જો હું મુસ્લીમ હોત તો? બરખા દત્ત.
હું સંપુર્ણ નીરઇશ્વરવાદી અને ધર્મનીરપેક્ષ છું. મારે કોઇ ધર્મ છે તેવી મારી ઓળખ ક્યારેય હું કોઇને આપતી નથી. કોઇપણ અરજી પત્રકના ફોમમાં હું ધર્મનું ખાનું ભરતી નથી ,તે ખાનું ખાલી રાખુ છું. તમે મને પ્રેમ થી એક ઉદારમતવાદી કહી શકો જેને તમારા મત પ્રમાણે કોઇ સાંસ્કૃતીક મુળીયા જ નથી. હું એ હકીકતનો સ્વીકાર કરૂ છું કે મારી ધર્મનીરપેક્ષતાને ( સેક્યુલારીઝમ) કોઇપણ ધાર્મીકતામાં શ્રધ્ધા નથી. હું બધાજ ધર્મો માટે અધાર્મીક છું. હું જીંદગીને ધર્મના કોઇપણ પાસાદાર કાચના માધ્યમોથી જોવા માટેની ક્ષમતા કે લાયકાત બીલકુલ ધરાવતી નથી.પરંતુ છેલ્લા એક અઠવાડીયાથી મારા મનમાં સતત એક પ્રશ્ન મને ચેન પડવા દેતો નથી. મારી સદ્વવીવેકબુધ્ધી અથવા તમે જેને અંતરઆત્માનો અવાજ કહો છો, ( Conscience) તે મને પેલા ઉંદરની માફક ફુંકી ફુંકીને કરડે છે. અને પુછે છે હે! બરખા દત્ત જો તું મુસ્લીમ હોત તો?
મુસ્લીમ તરીકે મારા મતની ચુંટણી જીતવા બીલકુલ જરૂર નથી; માટે વર્તમાન રાજકારણ અંગે મારો અભીપ્રાય કામનો નથી.આ બાબતે મારો મત કોઇ સાંભળવા પણ તૈયાર નથી. દેશના રાજકારણના પ્રવાહમાં જાણે રાતોરાત હું અપ્રસતુત કે અસરહીન બની ગઇ છું. દેશમાં સૌથી વધુ મુસ્લીમ વસ્તી ધરાવતા રાજયમાં જીવંલત બહુમતી મેળવનાર પક્ષે એક પણ મુસ્લીમ ઉમેદવારને ચુંટણી લડવા ટીકીટ આપી ન હતી. ઉત્તરભારતના રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મપર જુનેદની લોહીથી ખદબદ અચેતન લાશનો ફોટો જોઇને મને કેવી રીતે ઇદ મનાવવાનું મન થાય?દીલ્હીથી મથુરા જતી પેંસજર ટ્રેઇનના એક ભરચક મુસાફરોથી ભરેલા ડબ્બામાં સોળ સત્તર વર્ષના જુનેદ સાથે ક્ષુલ્લ્ક બાબતપર બોલાચાલી થઇ અને તેના પહેરવેશને આધારે તેના ધર્મનું અપમાન થાય તે રીતે ટોણો મારવામાં આવ્યો. આખરે તેણે મુસ્લીમધર્મી હોવાને કારણે મનસ્વી હીંસાખોરીનો ભોગ બની ને જાન ગુમાવવી પડી. ઢોરનો વેપાર કરનાર પહેલુંખાન જેને રસ્તાપર ખુની ટોળાએ ફગાવી દીધો હતો, અને આંસુભરી આંખો સાથે જીવ બચાવવા મદદ માટે બુમો પાડતો રહ્યો જે તેને કયારે ન મળી! મને એરફોર્સમાં સર્વીસ કરતા સાર્જન્ટ મોહમદ સરતાજ, જેના પિતા અખલખને ગાયનું માંસ તમારા ફ્રીજમાં છે તેવો આક્ષેપ કરીને મારી નાંખવામાં આવ્યા હતા તેના શબ્દોમાં કેવી રીતે વીશ્વાસ રહે કે ' સારે જહાંસે હીન્દુસ્તાં હમારા અને મને ન્યાય મળશે.' જેનાપર અખલખના ખુની હોવાનો આક્ષેપ હતો(A man accused of killing Akhlkh) તેના તાજેતરમાં થયેલા કુદરતી અવસાન સમયે તેના મૃતશરીરને ત્રીરંગા રાષ્ટ્રધ્વજથી લપેટવામાં આવ્યું હતું અને તે સમયે તે ગામમાં રાજયના સીનીયર મંત્રી હાજર રહ્યા હતા. દેશમાં પેદા થયેલી સામુહીક ધર્માંધતાએ આપણા શબ્દકોશમાં નવા બે શબ્દો ઉમેર્યા છે. એક 'ગોરક્ષકોનું તકેદારી મંડળ' અને બીજો શબ્દ છે મનસ્વી હીંસાખોરી( vigilantes& lunching) . તે શબ્દો સાથે આપણે કેવી સમજ કેળવીશું?
