Wednesday, November 1, 2017

જમણેરી વીચારસરણી કેમ અસંસ્કૃત,અત્યાચાર કરનારી અને સ્રી પ્રત્યે દ્વેષભાવ રાખનારી છે?


 
  જમણેરી વીચારસરણી કેમ અસંસ્કૃત,અત્યાચાર કરનારી અને સ્રી પ્રત્યે દ્વેષભાવ રાખનારી છે?  તેની પાછળના મનોવૈજ્ઞાનીક કારણો કયા કયા છે? – અશોક સ્વઇન.(The writer is professor of Peace and Conflict Research at Uppsala University, Sweden.)

આ દેશમાં આપણને સૌ ને સારી રીતે માહીતી છે કે છેલ્લા કેટલાય સમયથી હીંદુત્વ આધારીત વીચારસરણીને વળેલું જુથ, જેને બૌધ્ધીક રીતે ' જમણેરી જુથ' તરીકે ઓળખવામાં આવે છે તે સોસીઅલ મીડીયા, એટલે કે ફેસબુક, ટવીટર, વોટસઅપ, મેસેંજર વી પર જેને સજ્જન ભાષામાં –  ' અશીષ્ટ ' કહીએ તેવી પોસ્ટ પોતાના બચાવમાં મુક્યા કરે છે. કેમ? તેમાંના મોટાભાગના લોકો પોતાના જીવનમાં ધાર્મીકરીતે ચુસ્ત પણ પોતાને ખુલ્લા પાડયા સીવાય અનામી કે પછી બનાવટી નામેની પોસ્ટ કરતા હોય છે. જ્યારે કેટલીક જાણીતી નામાંકીત વ્યક્તીઓ કોમી લાગણીઓ ઉશ્કેરાય તેવી બીલકુલ આક્રમક પોસ્ટ સોસીઅલ મીડીયાના ઉપર જણાવ્યું તે બધા માધ્યમો દ્રારા મુકે છે. એવું બીલકુલ નથી કે આવી અશીસ્ટ પોસ્ટ મુકનારા હીંદુત્વના ટેકેદારો ઓછું ભણેલા હોય છે.અને એવું પણ નથીકે તે બધા ટેકેદારો ફક્ત સોસીઅલ મીડીયા પર જ આવી પોસ્ટ મુકે છે.
       મારા હીંદુત્વના રાજકારણની ટીકાઓને  અશીષ્ટ રીતે નીયમીત વીરોધ કરનારા વીશ્વભરની જુદી શૈક્ષણીક સંસ્થાઓમાં કામ કરે છે. પણ તે બધા વીરોધ કરનારા મુળવંશીય ભારતીય બૌધ્ધીકો છે. તેમાંથી ઘણાબધા સાથે મેં અભ્યાસ કર્યો છે તેમજ સાથે કામ પણ કર્યું છે. આ ઉપરાંત બૌધ્ધીક  રીતે તે બધાને મદદ પણ કરેલ છે. હાલમાં હું સ્વીડનમાં રહું છું ત્યાં મને આ બધામાંથી કેટલાક સુગચડે તેવી બીભત્સ, અશ્લીલ. ત્રાસદાયક કે અધમ કક્ષાની ઇ–મેઇલસ મોકલે છે. મને દેશદ્રોહીના લેબલથી નવાજ્યો છે. સ્વીડનની ઇન્ડીયન એમ્બેસી અને અન્ય સ્થળોએ પણ ભારતીય સત્તાવાળાઓ સમક્ષ આ બધાએ મારી વીરૂધ્ધ ફરીયાદ કરી છે. જ્યારે હું આ અંગે વીચાર કરૂ છું ત્યારે એમ મહેસુસ થાય છે કે શું ઉચ્ચ અભ્યાસ કરીને સારૂ સ્થાન પ્રાપ્ત કરેલા ભારતીય બૌધ્ધીકો આવી નાજુક અને સુંદર કોમેન્ટ પણ પસાર કરી શકે છે!

