એક રમુજી(કોમીક) ચોપડી. લે– વીલીયમ ડી ટેમેરીસ ( ફ્રાન્સ) સૌ. સ્ક્રોલ .ઇન –
રીપોર્ટીગ–નુપુર તીવારી.
French comic book by William de Tamaris uses India's war on beef to illustrate the dangers of Hindutva
લેખકે રમુજી (કોમીક)ચોપડી બનાવીને એવો સંદેશો આપ્યો છે કે ભારત દેશમાં ગૌમાંસ માટેનું યુધ્ધ કેવી રીતે હીંદુત્વ આધારીત છે. જે દેશની એકતા અને અખંડતા માટે જોખમ પેદા કરી રહ્યું છે. ગૌરક્ષકોની ટોળાશાહી મનસ્વી હીંસાખોરીથી કેવી રીતે પવીત્ર ગાયને ('Sacred Cow')બચાવવામા આવે છે. પૃથ્વીપર ભારત એક અહીંસક દેશ છે,જયાં દરેક શાંતીપ્રીય લોકો ગાયને પવીત્ર પ્રાણી ગણે છે.આ પુરાણી પણ મજબુત રૂઢી પર આધારીત માન્યતા પશ્ચીમ યુરોપમાંથી નહી તો ફ્રાંસમાંથી નીકળી જ ગઇ છે.
આ રમુજી ત્રીસ પાનાંની ચોપડીમાં પત્રકાર– લેખકે એક પોતાની જાતને સ્વંય ગૌરક્ષક તરીકે ઓળખાવતા હીદુંએ કેવી ચીંતાજનક ઝડપથી મનસ્વી ટોળાશાહી હીંસાખોરીનો પ્રવાહ દેશના એક ખુણેથી બીજે ખુણે ફેલાઇ રહ્યો છે તેની વાત કહી છે. દેશના ઘણા બધા રાજયોમાં ગૌ માંસ પર પ્રતીબંધ મુકવામાં આવ્યો છે. જેને આધારે કેવીરીતે હીદું રાષ્ટ્રવાદ ફુલીફાલી રહ્યો છે તે કોમીક ચીત્રો દ્રારા નાનકડી પુસ્તીકામાં ફ્રાન્સના નાગરીકોને સમજાવ્યું છે. તે ચીત્રોમાં દેશને કેવી રીતે હીદું રાષ્ટ્ર બનાવાય તેપણ બતાવ્યું છે.
જ્યારે અમે વીજયકાન્ત ચૌહાણ, જે પોતાને ગૌરક્ષક તરીકે ઓળખાવતો હતો, તેને મળ્યા બાદ મને આ વાત પર ચોપડી તૈયાર કરવાનું મન થયું. લેખક કહે છે કે મને ચૌહાણની મુલાકાત દાદરીના મોહમદ અખલખના મનસ્વી ટોળાશાહી હીંસાનો ભોગ સપ્ટેમ્બર ૨૦૧૬માં બન્યા પછી થઇ. આ વીષયપર આકૃતી પરથી ચીત્રો બનાવનાર(ઇલસ્ટ્રેટર) જ્યોર્જ એચ સાથે સંયુક્ત રીતે કામ કરવાનું નક્કી કર્યું. લેખક કબુલ કરે છે કે તેણે એકધારી રૂટીનવાળી ભારતની ઘણી મુલાકાતો કરી હતી. પરંતુ આ મુલાકાતે તેમના સંશોધનનો કોર્સ જ બદલી નાંખ્યો. " સામાન્ય રીતે એમ કહેવાય કે હું ગાંધીની અહીંસા અને સહીષ્ણુતા પાળતા દેશનો પ્રવાસી છું પણ ગૌરક્ષકોએ પોતાની સાથેની ચર્ચામાં જે અસહીષ્ણુતા અને ધીક્કાર વ્યક્ત કરતા હતા જે ખુબજ આઘાતજનક હતો." અમારા દેશના નાગરીકો હજુ માને છે કે ભારત એ ગાંધીનો અહીંસક અને સહીષ્ણુ દેશ છે જે ખરખર સત્યથી વેગળું છે."In France, people still believe India is the land of Gandhi but that no longer holds true."
