Sunday, July 30, 2017

દેશમાં કોઇપણ પક્ષે રાજકીય સત્તા મેળવવી છે

દેશમાં કોઇપણ પક્ષે રાજકીય સત્તા મેળવવી છે, મેળવેલી સત્તા ટકાવી રાખવી છે, અને ગુમાવવી છે તો 'કોંગ્રેસ સીસ્ટીમ' ને અનુસરો. ( પ્રો. રજની કોઠારી, રાજ્યશાસ્ર વૈજ્ઞાનીક (૧૯૨૮– ૨૦૧૫)

     સને ૧૯૪૭માં દેશ આઝાદ થયા બાદ બંધારણીય લોકશાહી પ્રકારની રાજ્ય વ્યવસ્થા સ્વીકારવામાં આવી હતી. એક બાજુ આઝાદ દેશના નાગરીકોની જીવનના દરેક ક્ષેત્રમાં રાષ્ટ્ર ઝડપી પ્રગતી કરે તેવી અપેક્ષા હતી. બીજી બાજુએ, આઝાદ ભારતના સત્તાની ધુરા સંભાળનાર કોંગ્રસના ટોચના નેતાઓની ચીંતા સંસદીય લોકશાહી પ્રથામાં દર પાંચ વર્ષે આવતી ચુંટણીઓમાં બહુમતી કેવી રીતે ટકાવી રાખવી તે પણ પાયાનો પ્રશ્ન હતો. બંધારણમાં આમેજ કરેલાં 'સ્વતંત્રતા, સમાનતા અને બંધુતા' જેવા મુલ્યો સ્વતંત્ર ભારતના નાગરીકોમાં બીલકુલ આત્મસાત ન હતા.અને આજે પણ નથી તેને કારણે તેની મોટી ઉણપ દેશના સામાજીક અને ધાર્મીક સંઘર્ષોમાં તો આંખે ઉડીને વળગે તેવી દેખાય છે.

 લોકશાહી એ જીવન જીવવાની પ્રથા તરીકે નાગરીક જીવનમાં બીલકુલ પ્રસ્થાપીત થઇ જ ન હતી. ધાર્મીક જીવન અને વીચાર પધ્ધતીથી વર્ણવ્યવસ્થા અને જ્ઞાતીપ્રથામાં ઉભા અને આડા વહેંચાઇ ગયેલા દરેક ભારતીયની ઓળખ સમાજમાં નાગરીકને બદલે જ્ઞાતીવાદી, વર્ણવાદી અને ધાર્મીક હતી. દરેક ભારતીય તેની રૂઢીચુસ્ત,સામંતી. વ્યક્તીપુજા વાળી માનસીકતામાં તરબોર છે. આવી બીનલોકશાહી, ધાર્મીક અને જ્ઞાતી આધારીત ઓળખમાં તે ગૌરવ અનુભવે છે.દેશના આવા મતદારને ઇશ્વરમાં અતુટ વીશ્ચાસમાંથી બહાર કાઢવાનો કોઇ પ્રયત્ન કોઇપણ રાજકીયપક્ષના મેનીફેસ્ટો કે એજન્ડામાં ત્યારેય નહતો અને ૭૦ વર્ષ પછી આજે પણ નથી. દેશના કોઇપણ નાગરીકને પોતાના અને તેના જેવા અન્યના સહકારી પ્રયત્નોથી, સંસદીય લોકશાહી ચાલે છે, વર્તમાન દેશનું રાજ્ય તેના સાર્વભોમ મતનું સર્જન છે તેવી પ્રતીતી આજે પણ નથી. લોકશાહીમાં લોક શબ્દને આ બધા પક્ષોએ હાઇજેક કરીને  તેના બદલે 'પક્ષ' શબ્દ અવેજ તરીકે મુકી દીધો છે. માટે દેશમાં લોકશાહીને બદલે પક્ષશાહી અસ્તીત્વમાં આવી ગઇ છે.

 પ્રો.રજની કોઠારીના અભીપ્રાય પ્રમાણે હવે આ પક્ષશાહીમાં કોઇપણ રાજકીયપક્ષ અને તેના નેતાઓએ સત્તા મેળવવી હોય અને મેળવેલી સત્તા ટકાવી રાખવી હોય તો  'કોંગ્રેસ સીસ્ટીમ'ના તર્ક પ્રમાણે પોતાનો રાજકીય પક્ષ ચલાવવો પડશે. હવે તે સીસ્ટીમ શું છે તે સમજીએ.

(1)   પ્રથમ દરેક રાજકીય પક્ષે બરાબર સમજી લેવાની જરૂર છે આ દેશની સંસદીય લોકશાહી પ્રતીનીધીવાળી રાજ્યપ્રથા બ્રીટીશ લોકશાહી મોડેલ પર ચાલતી નથી.

(2)  તેથી દરેક પક્ષે દેશના મતદારને નાગરીક તરીકે જે લોકશાહી મુલ્યો સ્વતંત્રતા,સમાનતા અને બંધુત્વને વરેલો છે તેવું ભુલે ચુકે માનવું નહી. દેશનો મતદાર પ્રથમ કોઇ ધર્મનો, પછી વર્ણ, જ્ઞાતી, કોમ, પ્રદેશ, રાજ્ય વી.નો ભાગ છે. ભારતીય મતદારની ઓળખ તે પ્રમાણે હોવાથી ઉમેદવારની પસંદગીથી માંડીને પક્ષનું સંપુર્ણ સત્તાકીય માળખું તે પ્રમાણે વીકસાવવું.

(3)  પક્ષીય ઉમેદવારનો ચુંટણી મતવીભાગ ( Election constituency) સત્તાપક્ષ ચુંટણી પંચ પાસે એવી દરખાસ્તો મુકીને પાસ કરાવશે કે જેમાં પોતાના ઉમેદવારને જીતવા અનુકુળ હોય તેવા ધર્મ, જાતી, જ્ઞાતી, કોમ વી મતદારોનો બહુમતી લોકસમુહ રહેતો હોય!

(4)  પોતાના પક્ષીય ઉમેદવારની પસંદગી સ્થાનીક પક્ષના સભ્યો, પાયાના કાર્યકરો કે મતદાર જુથોના અભીપ્રાયને બદલે રાજ્ય અને દેશના પાટનગરમાં બેઠા બેઠા સર્વસત્તાધીશ બનેલા એકલદોકલ નેતા કે તેની ટોળકી નક્કી કરશે કે કોને ચુંટણી લડવા પક્ષની ટીકીટ આપવી.

(5)  ચુંટણી લડનાર અને જીતનાર તેના મતદાર કે મતવીસ્તારને બદલે તેને ટીકીટ આપનાર પક્ષ અને તેનું સંચાલન કરનાર નેતાને વફાદાર રહેશે. રાજકીય સત્તાનું મતદાર કે લોક પાસેથી હસ્તાંતર  (ટ્રાન્સફર)નું કેન્દ્રીયકરણ આખરે પક્ષના વડા નેતાના હાથમાં આવી જાય છે. પક્ષ નેતાથી ઓળખાય છે. નેતા પક્ષથી નહી. આવી નેતા સમર્પીત પક્ષશાહીમાં દર પાંચવર્ષે  ચુટણી થાય છે. તે ચુંટણીમાં જે પક્ષના નેતા અન્ય પક્ષના નેતાઓની સરખામણીમાં સૌથી મોટી લાલચ, લોભ અને આકાશમાં રાતે નહી પણ દીવસે તારા બતાવી  શકે તે પક્ષને પણ પેલા નેતાના નામે ખોબે ખોબે મત આપીને જીતાડે છે.

(6)  પક્ષનો સર્વોચ્ચ નેતા મતદારોના સમુહને ધર્મ, કોમ, જાતી, વર્ગ આધારીત વીશીષ્ટ પ્રકારની સવલતો ( અપીઝમેન્ટ) આપવાની બાંહેધરી આપીને પોતાની સત્તા સલામત રાખે છે.

(7)  આવો સર્વસત્તાશાળી નેતા જે કોઇ વર્ગ.ધાર્મીક કે સામાજીક સમુહના તારણહારનો દાવો કરે છે તે દેશના ૨૯ રાજ્યોમાં પોતાની સરકાર સત્તા પર આવે અને ટકી રહે માટે જાત જાતનું રાજકારણ ખેલે છે. આ બધા રાજ્યોના મુખ્યપ્રધાનોથી માંડીને સંપુર્ણ સત્તાકીય માળખું તે નેતાની ઇચ્છા મુજબ ગોઠવાય છે, સંચાલીત થાય છે અને નવા ફેરફારો માટે વીસર્જીત પણ સહેલાઇ થતું હોય છે. સત્તાનો સ્રોત પેલા નેતા પાસે હોય છે, જેની ઇચ્છામુજબ પ્રાદેશીક સુબાઓ તેમની સત્તા ટકાવી રાખે છે.

(8)   રાજકીય સત્તા માટે કોઇપણ પ્રકારની સોદાબાજી બધાજ લોકશાહી અને સામાન્ય સામાજીક લેવડદેવડના નૈતીક મુલ્યો બાજુપર મુકીને જે નેતા અને તેના પાવર બ્રોકર્સ સફળતાપુર્વક પાર પાડી શકે તેના હાથમાં સત્તા આવે છે. આમાં 'જો જીતા વોહી સીકંદર.'

