Thursday, November 30, 2017

રેશનલ અભીગમની દ્ર્ષ્ટીએ વર્તમાન ગુજરાતની વીધાનસભાની ચુંટણી–

રેશનલ અભીગમની દ્ર્ષ્ટીએ વર્તમાન ગુજરાતની વીધાનસભાની ચુંટણી–

આપણને સૌને માહીતી છે કે ગુજરાત વીધાનસભાની ચુંટણી બે તબક્કામાં  તારીખ ૯ અને ૧૪મી ડીસેમ્બરના રોજ થનાર છે. રાજકીય પક્ષો અને તે બધાના પક્ષીય ટેકેદારો જે કક્ષાએ એક બીજાને આક્ષેપો – પ્રતી આક્ષેપો (Below the belt) કરવા માંડ્યા છે ત્યારે આપણને એક સામાન્ય નાગરીક તરીકે  સવાલ થાય છે કે  આપણે આગામી પાંચવર્ષ માટે રાજ્ય કરવા કેવા વીધાનસભ્યોને ચુંટવાના છે? ચુંટણી લડતા બંને પક્ષોના ઉમેદવારો કરતાં તેમના નેતાઓજ ચુંટણી લડતા હોય તેમ લાગે છે.

 ખુબજ દુ:ખ સાથે લખવું પડે છે કે  તમા બધા રાજકીય પક્ષોના પ્રતીનીધીઓઓ (અમારા મતથી ચુંટાનાર) અમારી પસંદગીથી ગુજરાતનું રાજ્ય ચલાવવાનું છે. તેમાં સન્માનીય દેશના વડાપ્રધાન એમ કહીને મતદારોની લાગણીને બહેકાવવા ઉપયોગ કરી એમ કહે કે  'મને સામાવાળાએ એમ આક્ષેપ કર્યો કે ભાઇ! તમારા પક્ષ પાસે દેશનો સૌથી મોટો જાદુગર છે પછી બીજા ત્રીસ જેટલા જાદુગરો ચુંટણી પ્રચાર માટે શા માટે ઉતારવાની જરૂર છે?'  હવે આક્ષેપ અંગત રીતે મોદીજીના વ્યક્તીત્વ( પર્સનાલીટી કલ્ટ) પર કર્યો છે. તેમાં મોદી સાહેબ એમ તર્ક દોડાવીને દલીલ કરે કે ' મારા પરનો આક્ષેપ હું ગુજરાતનો હોવાથી આ આક્ષેપ સમગ્ર ગુજરાતની પ્રજા પરનો છે' તેવું ભાવુક બનીને આંખમાંથી આંસુ કાઢે, તે લુછે, પછી મારા પરનો આક્ષેપ સમગ્ર ગુજરાત પરનો હોવાથી આપણે કેવી રીતે સાંખી લઇએ. ' હું એટલે ગુજરાત' મારાપરનો આક્ષેપ એટલે સમગ્ર ગુજરાતની સાડા છ કરોડની જનતા પરનો આક્ષેપ!

 છેલ્લા વીસ વર્ષમાં તેમના પક્ષે ગુજરાતમાં સત્તા પર રહીને દેશના બીજા રાજ્યોની સરખામણીમાં આરોગ્ય, શીક્ષણ, બેકારી, નવી રોજગારી, ખેડુતોના પોષણક્ષમ ભાવ અને દલીતો વી.ના પાયાના પ્રશ્નો માટે શું કર્યુ તે બધી વાતો બાજુ પર મુકીને ગુજરાતના મતદારોને હજુ કયા વીકાસની આંબલી–પીપલી બતાવવા માંગો છો?

 સોમનાથના મંદીરમાં પ્રવેશ માટેના રાખેલા  રજીસ્ટરમાં રાહુલજીએ, પોતે હીંદુ રજીસ્ટારમાં સહી કરી હોય તેવું સ્પષ્ટ તેમના પોતાના શબ્દોની સ્ટાઇલમાં રજીસ્ટરમાં દેખાય છે. તેમા છતાં તેઓના નામેને અહેમદ પટેલ સાથેના નામની લીટી ઉપર બીજા શબ્દોમાં બીન હિંદુ રજીસ્ટરમાં કોઇની પાસે લખાવીને તમે શું મેળવવા અને ગુજરાતના મતદારોને આપવા માંગો છો! અને આવો પવીત્ર ધંધો! સોમનાથના મંદીરમાંથી થઇ શકે! 'દીવ્યભાસ્કર ' જેવું દૈનીક જે ' નો પેઇડ ન્યુઝ અને તટસ્થતા'નો દાવો કરનારૂ પેપર પહેલા પાને સમાચાર બનાવે છે.  " રાહુલજી તો હીંદુ નથી ખ્રીસ્તી છે". ભાઇ, પેપરવાળા, ગુજરાતના મતદારોને એટલું તો બતાવો કે મોદીજી જેટલીજ લાયકાતવાળા મતદાર તરીકે  રાહુલજીની છે.