બીજી બાજુએ હું મુસ્લીમ હોવાને નાતે પેલા આત્યંતીક ઇસ્લામના નામે ત્રાસવાદ ફેલાવતા અને ત્રાસવાદી કૃત્યો કરતા સામે મારી જાતને બીલકુલ અસહાય અને લાચારીનો સતત અહેસાસ અનુભવુ છું. સાથે સાથે તેમના આવા તાત્કાલીક ઉન્માદ કે ગાંડપણ માટે જાણે હું જવાબદાર હોઉ તે રીતે મારી પાસેથી તે અમાનવીય કૃત્યોનો વીરોધ કરવાની અપેક્ષા રાખવામાં આવે છે.
આ બધા પ્રસંગોની સાથે રમજાન માસની સૌથી પવીત્ર રાત્રી શબે–કદ્ર્ની બાર વાગે શ્રીનગરમાં પેલા બહાદુર કાશ્મીરી પોલીસ ઓફીસર ઐયુબ પંડીત જેને મસ્જીદ સામે ટોળાએ પ્રથમ નીર્વસ્ર કરી, ફરી મારા નાંખ્યો હતો. તેના કુટુંબને એક મુસ્લીમ તરીકે હું કેવી દીલસોજી પાઠવીશ? મારા ધર્મમાંના રૂઢીચુસ્ત પરીબળો જે ત્રણ તલાક જેવી અમાનવીય પ્રથાને ટેકો આપે છે, જે આપણા સમાજને અધોગતી તરફ લઇ જનારા પરીબળો છે તેવા પરીબળો મને ગુંગળાવી નાંખે છે. એટલું જ નહી પણ આવી અસામાજીક રૂઢીઓ ને કારણે પેલા બીજા ધર્મીઓના સંગઠીત હુમલાઓનો આપણો સમાજ ભોગ બને છે.
દેશના રાષ્ટ્રપતીએ બોલાવેલી ઇફતાર પાર્ટીમાં કેન્દ્ર સરકારના એક પણ પ્રધાને હાજરી આપી ન હોય તો હું મુસ્લીમ તરીકે શું અનુભવું? ભલે તે એક નાનું સરખું ઉમદા પ્રતીક હોય! સાથે સાથે મને વીચાર આવે છે કે શું આ કેન્દ્ર સરકારનું પ્રધાનમંડળ આવી પોતાની વીમુખતાકે અલગપણું ( સેપરેશન) દેશના બીજા નાતાલ, હોળી, દીવાળી જેવા તહેવારોના સમયે પાળશે ખરૂ?
જે રાજકીય પક્ષોએ મારો અવાજ અને હીત રજુ કરવાનો દાવો કરીને, સતત મારા મતનો સત્તાના રાજકારણમાં ઉપયોગ કરીને પછી મને ફગાવી દીધો હોય તે બધાને હું મુસ્લીમ હોઉ તો શું કહીશ? જે શાહબાનુ, પોતાના પતિ સામે ભરણપોષણ અને ખોરાકી માટે છેક દેશની સર્વોચ્ચ અદાલતના બારણા ન્યાય માટે ખખડાવ્યા અને પોતાની તરફેણમાં ન્યાય મેળવ્યો. તે ન્યાયને કોંગ્રેસની રાજીવ ગાંધીની સરકારે વટહુકમ બહાર પાડીને સર્વોચ્ચ અદાલતના તે ચુકાદાને બીનઅસરકારક બનાવી દીધો હોય તો તે રાજકીય પક્ષ ને હું મુસ્લીમ હોઉ તો શું કહીશ? મારા મત મુજબ આ તો રાજીવ સરકારનું સૌ પ્રથમ ધર્મનીરપેક્ષ દુષ્કર્મ ( Secular Malpractice) હતું; પણ દેશ માટે તે ક્યારેય અંતીમ કૃત્ય નહી હોય! શું આ દેશના નાગરીક તરીકે, અને ખાસ તો મુસ્લીમ તરીકે મારી પાસે બે જ વીકલ્પો છે એક, જે રાજકીય પક્ષ મારા ખુદના રાજકીય અસ્તીત્વને નગ્ણય (ઇરેલેવન્સ) ગણે છે અને બીજો, પક્ષ જે મારા રાજકીય અસ્તીત્વનો સતત ઉપયોગ કરવા માંગે છે?
આ દેશને મારો ગણીને તેને પ્રેમ કરવાના અને ગૌરવભેર અહીં જીવન જીવવાના લાખો કારણો મારી પાસે છે. મને પેલા બીજાઓ સતત એમ કહે છે કે તું આધુનીક મુસ્લીમ બન, ધર્મપરસ્ત દાઢી, ગોળ ટોપીઅને ધોળા લાંબાઝભ્ભા લેંધાવાળો નહી. તું આધુનીક મુસ્લીમ બનીને તમારા સમાજના અમાનવીય મુલ્યો સામે અવાજ પેદા કર, બોલ, સંગઠીત બન , વીદ્રોહ કર. હું તે બધા 'બીજાઓને' પુછું છું કે આ દેશમાં હીંદુ આધુનીક નાગરીકો જે બહુમતીમાં છે તે શું પછી મારી પડખે ઉભા રહેશે? (સૌ. ધી વીક) ભાવાનુવાદક બીપીન શ્રોફ.