Sunday, June 25, 2017

ત્રણ ચીંતા પ્રેરક સમાચાર–

ત્રણ ચીંતા પ્રેરક સમાચાર–

(૧) વધુ એક રેશનાલીસ્ટની હત્યા–

બધાજ ધર્મો ખ્રીસ્તી, મુસ્લીમ અને હીંદુ વી. રેશનાલીઝમની મુળભુત રીતે વીરૂધ્ધ જ હોય છે. તે બધાજ ધર્મો સામસામી એકબીજાના અનુયાઇઓ પ્રત્યે તો સ્વાભાવીક દુશ્મનાવટ ધરાવતા હોય છે. પણ તે બધા માટેનો કોઇ સામાન્ય દુશ્મન હોય તો તે રેશનાલીસ્ટ અને ધર્મનીરેપેક્ષ માનવવાદી( Secular Humanist) કે નાસ્તીક હોય છે. કારણકે ધર્મનીરપેક્ષ માનવવાદી વીચારસરણી જેનું બૌધ્ધીક શસ્ર ' રેશનાલીઝમ એટલેકે ' કોઇપણ સત્ય કે જ્ઞાન તે ઇન્દ્રીયજન્ય અનુભવ અને વૈજ્ઞાનીક અભીગમનું પરીણામ છે તેવું ગણે છે.' તે વાત કોઇપણ પ્રકારના ધર્મો સ્વીકારતા નથી. દરેક ધર્મનો આધાર ઇશ્વર, તે અંગેના પુસ્તકો અને તેમના પ્રતીનીધીઓમાં અબાધીત (અંધ)શ્રધ્ધા છે. જે લોકો ( રેશનાલીસ્ટ) આવી ઇશ્વરી આસ્થાને પડકારે તે બધાને સદીઓથી ધાર્મીક આસ્થાઓના ઠેકેદારો, મોટાભાગે રાજયશાસનની મદદથી, રંજાડતા, ખુન કરતા અને રીબામણી કરતા આવ્યા છે.

 છેલ્લા થોડા વર્ષોમાં ત્રણ રેશનાલીસ્ટો મહારાષ્ટ્રના નરેન્દ્ર દાભોલકર,અને ગોવીંદ પાનસરે અને કર્ણાટકના પ્રો કલબુર્ગી ની હત્યાઓ એકજ પધ્ધતીથી કરવામાં આવી હતી. હીંદુ સનાતન સંસ્થાનવાદીઓ એ કરી છે તેવા નક્કર પુરાવા પોલીસ તપાસ એજન્સીઓને મળેલ છે.

ચોથી રેશનાલીસ્ટ, એક જન્મે મુસ્લીમ ૩૧ વર્ષના યુવાન એમ ફારુક ની હત્યા તારીખ ૧૬મી માર્ચ ૨૦૧૭ ના રોજ કોઇમ્બતુર મુકામે તામીલનાડુ રાજયમાં ઇસ્લામના અનુયાઇઓ તરફથી કરવામાં આવી છે. રેશનાલીસ્ટ ફારૂકનો ગુનો એ હતો કે સમગ્ર દક્ષીણ ભારતના એક સમયના મહાન રેશનાલીસ્ટ અને મુર્તીભંજક રામસ્વામી પેરીયરના રેશનાલીસ્ટ વીચારોને સ્વીકારીને ફારુકે પોતાનું એક વોટ્સગ્રુપ તે વીચારોને ફેલાવવા માટે બનાવેલુ હતું. જેના આશરે ૫૦૦ ઉપર સમર્થક સભ્યો હતા.

ફારુકે પોતાના બાળકોને નીરઇશ્વરવાદી તરીકે ઉછેરવાના કરેલા નીર્ણયને કારણે કેટલાક મુસ્લીમ ધર્મઝનુનીઓ તેના પર ઉશ્કેરાયા હતા.ફારુકની હત્યાના પંદર દીવસ પહેલાં તેણે પોતાના બાળકોનો ફોટો વોટ્સગ્રપ ઉપર ' No God, No God ના  પ્લેકાર્ડ સાથે મુક્યો હતો. આ ધર્મના ઠેકેદારોએ ફારુકને ધર્મ વીરૂધ્ધની પ્રવૃત્તીઓથી દુર રહેવા સમજાવ્યા હતા.ફોન પર ધમકીઓ પણ આપી હતી. જેની ફારુકે અવગણના કરી હતી.