(9)  પ્રજાના મતદાર સમુહો જે નેતા અને તેની પક્ષીય સત્તામાંથી વીશ્વાસ ગુમાવી દે છે તે પક્ષ અને તેના નેતાને પ્રજા ઇતીહાસની કચરા ટોપલીમાં નાંખી દે છે. આ સીસ્ટીમ પ્રમાણે ચાલતો કોઇપણ રાજકીય પક્ષ તેના વીનાશ કે અંતના મુળીયાં પણ પોતેજ પેદા કરે છે; જે એનો નાશ પણ કરે છે. આજે જે બોલબાલા નરેન્દ્ર મોદી અને તેના પક્ષની છે તેવીજ સ્થીતી કોંગ્રેસ પક્ષની અને તેના નેતા જવાહરલાલ નહેરૂ, ઇંદીરા ગાંધી અને રાજીવ ગાંધીની એક સમયે હતી. પ્રો. કોઠારીની આ સીસ્ટીમે ઇંદીરા ગાંધી સમયે ખુબજ ગાજતા થયેલા સુત્ર ' જબ તક સુરજ ઓર ચાંદ રહેગા  ઇંદીરા તેરા રાજ રહેગા.' ને ખોટું પાડયું છે.

(10)                   પ્રો. રજની કોઠારીના મત પ્રમાણે ભારતીય લોકશાહી આ'કોગ્રેસ સીસ્ટીમ' પ્રમાણે ચાલે છે. ભારતના બંધારણ, ચુંટણી પંચ કે કાયદાના શાસન પ્રમાણે નહી. તે બધા તો પેલી સીસ્ટીમ પ્રમાણે રાજકીય સત્તા પ્રાપ્ત કરવાનાનાં સાધનો બની ગયા છે. આ સીસ્ટીમમાં દેશના મતદારોનું 'પવીત્ર કાર્ય' સંજોગો પ્રમાણે રાજકીય માલીકો બદલાવાનું છે. જે દીવસે 'ગુલામોને અહેસાસ' થશે કે તે તો ફક્ત ગુલામ જ છે અને માલીક નથી ત્યારે તે માલીક બનવા વીદ્રોહ કરશે. ' વો દિન કહાં.....' 

--

Wednesday, July 26, 2017

જેએનયુમાં લશ્કરી ટેંક મુકવાનું તમને શોભતું નથી!

જેએનયુમાં લશ્કરી ટેંક મુકવાનું તમને શોભતું નથી! 

 ( સૌ. ઇન્ડીયન એક્સપ્રેસ તંત્રી લેખ તા. ૨૫મી જુલાઇનો ભાવાનુવાદ. )

તમારી પાસે રાષ્ટ્રવાદના ખ્યાલને સમજાવવા બૌધ્ધીક કે તર્કબધ્ધ દલીલ ન હોય તો શું કરો? લશ્કરની ટેંકોને યુનીર્વસીટી કેમ્પસમાં પ્રદર્શન તરીકે ગોઠવો! જવાહરલાલ નહેરૂ યુનીર્વસીટી, દીલ્હીના વાઇસ ચાન્સેલરે એમ જગદીશ કુમારે, યુની.ના પટાંગણમાં લશ્કરી ટેંક મુકવાનું નકકી કર્યું છે. આવી ટેંક જોઇને જેએનયુમાં અભ્યાસકર્તા વીધ્યાર્થીઓમાં રાષ્ટ્રપ્રેમ શું છે તે સમજાય. અને હવે પછી પેલા કનૈયાકુમાર જેવા કહેવાતા અરાષ્ટ્રવાદી વીધ્યાર્થીઓ તેમાંથી પેદા ન થાય!

      ખરેખરતો સને ૨૦૧૪માં મોદી વડાપ્રધાનપદે સત્તા પર આવ્યા પછી ભગવા રાષ્ટ્રવાદ સામે દેશના બંધારણીય મુલ્યો આધારીત રાષ્ટ્રવાદ કોને કહેવાય તેનો જડબેસલાક જવાબ જેએનયુની વીધ્યાર્થી યુનીયનના પ્રમુખ કનૈયાકુમાર અને અન્ય વીધ્યાર્થી નેતાઓએ આપ્યો હતો. જેમાં કાયદાના ક્ષેત્રમાં પણ સરકારની નામોશીભરી હાર થઇ હતી.

  જેએનયુના વાઇસ ચાન્સેલર જગદીશકુમારને દેશના લશ્કરી વડા વી.કે. સીંગની મદદથી યુનીંમાં ટેંક મુકવી છે. જેથી ટેંક જોઇને શહીદ થયેલ સૈનીકોની યાદ આવે અને વીધ્યાર્થીઓમાં રાષ્ટ્રપ્રેમની ભાવના જાગે!વીધ્યાર્થીઓના આશેક્ષણીક કેમ્પસમાં ટેંક દારૂગોળા સાથે ભરેલી મુકીને પોતાનું વધારાનું શક્તીપ્રદર્શન તો કરવું નથી ને? તે આપણને ખબર નથી.(Would he like the tank to be armed with live ammunition to give the reminder additional force?). જે લોકો સ્વઅભીનંદન ,કે ખુશામતખોર રાષ્ટ્રવાદથી આબરૂ ગુમાવી ચુકેલા છે તેમના માટે આવા નાટકીય નુસ્કા કરવા સીવાય બીજો કોઇ વીકલ્પ નથી.(  Performative, self-congratulatory patriotism remains the last refuge of the discredited.) વાઇસ ચાન્સલેર તો વીધ્યાજગતનો માણસ છે કોઇ લશ્કર વડો નથી.તેને તો ખબર હોવી જ જોઇએ કે યુનીર્વસીટી કેમ્પ્સ એ કોઇ એવું સ્થળ નથી કે જ્યાં ટેંક જે એક લશ્કરી શસ્ર છે તેના દ્રારા લશ્કરી બહાદુરીનું પ્રદર્શન બતાવાય.

ખરેખરતો યુનીર્વસીટી એક મુક્ત વીચારોની આપલે થઇ શકે તેવું સહીસલામત સ્વર્ગ( a safe haven for the freedom of thought) છે. જ્યાં કોઇ પવીત્ર અને વંદનીય વસ્તુ હોય તો તે જ્ઞાનની ઉપાસના છે. જ્યાં સમસ્યાઓના સરળ જવાબો કરતાં તેના પ્રશ્નોનું વધારે મહત્વ છે.લશ્કરી ટેંકની શૈક્ષણીક કેમ્પસમાં હાજરી તો એક પ્રતીક તરીકે સંવાદ અને ડાયલોગને અટકાવવાનો સંદેશો આપે છે.(  The tank would be a conversation-stopper.)

 તેનાથી મહેરબાની કરીને એવું તારણ ન કાઢો કે લશ્કરી ગણવેશવાળા આપણા જવાનો માટે અમને માન અને ગૌરવ નથી. પણ તે બધાનો જ્ઞાનની ઉપાસના કરતી સંસ્થાઓમાં પ્રતીક તરીકે લશ્કરી શક્તી પ્રદર્શન માટે ઉપયોગ ભુલથી પણ ન કરશો.

 દેશની અખંડીતાઅને સહીસલામતી માટે લશ્કરનું કેટલું બધુ મહત્વ છે તે સામાન્ય નાગરીકોને સમજાવવા જુદા જુદા શહેરોમાં યોગ્ય સ્થળોએ ટેંકોને પ્રર્દશન માટે મુકાય છે. પણ શીક્ષણના ધામમાં ટેકોની જરૂર ક્યારેય ન હોઇ શકે! ખરેખર શીક્ષણના ધામમાં ટેંકો જાણે ધાકધમકી કે ભયનું વાતાવરણ પેદા કરવા મુકવાનનો હેતું છે. તે તો ટેંક મુકનારનું ને શેક્ષણીક સંસ્થાઓનું બનેંનું મુલ્ય ઘટાડે છે.

   આપણને સૌ ને સારી રીતે ખબર છે કે રાષ્ટ્રવાદને મુદ્દે જે સંઘર્ષ થયો હતો તેનું એપીકસેન્ટર જ જેએનયુ હતી. વી સીનો ટેંક મુકવાનો નીર્ણયતો તેઓની બૌધ્ધીક ક્ષમતા માટેની નાદારી સાબીત કરે છે. વીકૃત લશ્કરીકરણનું પ્રદર્શન  રાષ્ટ્રધવ્જ, લશ્કરીગણવેશ અને હવે શીક્ષણસંસ્થાઓમાં ટેંકોનું પ્રદર્શન જેવા પ્રતીકોને રોમેન્ટીસાઇઝ કરીને વીધ્યાર્થીઓમાં ક્રીટીકલ રીતે વીચારવાની પધ્ધતી જાણે રાષ્ટ્રવીરોધી પ્રવૃતી હોય તે રીતે  મીડીયામાં અને અન્ય પ્રચારના સાધનોમાં ઉપયોગ કરે છે, વ્યવસ્થીત રીતે કરાવડાવે છે. જે તંદુરસ્ત લોકશાહી રાજ્ય

વ્યવસ્થાની નીશાની નથી.વાઇસ ચાન્સેલર જે કુમારે બરાબર કાર્ગીલ વીજય દીવસ જે ભુતકાળમાં ક્યારેય ઉજવવામાં આવતો ન હતો તે દીવસે જેનયુના કેમ્પસમાં ટેંક મુકવાનો નીર્ણય કર્યો. જે કાર્યક્રમમાં મોદી સરકારના બે પ્રધાનો હાજર રહયા. સદર કાર્યક્રમમાં બે મહાનુભાવોએ તો પોતાની જાતને અભીનંદન આપતા હોય તે અવાજમાં જણાવ્યું કે હવે આપણે જેએનયુ કબજે કરી લીધી છે.અને હવે અમારે દેશની જાદવપુર અને હૈદ્રાબાદની સેન્ટ્રલ યુનીર્વસીટી (જયાં પણ રાષ્ટ્રવાદનો મુદ્દો ભરપેટ ચર્ચામાં હતો) એમ કુલ બે કબજે કરવાની બાકી છે. વીશ્વવીધ્યાલયો કબજે કરવાની દલીલ જાણે આપણી કોઇપ્રદેશની ભુમી ફરીથી કબજે કરી હોય તેવી ઉટપટાંગ(bizarre) કે વીચીત્ર કથની છે.

