Monday, June 19, 2017

ભુઆઓની આવેલ કોમેન્ટ

ગુજરાત સરકારે કરેલા ૩૦૦ ભુઆઓના સન્માન વીરૂધ્ધ આવેલી કોમેન્ટ–

અમે ગુજરાત રેશનાલીસ્ટ એસો– ને ગુજરાતના માનનીય રાજયપાલને સરકાર તરફથી જે ૩૦૦ ભુઆઓનું સન્માન કરવામાં આવ્યું તે અંગે વીરોધ દર્શાવતું મેમોરન્ડમની કોપી ફેસબુક પર મુકી હતી.  તે વાંચીને ઘણા બધા મીત્રો એ 'લાઇક' કર્યું હતું. કેટલાક મીત્રોએ કોમેન્ટ પણ કરી હતી. તે સૌ નો આભાર.

 ગઇકાલે જે કોમેન્ટ મને 'વોટ્સ અપ' મળી તે નીચે મુજબ છે.

                            એક અગત્યની જાહેરાત

ગુજરાત સરકારે શીક્ષણના ક્ષેત્રે ૧૦૦ ટકા સીધ્ધી મેળવી લીધી છે. તેથી આગામી ચુંટણીને લક્ષમાં રાખીને " રાજયનું શીક્ષણ મંત્રાલય તાત્કાલીક બંધ કરી દેવાનું નક્કી કર્યું છે. તેના સ્થાને નવું મંત્રાલય ' અંધશ્રધ્ધા વીકાસ મંત્રાલય' અને તેના નેજા હેઠળ સ્પેશીયલ જી આર બહાર પાડીને ચાલુવર્ષથી જ  અંધશ્રધ્ધા વીકાસ વીશ્વવીધ્યાલયની સ્થાપના કરવાનો નીર્ણય નાગરીકોના હીતમાં તાત્કાલીક કરવો પડયો છે. આ વીશ્વવીધ્યાલયનું મુખ્યસુત્ર છે.

                         " હવે શું કામ ભણે ગુજરાત, હવે તો ધુણશે ગુજરાત. "

                                       તાત્કાલીક જોઇએ છીએ

 અમારા નવા વીશ્વવીધ્યાલયમાં મંત્રોચાર અને ધુણવા/ ધુણાવવાથી દરેકપ્રકારના શારીરીક રોગો  દુર કરી શકે તેવા ૩૦૦ ભુઆઓ અને ડાકલા વગાડી શકે તેવા ૬૦૦ સંગીત તજજ્ઞોની તાત્કાલીક ભરતી વહેલો તે પહેલો ના ધોરણે કરવાની છે. નીર્ણાયક કે પસંદગી સમીતી સમક્ષ પ્રત્યક્ષ પરચો બતાવવો અનીવાર્ય રહેશે. અરજી કરવાની કોઇ છેલ્લી તારીખ નથી. કારણકે નીષ્ણાત અને ચુનંદા ભુઆઓ વી, ને રાષ્ટ્રહીતમાં દેશના જુદા જુદા રાજયોમાં ભરપટે નીકાસ કરવાની લાંબાગાળાની યોજના વીચારણા હેઠળ છે.

પડોશી રાજયની મહારાષ્ટ્ર સરકારે રેશનાલીસ્ટ નરેન્દ્ર દાભોલકરની હત્યા પછી, અંધશ્રધ્ધા ઉન્મુલન બીલ પસાર કરીને  ભુઆઓ અને બ્લેક મેજીકનો દાવો કરનારાને જેલ ભેગા કરવા માંડયા છે. તેની સામે આપણું રાજય ભુઆઓની 'દીવ્યશક્તી'નો ઉપયોગ કરનારુ  દેશમાં પ્રથમ નંબરનું રાજય બન્યું છે. તેથી દેશભરમાં આપણી રાજય સરકારની વાહ વાહ થઇ રહી છે. ટુંક સમયમાં કદાચ 'ગીનીસ બુક ઓફ વર્લડ રેકોર્ડસ અને નોબેલ પ્રાઇઝ આપનાર કમીટી આપણી સરકાર સાથે એમ ઓ યુ કરવા 'રીવર ફ્રંટ પર' મળશે.

આ અમને ફેસબુક પર મળેલી કોમેન્ટ છે, એટલું ન ભુલવા વીનંતી છે.   


--