Wednesday, July 5, 2017

હું મારો અવૉર્ડ પરત આપું છું– શબનમ હશ્મી,

હું મારો અવૉર્ડ પરત આપું છું– શબનમ હશ્મી, સામાજીક કર્મનીષ્ઠ.

સદર ઇન્ટરવ્યુ સબનમે ' The Quint ' નામના માસીકની યુ–ટયુબ પર આપેલો છે. તેના સૌજન્યથી લેખ તૈયાર કરેલ છે.

 ( પહેલાં થોડી નીજી વાત. હું મુસ્લીમ મા–બાપને ત્યાં જન્મેલી છું. તેથી મારૂ નામ મુસ્લીમ છે. પરંતુ  મારા કુટુંબે એક અસમાધાનકારી નીરઇશ્વરવાદી તરીકે મને ઉછેરી છે.' I am the hard core atheist.' દેશની આઝાદીના સંઘર્ષમાં જયારે અટલવીહારી બાજપાઇ અને કહેવાતા વીર સાવરકરે ગોરી સરકાર સમગ આઝાદીની ચળવળમાં ક્યારેય ભાગ નહીં લઉ અને ગોરી સરકાર સાથે રહીશ તેવું કબુલાત નામું લખી આપેલું. ( સરકારી ગેઝેટમાં આ હકીકતો સરળતાથી ઉપલબ્ધ છે. જે હું આ ઇન્ટરવ્યુંમાં જવાબદારીપુર્વક બોલું છું.) ત્યારે મારા પીતાજીએ દેશની સ્વતંત્રતાની ચળવળમાં ભાગ લઇને ચાર વરસની જેલનો કારાવાસ ભોગવ્યો હતો. માટે મને કોઇએ દેશપ્રેમ કે રાષ્ટ્રપ્રેમ શું અને કોને કહેવાય તેનો કક્કો બારાખડી શીખવાડવાની જરૂર નથી. અમને બાળપણથી રાષ્ટ્રીય ગદ્દ્રારી કોને કહેવાય અને વફાદારી કોને કહેવાય તેનું ધાવણ બરાબર પીવડાવવામાં આવ્યું છે. માટે મારો સંઘર્ષ અમીત શાહ અને મોદી( કીન્નાખોર Vindictive duo)–  સામે છે. તે બંનેની રીતીનીતીઓ સામે એક ભારતીય નાગરીક તરીકે છે. એક મુસ્લીમ તરીકે છે જ નહી.

 હું ભલે જન્મે મુસ્લીમ છું.પણ હું મારી જાતને અને કર્મે અસમાધાનકારી ઉગ્ર નાસ્તીક ગણીને હરપળે જીવું છું.. હું ગૌરવપુર્વક આજે પણ કહું છું કે હું મુસ્લીમ ધર્મી બીલકુલ નથી. કારણકે હું મુસ્લીમધર્મી તરીકે ક્યારે જીવી જ નથી.)

પ્રવક્તા–તમે નેશનલ માઇનોરીટી કમીશનને તમારો અવૉર્ડ કેમ પરત આપી દીધો?

સબનમ–  જે રીતે સને ૨૦૧૪ પછી આવેલી મોદીસરકારના રાજ્યમાં દેશની દરેક પ્રકારની લઘુમતી જેવી કે દલીત, આદીવાસી, ઇસાઇ, સ્રીઓ અને મુસલમાનનો પર હીંસક હુમલા જાત જાતના નામે થાય છે. તેમાં મને વર્તમાન સરકારની સહાનુભુતી અને મુકસંમતી( Empathy & connivance) સ્પષ્ટ દેખાઇ આવે છે. એટલું જ નહી પણ પોતાની વીચારસરણી ધરાવતી અન્ય માતૃસંસ્થાના કાર્યકરો જે બધા સીધા સત્તાકીય પાંખમાં નથી ( Non- state actors) તે બધાને હીંસા કરવાનો છુટોદોર આપી દેવામાં આવ્યો છે. તેના વીરોધ કરવા મેં આ અવૉર્ડ પરત આપી દીધો છે.

પ્રવક્તા–  શબનમ,તમને માહીતી છે ખરી કે હરીયાણા સરકારના મુખ્યમંત્રી ખટ્ટરે જુનેદના કુટુંબને ૧૦ લાખ રૂપીયા અને તે કેસની સુનવણી જલ્દી થાય તેવી જાહેરાત ગઇ કાલે કરી છે?

શબનમ– મને માહીતી નથી. પણ ખટ્ટર સાહેબે તેવું જાહેર કર્યું હોય તો તેને હું આવકારૂ છું. હાલ મોદી પરદેશમાં છે તેથી વીદેશી મીડીયા સામે દેશની આબરૂ બચાવવા આ કામ સી.એમ ખટ્ટરે કર્યું છે તેવું મારૂ અંગત માનવું છે.પણ ભાજપ શાસીત બીજા રાજ્યોના મુખ્યમંત્રીઓ આવી મદદ કરવા કોની રાહ જુએ છે?