 આપણને સારીરીતે ખબર છે કે સને ૧૯૭૧ની ૨૫મી માર્ચને દીવસે તેસમયના પુર્વ–પાકીસ્તાનમાં જનરલ યાહયાખાને ' ઓપરેશન સર્ચ લાઇટ'ના નામે ઢાકા   યુની.કેમ્પસના રસ્તાઓ ઉપર નહી પણ તે યુની. અને બંગલા દેશના બૌધ્ધીક ધન એવા પ્રોફેસરો અને વીધ્યાર્થો પર ટેંકો ચલાવી ને તેમના વીરોધને કચડી નાંખ્યો હતો.( beginning a massacre of intellectuals) યુની. કેમ્પસમાં ટેંકો મુકવાનું કામ તો પેલી ભયંકર દુ:ખદ યાદને (recalls that terrible memory) તાજી કરાવે છે.ભારતીય વીધ્યાજગતના સ્થળોમાં ટેંકનુંપ્રદર્શન એ બૌધ્ધીક તંદુરસ્તીની સારી નીશાની નથી. બખ્તર અને બૌધ્ધીકતા બે ક્યારેય સાથે ન હોઇ શકે.( Armour and academia just don't belong together.)

--

Sunday, July 23, 2017

નીરીક્ષક પખવાડીકના સૌજન્યથી.

" ડીયર પ્રાઇમ મીનીસ્ટર(ડેઝીગ્નેટેડ) હું તમને વડાપ્રધાનપદે જોવા ઇચ્છતો ન હતો"

એ અસંદીગ્ધ શબ્દો સાથે ગોપાલકૃષ્ણ ગાંધી( ઉપરાષ્ટ્રપતી પદના ઉમેદવાર) એ મે ૨૦૧૪માં લખેલ પત્રને સંભારીશું.

" ભારત તો વીવીધતાઓથી ભરેલ જંગલ સમાન છે. જે સંસ્કૃતી વૈવીધ્યને રાજનૈતીક એકેશ્વરવાદનો રંગ આપેએ નહી,( હિદું રાષ્ટ્ર) પરંતુ પોતાની વીવીધતાઓનું પોષણ કરીને મહાન બનવા ઇચ્છે છે.....(પણ) તમારાં નીવેદનો લોકોમાં ડર પેદા કરે છે, નહી કે વીશ્વાસ. મીસ્ટર મોદી, લોકશાહી ભારતમાં આ તમારી વીશેષતા ન હોઇ શકે..કારણકે તમે લોકશાહી દેશના વડાપ્રધાન તરીકે દેશનું ગૌરવ છો. શું કહીશું આને જનકી બાત, જે કહેવાને ગોપાલકૃષ્ણ પ્રવેશ્યા છે.( સૌ. નીરીક્ષક પખવાડીક તા. ૧૬–૭–૧૭.)

સાહેબ, આપ શ્રીએ તો બીજાના તો ઘણા બ્લ્ડગૃપ્સ અને ડીએનએ શોધ્યા, વાઘને કોણ કહેશે તારૂ મોં ..... છે! છેલ્લા ત્રણ વર્ષોથી જુદા જુદા આયુધો ( જેવા કે ઘર વાપસી. લવજેહાદ, ગૌમાંસ અને ગૌરક્ષક, સંસ્કૃતી બચાવ અભીયાન, દેશ વ્યાપી કીસાનોના આપઘાત અને ખેતીની બરબાદી, અને ઉધ્યોગોને ઘી– કેળા,રાષ્ટ્રદ્રોહ, સર્જીકલ સ્ટ્રાઇક,યુપીમાં. સ્મશાનને વીજળી નહી અને કબ્રસ્તાનને... ડીમોનીટાઇઝેશન અને હવે જીએસટી, શીક્ષણનું ભગવાકરણ અને ખાનગીકરણ વી. અને ભવીષ્યમાં બીજુ શું  નીકળશે તે પ્રજાને કેવી રીતે ખબર પડે!)દ્રારા સામાન્ય નાગરીકોના કંકાલો ભેગા કરવાની સંખ્યા પેલા હીટલરના સાથીદાર આઇક મેનના ગેસ ચેમ્બરના આંકડાને બહુ ઓછા સમયમાં પાર કરી જશે એવું તારણ જરાકે અસ્થાને નથી!---------------------------------------------------------------------------------

અઘોષીત કે ગર્ભીત કટોકટી ગીરીશભાઇ પટેલ ( સૌ. નીરીક્ષક પખવાડીક)

આવો, દેશમાં બંધારણને સુધાર્યા વીના હીંદુ ફાસીવાદી અઘોષીત કે ગર્ભીત કટોકટીના લક્ષણોની નોંધ લઇએ જેથી તેના ઉપાય દેખાય!

(1)     હીંદુધર્માના રક્ષક અને વીકાસ પુરૂષ તરીકે કરોડો રૂપીયાની  જાહેરાતો અને પ્રચાર દ્રારા નરેન્દ્ર મોદી દેશમાં એક માત્ર નેતા તરીકે પ્રોજેક્ટ કર્યા છે.ભાજપ ચારેય બાજુ ફક્ત વ્યક્તી પુજા નહી પણ વીરપુજા ( Hero worship)દ્રારા મોદીની એવી પ્રતીભા ઉભી કરી દે છે કે નરેન્દ્ર મોદીમાત્ર રાજકીય નેતા નથી રહ્યા પરંતુ પુજવાલાયક આઇકોન થઇ ગયા છે. સંસદીય પધ્ધતીની સરકારને પ્રમુખશાહી સરકાર બનાવી દીધી છે. જેમાં બધાજ પ્રધાનો મોદીના સેવકો બની ગયા છે. લોકસભામાં ભાજપની મોટી બહુમતી હોવાને કારણે તે બધા મોદીનાં વાજીંત્રૌ તરીકે કામ કરેછે.

(2)     ઝનુની રાષ્ટ્રવાદનું ઝેર ફેલાવવામાં આવ્યું છે. મોદી વીરોધીઓને મુસ્લીમ. ખ્રીસ્તી અને પ્રગતીશીલ બધાને રાષ્ટ્રવીરોધી ગણવામાં આવે છે. કેટલાકને તોરાજદ્રોહ– એડીશનના આરોપી બનાવ્યા છે.

(3)     બંધારણીય સંસ્થાઓમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના માણસો ગોઠવી દેવામાં આવ્યા છે.ઉચ્ચ શૈક્ષણીક અને સંશોધન સંસ્થાઓનું ભગવાકરણ કરવામાં આવ્યું છે.

(4)    જયાં જયાં કાયદાઓનો ગેરઉપયોગ કરી શકાય ત્યાં કાયદાઓનો દુરઉપયોગ કરાય છે.અને અન્ય ક્ષેત્રોમાં કાયદાઓને કહેવાતા લોકસેવકો કે ગુંડાઓના હાથમાં સોંપી દેવામાં આવ્યા છે, જેમ જર્મનીમાં હીટલર વર્તતો હતો. સીનેમા, કલાસ્થાનો, સાહીત્ય, વર્તમાન પત્રો ઉપર ખુલ્લા હુમલા કરવામાં આવે છે.

(5)     માસ મીડીયા ઉપર પોતાનો કબજો જમાવ્યો છે. કેટલાક ને પૈસા આપીને તો કેટલાકને દબાવી ને.

(6)     મોટાકોર્પોરેટ ક્ષેત્રોને હાથમાં લીધાં છે અને વાતો ગરીબોની કરવામાં આવે છે.

(7)     કરોડો લોકોની ગરીબી, અસમાનતા, શોષણ અને અન્યાયોને બદલે ગૌરક્ષા, લવજેહાદ, ઘરવાપસી જેવા મુદ્દાઓને ચગાવવામાં આવે છે. તે બધાને નામે સામુહીક ટોળાશાહીનો ઉપયોગ કરીને હીંસાખોરી ( લીંન્ચીંગ) કરવામાં આવે છે.

(8)     પાકીસ્તાન સાથે યુધ્ધ જેવું વાતવરણ અને કાશ્મીરના લોકોની લડતને આતંકવાદી ગણાવી, દેશમાં ભય, અસલામતી અને યુધ્ધખોરીનું વાતાવરણ ઉભું કરવામાં આવ્યું છે. જેનો ઉપયોગ ૨૦૧૯ની ચુંટણીમાં કરી શકાય.

(9)     રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને હીંદુત્વની વીચારધારા સારા દેશમાં ફેલાવવામાં આવી છે. તે દ્રારા ઝનુની હીંદુવાદનાં મુળીયાં મજબુત બનાવવામાં આવી રહ્યાં છે.

(10)                       બીનસાંપ્રદાયીકતા અને સર્વસમાવેશકતા(Inclusivity) ના સ્થાને સાંસ્કૃતીક રાષ્ટ્રવાદ( Cultural Nationalism)ના નામે દેશને હીંદુરાષ્ટ્રવાદ તરફ લઇ જવાનો સંપુર્ણ પ્રયત્ન થઇ રહ્યો છે.

(11)                       આખું રાજકારણ માત્ર ચુંટણીલક્ષી બનાવાયું છે. દંભ,અર્ધસત્ય, જુઠ્ઠાણાં અને બોદા વચનો આપીને લોકોને ભરમાવવામાં આવ્યા છે.

(12)                       આમ, દેશમાં એકમાત્ર અવાજ મોદીનો–મનકી બાત–સંભળાય છે.

આ પરીસ્થીતીનો સામનો કેવી રીતે કરવો?

