરંતુ પોતાના જર્મન કુટુંબની ફરજના ભાગરૂપે પોતાના ભાઇ શરદચંદ્ર બોઝ, જે બંગાળ કોગ્રેસના તે સમયના પ્રમુખ હતા અને ઓલ ઇંડીયા નેશનલ કોંગ્રેસના કારોબારીના સભ્ય હતા તેઓને સંબોધીને એક પત્ર લખ્યો હતો.જેમાં પોતાના આ જર્મન કુટુંબની સારસંભાળ લેવાનું લખ્યુ હતું. બંને ભાઇઓ વચ્ચેના સંબંધો ખુબજ સુમેળ ભર્યા હતા.

આ  ફાઇલમાંથી જે મુળપત્ર સુભાષચંદ્ર બોઝે પોતાના ભાઇને લખ્યો હતો તે અંગ્રેજીમાં નીચે પ્રમાણે છે. "With exquisite sensitivity, Bose wrote that this could be the last time anyone would hear from him. He wrote, "I have married and we have a daughter" and then earnestly requested, "In my absence, please give my wife and daughter the same love and affection with which you have always blessed me."

સુભાષચંદ્ર બોઝના હાથે લખાયેલો આ કદાચ છેલ્લો પત્ર હશે. " મેં લગ્ન કરી લીધું છે.અમારે એક દીકરી છે. મારી ગેરહાજરીમાં મહેરબાની કરીને મારી પત્ની અને દીકરીને તમે બધાએ મને જે પ્રેમ અને હુંફ આપી છે તેવો પ્રેમ અને હુફ તે બંનેને આપજો. " 


--