મોદીજી, દેશના મતદારોએ તમને સને ૨૦૧૪ની ચુંટણીમાં ખોબે ખોબા ભરીને મતો હીંદુ કે આર એસ એસના પ્રચારક તરીકે નહી, અને હીંદુ રાષ્ટ્ર બનાવવા આપ્યા નહતા. પણ એક એવા રાષ્ટ્રીય નેતા તરીકે વીશ્વાસ મુકીને સત્તાની સોંપણી કરી હતી કે તમે દેશનો વીકાસ કરશો, નવી રોજગારી યુવાશીક્ષીત બેકારોને અપાવશો વી. આપ તો દેશના સ્રવૌચ્ચ નેતા છો. આપની પ્રજાલક્ષી યોજનાઓ વી ને આધારે મત માંગો. તમારી કક્ષાને એટલી નીચી કક્ષા એ ન ઉતારી દેશો કે તમારૂ વ્યક્તીત્વ એક સામાન્ય બજારૂ વ્યક્તીત્વ હાંસી પાત્ર બની જાય!.

 અમારી રેશનાલીસ્ટ તરીકે ઓળખ એવી છે કે અમારે મન દેશનો નાગરીક ફક્ત માનવ છે મતદાર છે. તે ધાર્મીક, જાતીય, જ્ઞાતી, પ્રદેશ અને રાષ્ટ્રીય ઉન્માદ ભરેલી વફાદારીઓથી સંપુર્ણ પર છે. તેની માનવ હોવાની પ્રતીબધ્ધતા વૈશ્વીક છે. રેશનાલીસ્ટ, દેશ અને દુનીયાના બધા જ ધર્મો–સંપ્રદાયો અને તેના ધંધાદારી વહીવટકતાઓને ( બીચારા માનવીએ જે મુઠી ફાકો બચત પોતાના બાળકોને દવા– આરોગ્ય,કે શીક્ષણ માટે વાપરવાને બદલે) સમાજની બચત ને કોરી ખાનારી ઉધઇથી વધારે ગણતા નથી. આ બધા આપણા સમાજના પરોપજીવીઓ છે. જે કોઇ ભૌતીક ઉત્પાદન ' રોટી ,કપડા મકાન' જેવું કરતા જ નથી. પણ નાગરીકોની મુડી–બચતનો પોતા ભવ્ય દેવસ્થાનો બનાવવા અને ભવ્ય જીવન શૈલીને ટકાવી રાખવા રાત દીન 24x7  રોકાયેલા રહીને તેન સફળ બનાવા રાજકીય સત્તા સહીતનો ઉપયોગ કરવામાં સહેજ પણ પાછી પાની કરતા નથી. તેમાં તે બધા પાવરધા છે. તેમાં આનંદ અને ગૌરવ અનુભવે છે. અને દરેક રાજકીય પક્ષના નેતાઓને પોતાને ઘુંટણીએ પડાવે છે.

રેશનાલીસ્ટ તરીકે અમારી સ્પષ્ટ પ્રતીબધ્ધતા છે કે આધુનીક રાજ્ય સત્તાને કોઇ સંબંધ ધર્મ અને તેના ઠેકેદારો સાથે બીલકુલ ન હોવો જોઇએ. કોઇપણ ધર્મમાં માનવું કે બીલકુલ અમારી માફક કોઇપણ ધર્મમાં નામે ન માનવું તે આ દેશના દરેક નાગરીકની અંગત કે નીજી બાબત છે. તે રીતે દરેક ભારતીયને જીવવાનો અબાધીત અધીકાર બંધારણે આપેલો છે.

રેશનાલીસ્ટ તરીકે, જૈવીક ઉત્ક્રાંતીને આધારે અમારૂ તારણ છે કે  દરેક માનવી ઇશ્વરનું સર્જન નથી અને ક્યારેય ભુતકાળમાં ન હતું. સમગ્ર વીશ્વની અને ભારત દેશની તો ખાસ સામાજીક, રાજકીય અને આર્થીક વ્યવસ્થાઓ, હીંદુ વર્ણવ્યવસ્થા સહીત,માનવ સર્જીત હતી અને છે. તે માનવ સર્જીત છે તેનો અર્થ એ છે કે  તે માનવ હીત માટે જ બનાવવામાં આવેલી છે. ૨૫૦૦ વર્ષ પુરાણા અને ૨૧મી સદીના દેશના નાગરીકોના સર્વ પ્રકારના હીતો કેવી રીતે એક હોઇ શકે! ૨૧મીસદીના માનવીય હીતો પ્રમાણે દેશ અને નાગરીકોને સજ્જ કરવા હશે તો કેવી રીતે આજના નેતાઓ જે બધાઓ રાતદીવસ પેલા જુદા જુદા મંદીર,મસ્જીદના ધાર્મીક વડાઓની પાછળ ઘુમતા અને ફોટા પડાવતા હોય તેમની પાસે શું અપેક્ષા રાખો છો? આ બધા ધાર્મીક સ્થાપીત હીતો તમને મંજીરા વગાડવાનું અને બાંગ પોકારવાનું શીખવાડશે પણ કેવીરીતે બીલગેટ્સ, ઝુકરબર્ગ બનવાનું નહી શીખવાડી શકે. ભાઇ કુવામાં હોય તો હવાડામાં આવે ને? એટલું તો સમજો અને સમજાવો!

 


--