(1)      બધાજ વીરોધ પક્ષો પોતાનાં મત–મતાંતરો ભુલી એક થાય અને ફાસીવાદનાં વીરોધના મુદ્દાઓ ઉપર ૨૦૧૯ની ચુંટણી સંયુક્ત રીતે લડે તો શક્ય છે. હીંદુત્વનો સામનો કરી શકાય.

(2)    બધાં લોકશાહી,પ્રગતીશીલ અને ઉદારતાવાદી સંગઠનો જયાં જયાં શક્ય હોય ત્યાં મોદીવાદની સામે લડત આપે.

(3)     હજી આજે પણ શક્ય છે કે દેશમાં આદીવાસીઓ, દલીતો,પીડીતો અનેમુસ્લીમો,અન્ય ગરીબ લોકોને તેમની સાથે ખભેખભા મીલાવીને એક શક્તીશાળી આંદોલન ઉભું કરી શકાય.

તારણ– મુડીવાદઅને માત્ર આર્થીકવૃધ્ધીને વરેલી આ સરકાર ન તો ગરીબી અને અસમાનતા દુર કરી શકે તેમ છે. ન અર્થપુર્ણ રોજગારી ઉભી કરી શકે તેમ છે. ન તે માનવીય વીચાર કરી શકે તેમ છે.અમેરીકા જેવો ધનાઢય દેશ જે ના કરી શક્યો, તે ભારત તેજ આર્થીક નીતીનો અમલ કરીને કેવી રીતે કરી શકશે?

--

Friday, July 21, 2017

એક રમુજી(કોમીક) ચોપડી

એક રમુજી(કોમીક) ચોપડી. લે– વીલીયમ ડી ટેમેરીસ ( ફ્રાન્સ) સૌ. સ્ક્રોલ .ઇન –

રીપોર્ટીગ–નુપુર તીવારી.
French comic book by William de Tamaris uses India's war on beef to illustrate the dangers of Hindutva

scroll.in - 20 July 2017

 લેખકે રમુજી (કોમીક)ચોપડી બનાવીને એવો સંદેશો આપ્યો છે કે ભારત દેશમાં  ગૌમાંસ માટેનું યુધ્ધ કેવી રીતે હીંદુત્વ આધારીત છે. જે દેશની એકતા અને અખંડતા માટે જોખમ પેદા કરી રહ્યું છે. ગૌરક્ષકોની ટોળાશાહી મનસ્વી હીંસાખોરીથી કેવી રીતે પવીત્ર ગાયને ('Sacred Cow')બચાવવામા આવે છે. પૃથ્વીપર ભારત એક અહીંસક દેશ છે,જયાં દરેક શાંતીપ્રીય લોકો ગાયને પવીત્ર પ્રાણી ગણે છે.આ પુરાણી પણ મજબુત રૂઢી પર આધારીત માન્યતા પશ્ચીમ યુરોપમાંથી નહી તો ફ્રાંસમાંથી નીકળી જ ગઇ છે.

 આ રમુજી ત્રીસ પાનાંની ચોપડીમાં પત્રકાર– લેખકે એક પોતાની જાતને સ્વંય ગૌરક્ષક તરીકે ઓળખાવતા હીદુંએ કેવી ચીંતાજનક ઝડપથી મનસ્વી ટોળાશાહી હીંસાખોરીનો પ્રવાહ દેશના એક ખુણેથી બીજે ખુણે ફેલાઇ રહ્યો છે તેની વાત કહી છે. દેશના ઘણા બધા રાજયોમાં ગૌ માંસ પર પ્રતીબંધ  મુકવામાં આવ્યો છે. જેને આધારે કેવીરીતે હીદું રાષ્ટ્રવાદ ફુલીફાલી રહ્યો છે તે  કોમીક ચીત્રો દ્રારા નાનકડી પુસ્તીકામાં ફ્રાન્સના નાગરીકોને સમજાવ્યું છે.  તે ચીત્રોમાં દેશને કેવી રીતે હીદું રાષ્ટ્ર બનાવાય તેપણ બતાવ્યું છે.

જ્યારે અમે વીજયકાન્ત ચૌહાણ, જે પોતાને ગૌરક્ષક તરીકે ઓળખાવતો  હતો, તેને મળ્યા બાદ મને આ વાત પર ચોપડી તૈયાર કરવાનું મન થયું. લેખક કહે છે કે મને ચૌહાણની મુલાકાત દાદરીના મોહમદ અખલખના મનસ્વી ટોળાશાહી હીંસાનો ભોગ સપ્ટેમ્બર ૨૦૧૬માં બન્યા પછી થઇ. આ  વીષયપર આકૃતી પરથી ચીત્રો બનાવનાર(ઇલસ્ટ્રેટર) જ્યોર્જ  એચ સાથે સંયુક્ત રીતે કામ કરવાનું નક્કી કર્યું. લેખક કબુલ કરે છે કે તેણે એકધારી રૂટીનવાળી ભારતની ઘણી મુલાકાતો કરી હતી. પરંતુ આ મુલાકાતે તેમના સંશોધનનો કોર્સ જ બદલી નાંખ્યો. " સામાન્ય રીતે એમ કહેવાય કે હું ગાંધીની અહીંસા અને સહીષ્ણુતા પાળતા દેશનો પ્રવાસી છું પણ ગૌરક્ષકોએ પોતાની સાથેની ચર્ચામાં જે અસહીષ્ણુતા અને ધીક્કાર વ્યક્ત કરતા હતા જે ખુબજ આઘાતજનક હતો." અમારા દેશના નાગરીકો હજુ માને છે કે ભારત એ ગાંધીનો અહીંસક અને સહીષ્ણુ દેશ છે જે ખરખર સત્યથી વેગળું છે."In France, people still believe India is the land of Gandhi but that no longer holds true."

 આ પુસ્તક લખવા માટે વીલીયમ અને જયોર્જે મહારાષ્ટ્ર, હરીયાણા, રાજસ્થાન, ઉ.પ્રદેશ અને કેરાલાની મુલાકાત લીધી હતી. વીજયકાન્ત ચૌહાણ અમારા જેવા પત્રકારો સાથે વાતો કરવા ખુબજ ઉત્સાહી હતો. હું જો નથ્થુરામ ગોડસે હોત તો મેં ફરીથી ગાંધીનું ખુન કર્યું હોત!
 ફ્રાન્સના લેખકોએ મહારાષ્ટ્રમાં  મુસ્લીમ સમાજની 'કુરેશી કોમ'ની વીગતે મુલાકાત લીધી હતી. આ કોમ સામાન્ય સંજોગોમાં કસાઇના ધંધા સાથે સંકળાયેલી હોય છે. આ કોમના મત પ્રમાણે ગૌમાંસ પ્રતીબંધ અને  મનસ્વી ટોળાશાહી હીંસાએ તેમની રોજીરોટી છીનવી લીધી છે. તેમનો ધંધો બીલકુલ ચોપટ થઇ ગયો છે. તે બધા સતત ભયના ઓથા નીચે જીવે છે. અમારામાંથી કેટલાકે તો પોતાના બાળકોને સ્કુલે મોકલવાના બંધ  કર્યા છે. તે બાળકોનું ભવીષ્ય ઇશ્વરને સમર્પણ કરી દીધું છે.( Children are resigned to their fate.)

જેવી આ ચોપડી પ્રકાશીત થઇ કે તરતજ ફ્રાંસ દેશના મુખ્ય પ્રેસ, અખબારી અને ટી વી, વી મીડીયાએ ભારત દેશમાં તેને એક કોમના સંહાર તરીકે (Genocide) ઓળખાવ્યો. અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સને ૨૦૦૨ના ગુજરાતના કોમીસંહાર સાથે સરખાવ્યો છે. ફ્રાંસ દેશની ટીવી અને રેડીયો ચેનલોમાં ચર્ચા કરનારા પૃથ્થકરણકારોએ સ્પષ્ટ રીતે જણાવ્યું કે આ બધું ભારતને એક દેશ તરીકે ઝડપથી રાજકીય અંધાધુધી અને સર્વપ્રકારની સામાજીક અસ્થીરતા તરફ ઢસેડી જશે.

 હમણાં જ જુન મહીનામાં અમારા દેશના નવા ચુટાયેલા રાષ્ટ્રપ્રમુખ ઇમેન્યુઅલ મેકરોને મોદીને ઉષ્માભર્યો આવકાર ( Bear Hug)આપ્યો હતો. અમારા દેશમાં સને ૨૦૧૪માં મોદી વડાપ્રધાન બન્યા પછીની આ ત્રીજી મુલાકાત છે. ફ્રાંસના મીડીયામાં હજુ છુટીછવાઇ મોદીની ચર્ચા ચાલુ જ છે. આ ચર્ચાઓનું મુખ્ય કેન્દ્ર બીલીયન્સ ઓફ યુરોડોલર્સ 'રફેલ ફાયટર જેટ અને અરેવા ન્યુક્લીયર રીએકટર્સના વેચાણ બાબતે થાય છે. હમણાં જ અમારા રાષ્ટ્રપ્રમુખ મોદીનું ભારત જે વીશ્વને ૧૯ દેશોની મદદથી પ્રદુષણ મુક્ત બનાવવાનું નેતૃત્વ લે છે તે  ભારતને વીશ્વના સૌથી મોટા  પ્રદુષીત દેશ છે તેવો ખુલ્લે આમ આક્ષેપ કરે છે. (More recently, President Macron has tried to project India (referred to regularly in the French press as "one of the biggest polluters of the planet"), as a leading partner in climate diplomacy.)

--

Monday, July 10, 2017

ગુરૂનો ખ્યાલ ઇરેશનલ છે તેથી અમાનવીય છે.

ગુરૂનો ખ્યાલ ઇરેશનલ છે તેથી અમાનવીય છે.