 એ સામાન્ય હકીકત છે કે બૌધ્ધીકો, વૈચારીક રીતે  ઉદારમતવાળા ડાબેરી વલણ ધરાવનારા હોય છે. ઉદારડાબેરી વલણ તે બધાને કરૂણા, દયા અને  સમતાવાદી વ્યક્તીગત ધોરણે બનાવે છે. આ બધા મુલ્યો તેમના અંગત અને જાહેર વર્તનમાં સહજતાથી આમેજ થયેલાં હોય છે. જ્યારે જમણેરીઓ  રૂઢીચુસ્તતા અને જે સે થે વાદી હોય છે. પુરાપર્વથી ચાલી આવતા સામાજીક અન્ય વ્યવસ્થાઓને ટકાવી રાખવાના તરફેણ કરે છે.. જમણેરી બૌધ્ધીકોના વલણો રૂઢીચુસ્તાને ટકાવવા તે બધાને ઉગ્ર હીંદુત્વવાદી બનાવે છે. તે તેમને અશીષ્ટ વર્તન. વીચાર અને કાર્ય તરફ ઢસેડી જાય છે.

જ્યારે ઉચ્ચ શીક્ષણ સામાન્યરીતે સામાજીક ઉદારવાદી બનાવે છે. બીજાના વીચારો અને મતો પ્રત્યે ખુલ્લાપણુ વીકસાવવામાં મદદ કરે છે, પ્રોત્સાહીત કરે છે. બ્રીટનમાં તાજેતરમાં થયેલા સર્વે મુજબ આઠમાંથી દસ પ્રોફેસરો ડાબેરી ઉદારમત ધરાવતા હતા.

 યુનીવર્સીટી કક્ષાએ સામાજીક વીધ્યાશાસ્રો તથા માનવવીધ્યાઓ કે સાહીત્ય વીધ્યાઓમાં ભાગ્યેજ કોઇ જમણેરી બૌધ્ધીકતા ધરાવનારા મળે! બીજું સામાન્ય રીતે ઉદારમતવાદી ડાબેરી વીચાર ધરાવનારા વ્યવસાયીક રીતે તે એકેડેમીક લાઇફ જ પસંદ કરે છે. બીજીબાજુ એકેડેમીક વાતવરણ પણ એવુંજ હોય છે જે સામાન્ય રીતે જમણેરી વીચારો અનેવલણોને પસંદ કરતું નથી.