પ્રવક્તા–તમે પણ નીરીક્ષણ કર્યુ હશે કે મુસ્લીમ કોમે ઇદની ઉજવણી સમયે (Eid celebration with black band on both hands) આ વખતે આ બધા બનાવો સામે દેશના ખુણે ખુણે જાહેર પ્રદર્શન કરતી સમયે બંને હાથ ઉપર કાળી પટ્ટીઓ પહેરીને વીરોધ કર્યો હતો. જુનેદના તો આખા ગામે ઇદની ઉજવણી મોકુફ રાખીને કાળી પટ્ટીઓ બાંધીને પોતાનો પ્રતીકાત્મક વીરોધ બતાવ્યો હતો. આ નવા ફેરફારને તમે કઇ રીતે જુઓ છો?

શબનમ– જો એ પરીવર્તનને એક જ લીટીમાં સમજાવવું હોય તો તો હું એમ જ કહીશ કે ' લઘુમતીનો ઉગ્ર અને લડાયક બહુમતી સામે અહીંસક પ્રતીકાર. કારણકે બહુમતી હીંદુ સમાજ આ મુદ્દે શાંત છે.' ( Now minority acts against militancy of majority). મુસ્લીમ સમાજમાંથી અસરકારક સંખ્યાની અંદર સંગઠીત રીતે આવો અસરકારક વીરોધ ભુતકાળમાં થયો  નથી. મારા મત મુજબ મુસ્લીમ સમાજ જે માનસીક દબાણ નીચેથી પ્રસાર થઇ રહ્યો છે તેનો તે પ્રત્યાઘાત છે. સાથે સાથે મારા મત મુજબ મુસ્લીમ સમાજને અત્યાર સુધી દેશની લોકશાહી અને ધર્મનીરપેક્ષતાને વળેલી રાષ્ટ્રીય નેતાગીરીમાં વીશ્વાસ હતો. બીજી બાજુએ મુસ્લીમ સમાજમાં જે નેતૃત્વ છે તે ધાર્મીક છે. આવી મુસ્લીમ નેતાગીરીને પોતાનો સ્વતંત્ર એજન્ડા હોય છે.આ સમાજમાં આધુનીક,પ્રગતીશીલ ,સેક્યુલર અને લોકશાહી મુલ્યોને સમર્પીત કોઇ મુસ્લીમ નેતૃત્વ આઝાદી પછી વીકસ્યું જ નથી. હમણાં જ દેશમાં આવા એક કે બે સેક્યુલર અને પ્રગતીશીલ મુસ્લીમ સંસ્થાઓની સ્થાપના થઇ છે. જેમાં મુંબઇમાં ' મુસ્લીમ ફોર સેક્યુલર ડેમોક્રેસી' નામની સંસ્થાની સ્થાપના થઇ છે.

 આ અંગે મારૂ પોતાનું માનવું છે કે મુસ્લીમ સમાજને એક સમાજ તરીકે આવી સેક્યુલર અને લોકશાહી સંસ્થાઓની અને નેતૃત્વની જરૂરીયાત છે તેવો અહેસાસ ક્યારેય થયો ન હતો જેની અનીવાર્યતા અત્યારે સમજાય છે.કારણકે અત્યાર સુધી જ્યારે જ્યારે જુદી જુદી લઘુમતી કોમો પર હુમલા થયા છે ત્યારે બહુમતી પ્રજાએ એક થઇને આવા પરીબળોનો સામનો કરેલ છે.

પ્રવક્તા– આવતી કાલે જંતરમંતર રોડપર દીલ્હીમાં જે ' Not in my name'  જે વીરોધ પ્રદર્શન થવાનું છે તે અંગે આપનો શું મત છે?

શબનમ– મારા મત મુજબ તે એક શહેરી  નાગરીક સમાજ ( સીવીલ સોસાયટી) દ્રારા આયોજીત છે. તેમાં સમાજના જુદા જુદા વર્ગોની ભાગીદારી છે. તે દેશના અનેક શહેરોમાં જેવાં કે મુંબઇ,લખનઉ, કોલકત્તા, બેંગલોર વી. સ્થળોએ તેનું આયોજન કરવામાં આવેલ છે.  પરદેશમાં આ જ નામ પર વિરોધ આયોજીત કરેલ છે. ઉગ્ર હીદુંત્વવાદી પરીબળોનો ભોગ મુસ્લીમ સમાજને આયોજનપુર્વક નીશાન(ટારગેટ) બનાવવામાં આવ્યો છે. તેવી જ રીતે અન્ય લઘુમતીઓ પર હીંસા આચરવામાં આવેલ છે. તેથી મુસ્લીમ સમાજે અન્ય લઘુમતીઓ જેવી કે દલીત, આદીવાસી અને ઇસાઇ બધાનો સંગઠીત સાથ લેવાની તાતી જરૂરત છે.કારણકે આ બધાજ લઘુમતી સમાજો એક યા બીજા કારણોસર બહુમતી ઉગ્ર હીંદુત્વનો ભોગ બનેલા છે અને હજુ પણ બને છે.  