 છે,હીદુ ધર્મ આધારીત જીવન પધ્ધતીમાં અષાઢ સુદ પુનમના દીવસને ગુરૂ પુર્ણીમા તરીકે ઉજવવામાં આવે છે. આ ધર્મમાં બીલકુલ સહજ ખ્યાલ છે કે' ગુરૂ વીના જ્ઞાન  ન મળે.' ગુરૂના આશીર્વાદ સીવાય આ જીંદગીમાં અને મૃત્યુ બાદ પણ કલ્યાણ ન થાય. માટે માણસ માત્રને ગુરૂ તો જોઇએ જ. આ ૨૧મી સદીમાં બની બેઠેલા નહી પણ આપણે બનાવેલા ગુરૂઓ કઇ કઇ દુન્યવી ભોગવીલાસની વસ્તુઓથી રાજી થાય છે તે ગુરૂ કરતાં ગુરૂઓના ભક્તજનોને અથવા તેઓના એજંટોને સારી રીતે ખબર છે. માટે તેના અંગેની વાત પણ એટલા માટે નહી કરીએ કે બીચારા આ બધા ગુરૂઓ આખરે તો પામર માનવો જ છે ને!

સામાન્ય માનવીનો ખ્યાલ છે કે ગુરૂ સર્વગુણ સંપન્ન હોય છે. તેની ભક્તી, શુભેચ્છા અને અમી નજરથી તેના ભક્તોનું કલ્યાણ થઇ જાય છે. આપણને સવાલ મનમાં એ થાય છે કે આ 'ગુરૂ મહારાજ' ને આવું ત્રીકાળ જ્ઞાન કેવી રીતે મળે છે? ગુરૂપદ ગુરૂઓ કેવી રીતે પ્રાપ્ત કરે છે? ગુરૂપદ મોટે ભાગે જન્મ, વંશપરંપરાગત કે પછી ગુરૂના પટ્ટ શીષ્ય કે ખાસ કરીને સંપુર્ણ અબાધીત શરણાગતી સ્વીકારેલા શીષ્યને મળતું હોય છે. આવા ગુરૂઓ પાસે શું અને કેવા પ્રકારનું જ્ઞાન હોય છે? તે લોકોની જ્ઞાન મેળવવાની કોઇ પધ્ધતી હોય છે ખરી? ગુરૂઓએ મેળવેલું જ્ઞાન સ્વયંસ્ફુરણા(Intuition)થી મેળવેલું જ્ઞાન, તર્કની મદદ વીના, નીરપેક્ષ( Absolute) સાપેક્ષ નહી(Relative)તેવું જ્ઞાન હોય છે. આવું જ્ઞાન ભક્તોને જણાવવામાં આવે છે કે ગુરૂએ આકરી તપશ્ચર્યા કરીને હીમાલયના બરફના શીખરોમાં હજારો વર્ષોથી તપ કરતાં રૂષી મુનીઓની સાધના(?)થી જે મળેલું છે તેનું હસ્તાંતર(ટ્રાન્સફર) તેમની પાસે આવેલું હોય છે. આવું જ્ઞાન હીદું વર્ણવ્યવસ્થામાં જન્મે બ્રાહ્મણ હોય તેને જ મળી શકે! અને તે પણ તેને મનગમતી પોતાની બનાવેલી સંસ્કૃત ભાષામાં!

 આવું જ્ઞાન મેળવવાની કોઇ સંસ્થા હોઇ શકે ખરી? તેને મેળવવાની કોઇ પધ્ધતી, રીત( Method) હોઇ શકે ખરી? ગુરૂવાણી (!)માંથી કે તેમની વ્યાસપીઠ ઉપરથી બોલાયેલા શબ્દો દ્રારા નીકળેલા જ્ઞાનને તપાસવાની લાયકાત કોની પાસે? ગુરૂવાણી સુની સુનીને પોપટ બનેલો હીદું સમાજ નીર્બળ, કંગાળ અને નવાપ્રવાહોને સમજવામાં નીષ્ફળ સદીઓ સુધી બનતો ગયો. સદીઓથી પોતાનું હીત સાચવતી વર્ણવ્યવસ્થાના ચોકઠા ને જડબેસલાક ટકાવી રાખી શકયો છે. જે સહેલાઇથી ગુલામ જ રહ્યો. અને આજે પોતાના તે ઇતીહાસના દોષનો ટોપલો બીજાને માથે નાંખીને સમીકરણો સરખા કરવા મેદાને પડયો છે. દેશના સર્વપ્રકારના પછાતપણા માટે આવી ગુરૂપુર્ણીમાઓનો ફાળો અમાપ છે.

હવે આપણે  શોધીએ કે કઇ રીતે ગુરૂનો ખ્યાલ ઇરેશનલ અને અમાનવીય છે? સૌ પ્રથમ તે કઇ રીતે ઇરેશનલ છે તે સમજીએ.

 રેશનાલીઝમ એટલે ગુજરાતીમાં જેને તર્કવીવેકશક્તી કહીએ છીએ તેના મુખ્ય ત્રણ લક્ષણો છે.

એક. કોઇપણ જ્ઞાન ઇન્દ્રીયજન્ય (Sense perception) જ હોય છે. જ્ઞાન ઇન્દ્રીયાતીત ન હોઇ શકે.  ફક્ત માનવી નહી પણ કોઇપણ સજીવને પોતાનું જીવન ટકાવી રાખવા( Urge to exist)પોતાની ઇન્દ્રીયો ( આંખ, નાક, કાન, જીભ અને ચામડી કે ત્વચા)ની મદદથી નીર્ણય કરવો પડે છે. શું નીર્ણય કરવો પડે છે? જીવવા માટે સારુ કે ખોટું શું છે તે નીર્ણય કરવો પડે છે. આ સત્ય માનવી સહીત દરેકને લાગુ પડે છે અને તે સાર્વત્રીક હોવાથી તેને વ્યક્તી, જ્ઞાતી, જાતી, ધર્મ, વંશીય કે રાષ્ટ્રીય મર્યાદાઓ નડતી નથી. આ રીતે મેળવેલું જ્ઞાનને કોઇપણ માણસ વીશ્વના કોઇપણ ખુણે તપાસી શકે છે. તે સાચુ છે કે ખોટું તે વૈજ્ઞાનીક પધ્ધતીથી નક્કી કરી શકે છે.

 બે. રેશનલાઝમ તેથી સત્ય શોધવા માટે કોઇ ગુરૂ જેવી વીશીષ્ટ વ્યક્તી, ધર્મગ્રંથ અને ઇશ્વરી પ્રતીનીધીનો દાવો કરતા કોઇ પયગંબરના ઉપદેશોને ઉપર જણાવેલી પધ્ધતીને આધારે તપાસીને નક્કી કરે છે કે તેમાં સત્ય કેટલું છે અને અસત્ય કેટલું છે. રેશનાલીસ્ટ કોઇ ગુરૂ, સાધુ મહાત્માએ કે કહેવાતા સીધ્ધપુરૂષે કહ્યું માટે સત્ય તેમ ક્યારે સ્વીકારતો નથી. તેવી જ રીતે કોઇપણ ધર્મ પુસ્તકમાં લખ્યું છે માટે સત્ય કે કોઇ ઇશ્વરી પ્રતીનીધીએ કહ્યું છે માટે સત્ય તેને પણ રેશનાલીસ્ટ સ્વીકારતો નથી. રેશનાલીસ્ટ માટે સત્ય નક્કી કરવાનો માર્ગ કોઇપણ વ્યક્તીવીશેષ ( Authority)માં સમાયેલો હોતો નથી.

 ત્રણ. રેશનાલીઝમમાં ઇન્દ્રીયો પોતાના બાહ્ય નીરીક્ષણની( Observation)મદદથી સત્ય શોધવના પ્રયત્નોમાં મદદ કરે છે. આ રીતે શોધાયેલું સત્ય પેલા ધાર્મીક કે ગુરૂના સત્ય જેવું નીરપેક્ષ ( Absolute & non- verifiable) અને માનવીય બુધ્ધીથી પર ન તપાસી શકાય તેવું હોતું નથી. પણ રેશનલ સત્ય તપાસી શકાય તેવું સાપેક્ષ ( Relative and verifiable) હોય છે.વધારામાં જેમ જેમ માનવીય સંશોધનોની મદદથી શોધ અને તપાસના સાધનોમાં( દા.ત ટેલીસ્કોપ, સુક્ષ્મદર્શક યંત્ર, સ્ટેથોસ્કોપ,) વીકાસ થવાથી આવા સત્યોમાં સતત ફેરફાર થતો આવ્યો છે. જે આવકારદાયક અને માનવ માટે કલ્યાણકારી છે.માટે ગુરૂપદ,ધર્મગ્રથ કે પયગંબરી ઉપદેશો ઇરેશનલ હોય છે.

 હવે આપણે એ તપાસ કરીશું કે ગુરૂપદનો ખ્યાલ કઇ રીતે અમાનવીય છે. ગુરૂપદની ઇમારત સામાજીક અને વ્યક્તીગત અસમાનતાના પાયાપર ઉભેલી છે. એક ગુરૂ છે બીજો શીષ્ય છે. એક આપનાર છે બીજો લેનાર છે. આપનાર ક્યારે એવું સ્વીકારતો નથી કે પેલો હાથ લાંબો કરનાર પણ મારા જેવો કાળામાથાનો માનવી જ છે. મારી માફક જ માના ગર્ભમાંથી નીકળીને તે પણ મોટો થયેલો છે. તેના જન્મમાં કશું જ દૈવી કે ઇશ્વરી નથી. તે જે જ્ઞાન મેળવી શકે છે તેવું જ જ્ઞાન હું પણ મેળવી શકું છું. ગુરૂ જે દેખાડો અને ટીલાટપકાં કરીને તપજપ અને સીધ્ધીઓની વાતનો બણગાં ફુકે તે બીલકુલ બોગસ છે. તેને કોઇ વૈજ્ઞાનીક પધ્ધતીને આધારે તપાસી શકાય તેમ છે જ નહી.ડાર્વીનનો ઉત્ક્રાંતીવાદ, કાર્લ માર્કસનો ભૌતીકવાદઅને સીંગમંડ ફ્રોઇડના અજાગૃત મનના પૃથ્થકરણ અને છેલ્લે ડી.એન. એ.ના સંશોધનોએ શોધી કાઢયું છે માનવ માત્ર એક જ છે. કોઇ જન્મથી મોટો નથી નાનો નથી. " માણસ જન્મથી એક છે All men are born equal" રૂસો ફ્રેન્ચ ફીલોસોફર.

