Wednesday, July 26, 2017

જેએનયુમાં લશ્કરી ટેંક મુકવાનું તમને શોભતું નથી!

જેએનયુમાં લશ્કરી ટેંક મુકવાનું તમને શોભતું નથી! 

 ( સૌ. ઇન્ડીયન એક્સપ્રેસ તંત્રી લેખ તા. ૨૫મી જુલાઇનો ભાવાનુવાદ. )

તમારી પાસે રાષ્ટ્રવાદના ખ્યાલને સમજાવવા બૌધ્ધીક કે તર્કબધ્ધ દલીલ ન હોય તો શું કરો? લશ્કરની ટેંકોને યુનીર્વસીટી કેમ્પસમાં પ્રદર્શન તરીકે ગોઠવો! જવાહરલાલ નહેરૂ યુનીર્વસીટી, દીલ્હીના વાઇસ ચાન્સેલરે એમ જગદીશ કુમારે, યુની.ના પટાંગણમાં લશ્કરી ટેંક મુકવાનું નકકી કર્યું છે. આવી ટેંક જોઇને જેએનયુમાં અભ્યાસકર્તા વીધ્યાર્થીઓમાં રાષ્ટ્રપ્રેમ શું છે તે સમજાય. અને હવે પછી પેલા કનૈયાકુમાર જેવા કહેવાતા અરાષ્ટ્રવાદી વીધ્યાર્થીઓ તેમાંથી પેદા ન થાય!

      ખરેખરતો સને ૨૦૧૪માં મોદી વડાપ્રધાનપદે સત્તા પર આવ્યા પછી ભગવા રાષ્ટ્રવાદ સામે દેશના બંધારણીય મુલ્યો આધારીત રાષ્ટ્રવાદ કોને કહેવાય તેનો જડબેસલાક જવાબ જેએનયુની વીધ્યાર્થી યુનીયનના પ્રમુખ કનૈયાકુમાર અને અન્ય વીધ્યાર્થી નેતાઓએ આપ્યો હતો. જેમાં કાયદાના ક્ષેત્રમાં પણ સરકારની નામોશીભરી હાર થઇ હતી.

  જેએનયુના વાઇસ ચાન્સેલર જગદીશકુમારને દેશના લશ્કરી વડા વી.કે. સીંગની મદદથી યુનીંમાં ટેંક મુકવી છે. જેથી ટેંક જોઇને શહીદ થયેલ સૈનીકોની યાદ આવે અને વીધ્યાર્થીઓમાં રાષ્ટ્રપ્રેમની ભાવના જાગે!વીધ્યાર્થીઓના આશેક્ષણીક કેમ્પસમાં ટેંક દારૂગોળા સાથે ભરેલી મુકીને પોતાનું વધારાનું શક્તીપ્રદર્શન તો કરવું નથી ને? તે આપણને ખબર નથી.(Would he like the tank to be armed with live ammunition to give the reminder additional force?). જે લોકો સ્વઅભીનંદન ,કે ખુશામતખોર રાષ્ટ્રવાદથી આબરૂ ગુમાવી ચુકેલા છે તેમના માટે આવા નાટકીય નુસ્કા કરવા સીવાય બીજો કોઇ વીકલ્પ નથી.(  Performative, self-congratulatory patriotism remains the last refuge of the discredited.) વાઇસ ચાન્સલેર તો વીધ્યાજગતનો માણસ છે કોઇ લશ્કર વડો નથી.તેને તો ખબર હોવી જ જોઇએ કે યુનીર્વસીટી કેમ્પ્સ એ કોઇ એવું સ્થળ નથી કે જ્યાં ટેંક જે એક લશ્કરી શસ્ર છે તેના દ્રારા લશ્કરી બહાદુરીનું પ્રદર્શન બતાવાય.

ખરેખરતો યુનીર્વસીટી એક મુક્ત વીચારોની આપલે થઇ શકે તેવું સહીસલામત સ્વર્ગ( a safe haven for the freedom of thought) છે. જ્યાં કોઇ પવીત્ર અને વંદનીય વસ્તુ હોય તો તે જ્ઞાનની ઉપાસના છે. જ્યાં સમસ્યાઓના સરળ જવાબો કરતાં તેના પ્રશ્નોનું વધારે મહત્વ છે.લશ્કરી ટેંકની શૈક્ષણીક કેમ્પસમાં હાજરી તો એક પ્રતીક તરીકે સંવાદ અને ડાયલોગને અટકાવવાનો સંદેશો આપે છે.(  The tank would be a conversation-stopper.)

 તેનાથી મહેરબાની કરીને એવું તારણ ન કાઢો કે લશ્કરી ગણવેશવાળા આપણા જવાનો માટે અમને માન અને ગૌરવ નથી. પણ તે બધાનો જ્ઞાનની ઉપાસના કરતી સંસ્થાઓમાં પ્રતીક તરીકે લશ્કરી શક્તી પ્રદર્શન માટે ઉપયોગ ભુલથી પણ ન કરશો.