આ પુસ્તક લખવા માટે વીલીયમ અને જયોર્જે મહારાષ્ટ્ર, હરીયાણા, રાજસ્થાન, ઉ.પ્રદેશ અને કેરાલાની મુલાકાત લીધી હતી. વીજયકાન્ત ચૌહાણ અમારા જેવા પત્રકારો સાથે વાતો કરવા ખુબજ ઉત્સાહી હતો. હું જો નથ્થુરામ ગોડસે હોત તો મેં ફરીથી ગાંધીનું ખુન કર્યું હોત!
ફ્રાન્સના લેખકોએ મહારાષ્ટ્રમાં મુસ્લીમ સમાજની 'કુરેશી કોમ'ની વીગતે મુલાકાત લીધી હતી. આ કોમ સામાન્ય સંજોગોમાં કસાઇના ધંધા સાથે સંકળાયેલી હોય છે. આ કોમના મત પ્રમાણે ગૌમાંસ પ્રતીબંધ અને મનસ્વી ટોળાશાહી હીંસાએ તેમની રોજીરોટી છીનવી લીધી છે. તેમનો ધંધો બીલકુલ ચોપટ થઇ ગયો છે. તે બધા સતત ભયના ઓથા નીચે જીવે છે. અમારામાંથી કેટલાકે તો પોતાના બાળકોને સ્કુલે મોકલવાના બંધ કર્યા છે. તે બાળકોનું ભવીષ્ય ઇશ્વરને સમર્પણ કરી દીધું છે.( Children are resigned to their fate.)
જેવી આ ચોપડી પ્રકાશીત થઇ કે તરતજ ફ્રાંસ દેશના મુખ્ય પ્રેસ, અખબારી અને ટી વી, વી મીડીયાએ ભારત દેશમાં તેને એક કોમના સંહાર તરીકે (Genocide) ઓળખાવ્યો. અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સને ૨૦૦૨ના ગુજરાતના કોમીસંહાર સાથે સરખાવ્યો છે. ફ્રાંસ દેશની ટીવી અને રેડીયો ચેનલોમાં ચર્ચા કરનારા પૃથ્થકરણકારોએ સ્પષ્ટ રીતે જણાવ્યું કે આ બધું ભારતને એક દેશ તરીકે ઝડપથી રાજકીય અંધાધુધી અને સર્વપ્રકારની સામાજીક અસ્થીરતા તરફ ઢસેડી જશે.
હમણાં જ જુન મહીનામાં અમારા દેશના નવા ચુટાયેલા રાષ્ટ્રપ્રમુખ ઇમેન્યુઅલ મેકરોને મોદીને ઉષ્માભર્યો આવકાર ( Bear Hug)આપ્યો હતો. અમારા દેશમાં સને ૨૦૧૪માં મોદી વડાપ્રધાન બન્યા પછીની આ ત્રીજી મુલાકાત છે. ફ્રાંસના મીડીયામાં હજુ છુટીછવાઇ મોદીની ચર્ચા ચાલુ જ છે. આ ચર્ચાઓનું મુખ્ય કેન્દ્ર બીલીયન્સ ઓફ યુરોડોલર્સ 'રફેલ ફાયટર જેટ અને અરેવા ન્યુક્લીયર રીએકટર્સના વેચાણ બાબતે થાય છે. હમણાં જ અમારા રાષ્ટ્રપ્રમુખ મોદીનું ભારત જે વીશ્વને ૧૯ દેશોની મદદથી પ્રદુષણ મુક્ત બનાવવાનું નેતૃત્વ લે છે તે ભારતને વીશ્વના સૌથી મોટા પ્રદુષીત દેશ છે તેવો ખુલ્લે આમ આક્ષેપ કરે છે. (More recently, President Macron has tried to project India (referred to regularly in the French press as "one of the biggest polluters of the planet"), as a leading partner in climate diplomacy.)