 મોટર સાયકલપર ઘરની બહાર નીકળતાં ચાર હુમલાખોરોએ ફારુકને ગળા અને પેટમાં છરીઓ મારીને હત્યા કરી. બીજે દીવસે એમ ઇર્શાદ નામની વ્યક્તીએ પોલીસ સ્ટેશનમાં હાજર થઇને ફારુકના ખુનની જવાબદારી લીધી હતી. કોઇમ્બતુરના પોલીસ અધીકારીનું એમ કહેવુ હતું કે ' ફારુકના સોસીયલ મીડીયા પર રેશનાલીસ્ટ વીચારોના પ્રસારણથી સ્થાનીક મુસ્લીમ સમાજ ઉશ્કેરાયો હતો. જેને કારણે આ પરીણામ આવ્યું હતું.'–––– (સૌજન્ય– ધી રેડીકલ હ્યુમેનીસ્ટ અંક મે–૨૦૧૭.)

(૨) ૧૬ વર્ષના જુનેદની ટ્રેઇનમાં હત્યા.

જુનેદ અને તેનાભાઇને પોતાના ગામની મસ્જીદમાં સંપુર્ણ કુરાને શરીફ મોઢે રમજાન દરમ્યાન પઠન કરવા માટે ' હાફીઝ' નો એવોર્ડ આપીને બહુમાન કરવામાં આવ્યું હતું. તેઓના માબાપ પોતાના બાળકોના આવા ગૌરવથી ખુશ થઇને બંને ભાઇઓને ઇદ માટે ખરીદી કરવા દીલ્હી મોકલ્યા હતા. કપડાં, મીઠાઇ વી, ખરીદી કરી તે દીલ્હી– મથુરા પેસેંજર ટ્રેઇનમાં પોતાના ગામમાં પરત આવવા નીકળ્યા હતા.  ડબ્બામાં જગ્યા માટે પેંસેંજરો સાથે ઝઘડો થતાં તેમની સામે ટોળુ બેકાબુ બની ગયું. તેઓને રાષ્ટ્રદ્રોહી, રાષ્ટ્રવીરોધી અને ગૌ માંસ ખાનારા જેવા શબ્દોથી સખત રીતે અપમાનીત કરવા માંડયા. તેવામાં કોઇ જુવાન પેસેંજરે છરી બહાર કાઢી  જુનેદ અને તેના ભાઇ પર લોહીયાળ હુમલા કરવા માંડયા. જેનું પરીણામ આખરે જુનેદના મૃત્યુમાં આવ્યું. વડીલ પીતા પોતાના જુવાન પુત્રનું અપમૃત્યું થતાં બીલકુલ અવાક બની ગયા. માતાએ પણ લીધું કે હવે હું જીવીશ ત્યાં સુધી કયારે ય ઇદ મનાવીશ નહી. શું આપણે સહીષ્ણુતા છોડી દઇને એક દેશઅને પ્રજા તરીકે અસહીષ્ણુતા તરફ ઝડપથી ધસી જતા તો નથી ને? સૌજન્ય. ટાઇમ્સ ઓફ ઇંડીયા અને ઇન્ડીયન એકસપ્રેસ.

(૩) રાષ્ટ્રપતીની ઇફતાર પાર્ટીનો ફીયાસ્કો !

માનનીય રાષ્ટ્રપતી પ્રણવમુકરજીએ રાષ્ટ્રપતીના હોદ્દાના રૂઢી કે રીવાજ પ્રમાણે  ( Custom & convention)  તેઓએ બે દીવસ પહેલાં રમઝાન માસના અંત પહેલાં એક ઇફતાર પાર્ટીનું આયોજન કરેલું હતું. બીજેપીના વડાપ્રધાન અને તેઓના પ્રધાન મંડળના દરેક પ્રધાનોને , વીરોધ પક્ષના નેતાઓ વગેરેને ખાસ આમંત્રણ આપી નીમંત્ર્યા હતા. ગમે તે કારણસર મોદીજી સહીત પ્રધાન મંડળના એક પણ પ્રધાન રાષ્ટ્રપતીએ આયોજીત કરેલ સદર ઇફતાર પાર્ટીમાં હાજર રહ્યા નહતા. તેઓના સીવાય બધાજ રાજકીય અન્ય આમંત્રીતો હાજર રહ્યા હતા. આપણે પ્રજા તરીકે શું સમજવાનું? સીજન્ય. ફેસબુક ન્યુઝ     

--