 રાજકારણમાં જમણેરી વીચારસરણીવાળા રાજકીય નેતાઓને લોકો પેલા ડાબેરી ઉદારવાદીઓ કરતાં વધારે પસંદ કરે છે. જમણેરી નેતાઓની બોડી લેંગવેજ પણ પેલા બધા કરતાં વધુ આકર્ષક હોય છે. જમણેરી તરફી સ્કોલર્સ વધારે બૌધ્ધીકરીતે સજ્જ હોય છે. પણ એકેડેમીક જગતમાંતો ડાબી તરફ ઢળેલા સ્કોલર્સ જ વધારે આકર્ષક મનાય છે. તાજેતરના અભ્યાસ મુજબ જમણેરી લોકો બૌધ્ધીક ગુણાંક માપનમાં ઓછા હોય છે. કેમ? શા માટે? કારણકે તેઓ હંમેશાં રૂઢીચુસ્ત વીચારસરણીને પસંદ કરે છે.. તે વીચારસરણી વર્તમાન સામાજીક ,રાજકીય અને આર્થીક માળખાને ટકાવી રાખવામાં માને છે. આ જમણેરી લોકો બીજા અન્ય સામાજીક, ધાર્મીક,  જાતીય અને વંશીય સમુહો સાથે ઓછામાં ઓછો સંબંધ રાખે છે. તેમની એવી માન્યતા હોય છે કે તેવા સંબધો બોજારૂપ અને અન્યરીતે નુકશાનકારક(નફાકારક નહી) હોય છે. જેમાં મેળવવા કરતાં ગુમાવવાનું વધારે હોય છે. સામાજીક રીતે રૂઢીચુસ્ત વીચારસરણીના ઘણા બધા લક્ષણો બીજા સામાજીક સમુહો પ્રત્યે સખત પુર્વગ્રહયુક્ત વલણો રાખે છે. આવા પુર્વગ્રહોનું પછી એક વીષચક્ર બની જાય છે. તે વીષચક્ર તેના વીરોધી પરીબળોને અતીક્રમી જાય છે.આજે ભારતમાં જમણેરી પરીબળોએ ઉભી કરેલી ક્રાંતી (Right wing revolution) તેનું પરીણામ છે. મારા મત મુજબ ફક્ત મંદબુધ્ધી વાળો માણસ જ એવી માન્યતા ધરાવી શકે કે તે દેશની ૮૦ ટકા વસ્તીનો એક ભાગ હોવા છતાં તે અસલામત છે.         ખરેખરતો આ બહુમતી વસ્તીએ જ આઝાદી પછીના ૭૦ વર્ષમાં વીકાસના ફળો પોતાના રાજકીય અને આર્થીક પ્રભુત્વને કારણે વહેંચી લીધા છે. ઉપરની ચર્ચાનું તારણ એ છે કે રૂઢીચુસ્તતા અને બૌધ્ધીકતાને વ્યસ્ત સંબંધ છે. અથવા તે બંને એકબીજાની આમને સામને છે. પરંતુ કોઇ એવું તારણ પણ ચર્ચાનું ન કાઢી લે કે બધાજ જમણેરી બૌધ્ધીકો બુધ્ધી વીનાના અને બધાજ ઉદારમતવાદી ડાબેરીઓ હોંશીયાર કે સ્માર્ટ છે.બંને પક્ષે અપવાદો હોઇ શકે પણ સામાન્ય પ્રવાહ તો ઉપર મુજબની ચર્ચા પ્રમાણેનો જ રહેવાનો. જમણેરીઓ પોતાના લખાણોમાં અને સોસીઅલ મીડીઆના ઉપયોગમાં લઘુમતી વીરોધી અભીપ્રાયો ખુલ્લંમ ખુલ્લા પ્રદર્શીત કરવામાં તેમને કોઇ છોછ નથી. આવા લોકો ફક્ત પોતાના પુર્વગ્રહો આક્રમક રીતે સોસીઅલ મીડીયામાં લખતા નથી પણ સાથે સાથે અશીષ્ટ ભાષામાં લઘુમતીઓના સામાજીક–ધાર્મીક રીવાજો માટે પણ અભદ્ર ભાષા  મીડીયામાં વાપરે છે.આ બધા જમણેરીઓને ભારતના ઇતીહાસ અને દેશની વીવીધતામાં જે એકતા સદીઓથી ટકી રહી છે તેની સંપુર્ણ માહીતી છે. તેમ છતાં ઇરાદાપુર્વક તે બધા વીરોધાભાસી તથ્યોનો ઉપયોગ કરે છે. તેઓ પોતે નવી બનાવટી હકીકતો ને આંકડાઓને પેદા કરેછે. તેઓને બધાને હીંદુત્વ બ્રાન્ડના એક નેતા, એક ધર્મ અને દેશની એજ ભાષા હોવી જોઇએ તે પ્રકારની માનસીકતાની રચના કરવા મચી પડેલા છે. આ માટે તે જાહેરમાં લોકશાહી વીરોધી અસહીષ્ણાતાને ટેકો આપે છે. અને હિંદુત્વ વીરોધી અવાજને સમાજનો સદીઓથી ચાલુ રહેલો સામાજીક વ્યવસ્થાનું ( social  order) માળખું તુટી જશે  તેવો માનસીક ભય બતાવીને દબાવી દે છે. રાષ્ટ્રીય સલામતી ના નામે આ જમણેરી તત્વો મયન્મારથી (બ્રહ્મદેશથી) શરણાર્થી તરીકે આવેલા નાના બાળકો અને સ્રીઓને આંતકવાદી તરીકે ઓળખાવે છે.આ બધા જમણેરી ટેકેદારોમાં બૌધ્ધીકતા ઓછી હોવાથી તે અસંસ્કૃત,અત્યાચાર કરનારા અને સ્રી પ્રત્યે દ્વેષભાવ રાખનારા છે. (It is not unexpected from right-wing supporters with low intelligence to be openly uncivil, abusive and misogynistic.) જ્યારે આ બધા ઉચ્ચ શૈક્ષણીક લાયકાત ધરાવનારા જમણેરીઓ, ઘોડાની આંખે પહેરેલા ડાબલામાંની માફક જુએ છે ત્યારે તેઓ તેમની રાજકીય માનસીકતા જ છતી કરે છે. રાજકીય માનસશાસ્રીઓએ કરેલા છેલ્લા પંદર વર્ષ ઘણા બધા સર્વે એવું સાબીત કરે છે કે  જમણેરી રૂઢીચુસ્તો અને ડાબેરીતરફી ઉદારમતવાદીઓનું વ્યક્તીત્વ અને માનસીકતાની કક્ષા બીલકલ ભીન્ન ભીન્ન હોય છે.