આમ ઉપર જણાવેલ ચર્ચાને આધારે એવું તારણ આપણે સરળતા કાઢી શકીએ તેમ છીએ કે " હીદું ગુરૂ પદનો ખ્યાલ ઇરેશનલ અને અમાનવીય છે."   

--

Wednesday, July 5, 2017

શું આદેશમાં મુસલમાનોએ જીવ બચાવવા આવું કરવું પડે?

શું આદેશમાં મુસલમાનોએ જીવ બચાવવા આવું કરવું પડે?

 Muslim man dons (નો ગુજરાતી અર્થ પહેરવું પણ થાય છે) burqa to escape lynching News on page 10 Times of India to- day dated 5th July 2017).

નઝમલ હસન, ઉંમર ૪૨ વર્ષ, ઉત્તર પ્રદેશમાં અલીગઢના કાશીમપુર ઇલેક્ટ્રીક પાવર સ્ટેશનમાં આસીસ્ટન્ટ એન્જીયર તરીકે નોકરી કરે છે. તેના નજીક સગા દીલ્હીમાં કોઇ હોસ્પીટલમાં બીમાર હોવાથી દાખલ કરેલ છે. ટ્રેઇનમાં બેસીને વારંવાર તેને દીલ્હી જવું આવવું પડે છે.તારીખ ૨જી જુલાઇનારોજ તે બુરખો પહેરીને અલીગઢ સ્ટેશને દીલ્હી જવા આવ્યો હતો.મુળ પુરૂષ અને મજબુરીથી બુરખો પહેરવો પડયો. તેની ચાલ અને વર્તણુકમાં અજુગતું લાગતાં રેલ્વેપ્લેટફોર્મના અન્ય પેસંજરોએ ફરીયાદ કરતાં પોલીસે તેની ધરપકડ કરી.

પોલીસ સમક્ષ " ભાઇ હસને જણાવ્યું કે તેને મુસ્લીમ હોવાને નાતે મનસ્વી હીંસાખોરીનો( Lynching) ભય પેલા જુનેદની ટ્રેઇનમાં હત્યા થઇ પછી સખત પેસી ગયો છે.વારંવાર તેને મજબુરીથી દીલ્હી જવું પડે તેમ છે.દીલ્હીથી અલીગઢ સ્ટેશને ઉતરતાં ભીડમાં એક બીજાસાથે અથડાતાં પાચ છ માણસો ભેગા થઇ ગયા,બધા લોકોને હાજરીમાં મને મોટે મોટે બોલીને ધમકી આપી છે કે તને અલીગઢમાં જીવતો રહેવા નહી દઇએ. આ ધમકી પછી મેં મારા કુટુંબજનોમાંથી કોઇને મારી સાથે દીલ્હી આવવા વીનંતી કરેલ . પણ કોઇએ મને ટેકો આપ્યો નથી. તેથી મેં બુરખો પહેરીને જવાનું પસંદ કર્યું.'

સીનીયર પોલીસ અધીકારીઓ આશ્ચર્યચકીત થઇ ગયા કે લઘુમતી કોમમાં અસલામતીની ભાવના કેટલી ભયંકર પેદા થઇ ગઇ છે.રાજેશ પંડયા, સીનીયર સુપ્રીટેન્ડન્ટ ઓફ પોલીસે હસનની બધી તપાસ કરતાં તે બીલકુલ નિર્દોષ છે તેવો અભીપ્રાય આપ્યો હતો.

--

હું મારો અવૉર્ડ પરત આપું છું– શબનમ હશ્મી,

હું મારો અવૉર્ડ પરત આપું છું– શબનમ હશ્મી, સામાજીક કર્મનીષ્ઠ.

સદર ઇન્ટરવ્યુ સબનમે ' The Quint ' નામના માસીકની યુ–ટયુબ પર આપેલો છે. તેના સૌજન્યથી લેખ તૈયાર કરેલ છે.

 ( પહેલાં થોડી નીજી વાત. હું મુસ્લીમ મા–બાપને ત્યાં જન્મેલી છું. તેથી મારૂ નામ મુસ્લીમ છે. પરંતુ  મારા કુટુંબે એક અસમાધાનકારી નીરઇશ્વરવાદી તરીકે મને ઉછેરી છે.' I am the hard core atheist.' દેશની આઝાદીના સંઘર્ષમાં જયારે અટલવીહારી બાજપાઇ અને કહેવાતા વીર સાવરકરે ગોરી સરકાર સમગ આઝાદીની ચળવળમાં ક્યારેય ભાગ નહીં લઉ અને ગોરી સરકાર સાથે રહીશ તેવું કબુલાત નામું લખી આપેલું. ( સરકારી ગેઝેટમાં આ હકીકતો સરળતાથી ઉપલબ્ધ છે. જે હું આ ઇન્ટરવ્યુંમાં જવાબદારીપુર્વક બોલું છું.) ત્યારે મારા પીતાજીએ દેશની સ્વતંત્રતાની ચળવળમાં ભાગ લઇને ચાર વરસની જેલનો કારાવાસ ભોગવ્યો હતો. માટે મને કોઇએ દેશપ્રેમ કે રાષ્ટ્રપ્રેમ શું અને કોને કહેવાય તેનો કક્કો બારાખડી શીખવાડવાની જરૂર નથી. અમને બાળપણથી રાષ્ટ્રીય ગદ્દ્રારી કોને કહેવાય અને વફાદારી કોને કહેવાય તેનું ધાવણ બરાબર પીવડાવવામાં આવ્યું છે. માટે મારો સંઘર્ષ અમીત શાહ અને મોદી( કીન્નાખોર Vindictive duo)–  સામે છે. તે બંનેની રીતીનીતીઓ સામે એક ભારતીય નાગરીક તરીકે છે. એક મુસ્લીમ તરીકે છે જ નહી.

 હું ભલે જન્મે મુસ્લીમ છું.પણ હું મારી જાતને અને કર્મે અસમાધાનકારી ઉગ્ર નાસ્તીક ગણીને હરપળે જીવું છું.. હું ગૌરવપુર્વક આજે પણ કહું છું કે હું મુસ્લીમ ધર્મી બીલકુલ નથી. કારણકે હું મુસ્લીમધર્મી તરીકે ક્યારે જીવી જ નથી.)

પ્રવક્તા–તમે નેશનલ માઇનોરીટી કમીશનને તમારો અવૉર્ડ કેમ પરત આપી દીધો?

સબનમ–  જે રીતે સને ૨૦૧૪ પછી આવેલી મોદીસરકારના રાજ્યમાં દેશની દરેક પ્રકારની લઘુમતી જેવી કે દલીત, આદીવાસી, ઇસાઇ, સ્રીઓ અને મુસલમાનનો પર હીંસક હુમલા જાત જાતના નામે થાય છે. તેમાં મને વર્તમાન સરકારની સહાનુભુતી અને મુકસંમતી( Empathy & connivance) સ્પષ્ટ દેખાઇ આવે છે. એટલું જ નહી પણ પોતાની વીચારસરણી ધરાવતી અન્ય માતૃસંસ્થાના કાર્યકરો જે બધા સીધા સત્તાકીય પાંખમાં નથી ( Non- state actors) તે બધાને હીંસા કરવાનો છુટોદોર આપી દેવામાં આવ્યો છે. તેના વીરોધ કરવા મેં આ અવૉર્ડ પરત આપી દીધો છે.

પ્રવક્તા–  શબનમ,તમને માહીતી છે ખરી કે હરીયાણા સરકારના મુખ્યમંત્રી ખટ્ટરે જુનેદના કુટુંબને ૧૦ લાખ રૂપીયા અને તે કેસની સુનવણી જલ્દી થાય તેવી જાહેરાત ગઇ કાલે કરી છે?

શબનમ– મને માહીતી નથી. પણ ખટ્ટર સાહેબે તેવું જાહેર કર્યું હોય તો તેને હું આવકારૂ છું. હાલ મોદી પરદેશમાં છે તેથી વીદેશી મીડીયા સામે દેશની આબરૂ બચાવવા આ કામ સી.એમ ખટ્ટરે કર્યું છે તેવું મારૂ અંગત માનવું છે.પણ ભાજપ શાસીત બીજા રાજ્યોના મુખ્યમંત્રીઓ આવી મદદ કરવા કોની રાહ જુએ છે?

પ્રવક્તા–તમે પણ નીરીક્ષણ કર્યુ હશે કે મુસ્લીમ કોમે ઇદની ઉજવણી સમયે (Eid celebration with black band on both hands) આ વખતે આ બધા બનાવો સામે દેશના ખુણે ખુણે જાહેર પ્રદર્શન કરતી સમયે બંને હાથ ઉપર કાળી પટ્ટીઓ પહેરીને વીરોધ કર્યો હતો. જુનેદના તો આખા ગામે ઇદની ઉજવણી મોકુફ રાખીને કાળી પટ્ટીઓ બાંધીને પોતાનો પ્રતીકાત્મક વીરોધ બતાવ્યો હતો. આ નવા ફેરફારને તમે કઇ રીતે જુઓ છો?