     કહેવાતા ગૌરક્ષક તકેદારી મંડળો અને મનસ્વી હીંસાખોરી ( vigilante & lynching)ની પ્રવૃતીઓ સામે બહુમતી હીદુંસમાજે પ્રતીકાર કરવા સંગઠીત બનવું પડશે. મને આશા છે કે જ્યારે આ બહુમતી સમાજને અનુભવાશે ત્યારે તે પણ આ સરકારની ફાસીવાદી અને દેશને અરાજકતા ભરેલી સ્થીતીમાં લઇ જતી પ્રવૃત્તીઓમાંથી બહાર કાઢવા અગ્રેસર બનશે.દેશના દરેક નાગરીકને ખાસ તો દરેક હીદું અને મુસ્લીમને સ્પષ્ટ દેખાય છે કે આ બધું ખોટું છે.પણ લોકોના મોઢેં જાણે ખંભાતી તાળું લાગી ગયું હોય તેમ બીલકુલ આ બધા બનાવો સામે મૌન ધારણ કરી લીધું છે.દેશનો મધ્યમ વર્ગ પણ મૌન ધારણ કરીને બેઠો છે.કારણકે તેને રાજ્યના દમન ( State Repression)બીક છે. જે રાજ્ય ફાસીવાદી હોય છે, તેના ફાસીવાદી પગલાંને કારણે દેશને અરાજકતા તરફ( Lawlessness) ધકેલી દે છે. તેના રાજ્યકર્તાઓને બેફામ સત્તા ટકાવી રાખવા દમનખોર બન્યા સીવાય છુટકો જ હોતો નથી.આ સરકાર કીન્નાખોર છે કારણકે તેના બે મુખ્ય નેતાઓ અમીત શાહ અને નરેન્દ્ર મોદી કીન્નાખોર(vindictive) છે.તેથી લોકો ભયભીત છે.પણ મારા મત મુજબ લોકોએ પોતાના અવાજને બુલંદ બનાવવો જોઇએ અને ભયમુક્ત બનવું જોઇએ.

સત્તાપક્ષ પાસે ફક્ત કોમવાદી એજન્ડા( Communal Agenda) છે એવું નથી. પણ ગરીબો, ખેડુતો,દલીતો, આદીવાસીઓ, મજદુરો, સ્રીઓ,સામાન્ય નાગરીક અને મધ્યમ વર્ગ વીરૂધ્ધનો આર્થીક એજન્ડા(Economic Agenda)છે.તેથી આ મોદી સરકાર દેશના નાગરીક જીવનના બધા જ ક્ષેત્રે નીષ્ફળ ગઇ છે.' હું આ બધા મુદ્દાઓને આધારે સમગ્ર દેશમાં ફરીને લોકોને જનસંઘર્ષ કરવા જાગૃત કરવાનો પ્રયત્ન કરવાની છું.'

પ્રવક્તા– શું તમને વીશ્વાસ છે કે દેશના લોકો તમારા અવૉર્ડ વાપસીના પગલાને ટેકો આપી તમારી જનસંઘર્ષની લડતમાં(People will follow in your footsteps) જોડાશે?

શબનમ– આ દેશમાં અવૉર્ડ પરત આપનારામાં હું પહેલી નથી તે મને સારી રીતે ખબર છે. મારા અવૉર્ડ કરતાં ઘણા મોટા અને વધુ પ્રશંસનીય અવૉર્ડ ઘણા નામાંકીત લોકોએ પરત આપેલ છે.પરંતુ નેશનલ માઇનોરીટી કમીશનનો અવૉર્ડ પરત આપનાર હું પ્રથમ છું.

પ્રવક્તા– નેશનલ માઇનોરીટી કમીશન સામે તમને શું વાંધો છે?

શબનમ– સૌથી મોટો અને અસહ્ય વાંધો આ કમીશન સામે એ છે કે તેણે દેશના જુદા જુદા ભાજપ શાસીત રાજયોમાં લઘુમતી અને ખાસ કરીને મુસ્લીમ લઘુમતીઓ પર મનસ્વી હીંસાખોરી(lynching) ના બનાવોને રોકવા કોઇ કામ કર્યુ જ નથી. કમીશને દરેક બનાવની સામે સ્વયંભુ સીધા પક્ષકાર( Suo motu- " on its own motion " બનીને, પોતાની પ્રમાણીકતા કે પ્રતીબધ્ધતા બતાવીને કાયદાકીય કાર્યવાહી કરી શક્યું હોત! જે કામ કર્યુ જ નથી . કારણકે તેના ચેરમેન બીજેપી પાર્ટીના છે.આવા કમીશનના અવૉર્ડની શું કીંમત મારા માટે હોઇ શકે જે કાયદા મુજબની નીર્મીત ફરજ પણ ન બજાવતું હોય?

 

 

 

 

--