જમણેરી રૂઢીચુસ્તોની ચીંતન કે મનન કરવાની પધ્ધતી તદ્દન અલગ હોય છે. વીશ્વમાં  જુદી જુદી પ્રયોગશાળામાં અને જુદી જુદી પધ્ધતીઓ અને ટેકનીક્થી (a variety of methodological techniques) કરેલ પરીણામોનું તારણ છે કે જમણેરી લોકોમાં નકારાત્મક પુર્વગ્રહોનુંપ્રમાણ(a huge negative bias) ભરપુર હોય છે. સામાજીક રૂઢીચુસ્તો માનસીક રીતે સરળતાથી પોતાના વાતવરણમાં સહેલાઇથી ઉશ્કેરાટ, ઘૃણા વી. સર્જી શકે છે. અગાઉ જણાવયું તે પ્રમાણે તેઓ  જડબેસલાક સામાજીક ઓડર અને તેના આધારીત ચોક્કસતાના ટેકેદાર હોય છે. પણ તેઓ કોઇપણ પ્રકારના પરીવર્તન માટે અસહીષ્ણુ હોય છે. તેઓ કાલ્પનીક કે માની લીધેલા ભયની વાસ્તવીકતાથી સખત રીબાતા હોય છે પીડાય છે. દેશમાં રાજકીય વીચારસરણી માનવઅધીકારોના ભંગની ચીંતા કર્યા વીના પણ તેઓ મુજબત લશ્કર અને સખત કાયદાના શાસનની હીમાયત કરે છે. તેમાં નીર્દોષ લઘુમતીઓ અને દલીતોને મારી નાંખવામાં આવે કે જેલમાં પુરી દેવામાં આવે તેમાં આ લોકોને લેશમાત્ર રંજ હોતો નથી. થોડાક જમણેરી અતી બૌધ્ધીકોની નકારાત્મક રાજકીય વીચરસરણી તે પેલા નબળી જમણેરી બૌધ્ધીકતાવાળા ટોળાને પ્રજા સાથેના સંવાદમાં મતાંધ, મતાગ્રહી અને સ્રી પ્રત્યે દ્રેષભાવવાળા બનાવે છે.

  ડાબેરી ઉદારમતવાદીઓ વર્તમાન સામાજીક વ્યવસ્થાના આંતરીક સંબંધો અને રાજકીય વીચારસરણી અને સત્તા પ્રત્યે તુલનાત્મક અને ટીકાત્મક ( Comparative & critical approach) અને તાત્વીક ચીંતનમય અભીગમ લે છે. સને ૧૮૬૧માં કેટલાય વર્ષો પહેલાં જે એસ મીલે પોતાની ચોપડી 'ઓન લીબર્ટી' માં લખ્યું છે કે " રૂઢીચુસ્ત વીચારો, તેના રૂઢીરીવાજો અને જે સે થે વાદને ટકાવી રાખવા બહુ બૌધ્ધીક ચપળતા, કલ્પના કે ટીકાત્મક અભ્યાસની જરૂરત નથી.". કયા કારણોસર ભારતીય બૌધ્ધીકો ખુબજ મોટી સંખ્યામાં, જે બધા રૂઢીચુસ્તો જેવો નકારાત્મક અભીગમ ધરાવતા નથી તે લોકોએ પણ પોતાના ક્રીટીકલ માઇન્ડને ફ્રોઝન કરી દીધું છે. અને પેલા જમણેરી પ્રમાણમાં હલકી બૌધ્ધીક્તા ધરાવનારાઓની સાથે  ભેગા મળીને દેશમાં જમણેરી ક્રાંતી લાવવા સહકાર આપે છે.(Unfortunately, an increasing number of academics and intellectuals in India, who even do not suffer from negative bias have succumbed to the trend of taking a mental rest and joining the right-wing revolution of people with low intelligence.) સૌ. Outlook !5th October 2017.  ભાવાનુવાદક બીપીન શ્રોફ.





 

 

 


--