શબનમ– જો એ પરીવર્તનને એક જ લીટીમાં સમજાવવું હોય તો તો હું એમ જ કહીશ કે ' લઘુમતીનો ઉગ્ર અને લડાયક બહુમતી સામે અહીંસક પ્રતીકાર. કારણકે બહુમતી હીંદુ સમાજ આ મુદ્દે શાંત છે.' ( Now minority acts against militancy of majority). મુસ્લીમ સમાજમાંથી અસરકારક સંખ્યાની અંદર સંગઠીત રીતે આવો અસરકારક વીરોધ ભુતકાળમાં થયો  નથી. મારા મત મુજબ મુસ્લીમ સમાજ જે માનસીક દબાણ નીચેથી પ્રસાર થઇ રહ્યો છે તેનો તે પ્રત્યાઘાત છે. સાથે સાથે મારા મત મુજબ મુસ્લીમ સમાજને અત્યાર સુધી દેશની લોકશાહી અને ધર્મનીરપેક્ષતાને વળેલી રાષ્ટ્રીય નેતાગીરીમાં વીશ્વાસ હતો. બીજી બાજુએ મુસ્લીમ સમાજમાં જે નેતૃત્વ છે તે ધાર્મીક છે. આવી મુસ્લીમ નેતાગીરીને પોતાનો સ્વતંત્ર એજન્ડા હોય છે.આ સમાજમાં આધુનીક,પ્રગતીશીલ ,સેક્યુલર અને લોકશાહી મુલ્યોને સમર્પીત કોઇ મુસ્લીમ નેતૃત્વ આઝાદી પછી વીકસ્યું જ નથી. હમણાં જ દેશમાં આવા એક કે બે સેક્યુલર અને પ્રગતીશીલ મુસ્લીમ સંસ્થાઓની સ્થાપના થઇ છે. જેમાં મુંબઇમાં ' મુસ્લીમ ફોર સેક્યુલર ડેમોક્રેસી' નામની સંસ્થાની સ્થાપના થઇ છે.

 આ અંગે મારૂ પોતાનું માનવું છે કે મુસ્લીમ સમાજને એક સમાજ તરીકે આવી સેક્યુલર અને લોકશાહી સંસ્થાઓની અને નેતૃત્વની જરૂરીયાત છે તેવો અહેસાસ ક્યારેય થયો ન હતો જેની અનીવાર્યતા અત્યારે સમજાય છે.કારણકે અત્યાર સુધી જ્યારે જ્યારે જુદી જુદી લઘુમતી કોમો પર હુમલા થયા છે ત્યારે બહુમતી પ્રજાએ એક થઇને આવા પરીબળોનો સામનો કરેલ છે.

પ્રવક્તા– આવતી કાલે જંતરમંતર રોડપર દીલ્હીમાં જે ' Not in my name'  જે વીરોધ પ્રદર્શન થવાનું છે તે અંગે આપનો શું મત છે?

શબનમ– મારા મત મુજબ તે એક શહેરી  નાગરીક સમાજ ( સીવીલ સોસાયટી) દ્રારા આયોજીત છે. તેમાં સમાજના જુદા જુદા વર્ગોની ભાગીદારી છે. તે દેશના અનેક શહેરોમાં જેવાં કે મુંબઇ,લખનઉ, કોલકત્તા, બેંગલોર વી. સ્થળોએ તેનું આયોજન કરવામાં આવેલ છે.  પરદેશમાં આ જ નામ પર વિરોધ આયોજીત કરેલ છે. ઉગ્ર હીદુંત્વવાદી પરીબળોનો ભોગ મુસ્લીમ સમાજને આયોજનપુર્વક નીશાન(ટારગેટ) બનાવવામાં આવ્યો છે. તેવી જ રીતે અન્ય લઘુમતીઓ પર હીંસા આચરવામાં આવેલ છે. તેથી મુસ્લીમ સમાજે અન્ય લઘુમતીઓ જેવી કે દલીત, આદીવાસી અને ઇસાઇ બધાનો સંગઠીત સાથ લેવાની તાતી જરૂરત છે.કારણકે આ બધાજ લઘુમતી સમાજો એક યા બીજા કારણોસર બહુમતી ઉગ્ર હીંદુત્વનો ભોગ બનેલા છે અને હજુ પણ બને છે.  

     કહેવાતા ગૌરક્ષક તકેદારી મંડળો અને મનસ્વી હીંસાખોરી ( vigilante & lynching)ની પ્રવૃતીઓ સામે બહુમતી હીદુંસમાજે પ્રતીકાર કરવા સંગઠીત બનવું પડશે. મને આશા છે કે જ્યારે આ બહુમતી સમાજને અનુભવાશે ત્યારે તે પણ આ સરકારની ફાસીવાદી અને દેશને અરાજકતા ભરેલી સ્થીતીમાં લઇ જતી પ્રવૃત્તીઓમાંથી બહાર કાઢવા અગ્રેસર બનશે.દેશના દરેક નાગરીકને ખાસ તો દરેક હીદું અને મુસ્લીમને સ્પષ્ટ દેખાય છે કે આ બધું ખોટું છે.પણ લોકોના મોઢેં જાણે ખંભાતી તાળું લાગી ગયું હોય તેમ બીલકુલ આ બધા બનાવો સામે મૌન ધારણ કરી લીધું છે.દેશનો મધ્યમ વર્ગ પણ મૌન ધારણ કરીને બેઠો છે.કારણકે તેને રાજ્યના દમન ( State Repression)બીક છે. જે રાજ્ય ફાસીવાદી હોય છે, તેના ફાસીવાદી પગલાંને કારણે દેશને અરાજકતા તરફ( Lawlessness) ધકેલી દે છે. તેના રાજ્યકર્તાઓને બેફામ સત્તા ટકાવી રાખવા દમનખોર બન્યા સીવાય છુટકો જ હોતો નથી.આ સરકાર કીન્નાખોર છે કારણકે તેના બે મુખ્ય નેતાઓ અમીત શાહ અને નરેન્દ્ર મોદી કીન્નાખોર(vindictive) છે.તેથી લોકો ભયભીત છે.પણ મારા મત મુજબ લોકોએ પોતાના અવાજને બુલંદ બનાવવો જોઇએ અને ભયમુક્ત બનવું જોઇએ.

સત્તાપક્ષ પાસે ફક્ત કોમવાદી એજન્ડા( Communal Agenda) છે એવું નથી. પણ ગરીબો, ખેડુતો,દલીતો, આદીવાસીઓ, મજદુરો, સ્રીઓ,સામાન્ય નાગરીક અને મધ્યમ વર્ગ વીરૂધ્ધનો આર્થીક એજન્ડા(Economic Agenda)છે.તેથી આ મોદી સરકાર દેશના નાગરીક જીવનના બધા જ ક્ષેત્રે નીષ્ફળ ગઇ છે.' હું આ બધા મુદ્દાઓને આધારે સમગ્ર દેશમાં ફરીને લોકોને જનસંઘર્ષ કરવા જાગૃત કરવાનો પ્રયત્ન કરવાની છું.'

પ્રવક્તા– શું તમને વીશ્વાસ છે કે દેશના લોકો તમારા અવૉર્ડ વાપસીના પગલાને ટેકો આપી તમારી જનસંઘર્ષની લડતમાં(People will follow in your footsteps) જોડાશે?

શબનમ– આ દેશમાં અવૉર્ડ પરત આપનારામાં હું પહેલી નથી તે મને સારી રીતે ખબર છે. મારા અવૉર્ડ કરતાં ઘણા મોટા અને વધુ પ્રશંસનીય અવૉર્ડ ઘણા નામાંકીત લોકોએ પરત આપેલ છે.પરંતુ નેશનલ માઇનોરીટી કમીશનનો અવૉર્ડ પરત આપનાર હું પ્રથમ છું.

પ્રવક્તા– નેશનલ માઇનોરીટી કમીશન સામે તમને શું વાંધો છે?

શબનમ– સૌથી મોટો અને અસહ્ય વાંધો આ કમીશન સામે એ છે કે તેણે દેશના જુદા જુદા ભાજપ શાસીત રાજયોમાં લઘુમતી અને ખાસ કરીને મુસ્લીમ લઘુમતીઓ પર મનસ્વી હીંસાખોરી(lynching) ના બનાવોને રોકવા કોઇ કામ કર્યુ જ નથી. કમીશને દરેક બનાવની સામે સ્વયંભુ સીધા પક્ષકાર( Suo motu- " on its own motion " બનીને, પોતાની પ્રમાણીકતા કે પ્રતીબધ્ધતા બતાવીને કાયદાકીય કાર્યવાહી કરી શક્યું હોત! જે કામ કર્યુ જ નથી . કારણકે તેના ચેરમેન બીજેપી પાર્ટીના છે.આવા કમીશનના અવૉર્ડની શું કીંમત મારા માટે હોઇ શકે જે કાયદા મુજબની નીર્મીત ફરજ પણ ન બજાવતું હોય?

) તેઓની ધાર્મીક ઓળખ, ખોરાકની ટેવ અને પહેરવેશને આધારે કરવામાં આવી રહ્યા છે.બીજુ આ દેશનો દરેક ખ્રીસ્તી અને મુસ્લીમ એટલે દેશદ્રોહી એવું સરળ સમીકરણ રમતું મુકી દેવામાં આવ્યું છે.

--

Sunday, July 2, 2017

જો હું મુસ્લીમ હોત તો? બરખા દત્ત.

 જો હું મુસ્લીમ હોત તો?  બરખા દત્ત.