 દેશની અખંડીતાઅને સહીસલામતી માટે લશ્કરનું કેટલું બધુ મહત્વ છે તે સામાન્ય નાગરીકોને સમજાવવા જુદા જુદા શહેરોમાં યોગ્ય સ્થળોએ ટેંકોને પ્રર્દશન માટે મુકાય છે. પણ શીક્ષણના ધામમાં ટેકોની જરૂર ક્યારેય ન હોઇ શકે! ખરેખર શીક્ષણના ધામમાં ટેંકો જાણે ધાકધમકી કે ભયનું વાતાવરણ પેદા કરવા મુકવાનનો હેતું છે. તે તો ટેંક મુકનારનું ને શેક્ષણીક સંસ્થાઓનું બનેંનું મુલ્ય ઘટાડે છે.

   આપણને સૌ ને સારી રીતે ખબર છે કે રાષ્ટ્રવાદને મુદ્દે જે સંઘર્ષ થયો હતો તેનું એપીકસેન્ટર જ જેએનયુ હતી. વી સીનો ટેંક મુકવાનો નીર્ણયતો તેઓની બૌધ્ધીક ક્ષમતા માટેની નાદારી સાબીત કરે છે. વીકૃત લશ્કરીકરણનું પ્રદર્શન  રાષ્ટ્રધવ્જ, લશ્કરીગણવેશ અને હવે શીક્ષણસંસ્થાઓમાં ટેંકોનું પ્રદર્શન જેવા પ્રતીકોને રોમેન્ટીસાઇઝ કરીને વીધ્યાર્થીઓમાં ક્રીટીકલ રીતે વીચારવાની પધ્ધતી જાણે રાષ્ટ્રવીરોધી પ્રવૃતી હોય તે રીતે  મીડીયામાં અને અન્ય પ્રચારના સાધનોમાં ઉપયોગ કરે છે, વ્યવસ્થીત રીતે કરાવડાવે છે. જે તંદુરસ્ત લોકશાહી રાજ્ય

વ્યવસ્થાની નીશાની નથી.વાઇસ ચાન્સેલર જે કુમારે બરાબર કાર્ગીલ વીજય દીવસ જે ભુતકાળમાં ક્યારેય ઉજવવામાં આવતો ન હતો તે દીવસે જેનયુના કેમ્પસમાં ટેંક મુકવાનો નીર્ણય કર્યો. જે કાર્યક્રમમાં મોદી સરકારના બે પ્રધાનો હાજર રહયા. સદર કાર્યક્રમમાં બે મહાનુભાવોએ તો પોતાની જાતને અભીનંદન આપતા હોય તે અવાજમાં જણાવ્યું કે હવે આપણે જેએનયુ કબજે કરી લીધી છે.અને હવે અમારે દેશની જાદવપુર અને હૈદ્રાબાદની સેન્ટ્રલ યુનીર્વસીટી (જયાં પણ રાષ્ટ્રવાદનો મુદ્દો ભરપેટ ચર્ચામાં હતો) એમ કુલ બે કબજે કરવાની બાકી છે. વીશ્વવીધ્યાલયો કબજે કરવાની દલીલ જાણે આપણી કોઇપ્રદેશની ભુમી ફરીથી કબજે કરી હોય તેવી ઉટપટાંગ(bizarre) કે વીચીત્ર કથની છે.

 આપણને સારીરીતે ખબર છે કે સને ૧૯૭૧ની ૨૫મી માર્ચને દીવસે તેસમયના પુર્વ–પાકીસ્તાનમાં જનરલ યાહયાખાને ' ઓપરેશન સર્ચ લાઇટ'ના નામે ઢાકા   યુની.કેમ્પસના રસ્તાઓ ઉપર નહી પણ તે યુની. અને બંગલા દેશના બૌધ્ધીક ધન એવા પ્રોફેસરો અને વીધ્યાર્થો પર ટેંકો ચલાવી ને તેમના વીરોધને કચડી નાંખ્યો હતો.( beginning a massacre of intellectuals) યુની. કેમ્પસમાં ટેંકો મુકવાનું કામ તો પેલી ભયંકર દુ:ખદ યાદને (recalls that terrible memory) તાજી કરાવે છે.ભારતીય વીધ્યાજગતના સ્થળોમાં ટેંકનુંપ્રદર્શન એ બૌધ્ધીક તંદુરસ્તીની સારી નીશાની નથી. બખ્તર અને બૌધ્ધીકતા બે ક્યારેય સાથે ન હોઇ શકે.( Armour and academia just don't belong together.)

 

 

 

 

 

 


--