હું સંપુર્ણ નીરઇશ્વરવાદી અને ધર્મનીરપેક્ષ છું. મારે કોઇ ધર્મ છે તેવી મારી ઓળખ ક્યારેય હું કોઇને આપતી નથી. કોઇપણ અરજી પત્રકના ફોમમાં હું ધર્મનું ખાનું ભરતી નથી ,તે ખાનું ખાલી રાખુ છું. તમે મને પ્રેમ થી એક ઉદારમતવાદી કહી શકો જેને તમારા મત પ્રમાણે કોઇ સાંસ્કૃતીક મુળીયા જ નથી. હું એ હકીકતનો સ્વીકાર કરૂ છું કે મારી ધર્મનીરપેક્ષતાને ( સેક્યુલારીઝમ) કોઇપણ ધાર્મીકતામાં શ્રધ્ધા નથી.  હું બધાજ ધર્મો માટે અધાર્મીક છું. હું જીંદગીને ધર્મના કોઇપણ પાસાદાર કાચના માધ્યમોથી જોવા માટેની ક્ષમતા કે લાયકાત બીલકુલ ધરાવતી નથી.પરંતુ છેલ્લા એક અઠવાડીયાથી મારા મનમાં સતત એક પ્રશ્ન મને ચેન પડવા દેતો નથી. મારી સદ્વવીવેકબુધ્ધી અથવા તમે જેને અંતરઆત્માનો અવાજ કહો છો, ( Conscience) તે મને પેલા ઉંદરની માફક ફુંકી ફુંકીને કરડે છે. અને પુછે છે હે! બરખા દત્ત જો તું મુસ્લીમ હોત તો?

મુસ્લીમ તરીકે મારા મતની ચુંટણી જીતવા બીલકુલ જરૂર નથી; માટે વર્તમાન રાજકારણ અંગે મારો અભીપ્રાય કામનો નથી.આ બાબતે મારો મત કોઇ સાંભળવા પણ તૈયાર નથી. દેશના રાજકારણના પ્રવાહમાં જાણે રાતોરાત હું અપ્રસતુત કે અસરહીન બની ગઇ છું. દેશમાં સૌથી વધુ મુસ્લીમ વસ્તી ધરાવતા રાજયમાં જીવંલત બહુમતી મેળવનાર પક્ષે એક પણ મુસ્લીમ ઉમેદવારને ચુંટણી લડવા ટીકીટ આપી ન હતી. ઉત્તરભારતના રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મપર જુનેદની લોહીથી ખદબદ અચેતન લાશનો ફોટો જોઇને મને કેવી રીતે ઇદ મનાવવાનું મન થાય?દીલ્હીથી મથુરા જતી પેંસજર ટ્રેઇનના એક ભરચક મુસાફરોથી ભરેલા ડબ્બામાં સોળ સત્તર વર્ષના જુનેદ સાથે ક્ષુલ્લ્ક બાબતપર બોલાચાલી થઇ અને તેના પહેરવેશને આધારે તેના ધર્મનું અપમાન થાય તે રીતે ટોણો મારવામાં આવ્યો. આખરે તેણે મુસ્લીમધર્મી હોવાને કારણે  મનસ્વી હીંસાખોરીનો ભોગ બની ને જાન ગુમાવવી પડી. ઢોરનો વેપાર કરનાર પહેલુંખાન જેને રસ્તાપર ખુની ટોળાએ ફગાવી દીધો હતો, અને આંસુભરી આંખો સાથે જીવ બચાવવા મદદ માટે બુમો પાડતો રહ્યો જે તેને કયારે ન મળી! મને એરફોર્સમાં સર્વીસ કરતા સાર્જન્ટ મોહમદ સરતાજ, જેના પિતા અખલખને ગાયનું માંસ તમારા ફ્રીજમાં છે તેવો આક્ષેપ કરીને મારી નાંખવામાં આવ્યા હતા તેના શબ્દોમાં કેવી રીતે વીશ્વાસ રહે કે ' સારે જહાંસે હીન્દુસ્તાં હમારા અને મને ન્યાય મળશે.' જેનાપર અખલખના ખુની હોવાનો આક્ષેપ હતો(A man accused of killing Akhlkh) તેના તાજેતરમાં થયેલા કુદરતી અવસાન સમયે તેના મૃતશરીરને ત્રીરંગા રાષ્ટ્રધ્વજથી લપેટવામાં આવ્યું હતું અને તે સમયે તે ગામમાં રાજયના સીનીયર મંત્રી હાજર રહ્યા હતા. દેશમાં પેદા થયેલી સામુહીક ધર્માંધતાએ આપણા શબ્દકોશમાં નવા બે શબ્દો ઉમેર્યા છે. એક 'ગોરક્ષકોનું તકેદારી મંડળ' અને બીજો શબ્દ છે મનસ્વી હીંસાખોરી( vigilantes& lunching) . તે શબ્દો સાથે આપણે કેવી સમજ કેળવીશું?

બીજી બાજુએ હું મુસ્લીમ હોવાને નાતે પેલા આત્યંતીક ઇસ્લામના નામે ત્રાસવાદ ફેલાવતા અને ત્રાસવાદી કૃત્યો કરતા સામે મારી જાતને બીલકુલ અસહાય અને લાચારીનો સતત અહેસાસ અનુભવુ છું. સાથે સાથે તેમના આવા તાત્કાલીક ઉન્માદ કે ગાંડપણ માટે જાણે હું જવાબદાર હોઉ તે રીતે મારી પાસેથી તે અમાનવીય કૃત્યોનો વીરોધ કરવાની અપેક્ષા રાખવામાં આવે છે.

આ બધા પ્રસંગોની સાથે રમજાન માસની સૌથી પવીત્ર રાત્રી શબે–કદ્ર્ની બાર વાગે શ્રીનગરમાં પેલા બહાદુર કાશ્મીરી પોલીસ ઓફીસર ઐયુબ પંડીત જેને મસ્જીદ સામે ટોળાએ પ્રથમ નીર્વસ્ર કરી, ફરી મારા નાંખ્યો હતો. તેના કુટુંબને એક મુસ્લીમ તરીકે હું કેવી દીલસોજી પાઠવીશ? મારા ધર્મમાંના રૂઢીચુસ્ત પરીબળો જે ત્રણ તલાક જેવી અમાનવીય પ્રથાને ટેકો આપે છે, જે આપણા સમાજને અધોગતી તરફ લઇ જનારા પરીબળો છે તેવા પરીબળો મને ગુંગળાવી નાંખે છે. એટલું જ નહી પણ આવી અસામાજીક રૂઢીઓ ને કારણે પેલા બીજા ધર્મીઓના સંગઠીત હુમલાઓનો આપણો સમાજ ભોગ બને છે.

  દેશના રાષ્ટ્રપતીએ બોલાવેલી ઇફતાર પાર્ટીમાં કેન્દ્ર સરકારના એક પણ પ્રધાને હાજરી આપી ન હોય તો હું મુસ્લીમ તરીકે શું અનુભવું? ભલે તે એક નાનું સરખું ઉમદા પ્રતીક હોય! સાથે સાથે મને વીચાર આવે છે કે શું આ કેન્દ્ર સરકારનું પ્રધાનમંડળ આવી પોતાની વીમુખતાકે અલગપણું ( સેપરેશન) દેશના બીજા નાતાલ, હોળી, દીવાળી જેવા તહેવારોના સમયે પાળશે ખરૂ?

 જે રાજકીય પક્ષોએ મારો અવાજ અને હીત રજુ કરવાનો દાવો કરીને, સતત મારા મતનો સત્તાના રાજકારણમાં ઉપયોગ કરીને પછી મને ફગાવી દીધો હોય તે બધાને હું મુસ્લીમ હોઉ તો શું કહીશ? જે શાહબાનુ, પોતાના પતિ સામે ભરણપોષણ અને ખોરાકી માટે  છેક દેશની સર્વોચ્ચ અદાલતના બારણા ન્યાય માટે ખખડાવ્યા અને પોતાની તરફેણમાં ન્યાય મેળવ્યો. તે ન્યાયને કોંગ્રેસની રાજીવ ગાંધીની સરકારે વટહુકમ બહાર પાડીને સર્વોચ્ચ અદાલતના તે ચુકાદાને બીનઅસરકારક બનાવી દીધો હોય તો તે રાજકીય પક્ષ ને હું મુસ્લીમ હોઉ તો શું કહીશ? મારા મત મુજબ આ તો રાજીવ સરકારનું સૌ પ્રથમ ધર્મનીરપેક્ષ દુષ્કર્મ ( Secular Malpractice) હતું; પણ દેશ માટે તે ક્યારેય અંતીમ કૃત્ય નહી હોય! શું આ દેશના નાગરીક તરીકે, અને ખાસ તો મુસ્લીમ તરીકે મારી પાસે બે જ વીકલ્પો છે એક, જે રાજકીય પક્ષ મારા ખુદના રાજકીય અસ્તીત્વને નગ્ણય (ઇરેલેવન્સ) ગણે છે અને બીજો, પક્ષ જે મારા રાજકીય અસ્તીત્વનો સતત ઉપયોગ કરવા માંગે છે?

 આ દેશને મારો ગણીને તેને પ્રેમ કરવાના અને ગૌરવભેર અહીં જીવન જીવવાના લાખો કારણો મારી પાસે છે. મને પેલા બીજાઓ સતત એમ કહે છે કે તું આધુનીક મુસ્લીમ બન, ધર્મપરસ્ત દાઢી, ગોળ ટોપીઅને ધોળા લાંબાઝભ્ભા લેંધાવાળો નહી. તું આધુનીક મુસ્લીમ બનીને તમારા સમાજના અમાનવીય મુલ્યો સામે અવાજ પેદા કર, બોલ, સંગઠીત બન , વીદ્રોહ કર. હું તે બધા 'બીજાઓને' પુછું છું કે આ દેશમાં હીંદુ આધુનીક નાગરીકો જે બહુમતીમાં છે  તે શું પછી મારી પડખે ઉભા રહેશે? (સૌ. ધી વીક) ભાવાનુવાદક બીપીન શ્રોફ. 

--